પુના ખાતેના શ્રી. આનંદ જોગ દ્વારા વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવું તેમજ તેમણે સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો

‘ગંધશાસ્‍ત્ર’ અને ‘સંગીત’ આ ક્ષેત્રોમાં અભ્‍યાસ અને
મહત્વપૂર્ણ સંશોધન કરનારા અને અત્તરોના માધ્‍યમ દ્વારા ગંધોની
નિર્મિતિ કરનારા પુના ખાતેના શ્રી. આનંદ જોગનો ગંધનિર્મિતિનો પ્રવાસ ! – ભાગ ૪

શ્રી આનંદ જોગે સિદ્ધ કરેલા વિવિધ ગંધના અત્તર

 

૧૨. સંગીતચિકિત્‍સાલયના રાગ પ્રમાણે
ગંધશાસ્‍ત્રનો શાસ્‍ત્રશુદ્ધ અભ્‍યાસ ચાલુ કર્યા પછી
તેમાંથી વિવિધ રાગો દ્વારા અત્તર સિદ્ધ કરવાની પ્રેરણા મળવી

ત્‍યાર પછી મેં અત્તર બનાવવા માટે શાસ્‍ત્રીય દૃષ્‍ટિકોણ દ્વારા અભ્‍યાસ કરવાનું ચાલુ કર્યું. ‘અરોમા ચિકિત્‍સા’ અને ‘સંગીત ચિકિત્‍સા’ આ બન્‍ને સ્‍વતંત્ર ચિકિત્‍સા છે અને સમાજમાં તેનો ઉપયોગ ઘણા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને તેમનાં પરિણામ પણ પુષ્‍કળ સકારાત્‍મક છે. ઘણા લોકોએ તેના વિશે અભ્‍યાસ કરીને શોધનિબંધ પ્રસ્‍તુત કર્યા છે. આપણે ત્‍યાં પુષ્‍કળ વર્ષોથી ‘અરોમા ચિકિત્‍સા’, ‘ગંધશાસ્‍ત્ર’ ઇત્‍યાદિ ચિકિત્‍સા પ્રચલિત છે. આપણે ત્‍યાં સંગીત ચિકિત્‍સામાં સ્‍વરનાદ, અર્થાત્ વિશિષ્‍ટ મંત્ર, વિશિષ્‍ટ ઉચ્‍ચારણ તે તે સ્‍વરો દ્વારા કરવામાં આવે છે.

વેદપઠણને એક વિશિષ્‍ટ પ્રકારનો સ્‍વરનાદ છે અને સંગીત ચિકિત્‍સામાં પણ વિશિષ્‍ટ રાગોનું ગાયન કરવામાં આવે છે. આ રાગોમાં વિશિષ્‍ટ પ્રકારના રોગ સાજા કરવાની ક્ષમતા છે. એકાદ રાગ, ઉદા. દરબારી કાનડા આ રાગ લઈએ, તો ‘તે રાગની વિશિષ્‍ટતા કઈ છે ?’, ‘તે સાંભળવાથી શું થાય છે ?’ એવો અભ્‍યાસ ચાલુ થયો. આ અભ્‍યાસ કર્યા પછી ‘રાગને કારણે અશાંતિ અને ચિંતા ન્‍યૂન થાય છે. મન શાંત થાય છે, તેમજ ઊંઘ લાગવા માટે સહાયતા થાય છે’, આવા પરિણામો ધ્‍યાનમાં આવ્‍યાં. દરબારી કાનડા આ રાગ સતાર પર સાંભળવાથી તો પુષ્‍કળ વહેલી ઊંઘ આવે છે.

