શાસ્ત્રીય ગાયક શ્રી. પ્રદીપ ચિટણીસે કરેલા શાસ્ત્રીય ગાયનનો આશ્રમમાંની દેશી ગાયો પર થયેલા પરિણામનો અભ્યાસ !

શ્રી. પ્રદીપ ચિટણીસ

મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય વતી દિનાંક ૧૭.૧૨.૨૦૧૮ના દિવસે પ.પૂ. દેવબાબાના કિન્‍નીગોળ (કર્ણાટક) ખાતેના ‘શક્તિદર્શન યોગાશ્રમ’માં ‘આશ્રમમાંની ભારતીય (દેશી) ગાયો પર શાસ્‍ત્રીય ગાયનનું શું પરિણામ થાય છે ?’, તેનો અભ્‍યાસ કરવામાં આવ્‍યો. તે સમયે થાણા ખાતેના શાસ્‍ત્રીય ગાયક શ્રી. પ્રદીપ ચિટણીસે આરંભમાં દરબારી કાનડા રાગનું, ત્‍યાર પછી શંકરા રાગનું શિવજી પર આધારિત ધૃપદ ગાયન અને યમન રાગોનું અત્‍યંત ભાવપૂર્ણ ગાયન કર્યું. તે સમયે શ્રી. ચિટણીસ અને ત્‍યાં ઉપસ્‍થિત રહેલા સાધકોને ત્‍યાંની ગાયો, તેમજ ‘મુરલી’ નામક બળદ વિશે ધ્‍યાનમાં આવેલાં સૂત્રો અને શ્રી. ચિટણીસની સાધિકાને જણાયેલી ગુણવિશિષ્‍ટતાઓ અત્રે જણાવી રહ્યા છીએ.

શ્રી. ચિટણીસ ગાયન કરતી સમયે પ્રતિસાદ આપનારો ‘મુરલી’ બળદ

 

૧. ‘દરબારી કાનડા’ રાગનું ગાયન

૧ અ. મુરલીએ રાગના આરંભથી જ ભાંભરીને પ્રતિસાદ આપવો

‘શ્રી. પ્રદીપ ચિટણીસએ આશ્રમમાંના ‘મુરલી’ નામક બળદ સામે પહેલા દરબારી કાનડા રાગમાંના શ્રીકૃષ્‍ણ ભગવાન પર આધારિત ‘લગન લાગી મોહન સંગ…।’ આ બંદીશનું ગાયન કર્યું. તે સમયે તે આરંભથી જ ભાંભરીને પ્રતિસાદ આપતો હતો.’ – વૈદ્યા (કુ.) આરતી તિવારી અને કુ. તેજલ પાત્રીકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

(બંદીશ : શાસ્‍ત્રીય ગાયનમાંનું રાગનું સ્‍વરૂપ સ્‍પષ્‍ટ કરનારું બોલગીત. આને જ ‘છોટાખ્‍યાલ’ અથવા ‘ચીજ’ પણ કહે છે. આ મધ્‍ય અથવા દ્રૂત ગતિથી ગાવામાં આવે છે.)

૧ આ. ચાર ગાયોએ એક સાથે જ ગોમૂત્રનું ઉત્‍સર્જન કરવું, જ્‍યારે બે ગાયોએ ધ્‍યાન ધરવું

‘રાગનું ગાયન ચાલુ હતું ત્‍યારે ૪ ગાયોએ એકજ સમયે ગોમૂત્રનું ઉત્‍સર્જન કર્યું. બીજી બાજુ ૧૦ થી ૧૫ ગાયો બાંધી હતી. તેમાંની એક ‘ચિત્રા’ નામક અને કપિલા ગાયનું ધ્‍યાન લાગ્‍યું હતું.’ – વૈદ્યા (કુ.) આરતી તિવારી

૧ ઇ. કેટલીક ગાયોએ બંદીશને વધારે સારો પ્રતિસાદ આપ્‍યા પછી ‘તેઓ કૃષ્‍ણ સાથે સંબંધિત છે’, એમ લાગવું

‘ગોઠામાંની કેટલીક ગાયોએ આ બંદીશ સાંભળતી વેળાએ વધારે સારો પ્રતિસાદ આપ્‍યો. ‘તે ગાયો કૃષ્‍ણ સાથે સંબંધિત છે’, એવું મને લાગ્‍યું.

૨૦ મિનિટ એક જગ્‍યાએ બેસીને ગાયન સાંભળનારો ડોલકાચિંડો વર્તુળમાં મોટો કરીને બતાવ્‍યો છે.

૧ ઈ. ગાયન સમયે ગોઠા પાસે પપૈયાના ઝાડ પર એક
ડોલકાચિંડો ૨૦ મિનિટ સ્‍તબ્‍ધ બેસીને ગાયન સાંભળતો હતો.’

– કુ. તેજલ પાત્રીકર

 

૨. ‘શંકરા’ રાગમાંનું ધૃપદ ગાયન

૨ અ. સર્વ ગાયોએ ડોક હલાવવી અને ‘મુરલી’ નામક બળદે જોરથી
ડોક હલાવીને પ્રતિસાદ આપવાથી ‘તે જુગલ-સામનો જ કરી રહ્યો છે’, એમ લાગવું

‘પ્રયોગ સમયે મને ‘શંકરા રાગમાં ધૃપદ (નોંધ ૧) ગાયન કરવું’, એમ લાગ્‍યું. ધૃપદના આરંભમાં નોમ-તોમ (નોંધ ૨) આલાપી ચાલુ કર્યા પછી તરત જ સર્વ ગાયોએ સારો પ્રતિસાદ આપવાનો આરંભ કર્યો. સર્વ ગાયો મારી સામે જોઈને ડોકી હલાવતી હતી. ૫ – ૬ ગાયોએ ગોમૂત્રનું, જ્‍યારે ૧ – ૨ ગાયોએ ગોમયનું (છાણનું) એકજ સમયે ઉત્‍સર્જન કર્યું. ‘મુરલી’ નામક બળદ ગાયનમાં અતિશય રમમાણ થયો હતો. તે જોરજોરથી ડોક હલાવી રહ્યો હતો. ‘જાણે કેમ તે મારા ગાયન સાથે જુગલ-સામનો જ ન કરતો હોય !’, એમ લગતું હતું.’ – શ્રી. પ્રદીપ ચિટણીસ, થાણા, મહારાષ્‍ટ્ર.

૨ આ. આંખો મીંચીને બેઠેલી ગાયને શંકરા રાગના આરંભમાં જ શિવજીનાં
સ્‍પંદનો સમજાયા હોય તેમ કેવળ ‘ૐ કાર’ સાંભળતાંવેંત જ તેણે શ્રી. ચિટણીસની દિશામાં વળીને જોવું

એક ગાય બેઠેલી સ્‍થિતિમાં ડોક નીચે કરીને અને આંખો મીંચીને કાન હલાવતી હતી. શંકરા રાગના આરંભમાં શ્રી. ચિટણીસએ કેવળ ‘ૐ કાર’ બોલ્‍યા પછી જ તે ગાયે અચાનક જ કાકાની દિશામાં વળીને જોયું. આ બાબત ઘણી વિશિષ્‍ટતાપૂર્ણ હતી. તે સમયે ‘તે ગાયને શંકરા રાગમાંનાં શિવજીનાં સ્‍પંદનો અગાઉ જ જણાયાં’, આ વાત ધ્‍યાનમાં આવી. કેટલીક ગાયોએ શંકરા રાગમાંના શિવજી સાથે સંબંધિત ધૃપદ ગાયા પછી વધારે પ્રતિસાદ આપ્‍યો. ‘તેઓ શિવતત્વ સાથે સંબંધિત છે’, એવું મને લાગ્‍યું.

૨ ઇ. ‘મુરલી’નો પ્રતિસાદ રાગની પ્રકૃતિ પ્રમાણે જ છે’, એવું જણાવવું

‘મુરલી’ નામક બળદ ભાંભરવા સાથે જ જોરજોરથી ડોક હલાવીને પ્રતિસાદ આપતો હતો. ‘શંકરા’ રાગ શિવ તત્વ સાથે સંબંધિત અને વીરરસ પ્રમુખ રાગ છે. તેને કારણે ‘મુરલીનો પ્રતિસાદ તે રાગની પ્રકૃતિ પ્રમાણે જ છે’, એવું મને જણાયું.’

નોંધ ૧ – ધૃપદ : શાસ્‍ત્રીય ગાયનમાંનો એક પ્રકાર
નોંધ ૨ – નોમ-તોમ આલાપી : ‘નોમ-તોમ’ એવા શબ્‍દોનો ઉપયોગ કરીને રાગનો કરેલો સ્‍વરવિસ્‍તાર
– કુ. તેજલ પાત્રીકર

૨ ઈ. રાગનું ગાયન સાંભળતી વેળાએ ગોઠામાંની સર્વ ગાયો
ઊઠીને ઊભી રહેવી, ‘ગૌરી’ નામક ગાયની આંખોમાં પાણી આવવું

‘શ્રી. ચિટણીસની પાછળની બાજુએ રહેલી ગોઠામાંની સર્વ ગાયો દરબારી કાનડા રાગ સમયે શ્રી. ચિટણીસની વિરુદ્ધ દિશામાં મોઢું કરીને બેઠી હતી; પણ રાગનું ગાયન ચાલુ થતાં જ તે ઊઠીને ઊભી રહી અને તેમની દિશા ભણી જોવા લાગી. રાગનો સ્‍વરવિસ્‍તાર સાંભળતાં જ બીજી બાજુએ રહેલી ‘ગૌરી’ નામક ગાય તરત જ તેમની દિશામાં વળી.

થોડા સમયમાં જ તે ગાય ગોઠામાંથી બહાર તેમના ભણી જવાનો પ્રયત્ન કરવા લાગી. તેને બાંધી હોવાથી તે જઈ શકતી નહોતી. ગાયન સાંભળતી વેળાએ ગૌરીની આંખોમાંથી પાણી આવતું હતું. તેની અવસ્‍થા જોઈને મારી પણ ભાવજાગૃતિ થઈ. ગાયન સમયે મને થોડી પળો માટે નૃત્‍ય કરવાનું મન થયું.’

– વૈદ્યા (કુ.) આરતી તિવારી

(‘આ ગાયનું નામ ‘ગૌરી’ છે. તેથી ‘શંકરા રાગ દ્વારા, પ્રક્ષેપિત થનારા શિવતત્વ ભણી તે વધારે આકર્ષિત થઈ’, એવું મને લાગ્‍યું.’ – કુ. તેજલ પાત્રીકર)

 

૩. ‘યમન’ રાગનું ગાયન

૩ અ. શ્રીરામ પર આધારિત બંદીશ સાંભળતી વેળાએ ‘કૌસલ્‍યા’
નામક ગાયે શ્રી. ચિટણીસ સામે વળીને જોવું અને તેની આંખોમાં આંસુ આવવા

‘શ્રી. ચિટણીસએ યમન રાગમાંની શ્રીરામ પર આધારિત બંદીશ ગાયી. તે સમયે બીજી બાજુ રહેલી ‘કૌસલ્‍યા’ નામક ગાયે તરત જ શ્રી. ચિટણીસ ભણી વળીને જોયું. ગાયન સાંભળતાં જ તેની આંખો ભીની થઈ હતી. ‘કૌસલ્‍યા’ અયોધ્‍યા પ્રાંતની ગાયોમાંની જાતિની એક ગાય છે. ‘ત્રેતાયુગમાં આ જાતિના ગાયનું દૂધ શ્રીરામને પીવડાવ્‍યું હતું’, એવું પૂ. દેવબાબાએ અમને કહ્યું હતું. જ્‍યારે કાકાએ શ્રીરામ સાથે સંબંધિત બંદીશ ગાઈ, તે જ સમયે ‘કૌસલ્‍યા’ ગાયે તેમના ભણી વળીને જોયું. તેણે ‘તેમને પ્રતિસાદ આપવો અને તે સમયે તેની આંખોમાંથી આંસુ આવવા’, તેમાંથી તેનો શ્રીરામ સાથે રહેલો સંબંધ ધ્‍યાનમાં આવે છે. આ બધું જોઈને મારો પણ ભાવ જાગૃત થયો.’

