આરોગ્યપ્રાપ્તિ માટે પ્રતિદિન તડકાના ઉપાય કરો (શરીર ઉપર તડકો લો)

આજકાલની  પલટાયેલી જીવનશૈલીને કારણે, ખાસ કરીને ઘરે અથવા કાર્યાલયમાં બેઠું કામ કરનારી વ્યક્તિઓના શરીર ઉપર તડકો પડવાની શક્યતા પુષ્કળ ઓછી થઈ ગઇ છે. તેને કારણે જેના શરીર ઉપર તડકો પડતો નથી અથવા તો શરીર ઉપર તડકો પડવાનું પ્રમાણ અલ્પ છે, તેમણે અગત્યતાપૂર્વક તડકાના ઉપાય કરવા. (શરીર ઉપર તડકો લેવો.)

 

૧. આયુર્વેદ અનુસાર શરીર ઉંપર તડકો લેવાના લાભ

વૈદ્ય મેઘરાજ પરાડકર

અ. સૂર્યદેવ આરોગ્ય પ્રદાન કરે છે. તેથીજ “આરોગ્ય ભાસ્કરાત ઇચ્છેત ” એટલે ‘સૂર્યદેવ પાસે આરોગ્ય માંગવું,’ એમ કહ્યું છે.

આ. આયુર્વેદ અનુસાર વર્તમાન સમયમાં જોવામાં આવતા મધુમેહ, ઉચ્ચ રક્તદાબ, જીવનતત્વોની કમતરતા, સ્થૂલતા, સ્રવનારા ત્વચાવિકારો, શરદી, વિવિધ પ્રકારની એલર્જી, સંધિવા, શરીર ઉપર સોજો ચડવો, શરીરમાંના હોર્મોન્સની વિકૃતીને કારણે થનારા વિકારો, ઉદા. થાઇરોઇડ બાબતના વિકાર, અન્નપાચન ન થવું, બદ્ધકોષ્ઠતા, હરસ ઇત્યાદિ વિકારો દેહમાંના અગ્નિ પર આવરણ આવવાથી અથવા  તે મંદ થઈ જવાથી થાય છે. શરીર પર તડકો લેવાથી દેહમાંના અગ્નિ પરનું આવરણ દૂર થઈને અગ્નિ પ્રજ્વલિત થાવા માટે, તેમજ ઉપર જણાવેલા વિકારો દૂર થવા માટે સહાયતા થાય છે.

ઇ. પ્રતિદિન યોગ્ય પ્રમાણમાં શરીર પર તડકો લેવાથી શરીરમાં વધી ગયેલા દોષો (રોગકારી દ્રવ્યો) દૂર થવા માટે સહાયતા થાય છે.

 

૨. સુર્યકિરણોના ગુણધર્મો

અ. સુર્યકિરણ ઉષ્ણ (ગરમ), તીક્ષ્ણ (તરત જ કાર્ય કરનારા,  તીક્ષ્ણ સોય પ્રમાણે અંદર ઘૂસનારા), લૂખા (સૂકા, શુષ્ક) અને હલકા આ ગુણધર્મો ધરાવનારા હોય છે.

આ. કુમળા તડકામાં આ જ ગુણધર્મો અત્યંત સૌમ્ય, જ્યારે કડક તડકામાં તે વધુ તીવ્ર હોય છે.

ઇ. ઉનાળામાં સૂર્ય પૃથ્વીની નજીક હોવાથી બપોર વખતે તડકો વધારે કડક હોય છે. શિયાળામાં સૂર્ય પૃથ્વીથી દૂર હોવાથી બપોરના સમયે તડકો તુલનામાં ઓછો કડક હોય છે.

ઈ. પૃથ્વીની મધ્યરેખા નજીક, એટલે કે વિષુવવૃત્તની નજીકના પ્રદેશોમાં તડકો વધારે કડક હોય છે. વિષુવવૃત્તથી દૂર જઈયે તેમ તડકાની તીવ્રતા ઓછી થતી જાય છે.

ઉ. ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશોમાં (ઉદા. સમુદ્ર-કિનારાના ભાગો), હવામાંની આદ્રતાને કારણે તડકો શરીરને જાણાતો નથી, એટલે કે તે તુલનામાં ઓછો તીક્ષ્ણ હોય છે. સૂકા હવામાનમાં (ઉદા. વિદર્ભ, મરાઠવાડા) આર્દ્રતા ન્યૂન હોવાથી તડકાની તીક્ષ્ણતા (તીવ્રતા) વધે છે અને તે શરીરમાં ખૂંતે છે.

