‘ઑનલાઈન’ના સમયમાં આંખોની કાળજી લેવા માટે આચરણ કરવા જેવા વિવિધ ઉપાય !

Article also available in :

ડૉ. નિખિલ માળી

વર્તમાનમાં સર્વત્ર ‘ઑનલાઈન’ શિક્ષણ ચાલુ થયું છે. સાવ બાલમંદિરથી માંડીને પદવી સુધીના બધા જ જણ ઑનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. ક્યાંયે બહાર ગયા વિના તંત્રજ્ઞાનની સહાયતાથી આપણે  હાલની સ્‍થિતિમાં પણ શિક્ષણ ચાલુ રાખ્‍યું છે. તેથી બાળકોથી માંડીને પ્રૌઢ વ્‍યક્તિ સુધી બધા જ સંગણક અને ભ્રમણભાષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. આ અમર્યાદ ઉપયોગને કારણે આંખો પર સૌથી વિપરિત પરિણામ થઈ રહ્યાં છે. મોટાભાગના લોકોનું નિરંતર સંગણક અથવા ભ્રમણભાષનો ઉપયોગ કરવો, સૂઈને ભ્રમણભાષનો ઉપયોગ કરવો, અંધારી ઓરડીમાં અથવા સાવ મંદ પ્રકાશમાં કામ કરવું, તરસ-ભૂખનું ભાન રાખ્‍યા વિના અને શરીર ભણી બેધ્યાન રહીને કામ કરવું ચાલુ હોય છે. તેને કારણે આંખો કોરી થવી, આંખો લાલ થવી, માથું દુઃખવું, ડોક દુઃખવી, વ્‍યવસ્‍થિત પાચન ન થવું,

આમ્‍લપિત્ત (એસિડિટી) થવું, મલબદ્ધતા થવી, ઉત્‍સાહ ન્‍યૂન થવો, ઊંઘ વ્‍યવસ્‍થિત ન થવી, સ્‍વભાવ ચીડિયો બનવો, બાંધ-છોડ વૃત્તિ વૃદ્ધિંગત થવી ઇત્‍યાદિ સર્વ લક્ષણો નિર્માણ થાય છે. આ સર્વ લક્ષણો પરથી સંગણક અને ભ્રમણભાષનાં અમર્યાદ વપરાશનાં ઘાતક પરિણામો તમારા ધ્‍યાનમાં આવશે. તેને કારણે આંખો સાથે જ સંપૂર્ણ શરીરનો સરવાળે વિચાર કરવાથી ઉપાયયોજના કરવી આવશ્‍યક છે. વર્તમાન ‘ઑનલાઈન’ના કાળમાં આંખોની, તેમજ સર્વ શરીરની કાળજી કેવી રીતે લેવી ? તે માટે આ લેખ

 – ડૉ. નિખિલ માળી, આયુર્વેદ નેત્રરોગ તજ્‌જ્ઞ, ચિપળૂણ, જિલ્‍લો રત્નાગિરી (મહારાષ્‍ટ્ર)

૧. સૌથી પહેલા આંખોને યોગ્‍ય રીતે આરામ આપો. વ્‍યવસ્‍થિત ઊંઘ લેવી, એ જ તેના પરનો રામબાણ ઇલાજ છે. રાત્રિનું જાગરણ અને દિવસે ઊંઘવાનું ટાળવું.

૨. આંખોને વ્‍યવસ્‍થિત પોષણ મળે, એ માટે સંતુલિત આહાર લો. ભોજનમાં સ્‍નિગ્‍ધ પદાર્થોનો (ઘી) ઉપયોગ અવશ્‍ય કરવો. જંકફૂડ અવશ્‍ય ટાળવા.

૩. તરસ લાગે કે, પાણી પીવું. એકજ સમયે વધારે પાણી પીવાનું ટાળવું, તેમજ અન્‍ય શારીરિક વેગ (મળ-મૂત્ર) ટાળવા નહીં.

૪. કામ કરતી વેળાએ બેસવાની જગ્‍યા વ્‍યવસ્‍થિત હોવી જોઈએ. સંગણક આંખોથી દોઢ થી બે ફૂટના અંતર પર આંખોની સપાટી નીચે હોવું.

૫. કામ કરતી વેળાએ ઓરડામાં પૂરતો પ્રકાશ અને હવા ફરતી રહેવી આવશ્‍યક છે.

