વ્‍યાધિ-નિર્મૂલન માટે ઉપયોગમાં લેવાતા ૫ સહસ્ર વર્ષ કરતાં જૂની પરંપરા ધરાવનારાં ‘આયુરવસ્‍ત્રો’ !

૧. ‘આયુરવસ્‍ત્ર’ એટલે શું ?

‘આયુરવસ્‍ત્ર’ આ શબ્‍દ ‘આયુર’ અર્થાત્ આરોગ્‍ય અને ‘વસ્‍ત્ર’ આ બન્‍ને શબ્‍દોની સંધિ થઈને બન્‍યો છે. આયુર્વેદમાં ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતી પુષ્‍કળ વનસ્‍પતિઓના અર્કમાં પ્રક્રિયા કરેલા કાપડને ‘આયુરવસ્‍ત્ર’, કહે છે. આ કાપડમાંથી વિવિધ પ્રકારનાં કપડાં, ચાદરો, ઓશીકાની ખોળ, ઇત્‍યાદિ બનાવવામાં આવે છે.

 

૨. આયુરવસ્‍ત્રનો ઇતિહાસ

આયુરવસ્‍ત્ર બનાવવાની પરંપરા ૫ સહસ્ર વર્ષો કરતાં પણ વધારે જૂની છે. કેરળ સ્‍થિત થિરૂવનંતપૂરમ્ જિલ્‍લાના બલરામપૂરમ્ ખાતે ‘આયુરવસ્‍ત્ર’ના નિર્માતા શ્રી.  રાજને આપેલી માહિતી અનુસાર, પહેલાં યુદ્ધમાં પુષ્‍કળ સૈનિકો એક જ સમયે ઘાયલ થાય કે, તેમના ઘા પર ઔષધી લેપની પટ્ટીઓ બાંધવા કરતાં એક મોટા સ્‍થાન પર તેમને સૂવડાવવાનો અને ઔષધી અર્કમાં બોળેલા મોટા વસ્‍ત્રથી તેમને ઢાંકવામાં આવતા. આ વસ્‍ત્રને ‘આયુરવસ્‍ત્ર’ કહે છે. રુગ્‍ણની વ્‍યાધિ અનુસાર તેને વિશિષ્‍ટ વનસ્‍પતિના અર્કમાં પ્રક્રિયા કરેલા વસ્ત્રો ઉપયોગમાં લેવા માટે આપવામાં આવતા હતા.

‘આયુરવસ્‍ત્ર શરીરના સંપર્કમાં આવ્‍યા પછી ત્‍વચાના છિદ્રો દ્વારા તેમાંના સૂક્ષ્મ ઔષધી ઘટકો શરીરમાં શોષાઈ જાય છે, તેમજ ગંધ દ્વારા પણ ઔષધી વનસ્‍પતિઓનો સૂક્ષ્મ અંશ શરીરમાં પ્રવેશ કરે છે અને રોગ-નિવારણ માટે સહાયતા થાય છે. પહેલાં ધર્મગુરુઓનાં (ખાસ કરીને સન્‍યાસીઓનાં) વસ્‍ત્રો રક્તચંદન ઇત્‍યાદિ વનસ્‍પતિઓના અર્કમાં પ્રક્રિયા કરેલા આયુરવસ્‍ત્રો રહેતાં.

 

૩. આયુરવસ્‍ત્ર બનાવનારા શ્રી. રાજન્ અને તેમના કુટુંબીજનો

શ્રી. રાજન્

‘કયા રોગ માટે કઈ વનસ્‍પતિના અર્કમાં પ્રક્રિયા કરેલું વસ્‍ત્ર વાપરવું, તેનું એક શાસ્‍ત્ર છે. ઘણી પેઢીના અનુભવ દ્વારા મળેલા જ્ઞાનના આધાર પર શ્રી. રાજન્ અને તેમના કુટુંબીજનો વિવિધ રોગ અનુસાર આયુરવસ્‍ત્રોની નિર્મિતિ ગત અનેક વર્ષોથી કરે છે. આ વસ્‍ત્રોનું ઉત્‍પાદન મર્યાદિત પ્રમાણમાં થાય છે; પણ વિદેશમાંથી આ વસ્‍ત્રોની સારી માગણી હોવાથી અનેક વેપારીઓ આ વસ્‍ત્રો વિદેશમાં વેચે છે. તેને કારણે સદર વસ્‍ત્રોને ભારતીય બજારોમાં પૂરતી પ્રસિદ્ધિ મળી હોય, તેમ લાગતું નથી.

 

૪. આયુરવસ્‍ત્ર બનાવવાની પ્રક્રિયા

આયુરવસ્‍ત્ર બનાવવા, આ એક પારંપારિક કળા છે. આ વસ્‍ત્રો પર પ્રક્રિયા કરવા માટે ૫૦ કરતાં વધારે વનસ્‍પતિઓના અર્કનો ઉપયોગ કરવામાં આવે છે. ‘આ પ્રક્રિયા સમયે વનસ્‍પતિ ભેગી કરવી, તેનો સંગ્રહ કરવો, તેમનો ઉકાળો બનાવવો, વસ્‍ત્ર રંગવા, તે સૂકવવા ઇત્‍યાદિ વિવિધ સ્‍તર, તેમનો ક્રમ’ ઇત્‍યાદિ વિશે પરંપરાગત આચારોનું પાલન કરવામાં આવે છે. આયુરવસ્‍ત્ર બનાવવાના સોપાન આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૪ અ. કુંવારપાઠું અને ગોઅર્ક (ગોમૂત્ર)થી કપડાનું ‘બ્‍લિચિંગ’ કરવું

શ્રી. રાજન્ આયુરવસ્‍ત્રોનું બ્‍લિચિંગ કરતી વેળાએ

પ્રક્રિયા માટે લાવેલા કપડામાંથી દોષ દૂર થાય, એ માટે કુંવારપાઠું અને ગોઅર્કના મિશ્રણનો ઉપયોગ કરીને કપડાને બ્‍લિચિંગ કરવામાં આવે છે.

૪ આ. વનસ્‍પતિના ઉકાળા બનાવવા

તુલસી, ખસ, કસ્‍તુરી, હળદર ઇત્‍યાદિ લગભગ ૫૦ પ્રકારની વનસ્‍પતિ પાણીમાં ઉકાળીને તેમના ઉકાળા બનાવવામાં આવે છે.

૪ ઇ. કપડાને રંગવું

આ ઉકાળામાં ‘બ્‍લિચિંગ કરેલું કપડું પલાળવામાં આવે છે. કપડાને આપવાનો રંગ અને કપડું કયા રોગ પર ઉપચાર તરીકે ઉપયોગમાં લેવાનું છે, તે અનુસાર વિવિધ ઉકાળાનો ઉપયોગ કરવામાં આવે છે.

૪ ઈ. કાપડ સૂકવવું

ઉકાળામાં પ્રક્રિયા કરેલું કાપડ છાંયામાં સૂકવવામાં આવે છે.

૪ ઉ. વસ્‍ત્ર બનાવવા

સૂકાયેલા કપડામાંથી પહેરણ, કુરતા, સાડી ઇત્‍યાદિ વસ્‍ત્રો, તેમજ પલંગપર નાખવા માટે પલંગપોશ, ખોળ,  ઇત્‍યાદિ બનાવે છે.

 

૫. આયુરવસ્‍ત્રની અને તે બનાવવાની પ્રક્રિયામાંની કેટલીક વિશિષ્‍ટતાઓ

૫ અ. આયુરવસ્‍ત્ર માટે ઉપયોગમાં લેવાતી વનસ્‍પતિઓ

આયુરવસ્‍ત્રની પ્રક્રિયા માટે સરેરાશ ૫૦ વનસ્‍પતિઓ દ્વારા બનાવેલા ઉકાળાનો ઉપયોગ કરવામાં આવે છે. શ્રી. રાજન્ અને તેમના કુટુંબીઓ આયુરવસ્‍ત્રો માટે જોઈતી વનસ્‍પતિઓનું વાવેતર પણ કરે છે. કાળ અનુસાર કેટલીક વનસ્‍પતિઓ દુર્લભ બનતી જાય છે. તેથી તે મોંઘી પણ છે, ઉદા. ચંદન અને રક્તચંદન. વનસ્‍પતિ મેળવતી વેળાએ પરંપરાગત નિયમોનું પાલન થાય અને નિસર્ગનું નુકશાન પણ ન થાય, તેની કાળજી લેવામાં આવે છે.

૫ આ. આયુરવસ્‍ત્રોના રંગ અને તે માટે ઉપયોગમાં લેવાતી વનસ્‍પતિઓ

આયુરવસ્‍ત્રો માટે વનસ્‍પતિ દ્વારા બનાવેલા નૈસર્ગિક રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ, પીળો, લીલો, વાદળી, કાળો અને ધોળો આ રંગ મુખ્‍યત્‍વે હોય છે. વિવિધ વનસ્‍પતિઓના મિશ્રણ દ્વારા રંગની વિવિધ છટાઓ બનાવવામાં આવે છે. કયા રંગ માટે કઈ વનસ્‍પતિનો ઉપયોગ કરવામાં આવે છે, આ સંદર્ભમાં શ્રી. રાજને આપેલી જાણકારી આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

આયુરવસ્‍ત્રનો રંગ વનસ્‍પતિ
૧. લાલ મંજિષ્‍ઠા, રક્તચંદન
૨. પીળો હળદર, દાડમની છાલ
3. લીલો હીના, તુલસી
૪. વાદળી ગળી
૫. કાળો ગોળ, હરડે ઇત્‍યાદિનું મિશ્રણ

 

૬. આયુરવસ્‍ત્રની ‘યુ.એ.એસ્.
(યુનિવ્‍હર્સલ ઑરા સ્‍કૅનર)’ આ વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કસોટી કરવી

વિવિધ વ્‍યાધિઓ માટે ઉપયોગી વસ્‍ત્રો સાંચવી રાખેલો ઓરડો

આયુરવસ્‍ત્રની નિર્મિતિની પ્રક્રિયામાંના વિવિધ ઘટકોની તેમાંની ઊર્જાનો અભ્‍યાસ કરવા માટે દિનાંક ૭.૩.૨૦૧૯ના દિવસે રામનાથી, ગોવા સ્‍થિત સનાતનના આશ્રમમાં ‘યુ.એ.એસ્. (યુનિવ્‍હર્સલ ઑરા સ્‍કૅનર)’ આ વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા કસોટી કરવામાં આવી.

૬ અ. ‘યુ.ટી.એસ્.’ ઉપકરણનો પરિચય

સદર ઉપકરણને ‘ઑરા સ્‍કૅનર’ એમ પણ કહે છે. આ ઉપકરણ દ્વારા કોઈપણ સજીવ અથવા નિર્જીવ વસ્‍તુમાંની સકારાત્‍મક અને નકારાત્‍મક ઊર્જા, તેમજ તે વસ્‍તુ ફરતે રહેલું કુલ પ્રભામંડળ માપી શકાય છે. આ ઉપકરણ ભાગ્‍યનગર, તલંગણા ખાતેના માજી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મન્‍નમ્ મૂર્તિએ વર્ષ ૨૦૦૫માં વિકસિત કર્યું. (‘યુ.એ.એસ્.)’ ઉપકરણની વધુ માહિતી માટે જુઓ : https://www.sanatan.org/gujarati/universal-scanner

૬ આ. યુ.એ.એસ્. ઉપકરણ દ્વારા માપેલી બાબતોની નોંધ

કસોટી માટે માપવાની નોંધ પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી વનસ્‍પતિ (નોંધ) સૂતરનો દોરો પૂર્ણ બનેલું આયુરવસ્‍ત્ર આયુરવસ્‍ત્રથી બનાવેલી વસ્‍તુઓ
ખસ તજ કુંવારપાઠું અને ગોઅર્ક (નોંધ ૧) રક્તચંદનનોઉકાળો (નોંધ ૨) ઓશીકાની ખોળ પલંગપોશ
‘યુ.ટી.એસ્’ ઉપકરણ દ્વારા નોંધ લીધી તેની દિનાંક અને સમય  

૭.૩.૨૦૧૯

સાંજે

૫.૫૦

 

૭.૩.૨૦૧૯

સાંજે

૫.૫૫

૭.૩.૨૦૧૯

સાંજે

૬.૦૬

૭.૩.૨૦૧૯

સાંજે

૬.૦૧

૭.૩.૨૦૧૯

સાંજે

૬.૧૯

૭.૩.૨૦૧૯

સાંજે

૬.૩૮

૭.૩.૨૦૧૯

સાંજે

૬.૪૫

૧. સકારાત્‍મક ઊર્જા ૨.૮૮ ૧.૭૪ ૩.૩૮ ૩.૧૬ ૫.૪૬ ૪.૨૨ ૬.૪૭
૨. કુલ પ્રભામંડળ ૪.૨૨ ૩.૧૧ ૫.૮૧ ૫.૨૧ ૭.૯૩ ૬.૭૪ ૯.૪૪

નોંધ – આયુરવસ્‍ત્રની નિર્મિતિની પ્રક્રિયા માટે ૫૦ કરતાં વધારે વનસ્‍પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિષય સમજવા માટે તેમાંની બે વનસ્‍પતિઓની ઉપકરણ દ્વારા કરેલા માપનની નોંધ અત્રે આપી છે.

નોંધ ૧ –  અહીં કુંવારપાઠું અને ગોઅર્કના મિશ્રણમાં ‘બ્‍લિચિંગ’ કરેલા સૂતરના દોરામાંની ઊર્જા અને કુલ પ્રભામંડળ માપવામાં આવ્‍યું.

નોંધ ૨ – રક્તચંદનના ઉકાળામાં પ્રક્રિયા કરેલા સૂતરના દોરામાંની ઊર્જા અને કુલ પ્રભામંડળ માપવામાં આવ્‍યું.

નોંધ ૩ – ઉપર જણાવેલી સારણીમાંની ઊર્જા અને પ્રભામંડળની નોંધ મીટરમાં આપી છે.

નોંધ ૪ – માપવામાં આવેલી નોંધ કરતી વેળાએ કોઈપણ વસ્‍તુમાં નકારાત્‍મક ઊર્જા નહોતી.

૬ ઇ. વિવેચન

૬ ઇ ૧. નકારાત્‍મક ઊર્જા ન હોવી

આયુરવસ્‍ત્ર બનાવવા માટે ઉપયોગમાં લીધેલા સર્વ પરિબળો, આયુરવસ્‍ત્ર અને તેના દ્વારા બનાવેલી વસ્‍તુઓમાં, અર્થાત્ આયુરવસ્‍ત્ર સાથે સંબંધિત સર્વ પરિબળોમાં ‘ઇન્‍ફ્રારેડ’ અને ‘અલ્‍ટ્રાવ્‍હાયોલેટ’ આ નકારાત્‍મક ઊર્જામાંથી કોઈપણ નકારાત્‍મક ઊર્જા નહોતી.

૬ ઇ ૨. સકારાત્‍મક ઊર્જા હોવી

સર્વ વ્‍યક્તિ, વાસ્‍તુ અથવા વસ્‍તુઓમાં સકારાત્‍મક ઊર્જા હોય છે જ, એવું નથી. આયુરવસ્‍ત્ર સાથે સંબંધિત સર્વ પરિબળોમાં સકારાત્‍મક ઊર્જા હતી.

૬ ઇ ૩. કુલ પ્રભામંડળ પુષ્‍કળ વધારે હોવું

સામાન્‍ય વ્‍યક્તિ અથવા વસ્‍તુનું પ્રભામંડળ સર્વસામાન્‍ય રીતે ૧ મીટર હોય છે, જ્‍યારે આયુરવસ્‍ત્ર સાથે સંબંધિત સર્વ પરિબળોનું કુલ પ્રભામંડળ તેના કરતાં પુષ્‍કળ વધારે હતું.

ટૂંકમાં કહીએ, તો આયુરવસ્‍ત્ર સાથે સંબંધિત સર્વ પરિબળોમાંથી પુષ્‍કળ પ્રમાણમાં સકારાત્‍મક ઊર્જા પ્રક્ષેપિત થતી હોવાનું અને તેમનું પ્રભામંડળ પુષ્‍કળ વધારે હોવાનું યુ.એ.એસ્. ઉપકરણ દ્વારા કરેલી કસોટી દ્વારા સ્‍પષ્‍ટ થયું. તેનો અર્થ આયુરવસ્‍ત્ર આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયી છે.

 

૭. આયુરવસ્‍ત્રમાં સાત્વિકતા હોવા પાછળનું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર

શ્રી. રાજન્ અને તેમના કુટુંબીજનો ‘આયુરવસ્‍ત્રો બનાવવા’ આ વ્‍યવસાય કરતા હોવા છતાં પણ પારંપારિક નિયમોનું અને આચારોનું ચુસ્‍ત પાલન કરતા હોવાથી તેમની સાધના થઈ રહી છે. સાધના તરીકે કરેલી કૃતિમાં ઈશ્‍વરનું અધિષ્‍ઠાન હોય છે. તેથી આવી કૃતિ દ્વારા નિર્માણ થનારા ઘટકોમાં ચૈતન્‍ય નિર્માણ થાય છે. તેનો લાભ તે ઘટક બનાવનારાને જ નહીં, જ્‍યારે તે ઘટકનો ઉપયોગ કરનારાને પણ થાય છે. ‘આયુરવસ્‍ત્રો બનાવવા’ આ સાત્વિક કૃતિ છે, આ વાત આગળ જણાવેલાં સૂત્રો દ્વારા ધ્‍યાનમાં આવશે.

૭ અ. આયુરવસ્‍ત્ર બનાવવાનો ઉદ્દેશ સાત્વિક હોવો

એકાદ ઘટક ઉપયોગમાં લાવવાના ઉદ્દેશને અનુરૂપ તેમાં સાત્વિક, રાજસિક કે તામસિક સ્‍પંદનો આવે છે. આયુરવસ્‍ત્ર બનાવવાનો ઉદ્દેશ ‘વ્‍યાધિનિવારણ’ સાત્ત્વિક છે. લોકોના કલ્‍યાણ માટે બનાવેલાં આયુરવસ્‍ત્રોમાં સાત્વિકતા આવી છે.

૭ આ. આયુરવસ્‍ત્રોની નિર્મિતિમાંના ઘટકો સાત્ત્વિક હોવા

આયુરવસ્‍ત્રોની નિર્મિતિમાંના ઘટકો, ઉદા. વસ્‍ત્ર, રંગ ઇત્‍યાદિ નૈસર્ગિક છે. તેને કારણે પણ આયુરવસ્‍ત્રોમાં સકારાત્‍મક સ્‍પંદનોએ પ્રવેશ કર્યો છે.

૭ ઇ. આયુરવસ્‍ત્ર બનાવનારાઓએ ધાર્મિક આચારોનું અને પારંપારિક પદ્ધતિઓનું પાલન કરવું

આયુરવસ્‍ત્ર બનાવતી વેળાએ ધાર્મિક આચારોનું અને પારંપારિક પદ્ધતિઓનું ચુસ્‍ત પાલન કરવામાં આવે છે. શ્રી. રાજન્ અને તેમના કુટુંબીજનો આવશ્‍યક રહેલી આયુર્વેદિક વનસ્‍પતિઓમાંથી બને તેટલી વનસ્‍પતિઓનું વાવેતર પોતે કરે છે. વનસ્‍પતિની પસંદગી કરવી, તેના પર પ્રક્રિયા કરવી, ઇત્‍યાદિ કરતી વેળાએ તેઓ પૂર્વાપાર ચાલી આવેલા નિયમોનું પાલન કરે છે, તેમજ નિસર્ગની હાનિ થાય નહીં, તેની પણ કાળજી લે છે. તેથી તેમને નિસર્ગદેવતાના આશીર્વાદ મળે છે.

 

૮. ભારતમાંની પ્રાચીન વિદ્યા અને કલાને અધ્‍યાત્‍મનો
પાયો હોવાથી તે ચૈતન્‍યમય હોવા અને કાળના પ્રવાહમાં પણ ટકી શકવા

ભારતમાંના વાસ્‍તુશાસ્‍ત્ર, જ્‍યોતિષશાસ્‍ત્ર, ગણિત ઇત્‍યાદિ વિદ્યા અથવા સંગીત, નૃત્‍ય, ચિત્રકળા ઇત્‍યાદિ કલાઓનો પાયો અધ્‍યાત્‍મનો હોવાથી તે વિદ્યા અથવા કળા સાધ્‍ય કરનારાઓને ઈશ્‍વરની અર્થાત્ સર્વોચ્‍ચ આનંદની અનુભૂતિ થઈ શકે છે. અધ્‍યાત્‍મનો પાયો હોવાથી જ સંગીત, નૃત્‍ય ઇત્‍યાદિ કલાઓ હજી સુધી ટકી રહી છે; પરંતુ વર્તમાન કાળમાં કલાના આધ્‍યાત્‍મિક પાસાંનો વિચાર કર્યો ન હોવાથી કલા એટલે કેવળ અભિવ્‍યક્તિનું, મનોરંજનનું અને આર્થિક લાભનું સાધન થઈ ગયું છે. તેને કારણે આવી કલાકૃતિઓ દ્વારા કલાકારને અને દર્શકને પણ ચૈતન્‍યની અનુભૂતિ થઈ શકતી નથી.’

 કુ. પ્રિયાંકા વિજય લોટલીકર અને શ્રી. રૂપેશ લક્ષ્મણ રેડકર, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૨.૯.૨૦૧૯)
ઈ-મેલ : [email protected]

Leave a Comment