 

૩. ઋતુઓ પ્રમાણે શરીર પર તડકો લેવા વિશેના નિયમો

અ. દિવાળી પછી ઠંડી પડે છે. આ કાળમાં બપોર સુધી વાતાવરણ ઠંડું હોય છે. કાંઈ પણ ગરમ પીવું, એવી ઈચ્છા થઇ આવે છે. આવા સમયે બપોરનો કડક તડકો પણ શરીરની બધી ઠંડી નિકળી જાય ત્યાં સુધી જો મનને સારું લાગતું હોય તો શરીર પર તે લેવો.

આ. શિયાળાની ઠંડી ઓછી થયા પછી તરતજ વસંત ઋતુનો આરંભ થાય છે. આ કાળમાં શરીરમાંની ભીનાશ વધે છે. તે દૂર કરવા માટે સહન કરી શકાય તેટલા પ્રમાણમાં શરીર પર તડકો લેવો.

ઇ. તીવ્ર ઉનાળામાં, એટલે ગ્રીષ્મ ઋતુમાં તડકો ન પડે તો સારું એવું લાગે છે. આવા સમયે સવારનો કુમળો તડકોજ શરીર પર લેવો. બપોરનો સખત તડકો શરીર પર લેવો નહીં. તેને કારણે પિત્તના વિકારો નિર્માણ થાય છે અને શક્તિ ક્ષીણ થાય છે.

ઈ. ચોમાસામાં વાદળાંથી ભરેલું વાતાવરણ હોય છે. વધુ પડતા વરસાદને કારણે  વાતાવરણમાં ઠંડી જણાતી હોય છે. આવા સમયે જો કદાચ આકાશ સાફ થઈને તડકો આવે, તો તેનો ઉપયોગ ઠંડી દૂર કરવા પૂરતો કરી લેવો. આ દિવસોમાં સૂર્ય પૃથ્વીની  નજીક હોવાથી તેની તીવ્રતા વધુ હોય છે. તેને કારણે તડકામાં વધુ વખત રેહવું નહીં.

ઉ. ચોમાસું સમાપ્ત થયા પછી, દિવાળી સુધીનો કાળ શરદ ઋતુ હોય છે. આ કાળમાં ગરમી અચાનક વધી જાય છે; તેથી આને ‘ઑકટોબર હીટ’ પણ કહે છે. આ કાળમાં પણ સખત તડકો કટાક્ષથી ટાળવો.

ઊ. કોઈ પણ ઋતુમાં સવારનો કોમળ તડકો અથવા તો આથમતા સૂર્યનો સૌમ્ય તડકો સારો હોય છે.

 

૪. સૂર્યકિરણો સંબંધી આધુનિક વૈદક શાસ્ત્રમાં થયેલું સંશોધન

અ. શરીરમાં ‘ડ’ જીવનસત્ત્વ (વિટામીન ડી) ઉત્પન્ન થવા માટે શરીર ઉપર તડકો લેવો આવશ્યક છે. ઔષધીઓ દ્વારા  જીવનતત્વ પેટમાં લઈએ, તો પણ તેનો લાભ જો શરીર ઉપર તડકો પડે તોજ થાય છે, અન્યથા નહીં.

આ. સૂર્યકિરણોમાં ‘અતિનીલ’ (અલ્ટ્રાવ્હાયોલેટ) કિરણો પણ હોય  છે. જેના UVA , UVB અને, UVC એવા પ્રકાર હોય છે.

૧. અતિનીલ કિરણોના પ્રકારોમાંથી કેવળ UVB આ લહેરો જ શરીરમાં ‘ડ’ જીવનતત્વ  (વિટામિન ડી)  બનાવવા ઉપયોગી છે. આ કિરણોના તરંગોની લંબાઇ (વેવલેન્થ) ૨૮૦ થી ૩૧૫ નેનોમીટર હોય છે. નેનોમીટર એક સૂક્ષ્મથીસૂક્ષ્મ લંબાઈ ગણવાનું એક પરિમાણ છે.

૨. ભારતમાં UVB લહરો સવારે ૧૧ થી બપોરે ૧ આ દરમ્યાનના તડકામાં હોય છે.

