ગ્રહદોષોના માનવી જીવન પર થનારાં દુષ્‍પરિણામ સુસહ્ય થવા માટે ‘સાધના કરવી’ આ સર્વોત્તમ ઉપાય

Article also available in :

અનુક્રમણિકા

ગ્રહદોષો પર ‘સાધના કરવી’ આ સર્વોત્તમ ઉપાય !

૧. ‘નવગ્રહોનો માનવી જીવન પર પ્રભાવ પડે છે’, આ બાબત ભારતીય
ઋષિ-મુનિઓએ પ્રાચીન કાળમાં ઓળખી લઈને જ્‍યોતિષશાસ્‍ત્રનો વિકાસ કરવો

‘આકાશમાં સૂર્ય ફરતે ભ્રમણ કરનારા ગ્રહો માનવી જીવન પર પરિણામ કરે છે’, આ વાત ભારતીય ઋષિ-મુનિઓએ પ્રાચીન સમયમાં જાણી હતી. યોગસાધના અને તપ કરવાથી ઋષિ-મુનિઓને ક્રમવાર યોગબળ અને તપોબળ પ્રાપ્‍ત થતું હતું. ઋષિ-મુનિઓનો આધ્‍યાત્‍મિક સ્‍તર ઉચ્‍ચ હોવાથી તેમને ઈશ્‍વર દ્વારા જ્ઞાનપ્રાપ્‍તિ થતી હતી. આ જ્ઞાન તેમણે વેદમાંના સૂક્તોમાં પરોવ્‍યું છે. જ્‍યોતિષશાસ્‍ત્રના ઋગ્‍વેદમાં ૩૬, યજુર્વેદમાં ૪૪, જ્‍યારે અથર્વવેદમાં ૧૬૨ શ્‍લોક છે. જ્‍યોતિષશાસ્‍ત્રમાંના નિયમો ભારતીય દર્શનશાસ્‍ત્રો પર આધારિત છે.

 

૨. નવગ્રહોનું માનવી જીવન પર થનારું પરિણામ હવે શાસ્‍ત્રજ્ઞોએ પણ માનવું

૨ અ. વિશ્‍વમાં ભૂકંપ, જ્‍વાલામુખી, વાવાઝોડાં, મોટા અપઘાત જેવા બનાવો ખાસ કરીને
પૂર્ણિમા અથવા અમાસની તિથિએ થયા હોવાનું શાસ્‍ત્રજ્ઞોને જોવા મળવું

ભૂકંપ અને જ્‍વાલામુખીનો અભ્‍યાસ કરનારા શાસ્‍ત્રજ્ઞોને ‘વિશ્‍વમાં ભૂકંપ, જ્‍વાલામુખી, વાવાઝોડાં અથવા મોટા અપઘાત જેવા બનાવો ખાસ કરીને પૂર્ણિમા અથવા અમાસની તિથિની આસપાસ થયા છે’, એવું જોવા મળ્યું છે, ઉદા. ૪.૪.૧૯૦૫ના દિવસે કાંગડા ખાતે અને ૩૧.૫.૧૯૩૫ના દિવસે ક્વેટા ખાતે થયેલા પ્રસિદ્ધ ભૂકંપ અમાસની તિથિએ થયા છે. કેટલાક ભૂકંપ શનિ, ચંદ્ર, રવિ અને મંગળના કેંદ્રયોગ પર (એક અશુભ યોગ પર) બન્‍યા છે.’

(સંદર્ભ : ‘પ્રજ્ઞાલોક’, જુલાઈ ૧૯૮૧)

 

૩. ગ્રહદોષ એટલે શું ?