– વૈદ્યા (કુ.) આરતી તિવારી

૩ આ. યમન રાગ સમયે ‘મુરલી’ પૂર્ણસમય ડોક નીચે કરીને
ઊભો રહેવો અને તે પૂર્ણ શરણાગત અવસ્‍થામાં હોવાનું જણાવવું

અંતમાં યમન રાગ સમયે સર્વ ગાયોનું ધ્‍યાન લાગ્‍યું હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું. તે સમયે મુરલી નીચે ડોકી કરીને ઊભો હતો. તે સમયે તે સંપૂર્ણ શરણાગત અવસ્‍થામાં હોવાનું જણાયું. યમન રાગ આધ્‍યાત્‍મિક સ્‍થિરતા આપનારો અને ચૈતન્‍યદાયી રાગ હોવાથી મુરલીની શરણાગત સ્‍થિતિ થઈ હોવાનું જણાયું. ગોઠામાં આ પ્રયોગ માટે જ્‍યારે મેં પ.પૂ. દેવબાબાની અનુમતિ માગી હતી, ત્‍યારે તેમણે આનંદથી પ્રયોગ કરવાની સંમતિ આપી અને કહ્યું, ‘મુરલી ગાયનને કેવો સારી રીતે પ્રતિસાદ આપે છે, તે જુઓ.’’ તેમના આ વાક્યની પ્રતીતિ અમને આ પ્રયોગ સમયે આવી.

– કુ. તેજલ પાત્રીકર

 

૪. ‘શ્રી. ચિટણીસના શાસ્‍ત્રીય ગાયન સમયે
ગોઠામાંની ગાયો પ્રકાશમાન થઈ હોય, તેમ દેખાવું

‘શ્રી. ચિટણીસના શાસ્‍ત્રીય ગાયન સમયે ગોઠામાંની ગાયો પ્રકાશમાન થઈ હોય, તેમ દેખાયું. તે સમયે ‘તેઓ પૃથ્‍વી પર ગાયન કરતા હોવાને બદલે પ્રત્‍યક્ષ ગોલોકમાં ગાઈ રહ્યા છે’, એવું મને જણાયું.

 

૫. શ્રી. ચિટણીસકાકાની ગુણવિશિષ્‍ટતાઓ

અ. શ્રી. ચિટણીસએ ગાયો સમક્ષ દરબારી કાનડા અને શંકરા રાગોનું ગાયન કર્યું. બન્‍ને રાગ ગાતી વેળાએ ‘ તેઓ ભગવાનને સાદ પાડીને ગાઈ રહ્યા છે’, એવું મને જણાતું હતું. તે સમયે તેમનું ગાયન ધ્‍યાન ધરીને ચાલુ છે’, એમ જણાયું.

આ. શ્રી. ચિટણીસને બુદ્ધિની અડચણ ન હોવાથી તેમને ગાયનનો કોઈપણ પ્રયોગ કરવાનું કહીએ, તો પણ મનમાં કોઈપણ શંકા રાખ્‍યા વિના તેઓ તે પ્રમાણે તત્‍પરતાથી કૃતિ કરે છે. તે મનઃપૂર્વક પ્રયોગ કરે છે. તેથી ‘તે ગાયન સાથે તરત જ એકરૂપ થાય છે અને ભગવાન પણ તેમને ગાયનમાંની વિવિધ અવસ્‍થાઓની અનુભૂતિ આપે છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું.’

સૌ. અનઘા જોશી, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

Leave a Comment