૬. સંગણક અને ભ્રમણભાષની ‘બ્રાઈટનેસ’ આંખોને વ્‍યવસ્‍થિત દેખાય, એ રીતે કરવી. વાંચતી વેળાએ ‘બ્‍લ્‍યૂ લાઈટ ફિલ્‍ટર’નો અવશ્‍ય ઉપયોગ કરવો.

૭. જો ચશ્મા હોય, તો ફરી એકવાર નેત્રતપાસણી કરીને ‘બ્‍લ્‍યૂ બ્‍લોક કોટિંગ’ના ચશ્મા લેવા. તેને કારણે આંખોને અતિનીલ (અલ્‍ટ્રાવાયોલેટ) કિરણો સામે સંરક્ષણ મળે છે.

૮. સંગણકીય કામ કરતી વેળાએ પ્રત્‍યેક ૨૦ મિનિટ પછી ૨૦ સેકંડ માટે આંખોને આરામ આપીને બહારની અથવા દૂરની ૨૦ ફૂટ પરની વસ્‍તુઓ જોવી, આ નિયમનું વ્‍યવસ્‍થિત પાલન કરવું, એવું વૈશ્‍વિક કીર્તિના નેત્રરોગ તજ્‌જ્ઞ પણ કહે છે. તેને કારણે આંખોની પેશી પરનો તાણ ન્‍યૂન થઈને આંખોને આરામ મળે છે.

૯. વચ્‍ચે વચ્‍ચે આંખોની પાપણી ઉઘડ-બંધ કરવી. તેને કારણે આંખોમાંની ભીનાશ ટકી રહે છે.

૧૦. આંખો વચ્‍ચે વચ્‍ચે ઠંડા પાણીથી ધોવી. મોઢામાં પાણી ભરીને (ગાલ ફૂલાવીને) બંધ આંખો પર સામાન્‍ય રીતે ૨૧ વાર પાણી છાંટવું. પછી મોઢામાંનું પાણી થૂંકી નાખવું. તેને કારણે આંખોની ઉષ્‍ણતા ન્‍યૂન થઈને આંખો કાંતિયુક્ત થાય છે. આને જ આયુર્વેદમાં ‘નેત્રસેચન’ અથવા ‘નેત્રપ્રક્ષાલન’ કહે છે.

૧૧. આયુર્વેદોક્ત ‘ગંડૂષ ક્રિયા’નો (Oil pulling) ઉપયોગ કરવો. સવારે દાંત ઘસ્‍યા પછી નવશેકું તલતેલ મોઢામાં લગભગ ૧૫ મિનિટ ઝાલી રાખવું અને પછી તે થૂંકી નાખીને ગરમ પાણીથી કોગળા કરવા. આને કારણે આંખોને વિશેષ લાભ થાય છે.

૧૨. આયુર્વેદોક્ત ‘અંજન’ વૈદ્યકીય સલાહથી અવશ્‍ય વાપરવું. તેને કારણે આંખોમાંનો વિકૃત દોષ જતો રહેવામાં સહાયતા થાય છે.

૧૩. શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ નવું નવું તંત્રજ્ઞાન શીખી લેવું. તેને કારણે શીખતી અને શિખવતી વેળાએ લાગનારો સમય બચીને આંખોને આરામ મળશે. શિક્ષકોએ શીખવતી વેળાએ પોતે અલ્‍પવિશ્રામ (બ્રેક) લઈને બાળકોને પણ અલ્‍પવિશ્રામ લેવા માટે પ્રવૃત્ત કરવા.

૧૪. કામ કરતી વેળાએ થોડી વિશ્રાંતિ લઈને, તેમજ જગ્‍યા પરથી ઊઠીને પગ છૂટા કરવા. પ્રતિદિન વ્‍યાયામ, યોગાસનો, પ્રાણાયામનો અવશ્‍ય આધાર લેવો.

૧૫. આંખો માટે ઉપયુક્ત એવા વ્‍યાયામ (આંખોની હિલચાલ) કરવા, તેમજ યોગમાંની ‘ત્રાટક ક્રિયા’ કરવી. આંખોને આરામ દેવા માટે હથેળી એકબીજા પર ઘસીને તે બંધ આંખો પર વધારે જોર દીધા વિના મૂકવી. આને કારણે આંખોમાંનું રુધિરાભિસરણ સુધરે છે.

આ સર્વેનો અમલ ઑનલાઈન શીખતી અને શિખવતી વેળાએ અવશ્‍ય કરવો. તેને કારણે આંખોનું રક્ષણ થશે, તેમજ જો કાંઈ ફરિયાદ હોય તો નેત્રરોગ તજ્‌જ્ઞની સલાહ લેવી. યોગ્‍ય સમયે ઉપચાર કરીને આંખો, શરીર અને મનનું આરોગ્‍ય અકબંધ રાખવું.