ગ્રહદોષ એટલે કુંડળીમાંના ગ્રહોની અશુભ સ્‍થિતિ. કુંડળીમાંનો જો એકાદ ગ્રહ દૂષિત હોય તો તે ગ્રહના અશુભ ફળો વ્‍યક્તિને મળે છે, ઉદા. કુંડળીમાંનો શનિ ગ્રહ દૂષિત હોય તો સામાન્‍ય રીતે ખડતર પ્રારબ્‍ધ, દીર્ઘ મુદતની બીમારી, કૌટુંબિક અથવા આર્થિક અડચણો ઇત્‍યાદિ અશુભ ફળો મળે છે. (આ ફળો સ્‍થાન, રાશિ ઇત્‍યાદિ ઘટકો પ્રમાણે જુદાં જુદાં હોય છે.) આને ‘કુંડળીમાંનો શનિ ગ્રહ દૂષિત છે’ અથવા ‘વ્‍યક્તિને શનિ ગ્રહની પીડા છે’, એવું કહેવામાં આવે છે. જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર વ્‍યક્તિને રહેલા શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ત્રાસ પાછળ કુંડળીમાંના ગ્રહદોષ કારણીભૂત હોય છે.

 

૪. ‘વ્‍યક્તિનું પ્રારબ્‍ધ કેટલું ખડતર અથવા
કેટલું સુસહ્ય છે ?’, આ વાત કુંડળી પરથી સમજાવી

જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર વ્‍યક્તિના કુંડળીમાંના ગ્રહદોષો પ્રમાણે તેને શારીરિક, માનસિક અથવા આધ્‍યાત્‍મિક ત્રાસ થાય છે. એમ ભલે હોય, તો પણ તેની પાછળનું મૂળ કારણ ‘વ્‍યક્તિનું પ્રારબ્‍ધ’ છે. પૂર્વજન્‍મમાં કરેલાં સારાં-નરસાં કર્મોનું ફળ માનવી આગળના જન્‍મમાં પ્રારબ્‍ધ રૂપથી ભોગવે છે. આ કર્મસિદ્ધાંત પર જ્‍યોતિષશાસ્‍ત્રનો આધાર છે. વ્‍યક્તિના જન્‍મ સમયે માંડવામાં આવતી કુંડળી તેના આ જન્‍મમાંનું પ્રારબ્‍ધ દર્શાવે છે. અનુકૂળ ગ્રહસ્‍થિતિમાં પુણ્‍યનું ફળ પૈસો, સુખ, માન-સન્‍માન, પ્રસિદ્ધિ ઇત્‍યાદિ રૂપોમાં અનુભવવા મળે છે. પ્રતિકૂળ ગ્રહસ્‍થિતિમાં પાપનું ફળ દુઃખ, અપમાન, રોગ, આર્થિક હાનિ ઇત્‍યાદિ રૂપોમાં અનુભવવા મળે છે.

 

૫. કળિયુગમાં સર્વ સ્‍તર પરના ત્રાસનું પ્રમાણ પુષ્‍કળ વધારે હોવું

વર્તમાનમાં રજ-તમની પ્રબળતા રહેલું કળિયુગ ચાલુ છે. અત્યારનાં કાળમાં સર્વસામાન્‍ય વ્‍યક્તિનાં કુલ કર્મોમાંથી ૬૫ ટકા કર્મો પ્રારબ્‍ધને કારણે થતાં હોય છે. તેથી કળિયુગમાં શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પરના ત્રાસનું પ્રમાણ પુષ્‍કળ વધારે છે.

 

૬. ગ્રહદોષોને કારણે થનારાં દુષ્‍પરિણામોના
નિવારણ માટે ‘સાધના કરવી’ એ જ સર્વોત્તમ ઉપાય !

