લાકડાની ઘાણીનું આરોગ્‍યદાયી તેલ !

Article also available in :

આપણને થનારી મોટાભાગની માંદગી, એ શરીરમાંના ત્રિદોષોની અસમતોલતાને કારણે થાય છે. આહારનું સંતુલન બગડવામાં ઘણીવાર રિફાઇંડ તેલ કારણીભૂત બને છે. રિફાઇંડ તેલ નિર્માણ કરવા માટે ‘ગૅસોલિન’, ‘સિંથેટિક’, ‘એન્‍ટિઓક્સિડંટ’, ઇત્‍યાદિ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ‘રિફાઇંડ’ તેલને જરાય વાસ આવતી નથી; કારણકે તેમાં એક પણ પ્રકારનું જીવનસત્વ બચતું નથી. તેમાં રહેલી ચીકાશ પણ જતી રહી હોય છે; કારણકે તેમાં રહેલા ‘ફેટી એસિડ’ પહેલા જ બહાર કાઢી લેવામાં આવે છે, તેમજ તે તેલમાં ‘વિટામીન ઈ’ અને ‘મિનરલ્‍સ’ પણ હોતા નથી.

‘રિફાઇંડ’ તેલ માનવી શરીર માટે અત્‍યંત હાનિકારક હોય છે. તેમજ તેમાં માનવી શરીર માટે ઘાતક ઘટક હોય છે. ‘રિફાઇંડ’ તેલને કારણે માનવી શરીરમાં ‘એલ.ડી.એલ.’ નામનું ઘાતક ઘટક નિર્માણ થાય છે. તેથી માનવી શરીરમાં ‘બ્‍લોકેજેસ’ નિર્માણ થઈને હૃદયવિકારના ઝાટકા જેવી માંદગીનો સામનો કરવો પડે છે. ‘રિફાઇંડ’ તેલ પહેલા ૩૦૦ અને બીજીવાર ૪૬૪ ડિગ્રી સેલ્‍સિયસ તાપમાને ઉકાળવામાં આવે છે. તેથી તે વધારે જ ઝેરીલું બને છે.

આનાથી ઊલટું લાકડાની ઘાણીનું તેલ અત્‍યંત શુદ્ધ, રસાયણો વિનાનું અને આરોગ્‍ય માટે હિતાવહ હોય છે, તેમજ તે નૈસર્ગિક અને શાસ્‍ત્રોક્ત પદ્ધતિથી નિર્માણ કરવામાં આવે છે. તેને શુદ્ધ તેલની વાસ આવે છે અને તે ચીકણું પણ હોય છે; કારણકે તેમાં ૪-૫ પ્રકારનાં જીવનસત્વો હોય છે. લાકડાની ઘાણીમાં તેલ કાઢતી વેળાએ અત્‍યંત ઓછું ઘર્ષણ થયું હોવાથી તેમાં રહેલા એકપણ નૈસર્ગિક ઘટકનો નાશ થતો નથી. એ સાથે જ તેલ કાઢતી વેળાએ તેનું તાપમાન ૪૦ થી ૪૫ ડિગ્રી સેલ્‍સિયસ હોવાથી તેમાંના નૈસર્ગિક ઘટકોનો નાશ થતો નથી. તેથી શરીરને આવશ્‍યક રહેલો ‘હાયડેન્‍સિટી લિપોપ્રોટીન’ ઘટક આપણા યકૃતમાં નિર્માણ થાય છે. શુદ્ધ તેલને કારણે વાત દોષ સંતુલિત રહે છે. તેને કારણે વાતના પ્રકોપથી થનારી માંદગીઓ થતી નથી. મધુમેહ, ઉચ્‍ચ રક્તદાબ, સાંધાનો દુઃખાવો, લકવા જેવી ગંભીર બીમારીમાં લાકડાની ઘાણીનું તેલ ગુણકારી છે. સેંકડો વર્ષોથી આપણાં પૂર્વજો લાકડાની ઘાણીના તેલનો ઉપયોગ કરતા હતા, તેથી તેઓ નિરોગી અને દીર્ઘાયુષી હતા. આપણા પૂર્વજોએ આપેલી લાકડાની ઘાણીના તેલનો ઉપયોગ કરીને દીર્ઘાયુષ્‍યી જીવનનો સમતોલ સાધ્‍ય કરીએ !

 – શ્રી. રાહુલ દેવીદાસ કોલ્‍હાપુરે, સાતારા
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment