ભાઈબીજ

અપમૃત્યુ ટાળવા માટે ધનતેરસ, નરકચતુર્દશી (કાળી ચૌદસ) અને યમદ્વિતીયાના દિવસે મૃત્યુની દેવતા ‘યમધર્મ’ નું પૂજન કરે છે.

એવી માન્યતા છે કે આ દિવસે યમરાજ તેમની બહેન યમુનાના ઘરે ભોજન કરવા જાય છે અને તે દિવસે નરકમાં સડી રહેલા જીવોને તે દિવસ માટે મુક્ત કરે છે.

 

યમતર્પણ, યમદીપદાન અને યમને પ્રાર્થના કરવી

આ દિવસે યમને દીપદાન કરવાનું હોય છે. યમ મૃત્યુ અને ધર્મના દેવતા છે. સતત સ્મરણ રહે કે, ‘પ્રત્યેક માનવીનું મૃત્યુ અટળ છે’ તેથી માનવીના હાથે કદીપણ ખરાબ કર્મ અથવા ધનનો બગાડ થશે નહીં. ત્યારે યમને દીપદાન આપીને કહેવું, ‘હે યમદેવતા, આ દીવાની જેમ અમે સતર્ક છીએ, જાગૃત છીએ. જાગૃતિ અને પ્રકાશના દીવા આપને અર્પણ કરી રહ્યા છીએ, તેનો સ્વીકાર કરો. અમે જાણતા નથી ક્યારે તમારું આગમન થશે; તેથી હરહંમેશાં વખતોવખત અમારું લેખું તારણ કરી રાખીએ છીએ, જેને કારણે કાંઈપણ અધૂરું છોડી દેવાની ચિંતા રહેતી નથી.’

 પ.પૂ. પરશરામ માધવ પાંડે મહારાજ, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

 

બહેન દ્વારા ભાઈની આરતી ઉતારવી

આ દિવસે ભાઈએ બહેનના ઘરે જવું અને બહેને તેની આરતી ઉતારવી. જો કોઈ સ્ત્રીને ભાઈ ન હોય, તો કોઈ પરપુરુષને ભાઈ માનીને તેની આરતી ઉતારવી. જો તે શક્ય ન હોય, તો ચંદ્રને ભાઈ માનીને તેની આરતી કરવી. આ દિવસે કોઈપણ પુરુષે પોતાના ઘરે અથવા પોતાની પત્નીના હાથનું અન્ન ખાવું જોઈએ નહીં. આ દિવસે તેણે પોતાની બહેનના ઘરે વસ્ત્ર, અલંકાર ઇત્યાદિ લઈ જઈને તેના ઘેર ભોજન કરવું જોઈએ.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત’

Leave a Comment