ગ્રહદોષોને કારણે થનારાં દુષ્‍પરિણામોના નિવારણ માટે જ્‍યોતિષશાસ્‍ત્રમાં જપ, દાન, શાંતિ, રત્ન ધારણ કરવા ઇત્‍યાદિ ઉપાય કહ્યા છે. આ ઉપાય કરવાથી દુષ્‍પરિણામોની તીવ્રતા થોડા પ્રમાણમાં ન્‍યૂન થવામાં સહાયતા મળે છે; પણ આ ઉપાય તાત્‍કાલિક પરિણામ કરે છે. સમય જતાં ફરીવાર ત્રાસનું પ્રમાણ વધે છે. માનવીએ તેના પ્રારબ્‍ધમાં રહેલા ભોગ ભોગવીને જ પૂરાં કરવા પડે છે. તેથી જન્‍મ-મૃત્‍યુના ચક્રમાંથી કાયમસ્‍વરૂપે મુક્તિ મળવા માટે ‘સાધના કરવી’ એ જ સર્વોત્તમ ઉપાય છે.

૬ અ. સાધના એટલે શું ?

સાધના એટલે ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે પ્રતિદિન કરવાના પ્રયત્નો. ઈશ્‍વરપ્રાપ્‍તિ થવી અર્થાત્ ‘સત્-ચિત્-આનંદ’ આ અવસ્‍થા અખંડ અનુભવવી. જીવનમાંના દુઃખોનો ધીરજથી સામનો કરવાનું બળ અને સર્વોચ્‍ચ પ્રતિનો નિરંતર ટકનારો આનંદ કેવળ સાધના કરવાથી જ મળે છે. સાધના એ જ્ઞાનયોગ, ધ્‍યાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ ઇત્‍યાદિ યોગમાર્ગો અનુસાર કરી શકાય છે. ‘કળિયુગમાં નામજપ એ સર્વોત્તમ સાધના છે’, એવું અનેક સંતોએ કહ્યું છે.

૬ આ. યોગ્‍ય સાધના થવા માટે ગુરુદેવની આવશ્‍યકતા હોવી

એકલાએ સાધના કરીને સ્‍વબળ પર ઈશ્‍વરપ્રાપ્‍તિ કરી લેવી ઘણું કઠિન હોય છે. તેના કરતાં અધ્‍યાત્‍મમાંની અધિકારી વ્‍યક્તિની, અર્થાત્ જ ગુરુ અથવા સંતની કૃપા સંપાદન કરીએ, તો ઈશ્‍વરપ્રાપ્‍તિનું ધ્‍યેય વહેલું સાધ્‍ય થાય છે. તે માટે ગુરુપ્રાપ્‍તિ થવી આવશ્‍યક હોય છે. ગુરુદેવ શિષ્‍યનું અજ્ઞાન દૂર કરીને ‘તેની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થાય’, તે માટે તેને સાધના કહે છે, તે તેના દ્વારા કરાવી લે છે અને તેને અનુભૂતિ પણ પ્રદાન કરે છે.

૬ ઇ. ગુરુકૃપાથી કઠિન પ્રસંગોમાં શિષ્‍યનું રક્ષણ થવું

મંદ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા મધ્‍યમ સાધનાથી, મધ્‍યમ પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા તીવ્ર સાધનાથી, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધ ભોગવાની ક્ષમતા કેવળ ગુરુકૃપાથી જ પ્રાપ્‍ત થાય છે. આ સંદર્ભમાંના કેટલાંક ઉદાહરણો આગળ જણાવ્‍યાં છે.

૬ ઇ ૧. મરણાસન્‍ન અવસ્‍થામાંથી પસાર થયેલાં સાધિકા કુ. દિપાલી મતકરનું ગુરુકૃપાથી રક્ષણ થવું
૬ ઇ ૧ અ. સનાતન સંસ્‍થાનાં સાધિકા કુ. દિપાલી મતકરની પથારીવશ અવસ્‍થા

