ભારતભૂમિનું રક્ષણ કરનારાં શ્રી તનોટમાતાજીનું જૈસલમેર સ્‍થિત પ્રાચીન મંદિર !

૧. જૈસલમેર (રાજસ્‍થાન) સ્‍થિત ‘શ્રી
તનોટ માતેશ્‍વરી’નું ભારત-પાક સીમા પાસે આવેલું મંદિર

‘વર્ષ ૧૯૬૫માં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે યુદ્ધ થયું. રાજસ્‍થાન સ્‍થિત પાકની સીમા પાસે જૈસલમેર જિલ્‍લો છે. જૈસલમેરથી ૧૨૦ કિ.મી. અંતર પર ‘શ્રી તનોટ માતેશ્‍વરી’નું પ્રાચીન મંદિર છે. તે ભારત-પાક સીમાથી ઘણું નજીક છે. અહીં ભારતીય સીમા સુરક્ષાદળની ચોકી પણ છે.

શ્રી તનોટમાતા મંદિર નજીક આવેલો ભારત-પાક સીમા પાસેનો પરિસર

 

૨. ભારતીય સૈનિકો માટે સુરક્ષિત સ્‍થાન રહેલું મંદિર પાકના રડાર પર !

વર્ષ ૧૯૬૫ના યુદ્ધમાં જૈસલમેર વિસ્‍તારમાં પાકિસ્‍તાની સૈન્‍ય દ્વારા અનેક તોપગોળા ફેંકવામાં આવ્‍યા; પણ આશ્‍ચર્ય એવું કે, આ મંદિર પરિસરમાં શત્રુએ ફેંકેલા તોપગોળાનો કદીપણ સ્‍ફોટ થયો નહીં. તેથી મંદિર અને તેના પરિસરની હાનિ થવાનો પ્રશ્‍ન જ આવતો નથી. આ ભાગ એટલે ભારતીય સૈનિકો માટે એક સુરક્ષિત સ્‍થાન હતું. આ વાત એક પાકિસ્‍તાની બ્રિગેડિયરને જ્ઞાત થઈ અને તેણે આ મંદિરને જ લક્ષ્ય બનાવ્‍યું.

 

૩. તોપગોળાનો વર્ષાવ થવા છતાં પણ મંદિરની
હાનિ ન થવાથી પાકનો અધિકારી દેવીને શરણે આવ્‍યો !

પાક સૈન્‍યએ મંદિરની આજુબાજુ લગભગ ૩ સહસ્ર ગોળા ફેંક્યા. તેમાંના ૪૫૦ ગોળા મંદિરના પરિસરમાં પડ્યા; પણ તેનું કાંઈ જ પરિણામ થયું નહીં અને પાકિસ્‍તાની બ્રિગેડિયર શાહ નવાઝ ખાન માતાજીને શરણ આવ્‍યો. તેણે મંદિરના પૂજારી પાસે માતાજીના દર્શનની આજ્ઞા માગી, ત્‍યારે પૂજારીએ કહ્યું, ‘‘માતાજીના દર્શન લેવા માટે નડતર થનારો હું કોણ ?’’ અને ખાનની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્‍યા. તેણે માતાજીનાં ચરણો પર માથું નમાવ્‍યું અને હિંદુ પરંપરા અનુસાર ચાંદીનું છત્ર પણ અર્પણ કર્યું. તે આજે પણ સદર ઘટનાની સાક્ષી પૂરાવે છે.

 

૪. ભારતનું રક્ષણ કરનારાં દેવી શ્રી તનોટમાતા !

ભારતભૂમિનું રક્ષણ કરનારાં શ્રી તનોટમાતાજીની નયનમનોહારી મૂર્તિ !

વર્ષ ૧૯૭૧માં ભારત-પાક વચ્‍ચે બીજું યુદ્ધ થયું. તે સમયે પાકિસ્‍તાની સૈન્‍યએ જૈસલમેર વિસ્‍તાર પર આક્રમણ કર્યું અને ૧૬ ડિસેંબરના દિવસે તો મોટી સૈન્‍યશક્તિ સાથે આ ભાગ પર આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો; પણ ભારતીય સૈન્‍યએ એકદમ સહજતાથી પાકિસ્‍તાનના સેંકડો રણગાડા અને ગાડીઓ નષ્‍ટ કર્યા. તેથી શત્રુ સૈન્‍ય નિરાશ થયું અને શત્રુ સૈન્‍યને ઊભી પૂંછડીએ ભાગી જવું પડ્યું. ભારતીય સૈનિકોએ આ વિજય એટલે ‘માતાજીના આશીર્વાદ છે’, એમ માનીને મંદિરના દ્વાર પર ‘વિજયસ્‍તંભ’ બાંધ્‍યો.

વર્ષ ૧૯૬૫માં જે યુદ્ધ થયું, તે યુદ્ધ દરમ્‍યાન પાકિસ્‍તાની સૈન્‍ય દ્વારા ઝીંકવામાં આવેલા અને માતાજીની કૃપાથી પ્રભાવહીન બનેલા ગોળા આજે પણ મંદિરના પરિસરમાં મૂકવામાં આવ્‍યા છે.’

 સંદર્ભ : માસિક ‘ઋષિ પ્રસાદ’, જુલાઈ, ૨૦૦૦

Leave a Comment