 

આદર્શ દિનચર્યા : આંખો નિરોગી રાખવા માટે !

આંખો નિરોગી રાખવા માટે સમગ્ર દિવસ દરમ્યાન આંખોની કાળજી કેવી રીતે લેવી તેનું માર્ગદર્શન કરવું મહત્વનું હોય છે. આંખો નિરોગી રહેવા માટે આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ ? આ વિશે જાણી લેવું જોઈએ. આયુર્વેદે પ્રથમ આ જ વાતને મહત્વ આપ્‍યું છે. આધુનિક વૈદ્યકીય શાસ્‍ત્રના જનક વિલિયમ ઓસલરનું એ જ કહેવું છે કે  – ‘One of the first duties of the physicion is to educate the masses not to take medicine.’ (અર્થ : રુગ્‍ણોને સીધું જ ઔષધ દેવાને બદલે તેમને આરોગ્‍ય સારું રહેવા માટે શિક્ષિત કરવા, એ ડૉક્ટરોનું આદ્યકર્તવ્‍ય છે.)

આપણી દિનચર્યામાં આગળ જણાવ્‍યા પ્રમાણે પાલટ કરવાથી આંખોનું આરોગ્‍ય નક્કી જ ટકી રહેશે અને આગામી કાળમાં માંદગીની તીવ્રતા પણ ન્‍યૂન થશે.

૧. સવારે બને તેટલું વહેલું ઊઠવાનો પ્રયત્ન કરવો. તે માટે સહેજે રાત્રે વહેલું સૂવું. રાત્રે જાગરણ કરવું નહીં અથવા દિવસે પણ સૂવું નહીં. બપોરે જમ્‍યા પછી તરત જ સૂવાનું ટાળવું.

૨. દાંત ઘસ્‍યા પછી આંખો પર ઠંડું પાણી છાટવું. તે પહેલાં મોઢામાં પાણી ભરી રાખવું અને પાણી છાંટવાનું થઈ ગયા પછી મોઢામાંનું પાણી થૂંકી નાખવું. તેને કારણે આંખોમાં રહેલી ઉષ્‍ણતા ન્‍યૂન થઈને ટાઢક મળે છે.

૩. સ્‍નાન કરવા પહેલાં અભ્‍યંગ અર્થાત્ સર્વ અંગોને અને માથે તેલ લગાડવું.

૪. માથા પરથી સ્‍નાન કરતી વેળાએ બને ત્‍યાં સુધી ટાઢા પાણીએ કરવું, માથા પરથી સ્‍નાન કરવા માટે ગરમ પાણી વાપરવાથી આંખો અને વાળની હાનિ થાય છે.

૫. વૈદ્યકીય સલાહથી આંખોમાં અંજન (આંજણ) આંજવું. તેને કારણે આંખોનું સંરક્ષણ થાય છે.

૬. તડકામાં બહાર જતી વેળાએ માથું વ્‍યવસ્‍થિત ઢાંકી લેવું, તેમજ આંખો માટે ગૉગલ્‍સનો ઉપયોગ કરવો.

૭. પગમાં ચંપલ પહેરવા. બને ત્‍યાં સુધી પ્‍લાસ્‍ટિકના ચંપલ કે સૅંડલ વાપરવાનું ટાળવું.

૮. દિવસમાં ૩ થી ૪ વાર આંખો ચોખ્‍ખા પાણીથી ધોવી.

૯. બહારથી ઘેર આવ્‍યા પછી હાથ-પગ સ્‍વચ્‍છ ધોવા. તેને કારણે આંખોનું આરોગ્‍ય ટકી રહે છે.

૧૦. રાત્રે સૂતી વખતે પગના તળિયે તેલ લગાડવાનું ભૂલવું નહીં. તેને કારણે આંખોનું આરોગ્‍ય અબાધિત રહે છે.

ઉપર જણાવેલી સર્વ બાબતોનો અમલ અવશ્‍ય કરવો. તેમાંની લગભગ સર્વ બાબતો આયુર્વેદોક્ત દિનચર્યામાં આવી છે. તેમનું આચરણ કરવાથી આંખોનું આરોગ્‍ય ટકી રહે છે.

 – ડૉ. નિખિલ માળી, આયુર્વેદ નેત્રરોગ તજ્‌જ્ઞ, ચિપળૂણ, જિલ્‍લો રત્નાગિરી (મહારાષ્‍ટ્ર)

Leave a Comment