રુદ્રાક્ષના લોલકની થનારી હિલચાલ

Article also available in :

શિવજી રુદ્રાક્ષની માળાઓ ધારણ કરે છે. ‘રુદ્રાક્ષ’ આ બીજ સાત્ત્વિક છે. તેમાં ૨ ટકા શિવતત્ત્વ કાર્યરત હોય છે. રુદ્રાક્ષમાં સારાં સ્‍પંદનો ધારણ અને પ્રક્ષેપિત કરવાની ક્ષમતા છે. તેને કારણે અનેક ઋષિ-મુનિઓ રુદ્રાક્ષની માળાઓ ધારણ કરે છે. રુદ્રાક્ષ દ્વારા લોલકની જેમ પ્રયોગ કરીને ‘એકાદ વસ્‍તુ, વાસ્‍તુ અથવા વ્‍યક્તિ સાત્ત્વિક છે કે નહીં ?’, તેનું પરીક્ષણ કરી શકાય છે.

રુદ્રાક્ષ લોલક

 

૧. વ્‍યક્તિની ઇડા, પિંગળા અથવા સુષુમ્‍ણા નાડી ચાલુ હોય, તો તે પ્રમાણે પણ રુદ્રાક્ષ ફરવો

કુ. મધુરા ભોસલે

વ્‍યક્તિએ રુદ્રાક્ષનો લોલક હાથમાં લીધા પછી વ્‍યક્તિની જે નાડી ચાલુ છે, તે પ્રમાણે રુદ્રાક્ષ હલે છે, ઉદા. ઇડા નાડી જો ચાલુ હોય, તો રુદ્રાક્ષ ડાબી બાજુએ આડો ફરે છે અને પિંગળા નાડી જો ચાલુ હોય, તો રુદ્રાક્ષ જમણી બાજુએ આડો ફરે છે. જો વ્‍યક્તિની સુષુમ્‍ણા નાડી ચાલુ હોય, તો રુદ્રાક્ષ ડાબી બાજુથી જમણી બાજુ વર્તુળાકારમાં વેગથી ફરે છે. એકાદ વસ્‍તુ, વાસ્‍તુ અથવા વ્‍યક્તિ સાત્ત્વિક છે કે કેમ ? તેનું પરીક્ષણ કરવા માટે જેની સુષુમ્‍ણા નાડી ચાલુ છે, અર્થાત જેની સાધના સારી રીતે ચાલુ છે, એવી વ્‍યક્તિએ રુદ્રાક્ષ હાથ ધરવો યોગ્‍ય છે. જે વ્‍યક્તિને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ નથી અને સકારાત્‍મક ઊર્જા ધરાવતી વ્‍યક્તિ જો રુદ્રાક્ષ દ્વારા પરીક્ષણ કરે તો તે વધારેમાં વધારે અચૂક આવે છે, ઉદા. વસ્‍તુ, વાસ્‍તુ અથવા વ્‍યક્તિમાંથી જો ત્રાસદાયક સ્‍પંદનો આવતાં હોય, તો રુદ્રાક્ષ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે અને જો સકારાત્‍મક સ્‍પંદનો આવતાં હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે.

 

૨. રુદ્રાક્ષની હિલચાલ ન થવાનો અર્થ

એકાદ વસ્‍તુનું પરીક્ષણ કરતી વેળાએ તેમાંથી સારાં અથવા ત્રાસદાયક સ્‍પંદનો પ્રક્ષેપિત થવાનું પ્રમાણ સાવ ઓછું હોય, તો રુદ્રાક્ષની હિલચાલ થતી નથી. તેવી જ રીતે જો એકાદ વ્‍યક્તિમાં સારાં અને ત્રાસદાયક સ્‍પંદનો સરખા જ પ્રમાણમાં હોય, તો પણ તે વ્‍યક્તિનું પરીક્ષણ કરતી વેળાએ રુદ્રાક્ષની હિલચાલ થવાને બદલે તે સ્‍થિર રહે છે.

– કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી પ્રાપ્‍ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

સૂક્ષ્મ : વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

સૂક્ષ્મમાંનું દેખાવું, સંભળાવું ઇત્‍યાદિ (પંચ સૂક્ષ્મજ્ઞાનેંદ્રિયો દ્વારા જ્ઞાનપ્રાપ્‍તિ થવી) : કેટલાક સાધકોની અંતર્દૃષ્‍ટિ જાગૃત થાય છે, અર્થાત્ તેમને આંખો દ્વારા ન દેખાતું દેખાય છે, તો કેટલાક લોકોને સૂક્ષ્મમાંના નાદ અથવા શબ્‍દો સંભળાય છે.

અનિષ્‍ટ શક્તિ : વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્‍નો નાખ્‍યા હોવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે. અથર્વવેદમાં અનેક ઠેકાણે અનિષ્‍ટ શક્તિ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચ તેમજ કરણી, ભાનામતીનો પ્રતિબંધ કરવા માટે મંત્રો આપ્‍યા છે. અનિષ્‍ટ શક્તિઓના ત્રાસના નિવારણાર્થે વિવિધ આધ્‍યાત્‍મિક ઉપાય વેદ ઇત્‍યાદિ ધર્મગ્રંથોમાં વિશદ કર્યા છે.

સૂક્ષ્મ-પરીક્ષણ : એકાદ ઘટના વિશે અથવા પ્રક્રિયા વિશે ચિત્તને (અંતર્મનને) જે જણાય, તેને સૂક્ષ્મ-પરીક્ષણ કહે છે.

Leave a Comment