૩. તડકો જો સીધો ત્વચા પર પડે તોજ ‘ડ’ જીવનતત્વ નિર્માણ થઇ શકે. વાદળાંથી ભરેલા વાતાવરણમાં તડકાનો ત્વચા સાથે સીધો સંપર્ક થતો નથી. તેને કારણે આવા તડકાનો અથવા તો તડકો કાચમાંથી પડે તો પણ તેનો ‘ડ’ જીવનતત્વ માટે લાભ થતો નથી.

૪. UVA, UVB અને UVC આ ત્રણે પ્રકારના અતિનીલ કિરણોને કારણે ત્વચાનો કર્કરોગ થઇ શકે છે.

ઇ. શરીરના જે ભાગો પર દૈનંદિન જીવનમાં સૂર્યપ્રકાશ પડે છે, જેવા કે હાથ, પગનાં તળિયાં, મોઢું (ચહેરો), અહીં જ જો વારંવાર પ્રખર તડકો પડે, તો ત્વચાનો કર્કરોગ થવાની શક્યતા વધુ હોય છે. તેથી જે ભાગો પર દૈનંદિન જીવનમાં સૂર્યપ્રકાશ પડતો નથી (ઉદા. પીઠ, પેટ અને બાવડાં) આ ભાગો ઉપર તડકો લેવો.

 

૫. શરીર ઉપર તડકો લેવા બાબતે ધ્યાનમાં લેવાનાં સૂત્રો

અ. શરીર નિરોગી રહેવા માટે પ્રતિદિન શરીર પર તડકો પડવો આવશ્યક હોવાથી જેઓનાં શરીરો પર સીધો તડકો પડતો નથી, આવી વ્યક્તિઓએ પ્રતિદિન ઓછામાં ઓછું ૧૫ થી ૨૦ મિનિટ સુધી તડકામાં રહીને શરીર પર તડકો લેવો.

આ. તડકો શરીર ઉપર લેતી વખતે તે ઋતુ અનુસાર શરીર ઉપર તડકો લેવાના નિયમો પાળીને લેવો.

ઇ. પોતે કેટલો તડકો સહન કરી શકે છે, તેનું અનુમાન કરીનેજ તડકો શરીર ઉપર લેવો. આધુનિક વૈદ્યકીય શાસ્ત્રનું સંશોધન છે; તેથી ‘ડ’ જીવનતત્વ મેળવવા માટે ઋતુઓના નિયમો ઠેલીને, સહન ન થાય તો બપોરનો સખત તડકો શરીર ઉપર લેવો નહી. (તડકાના ઉપાય આરોગ્ય પ્રાપ્તિ માટે છે. ‘ડ’ જીવનતત્વ મળ્યું; પરંતુ સખત તડકાને લીધે અન્ય વિકાર થયો, એમ થવું જોઈએ નહીં.)

ઈ. ‘ડ’ અથવા અન્ય જીવનતત્વો શરીરમાં યોગ્ય પ્રમાણમાં હોવા માટે શરીરમાંનો અગ્નિ સરખો જાળવવો આવશ્યક છે. અગ્નિ સારો હશે, તો ક્યારે પણ જીવનતત્વોની ઓછપ વર્તાતી નથી. તેથી હંમેશાં આગળ દર્શાવેલાં ૩ પથ્યો પાળવાં.

૧. રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઊઠવું, તેમજ બપોરે સૂવું નહીં.

૨. ભૂખ લાગ્યા પછીજ આહાર લેવો. ભૂખ લાગી ન હોય તો જરા પણ ખાવું નહીં.

૩. તરસ લાગે ત્યારેજ પાણી પીવું. તરસ ન લાગી હોય તો પાણી પીવાનું ટાળવું.

ઉ. તડકાના ઉપાયો કરતી વેળાએ આધુનિક શાસ્ત્રનું સંશોધન છે; તેથી ‘તડકાને કારણે કર્કરોગ થાય છે’, આ બીક મનમાં રાખવી નહીં. શરીરમાંનો અગ્નિ સારો હશે તો કર્કરોગ થતો નથી. તે સારો રાખવા માટે ઉપર સુત્રમાં કહેલાં ૩ પથ્યો નિયમિત પાળવાં.’

 વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૧.૧૦.૨૦૧૮)

Leave a Comment