સનાતન સંસ્‍થાના માર્ગદર્શન અનુસાર સાધના કરનારાં સાધિકા કુ. દિપાલી મતકરને ૨૨.૧૦.૨૦૧૬ના દિવસે ડેંગ્‍યૂ, ન્‍યૂમોનિયા અને કમળો, એવી વિવિધ બીમારી થઈ. તેમનાં પેટમાંના યકૃત (લીવર) અને પ્‍લીહા (સ્‍પ્‍લીન)ને સોજો આવ્‍યો હતો. તેમનાં ફેફસામાં પાણી થયું હતું અને એક ગંભીર પ્રકારનો ‘ન્‍યૂમોનિયા’ નિર્માણ થયો. તેમનાં લોહીમાંની ‘પ્‍લેટલેટ્‌સ’ની સંખ્‍યા ઘણી ઓછી થઈ હતી. આવા સમયે આપમેળે જ તીવ્ર રક્તસ્રાવ થઈને મરવાની સંભાવના ઘણી વધારે હોય છે. આધુનિક વૈદ્યોએ કુ. દિપાલીના જીવવાની આશા છોડી દીધી હતી.

૬ ઇ ૧ આ. જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર કુ. દિપાલીની કુંડળીમાંની તાત્‍કાલિન ગ્રહસ્‍થિતિ પરથી તેમનો ‘અપમૃત્‍યુયોગ’ હોવો

કુ. દિપાલીના ગોચર (તાત્‍કાલિન) કુંડળીમાંના ષષ્‍ઠ સ્‍થાનમાં, અર્થાત્ રોગ સ્‍થાનમાં રાહુ આ પાપગ્રહ હતો. ષષ્‍ઠ સ્‍થાનનો સ્‍વામી રવિ ગ્રહ અષ્‍ટમ સ્‍થાનમાં, અર્થાત્ મૃત્‍યુ સ્‍થાનમાં હતો. ગોચર કુંડળીમાંના મંગળ ગ્રહનું ભ્રમણ જન્‍મ કુંડળીમાંના શનિ ગ્રહ પરથી ચાલુ હતું. કુ. દિપાલીની કેતૂ ગ્રહની મહાદશા ચાલુ હતી. આ યોગ તીવ્ર શારીરિક ત્રાસ અથવા ‘અપમૃત્‍યુયોગ’ હોવાનું દર્શાવે છે.

૬ ઇ ૧ ઇ. મહર્ષિ અને સંતોએ કરેલા આધ્‍યાત્‍મિક ઉપાયોને લીધે કુ. દિપાલીને થયેલી સર્વ ગંભીર બીમારી કેવળ ૧૫ દિવસોમાં મટી જવી

કુ. દિપાલી અત્‍યવસ્‍થ સ્‍થિતિમાં હતાં ત્‍યારે મહર્ષિ અને સંતોએ તેમનાં પર નામજપાદિ ઉપાયો કર્યા. ભૃગુ મહર્ષિ અને સપ્‍તર્ષિએ નાડીપટ્ટીના માધ્‍યમ દ્વારા અનેક ઉપાય કરવા માટે કહ્યું. સંતોએ અનેક કલાક કુ. દિપાલી પર નામજપાદિ ઉપાય કર્યા. તેથી કુ. દિપાલીને થયેલી સર્વ ગંભીર બીમારી દૂર થઈને તે કેવળ ૧૫ દિવસોમાં સાજા થયાં.

૬ ઇ ૧ ઈ. કુ. દિપાલી સાધના કરતાં હોવાથી અપમૃત્‍યુ જેવા સંકટમાં ગુરુદેવે તેમનું રક્ષણ કરવું

કુ. દિપાલી તન-મન-ધન અર્પણ કરીને પૂર્ણસમય ગુરુકાર્ય અને સાધના કરે છે. તેમનામાં ગુરુદેવ પ્રત્‍યે શ્રદ્ધા અને ઈશ્‍વરપ્રાપ્‍તિની તાલાવેલી છે. તેમની વિશિષ્‍ટતા એટલે તેમનામાં ‘ગોપીભાવ’ છે. તેને કારણે તે નિરંતર શ્રીકૃષ્‍ણજીના અનુસંધાનમાં હોય છે. કુ. દિપાલી સાધના કરતા હોવાથી તેમના પર ગુરુકૃપા થઈને અપમૃત્‍યુયોગ જેવા સંકટમાં ગુરુદેવે તેમનું રક્ષણ કર્યું.