૧૨ અ. નિદ્રાનાશ પર ઉપયુક્ત રહેલો ‘દરબારી કાનડા’ આ રાગ પરનું અત્તર બનાવવું

‘દરબારી કાનડા’ આ રાગ નિદ્રાનાશ પર ઉપયુક્ત છે. આ સંદર્ભમાંનો એક પ્રસંગ એટલે અમે એક ઉજાણી કરીને પાછા ફરી રહ્યા હતા. તે સમયે એક બહાનપણી અમારી ગાડીમાં હતી. તેને ગાડીમાં કદી પણ ઊંઘ આવતી નથી. મેં રાત્રે ગાડીમાં પં. ભીમસેન જોશીએ ગાયેલો ‘દરબારી કાનડા’ રાગ લગાડ્યો અને પુના ખાતે અમારું ઠેકાણું આવે ત્‍યાં સુધી તે ગાઢ સૂઈ ગઈ. ‘તેને ગાઢ ઊંઘ ક્યારે આવી ?’, એ તેને સમજાયું જ નહીં. ઊઠ્યા પછી તેણે કહ્યું, ‘‘હજી સુધીના મારા આટલા પ્રવાસ દરમ્‍યાન ‘હું પહેલી જ વાર ગાડીમાં સૂઈ ગઈ.’’ આ સંગીતનું જ પરિણામ કહી શકાશે !

આ પ્રસંગનો અભ્‍યાસ કરીને ‘દરબારી કાનડા’ આ રાગનું અત્તર બનાવતી વેળાએ ‘મેં મનમાંની ચિંતા અને અસ્‍વસ્‍થતા ન્‍યૂન કરવા માટે શાનો ઉપયોગ કરી શકાય ?’ ‘અરોમા ચિકિત્‍સામાં તે માટે કયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે ?’, એવો અભ્‍યાસ કરીને તેમનું મિશ્રણ કર્યું. ત્‍યાર પછી મારા અભ્‍યાસ અનુસાર ‘તે વધારે સારું બનાવવા માટે શું નાખી શકાશે ?’, એવો વિચાર કરીને મેં ‘દરબારી કાનડા’ આ રાગનું અત્તર બનાવ્‍યું. પહેલા વર્ષે અમારા ૮ – ૯ રાગો પરના અત્તર સિદ્ધ થયા.

૧૨ આ. ‘બહાર’ રાગ પરનું અત્તર સિદ્ધ કરતી સમયે થયેલો વિચાર !

‘બહાર’ આ રાગનું અત્તર બનાવતી વેળાએ મારો આગળ જણાવ્‍યા પ્રમાણે વિચાર થયો, ‘આ રાગ વસંત ઋતુમાં ગાવામાં આવે છે; તેથી આ અત્તર વસંત ઋતુમાં ખીલનારા સર્વ ફૂલોનું મિશ્રણ છે. વસંત ઋતુમાં જુદાં જુદાં ફૂલો ખીલેલા હોય છે. આપણે બગીચામાં ચાલતી વેળાએ ત્‍યાં આવનારી સુગંધ થોડી થોડી વાર રહીને પલટાતી હોય છે. વસંત ઋતુ સાથે સંબંધિત ‘કેતકી, ગુલાબ, જુહી, ચંપક બન ફૂલે’ આ બંદીશ પણ પ્રસિદ્ધ છે. તેથી ‘બહાર’ આ રાગનું અત્તર બનાવતી વેળાએ ‘સંપૂર્ણ બાગ અથવા સૃષ્‍ટિ ખીલી ઊઠી છે’, એવો વિચાર કરીને તે સર્વ ફૂલોનું મિશ્રણ કરીને અત્તર બનાવ્‍યું છે.

૧૨ ઇ. ‘મેઘમલ્‍હાર’ રાગ પરનું અત્તર બનાવતી વેળાએ થયેલો વિચાર !

‘મેઘમલ્‍હાર’ નામના અર્થ પરથી તેનું અત્તર બનાવવાનો વિચાર આવ્‍યો. મેઘ એટલે વરસાદનાં વાદળાં અને વરસાદ એટલે માટીની સુંગધ ! તેથી ‘મેઘમલ્‍હાર’ રાગનું અત્તર બનાવતી વેળાએ મેં મુખ્‍ય પાયા તરીકે ‘માટીની સુગંધ’ લીધી. જંગલમાંથી જતી વેળાએ વૃક્ષના ભીંજાયેલાં પાન, મૂળિયા, ફળ-ફૂલો અને માટી આ સર્વને આવતી સુગંધ એટલે ‘મેઘ’ છે; કારણકે ‘મેઘમલ્‍હાર’ ચોમાસામાં ગમે ત્‍યારે ગાવામાં અથવા વગાડવામાં આવે છે અને ગમે ત્‍યારે સાંભળીએ, તો પણ આંખો સામે વરસાદનું તે જ વાતાવરણ ઊભું કરે છે.

તેથી ‘મેઘમલ્‍હાર’ બનાવતી વેળાએ ફૂલો તે જ (બહાર રાગમાંનાં) છે, કેવળ તે માટીમાં ભીંજાયેલાં છે. ‘મેઘમલ્‍હાર’ રાગમાં તે ફૂલો માટીની સુગંધ લઈને આવ્‍યાં છે, જ્‍યારે ‘બહાર’ રાગમાં તે જ ફૂલો તાજા ફૂલોની સુગંધ લઈને આવ્‍યાં છે.

૧૨ ઈ. કોઈપણ અત્તર બનાવતી વેળાએ પંચતત્વો સાથે સંબંધિત ઘટકોનો અભ્‍યાસ કરવો

આ રીતે એકેક રાગનું અત્તર બનાવીને હજી સુધી અમે ૧૭ રાગોના અત્તર બનાવ્‍યા છે; પણ જ્‍યારે લાગે છે કે, અમુક એક અત્તર સારું થયું નથી, ત્‍યારે અમે થોભીએ છીએ. તે રાગ સાંભળતી વેળાએ ‘તેની સાથે સંબંધિત ગંધ કેવી હશે ?’, એ મને જણાય છે અને ‘આ ઘટકનો ઉપયોગ અત્તર બનાવવામાં કરવો’, એમ મારા દ્વારા આપમેળે જ થઈ જાય છે. કોઈપણ અત્તર કહીએ, તો તેમાં શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય ઘટકો હોય છે. આપણે જો ‘આગ’ આ શબ્‍દ ઉચ્‍ચારીએ, તો તેની સાથે સંબંધિત શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ આપણી આંખ સામે તરવરી ઊઠે છે. એકાદ વ્‍યક્તિનું નામ લઈએ, તો પણ તે નામને કારણે તે વ્‍યક્તિ આંખો સામે તરવરી ઊઠે છે. તેવી રીતે આ ગંધશાસ્‍ત્ર છે.

 

૧૩. સંગીત આરાધનાનાં નિસર્ગ પર અનુભવેલાં પરિણામો

૧૩ અ. ઘર ફરતેના પરિસરમાં આવેલા ફળઝાડને
મોટા આકારના ફળો લાગ્‍યા ‘ઘરમાં ૨૦ વર્ષ નિરંતર ચાલુ
રહેલા શાસ્‍ત્રીય સંગીત અને તેની સંગીત લહેરોનું આ પરિણામ છે’.

અમારા ઘરમાં સહુકોઈને નિસર્ગની પુષ્‍કળ રુચિ છે અને પરિસરમાં કેરી, ફણસ, ચીકુ, જાંબુડો, નારિયેળ, લિંબુ અને સરગવો આ રીતે પ્રત્‍યેકનું એકેક ઝાડ છે. અમારા ઘરમાંના નારિયેળ, કેરી, ચીકુ, જાંબુડો, આમળા આ વૃક્ષોનાં ફળોનો આકાર બજારમાંના અથવા અન્‍ય કોઈપણ ઠેકાણેનાં ફળો કરતાં બમણો છે. ગત ૨૦ વર્ષથી ઘરમાં નિરંતર શાસ્‍ત્રીય સંગીત ચાલુ હોવાથી ઘરમાં સર્વત્ર સંગીતની લહેરો ફેલાઈ છે. ત્‍યારે મને ધ્‍યાનમાં આવ્‍યું કે, આ સંગીતનું પરિણામ હોઈ શકે; કારણકે અમારી બાગમાં વૃક્ષો માટે આવશ્‍યક એવાં પોષક તત્વો પૂરતાં પ્રમાણમાં નથી.

અમારું ઘર રસ્‍તાને અડીને હોવાથી વાહનોનું પ્રદૂષણ પણ પુષ્‍કળ છે. બધા લોકો જે ખાતર નાખે છે, તે જ અમે પણ નાખીએ છીએ. મેં કદીપણ વૃક્ષો પર કીટકનાશકોનું છાંટણ કર્યું નથી. તેથી ‘આ શાનું પરિણામ હોઈ શકે ?’, એવો વિચાર કર્યા પછી ‘આ સંગીત લહેરોનું પરિણામ છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું.

૧૩ આ. ઘરના પરિસરમાંના આમળાના વૃક્ષની ડાળી
તડકાની દિશામાં જવાને બદલે સંગીતની દિશામાં ઘરના છાંયડામાં આવવી

હું ઘરમાં મારા નાના ઓરડામાં પુષ્‍કળ ગીતો સાંભળતો. તે સમયે મારું સંગીતનું ધ્‍વનિમુદ્રણ કરવાનું કામ નિરંતર ચાલુ રહેતું. આ મારો ઓરડો ઘરમાં પૂર્વ ભણી છે અને ત્‍યાં જ પાછળ ઘરના પરિસરમાં એક આમળાનું ઝાડ છે. સૂર્યોદયનો તડકો હંમેશાં મારા ઓરડામાં આવતો; પણ થોડા સમયગાળા પછી ઓરડામાં અંધારું પડવા લાગ્‍યું અને સાવ સવારના સમયે પણ મારે દીવો (લાઈટ) લગાડવો પડતો. તે સમયે ‘આટલી સવારે ૮ – ૯ કલાકે દીવો શા માટે લગાડવો પડે છે ?’, એવો મને પ્રશ્‍ન થયો. ત્‍યારે ધ્‍યાનમાં આવ્‍યું કે, આમળાની સંપૂર્ણ ડાળી ઘરમાં આવી છે. નિસર્ગનો સામાન્‍ય નિયમ છે કે, છાંયામાં ગમે ત્‍યાં વૃક્ષ વાવો, તે તડકાની દિશામાં માર્ગક્રમણ કરે છે; પરંતુ આ ઝાડની ડાળી તડાકાની દિશામાં જવાને બદલે ઊલટી અમારા ઓરડામાં આવી હતી.

૧૩ ઇ. ફણસના ઝાડનું મોટું મૂળિયું પાણીની દિશામાં નીચે જવાને બદલે ઘરની દિશામાં આવવું

એકવાર અમારે કાંઈક કારણસર ઘરે ખોદકામ કરવાનું હતું. ઝાડનાં મૂળિયાં પાણીની શોધમાં ભૂમિમાં નીચે જાય છે. ખોદકામ કરતી વેળાએ એક ફણસના ઝાડનું મોટું મૂળિયું પાણીની દિશામાં નીચે જવાને બદલે અમારા ઘરની દિશામાં આવેલું જોવા મળ્યું; પણ ત્‍યાં પાણીનો કોઈ જ ઉગમ નહોતો.

આ ઉદાહરણ પરથી ‘સંગીતનું પરિણામ કેટલા મોટા પ્રમાણમાં થાય છે’, એ અમારા ધ્‍યાનમાં આવ્‍યું. મનોવિજ્ઞાન પર પણ સંગીતનું પુષ્‍કળ પરિણામ થાય છે. તે પ્રમાણે ગંધનું પણ છે.

 

૧૪. ગંધનો સૌથી મોટો સંબંધ સ્‍મરણ
સાથે છે અને ‘એકવાર લીધેલી સુવાસ અનેક વર્ષો પછી
પણ ૮૦ ટકા જેટલી સ્‍મરણમાં રહે છે’, આ ગંધનું સામર્થ્‍ય હોવું

આપણી નાસિકામાંથી બે ગંધવાહિકા (ઓલફૅક્‍ટરી નર્વ્‍હસ્) આપણા નાના મગજના પ્રમસ્‍તિષ્‍ક (સેરેબ્રમ) ભાગમાં જાય છે. નાકથી લીધેલી સુગંધ પ્રમસ્‍તિષ્‍કમાં જાય છે અને ત્‍યાં સંઘરવામાં આવે છે. ત્‍યાર પછી આપણને તે ગંધનું (તે કોની ગંધ છે, તેનું ) જ્ઞાન થાય છે. મગજના જે ભાગમાં આપણી ભાવનાઓ અને સ્‍મરણો નિર્માણ થાય છે, તે ભાગ સાથે ગંધ જોડાઈ ગયેલી છે. તેથી ગંધનો સૌથી વધારે સંબંધ સ્‍મરણો સાથે છે. આ સર્વ વૈજ્ઞાનિક અભ્‍યાસ છે. મને એમ ધ્‍યાનમાં આવ્‍યું કે, ગંધ, દૃષ્‍ટિ, સ્‍વર અથવા સાંભળવું, તેમજ સ્‍પર્શ અને સ્‍વાદમાં સ્‍વાદ આ જુદો છે; કારણકે સ્‍વાદ પલટાતો રહે છે.

‘સેન્‍સ્ ઑફ સાઈટ’ અનુસાર ‘આપણે જોયેલું એકાદ દૃશ્‍ય એક વર્ષ પછી અથવા છ મહિના પછી આપણને ૪૦ ટકા, સાંભળેલી એકાદ બાબત ૬ માસ પછી ૬૦ ટકા અને એકાદ ગંધ અનેક વર્ષો પછી ૮૦ ટકા સ્‍મરણમાં રહી શકે છે’, એટલું ગંધનું સામર્થ્‍ય છે. શબ્‍દ અને ગંધ અથવા સ્‍વર અને ગંધ એકબીજાને પૂરક હોય છે. સાંભળેલું સ્‍મરણમાં રહે છે; તેથી ભલે આપણને સમજણ ન પડે, તો પણ ગોખણપટ્ટીને મહત્વ આપ્‍યું છે. એ માટે જ પૂજા અથવા પઠણ જેવાં નિત્‍યનૈમિત્તિક કર્મો પણ પહેલેથી કરવા માટે કહ્યા છે.

 

૧૫. ગંધનો વ્‍યાવસાયિક રીતે ઉપયોગ કર્યા પછી તેનું સકારાત્‍મક પરિણામ થવું;
કારણકે વિશિષ્‍ટ નાદ અને ગંધ વિશિષ્‍ટ વાતાવરણની નિર્મિતિ કરવા માટે કારણીભૂત  હોવા

ગંધનો વ્‍યાવસાયિક રીતે પણ હું ઉપયોગ કરું છું, ઉદા. કેટલાક પથિકાશ્રમ (હોટેલ્‍સ), ઉપાહારગૃહ (રેસ્‍ટૉરંટ્‌સ), તેમજ કેટલાક ‘સ્‍પા’ઝ (મસાજ કરવાનાં કેંદ્રો) છે. ત્‍યાં જે વિષય (થીમ) છે, તેને અનુસરીને હું સુગંધ બનાવું છું. તેનું પુષ્‍કળ સકારાત્‍મક પરિણામ થાય છે. અમારા મહાવિદ્યાલય પાસ કૉફીનું એક દુકાન હતું. ત્‍યાં અમે કૉફી પીવા જતા; પણ આ દુકાન અંદરની બાજુએ હોવાથી ‘ત્‍યાં દુકાન છે’, એવું કોઈને સમજાતું નહોતું. મેં તે દુકાનદારને કહ્યું, ‘હું કૉફીની ગંધ બનાવી આપું છું.

તે તમે બારણાને લગાડો અને તેનું શું પરિણામ થાય છે ?’, તે મને કહો.’’ તેણે થોડા દિવસ પછી મને કહ્યું, ‘‘હવે ધંધો બમણો થયો છે અને બારણાને લગાડેલી કૉફીની ગંધને કારણે અનેક લોકો દુકાન ભણી ખેંચાઈ જાય છે.’’ આ ગંધને કારણે જ કૉફીની દુકાનમાં ગયા પછી, આપણે ત્‍યાં વધારે સમય પસાર કરીએ છીએ.

એકાદ ઠેકાણે જો વધારે સારી ગંધ આવતી હોય, તો આપણે તે ઠેકાણે વધારે સમય સુધી બેસીએ છીએ. મંદિરમાં ધૂપ, અગરબત્તી અને કપૂર આ બાબતો નિરંતર જગવેલી હોય છે. તે ઠેકાણે વાતાવરણ નિર્મિતિ કરવા માટે તે સુગંધ પણ સૌથી પૂરક બાબત હોય છે. જે ઠેકાણે ઘંટ હોય છે, ત્‍યાં આપણે ડ્રમ વગાડતા નથી; કારણકે ઘંટ સાથે સંબંધિત મૃદંગનો નાદ છે. વિશિષ્‍ટ નાદ અને વિશિષ્‍ટ ગંધ જ તે વાતાવરણ નિર્માણ કરવા માટે સહાયભૂત પુરવાર થાય છે.

 

૧૬. ગાયનસમય અનુસાર અત્તરો બનાવવાઅને તે અત્તરોના રંગ
તે ગાનસમયના વાતાવરણ સાથે (આકાશના રંગો સાથે) તંતોતંત મળવા

મેં પહેલા ૯ અત્તરો બનાવ્‍યા અને ત્‍યાર પછી રાગોના ગાયન અનુસાર પણ અત્તરો બનાવ્‍યા. મેં પરોઢિયે લલત, સૂર્યોદય પછી બિલાવલ, બપોરે સારંગ, મધ્‍યાહ્‌ન પછી મુલતાની, મારુબિહાગ, બહાર, ચંદ્રકંસ, રાત્રે દરબારી કાનડા અને હંસધ્‍વનિ આ રાગોની પસંદગી કરી અને આ રાગોના અત્તર સિદ્ધ કર્યા. તે અત્તરોનાં છાયાચિત્રો પાડવા માટે અમે પરોઢિયાનો લલત, સૂર્યોદય પછી બિલાવલ, બપોરે સારંગ, મધ્‍યાહ્‌ન પછી મુલતાની, રાત્રે મારુબિહાગ અને મધ્‍યરાત્રે દરબારી કાનડા, આ રીતે સવારથી રાત્રિ સુધીના રાગોના અત્તર ક્રમવાર મૂક્યા. મારા છાયાચિત્રકાર મિત્રએ જ્‍યારે તેના છાયાચિત્રો પાડ્યા, ત્‍યારે ‘તે તે અત્તરની કુપ્‍પીમાં તે તે રંગોના પરિણામ ધરાવનારું અત્તર સિદ્ધ થયું છે’, એવું ધ્‍યાનમાં આવ્‍યું.

અ. પરોઢિયાનો રાગ લલત છે અને પરોઢિયે સૂર્યોદય સમયે આકાશમાં લાલાશ પડતી છટા હોય છે. લલત રાગના અત્તરને તેવો જ રંગ આવ્‍યો હતો.

આ. ત્‍યાર પછી આકાશમાં સવારના સૂર્યપ્રકાશનો પીળો (ટંગસ્‍ટન પીળો) રંગ હોય છે, બિલાવલ રાગના અત્તરનો રંગ તેવો જ સિદ્ધ થયો.

ઇ. મધ્‍યાહ્‌ન સમયે આકાશનો રંગ ઘેરો પીળો હોય છે, સારંગ રાગના અત્તરનો રંગ તેવો હતો.

ઈ. સાંજે આકાશનો રંગ જેવી રીતે કેસરી હોય છે, તેવો મુલતાની રાગના અત્તરનો રંગ થયો હતો.

ઉ. મારુબિહાગ રાત્રિનો રાગ છે. તેના અત્તરનો રંગ લાલાશ પડતો કાળો થયો હતો.

ઊ. મધ્‍યરાત્રિના રાગ દરબારીનું અત્તર કાળાશ રંગનું થયું હતું.

આનો અર્થ તે તે ઠેકાણે ગંધ સાથે તેજતત્ત્વ પણ આવ્‍યું હતું. આના પરથી ગંધ અને રાગમાં સમરસતા હોવાનું ધ્‍યાનમાં અવ્‍યું. આ સર્વ અમે વિદ્યાવાચસ્‍પતિ શ્રી. શંકર અભ્‍યંકરને કહ્યું. ત્‍યારે તેમણે કહ્યું, ‘આ થવાનું જ છે. સર્વ નદીઓ અંતે સાગરને જ મળે છે, કોઈપણ ભગવાનને નમસ્‍કાર કરીએ, તો તે કેશવ સુધી પહોંચે છે; કારણકે અંતમાં સર્વ એકજ છે. તમે કોઈપણ માર્ગથી ક્રમણ કરો, અંતમાં તમને એકજ અનુભૂતિ થવાની છે.’

 શ્રી. આનંદ જોગ, પુના (ડિસેમ્‍બર ૨૦૧૮)

Leave a Comment