૬ ઇ ૨. ખડતર પ્રારબ્‍ધ ભોગવતી વેળાએ તે સામે સાક્ષીભાવથી જોઈને સંતપદ પ્રાપ્‍ત કરનારાં પૂ. (સૌ.) સંગીતા પાટીલ !
૬ ઇ ૨ અ. પૂ. (સૌ.) સંગીતા પાટીલનું ખડતર પ્રારબ્‍ધ

પૂ. (સૌ.) સંગીતા પાટીલનો જન્‍મ થયા પછી નાનપણમાં જ તેમનાં માતા-પિતાનું મૃત્‍યુ થયું. આગળ વિવાહ થઈને તેમને દીકરો થયો; પણ નાની વયમાં જ તેનું મૃત્‍યુ થયું. પૂ. (સૌ.) સંગીતાને વિષમજ્‍વર (ટાયફૉઈડ) થવાથી તેઓ આંધળાં બની ગયાં. તેમના વરનો નોકરીના સ્‍થાન પર અપઘાત થઈને વરની નોકરી ગઈ. આગળ જઈને વરના એક આંખની દૃષ્‍ટિ પણ ગઈ. તેમની આર્થિક સ્‍થિતિ ઘણી નબળી હતી.

૬ ઇ ૨ આ. પૂ. (સૌ.) સંગીતા પાટીલનું પ્રારબ્‍ધ ૭૫ ટકા હોવું

સનાતનના સૂક્ષ્મ જ્ઞાનપ્રાપ્‍તકર્તા સાધક શ્રી. નિષાદ દેશમુખે પૂ. (સૌ.) સંગીતાનું સૂક્ષ્મ પરીક્ષણ કરીને કહ્યું, ‘પૂ. (સૌ.) સંગીતાનું પ્રારબ્‍ધ ૭૫ ટકા છે; પણ ભક્તિભાવના બળ પર તેમણે તેના પર માત કરી.’’ (કળિયુગમાં વર્તમાન કાળમાં સર્વસામાન્‍ય વ્‍યક્તિનું પ્રારબ્‍ધ ૬૫ ટકા હોય છે અને સર્વસામાન્‍ય વ્‍યક્તિ અડચણોને કારણે માનસિક સ્‍તર પર પડી ભાંગે છે અને દુઃખી થાય છે.)

૬ ઇ ૨ ઇ. ખડતર પ્રારબ્‍ધ હોવા છતાં પણ પરિસ્‍થિતિને દોષ ન આપનારાં પૂ. (સૌ.) સંગીતા પાટીલ સંતપદ પર બિરાજમાન !

આવી પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં પણ ડગમગ્‍યા વિના પૂ. (સૌ.) સંગીતા પાટીલ આનંદથી સાધના કરી રહ્યાં છે. ખડતર પ્રારબ્‍ધ હોવા છતાં પણ તેમણે પરિસ્‍થિતિને કદી દોષ દીધો નહીં. ઊલટું તેમણે મંડી પડીને ગુરુકાર્ય અને સાધના કરી. તેઓ કહે છે, ‘‘મારા જીવનમાં અનેક દુઃખદ પ્રસંગો આવ્‍યા; પણ તે ગુરુકૃપાથી પાર પડ્યા.’’ ઈશ્‍વરપ્રાપ્‍તિના ભાવને કારણે પૂ. (સૌ.) સંગીતા પાટીલ સંતપદ પર બિરાજમાન થયાં.

 શ્રી. રાજ ધનંજય કર્વે, જ્‍યોતિષ વિશારદ, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૨૦.૧૦.૨૦૧૯)
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment