આગામી ભીષણ સંકટકાળનો સામનો કરવા માટે વિવિધ સ્‍તરો પરની સિદ્ધતા હમણાથી જ કરો !

‘વર્ષ ૨૦૦૦ થી જ ‘કાળમહિમા અનુસાર વહેલા જ સંકટકાળ આવશે’, તેનું સાધકોને ભાન છે; પરંતુ હવે સંકટકાળ બારણું પૂછતો આવી રહ્યો છે. ઘોર સંકટકાળનો આરંભ થવામાં કેવળ કેટલાક માસ બાકી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ પછી ધીમે ધીમે ત્રીજા મહાયુદ્ધનો આરંભ થવાનો હોવાનું અનેક નાડીભવિષ્‍ય કહેનારા અને દ્રષ્‍ટા સાધુ-સંતોએ કહ્યું છે.

પ્રથમ તે મહાયુદ્ધ માનસિક સ્‍તર પર હશે; કારણકે કોઈપણ બે રાષ્‍ટ્રોમાંનું મહાયુદ્ધ પહેલા માનસિક સ્‍તર પર જ હોય છે, ઉદા. કોરિયા-અમેરિકા સંઘર્ષ, ચીન-અમેરિકા સંઘર્ષ. આગળ ૨ – ૩ વર્ષ પછી મહાયુદ્ધ ભૌતિક સ્‍તર પર હશે. ત્‍યારે ‘સૂકા ભેગું લીલું પણ બળે છે’, આ સિદ્ધાંત અનુસાર સમાજમાંના સજ્‍જનો, સાધકો ઇત્‍યાદિઓને પણ સંકટકાળનો ધખારો લાગવાનો છે.

સંકટકાળમાં વાવાઝોડું, ધરતીકંપ ઇત્‍યાદિને કારણે વીજળી પુરવઠો બંધ થાય છે. પેટ્રોલ, ડીઝલ ઇત્‍યાદિની અછત નિર્માણ થવાથી વાહન-વહેવાર પણ ખોરવાઈ જાય છે. તેથી રસોઈનો ગૅસ, ખાવા-પીવાની વસ્‍તુઓ ઇત્‍યાદિ અનેક મહિનાઓ સુધી મળતી નથી અથવા મળે તો તેનું ‘રેશનિંગ’ થાય છે.

સંકટકાળમાં ડૉક્‍ટર, વૈદ્ય, ઔષધિઓ, દવાખાનાઓ ઇત્‍યાદિ ઉપલબ્‍ધ થવું લગભગ અસંભવ જ હોય છે. આ બધું ધ્‍યાનમાં લઈને સંકટકાળનો સામનો કરવા માટે સહુકોઈએ શારીરિક, માનસિક, કૌટુંબિક, આર્થિક, આધ્‍યાત્‍મિક ઇત્‍યાદિ સ્‍તરો પર પૂર્વસિદ્ધતા કરવી આવશ્‍યક છે. આ વિશેનું સામાન્‍ય વિવેચન આગળ આપ્‍યું છે. આ વિવેચન અનુસાર જેટલું બની શકે, તેની કૃતિ કરવાનો અત્‍યારથી જ આરંભ કરવો.

 

૧. સંકટકાળની દૃષ્‍ટિએ શારીરિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૧ અ. માનવ-નિર્મિત અથવા નૈસર્ગિક આપત્તિઓ સમયે રક્ષણ થવા માટે આ કરવું !

૧ અ ૧. આગામી ત્રીજા મહાયુદ્ધમાં વાપરવામાં આવનારા અણ્‍વસ્‍ત્રોને કારણે થનારા કિરણોત્‍સર્ગનો જીવલેણ પ્રભાવ નષ્‍ટ થવા માટે પ્રતિદિન અગ્‍નિહોત્ર કરવું !

સનાતને આ વિષય પર વિમોચન કરેલો ગ્રંથ વાંચવો. (ગ્રંથ હિંદી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

૧ અ ૨. કુટુંબમાંના એકજણે તોયે ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ’ શીખી લેવું !

‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ વતી ઠેકઠેકાણે વિનામૂલ્‍ય ‘પ્રથમોપચાર પ્રશિક્ષણવર્ગો’ લેવામાં આવે છે. આ પ્રશિક્ષણવર્ગોનો લાભ કરી લેવો. (સનાતનની ગ્રંથમાલિકા ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ (૩ ખંડ)’ પણ ઉપલબ્‍ધ છે. (ગ્રંથ હિંદી ભાષામાં ઉપલબ્‍ધ છે.)

૧ અ ૨ અ. કૌટુંબિક વપરાશ માટે ‘પ્રથમોપચાર પેટી’ સિદ્ધ રાખવી !

વેદનાશામક ગોળીઓ, મલમ, ગૉજ (જખમ પર લગાડવાની જાળીદાર પટ્ટી), જખમ પર લગાડવાની ધોળી ચીકણી પટ્ટી ઇત્‍યાદિ; તેમજ તાવ, ઊલટી ઇત્‍યાદિ બીમારીઓ માટેની ઔષધિઓ પ્રથમોપચાર પેટીમાં મૂકવી. તે પેટી ઘરમાં સહજ જડે, એવા સ્‍થાન પર મૂકવી. પ્રથમોપચાર પેટીમાં બને ત્‍યાં સુધી ગોળીઓની પટ્ટી (સ્‍ટ્રીપ) રાખવી નહીં; કારણકે તેમાંથી ગોળીઓ કાઢતી વેળાએ ઔષધ સમાપ્‍ત થયું હોવાની તારિખ (‘એક્સપાયરી ડેટ’નો) ભાગ ફાટી જઈ શકે છે.

તેમ થાય તો, થોડા મહિનાઓ પછી ‘તે ગોળીઓની વૈધતા ક્યાં સુધી છે’, તે સમજાઈ શકતું નથી. તેથી પાકિટમાંથી ગોળીઓ બહાર કાઢીને તે એક હવાબંધ ડબીમાં મૂકવી અને તે ડબી પર ગોળીનું નામ, કયા વિકાર પર ઉપયોગી, ઉત્‍પાદનનો દિનાંક (મૅન્‍યુફૅક્‍ચરિંગ ડેટ), સમયગાળો સમાપ્‍ત થવાનો દિનાંક (એક્સપાયરી ડેટ), આ રીતે આવશ્‍યક બાબતોની ચિઠ્ઠી (લેબલ) ચોંટાડવી. (પ્રથમોપચાર પેટી વિશેનું વિગતવાર વિવેચન સનાતનનો ગ્રંથ ‘રુગ્‍ણોનું જીવિત રક્ષણ અને મર્માઘાત ઇત્‍યાદિ વિકારો પરના પ્રથમોપચાર’માં કર્યું છે.)

૧ અ ૩. કુટુંબમાંના એક જણે તોયે ‘અગ્‍નિશમન પ્રશિક્ષણ’ શીખી લેવું !

સનાતને આ વિશે ગ્રંથ પણ પ્રકાશિત કર્યો છે.

૧ અ ૪. કુટુંબમાંના એક જણે તોયે ‘સંકટકાલીન સહાયતા પ્રશિક્ષણ’ શીખી લેવું !

૧ આ. અન્‍ન-પાણી વિના ભૂખમરો ન થાય તે માટે આ કરવું !

૧ આ ૧. કઠોળ, ઘઉં ઇત્‍યાદિ અનાજ સૂકવીને અને હવાબંધ કરીને તેનો પૂરતો જથ્‍થો ભરી રાખવો, તેમજ સામાન્‍ય રીતે ૫ વર્ષ ચાલે, આ રીતે અન્‍ય સામગ્રીનો, ઉદા. બાકસનો જથ્‍થો પણ ઘરમાં રાખવો !
૧ આ ૨. ગામમાં અથવા અન્‍યત્ર જો પોતાના માલિકીની ભૂમિ હોય તો તે ભૂમિમાં શાકબકાલાનું વાવેતર કરવા માટે, તેમજ ચોખા, કઠોળ ઇત્‍યાદિ ફાલ લેવા માટે અને ત્‍યાં ગોપાલન કરવાનો આરંભ કરવો !
૧ આ ૩. ઘરમાં ચૂલાની વ્‍યવસ્‍થા કરવી, ચૂલા પર રસોઈ કરવાનું શીખી લેવું, તેમજ વર્તમાનમાં રસોઈ બનાવતી વેળાએ યંત્રોનો (ઉદા. ‘મિક્સર’નો) ઉપયોગ કરવાનું ટાળીને પારંપારિક વસ્‍તુઓનો ઉદા. ખાંડણી-દસ્‍તો, છાપર (વાટવાનો મોટો ચપટો પથ્‍થર)-ઉપરવટાનો ઉપયોગ કરવાની ટેવ પાડવી !

અન્‍ય જૂની વસ્‍તુઓ પણ, ઉદા. દળવા માટે ઘંટી, ખાંડવા માટે ખાંડણિયો અને સાંબેલું ઉપલબ્‍ધ થાય, તો તે વસ્‍તુઓનો ઉપયોગ કરવાની પણ ટેવ પાડવી. તેને કારણે આગળ દૈનંદિન જીવન અઘરું લાગશે નહીં.

૧ આ ૪. સૌર ઊર્જા પર ચાલનારા ઉપકરણો વસાવવા !

રસોઈ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે આવશ્‍યક તે ‘યુનીટ’ અને ઉપકરણો (ઉદા. ‘સોલર કુકર’) વસાવી રાખવા. તે સાથે જ સૌરઊર્જાનો ઉપયોગ ઘરના દીવા પ્રજ્‍વલિત કરવામાં, નહાવાનું પાણી ગરમ કરવા માટે પણ કરી શકાય છે.

૧ આ ૫. ઘર પાસે કૂવો ન હોય, તો તે ખોદાવી લેવો !

સંકટકાળમાં સરકાર દ્વારા પાણી જો ઉપલબ્‍ધ થાય નહીં તો ઘરના વિસ્‍તારમાં કૂવાનું પાણી ઉપયોગી નિવડશે. પાસ-પડોશના બધા ભેગા થઈને એક કૂવો ખોદાવી લઈ શકો.

૧ ઇ. આગામી સંકટકાળમાં ડૉક્‍ટર,
વૈદ્ય, ઔષધિઓ,રુગ્‍ણાલયો ઇત્‍યાદિની થનારી
અનુપલબ્‍ધતા ધ્‍યાનમાં લઈનેવિકાર-નિર્મૂલનની દૃષ્‍ટિએ આ કરવું !

૧ ઇ ૧. ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કરવું અને આવશ્‍યકતા અનુસાર તેનો ઉપયોગ કરવાનું પણ ચાલુ કરવું !

આવી ઔષધી વનસ્‍પતિઓ ઘરના છજ્‍જામાં અથવા ફળિયામાં, તેમજ ગામડાના ઘરમાં ઇત્‍યાદિ ઠેકાણે વાવવી. (ઔષધી વનસ્‍પતિઓના વાવેતર વિશેની માહિતી અને વિવિધ રોગો પર તેમના ઉપયોગ સનાતનનો ગ્રંથ ‘જગ્‍યાની ઉપલબ્‍ધતા અનુસાર ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર’ અને ‘ઔષધી વનસ્‍પતિઓનું વાવેતર કેવી રીતે કરવું ?’માં આપી છે. સનાતનનો ‘સહેલા ઘરગથ્‍થુ આયુર્વેદિક ઉપચાર’ આ ગ્રંથ પણ વહેલા જ પ્રકાશિત થશે.) આવશ્‍યકતા અનુસાર ઔષધી વનસ્‍પતિઓનો ઉપયોગ કરવાનો પણ આરંભ કરવો.

૧ ઇ ૨. વિકાર-નિર્મૂલન માટે ‘બિંદુદબાણ ઉપચાર’, ‘પ્રાણશક્તિવહન ઉપાય’, ‘ખાલી ખોખાંના ઉપાય’ અને ‘નામજપ ઉપાય’ ઉપાયપદ્ધતિઓ શીખી લેવી અને આવશ્‍યકતા અનુસાર તેનો ઉપયોગ કરવાનો પણ આરંભ કરવો !

આ ઉપાયપદ્ધતિઓ વિશેના ગ્રંથ સનાતને પ્રકાશિત કર્યા છે.

૧ ઇ ૩. વિસ્‍તારમાંના ઓળખીતા વૈદ્યોને પૂછીને ‘આગામી થોડા વર્ષ ટકી શકે, એવી કુટુંબ માટે આવશ્‍યક આયુર્વેદિક ઔષધિઓનો પૂરતો જથ્‍થો’ ઘરમાં રાખવો !

૧ ઈ. અન્‍ય સૂત્રો

૧ ઈ ૧. આધુનિક વૈદ્યકીય યંત્રો અથવા ઉપકરણો દ્વારા કરવાના આવશ્‍યક તેવા ઉપચાર, ઉદા. આંખોની શસ્‍ત્રક્રિયા, દંતોપચાર હમણા જ કરાવી લેવા !

૧ ઈ ૨. કુલ આવશ્‍યકતાઓ (ઉદા. કોઈ વિશિષ્‍ટ પદાર્થ ભાવતો હોવો, નહાવા માટે ગરમ પાણી જ જોઈએ, નિરંતર પંખાનો પવન જોઈતો હોવો, ‘એસી’ લગાડ્યા વિના ઊંઘ ન આવવી, ચાલી શકો તેવા અંતર પર પણ દ્વિચક્રી-ચારચક્રી વાહન જોઈતું હોવું) ઓછી કરવાની ધીમે ધીમે ટેવ પાડવી !

૧ ઈ ૩. પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં પણ શરીર કાર્યક્ષમ રહેવા માટે પ્રતિદિન વ્‍યાયામ (ઉદા. સૂર્યનમસ્‍કાર કરવા, ચાલવું), પ્રાણાયામ, યોગાસનો ઇત્‍યાદિ કરવા !

 

૨. સંકટકાળની દૃષ્‍ટિએ માનસિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૨ અ. સગાંસંબંધીઓમાં ભાવનિક સ્‍તર પર અટકાઈ ન પડવા માટે સ્‍વયંસૂચના લેવી !

આગામી કાળમાં કુટુંબીજનો, સગાંસંબંધીઓ, મિત્રો ઇત્‍યાદિઓ બાબતે તેમના પોતાના પ્રારબ્‍ધ અનુસાર બનાવો બનવાના હોવાથી તેમનામાં ભાવનિક દૃષ્‍ટિએ અટકાઈ પડવું નહીં. તે માટે આવશ્‍યક હોય તો સ્‍વયંસૂચના લેવી.

૨ આ. ઓછા-વત્તા સમયગાળા માટે કુટુંબીજનોનો વિયોગ સહન કરવાની સિદ્ધતા રાખવી !

 

૩. સંકટકાળની દૃષ્‍ટિએ કૌટુંબિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૩ અ. સંકટકાળ બારણું પૂછતો આવી રહ્યો
હોવાથી બનેત્‍યાં સુધી નવું ઘર અથવા સદનિકા (ફ્‍લેટ)
વેચાતું લેવાને બદલે ભાડાના ઘરમાં રહેવાનો પર્યાય ચૂંટવો !

૧. સંકટકાળમાં ધરતીકંપ, ભૂસ્‍ખલન ઇત્‍યાદિને કારણે મકાનોને હાનિ પહોંચી શકે છે, આ વાત ધ્‍યાનમાં લઈને હવે આગળ બને ત્‍યાં સુધી નવું ઘર અથવા સદનિકા (ફ્‍લેટ) વેચાતો લેવો નહીં. ભાડાના ઘરનો અથવા સદનિકાનો પર્યાય ચૂંટવો.

૨. કોઈ અનિવાર્ય કારણસર ઘર / સદનિકા વેચાતુ લેવાનું થાય તો ‘કયો પ્રદેશ સરખામણીમાં વધારે સુરક્ષિત લાગે છે’, તે વિશે વિચાર કરવો.

૩. સદનિકા વેચાતી લેવાની થાય તો બને ત્‍યાં સુધી ત્રીજા માળા પર લેવી નહીં. તેનું કારણ એટલે ધરતીકંપ જેવું જોખમ નિર્માણ થાય તો ત્રીજા માળ સુધીની સદનિકામાંથી વહેલા બહાર નીકળવાનું સહેલું પડે છે.

૪. એકાદની વર્તમાન સદનિકા જો ત્રીજા માળે હોય, તો તેને બદલે અન્‍યત્ર ક્યાંય પણ યોગ્‍ય સદનિકા મળતી હોય, તો તે વિશે વિચાર કરવો.

૩ આ. ગામમાં જો પોતાનું ઘર હોય,તો તે રહેવા યોગ્‍ય સ્‍થિતિમાં રાખવું !

આગામી કાળમાં નૈસર્ગિક આપત્તિ, વધી રહેલો આતંકવાદ ઇત્‍યાદિને કારણે અનેક નગરો (શહેરો) નષ્‍ટ થશે. ત્‍યારે ગામડામાં જઈને રહેવું પડશે. તેથી કોઈનું જો ગામમાં ઘર હોય, તો તેમણે તે હમણા જ રહેવા યોગ્‍ય સ્‍થિતિમાં કરી રાખવું.

૩ ઇ. નોકરી-ધંધા નિમિત્તે પરદેશમાં ગયેલા કુટુંબીજનોને બને તો ભારતમાં બોલાવવા !

ભારત, મૂળમાં જ પુણ્‍યભૂમિ છે. આગામી સંકટકાળમાં ભારત કરતાં અન્‍ય દેશોમાં વધારે હાનિ થવાની સંભાવના છે; કારણકે પરદેશમાં રજ-તમનું પ્રમાણ વધારે છે. તેમજ મહાયુદ્ધ ચાલુ થયા પછી પરદેશમાંથી ભારતમાં સહીસલામત પાછું ફરવું કઠિન બનશે.

 

૪. સંકટકાળની દૃષ્‍ટિએ આર્થિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

વર્તમાનમાં ઘણા અધિકોષોના (બૅંકોના) કૌભાંડો ઉજાગર થઈ રહ્યા છે. તેથી પોતાના પૈસા સુરક્ષિત રહે, તે માટે આગળ જણાવેલા પર્યાયનો વિચાર કરવો. આ રોકાણ કરતી વેળાએ ‘You should not put all eggs in one basket (ભાવાર્થ : એક જગ્‍યાએ જ રોકાણ કરીને તે બધું ડૂબે તેના કરતાં સુરક્ષાની દૃષ્‍ટિએ થાપણ વિવિધ ઠેકાણે મૂકવી)’ અર્થશાસ્‍ત્રમાં રહેલા આ તત્વ અનુસાર કરવું.

૪ અ. આર્થિક રોકાણ કરતી વેળાએ આગળ જણાવેલાં સૂત્રોનો વિચાર કરવો !

૪ અ ૧. રોકાણ જુદી જુદી રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં (‘બૅંકો’માં) કરવું

‘એકાદ અધિકોષ જો દેવાળું ફૂંકે, તો આપણી પાસે હતા તેટલા બધાં જ પૈસા ડૂબી ગયા’, એવું થાય નહીં, એ માટે આપણા વિસ્‍તારમાં આવેલા જુદા જુદા રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં થાપણો વિખેરીને મૂકવી. રાષ્‍ટ્રીયકૃત અધિકોષોમાં થાપણદારની થાપણ માટે ૧ લાખ રૂપિયાનું વિમા-સંરક્ષણ હોય છે. તેથી પ્રત્‍યેક થાપણદારે એક અધિકોષમાં વધારેમાં વધારે ૧ લાખ રૂપિયા સુધીની થાપણ મૂકવી.

૪ અ ૨. અધિકોષના વહેવાર પત્ની, સુજાણ છોકરાઓ ઇત્‍યાદિઓને પણ શીખવવા

બૅંકમાં પૈસા ભરવા, બૅંકમાંથી પૈસા કાઢવા ઇત્‍યાદિ ન્‍યૂનતમ વહેવાર પોતાના કુટુંબીજનો પણ કરી શકવા જોઈએ.

૪ અ ૩. સોનું -ચાંદી ઇત્‍યાદિ મૂલ્‍યવાન વસ્‍તુઓમાં રકમ રોકવી

એકાદને જો રોકાણ તરીકે સોનું લેવું હોય, તો તેણે તે વીંટી જેવા અલંકાર વેચાતા લેવાને બદલે શુદ્ધ સોનાની લગડી લેવી. તેને કારણે અલંકારની ઘડામણ આપવી પડશે નહીં. આગળ પરિસ્‍થિતિ ભલે ગમે તેવી હોય, તો પણ આવી વસ્‍તુઓનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ.

૪ અ ૪. જમીનમાં રોકાણ કરવું

જેમને સંભવ છે, તેમણે વાવેતર માટે યોગ્‍ય રહે, તેવી ભૂમિ વેચાતી લેવી. એક વ્‍યક્તિ જો તેવી ભૂમિ લઈ શકતી ન હોય, તો કેટલાક જણે ભેગા મળીને ભૂમિ વેચાતી લેવી. ભૂમિમાં કરેલા રોકાણની આજ નહીં તો કાલે રકમ પાછી મળે જ છે.

૪ આ. જેમણે સમભાગ (‘શેર્સ’માં) પૈસાનું
રોકાણ કર્યું છે, તેમણે અત્‍યારથી જ ઉપાયયોજના કરી લેવી !

ઘર માટે કૂવો ખોદાવવો, સૌરઊર્જાની સગવડ કરવી ઇત્‍યાદિ સર્વ ખર્ચ એટલે એક જાતનું રોકાણ જ છે !

 

૫. અન્‍ય સૂત્રો

૫ અ. ઘરમાં અનાવશ્‍યક રહેલી સામગ્રી ન્‍યૂન કરવાનો આરંભ કરવો !

તેને કારણે સંકટકાળમાં ન્‍યૂનતમ વસ્‍તુઓની હાનિ થશે, તેમજ સાધકોની વસ્‍તુઓ પ્રત્‍યે રહેલી આસક્તિ પણ ન્‍યૂન થવામાં સહાયતા થશે. સંકટકાળમાં પોતાનો જીવ બચાવવાનું મહત્ત્વનું હોવાથી આવા સમયે કેવળ એકજ થેલી / પેટી લઈને ઘરની બહાર નીકળી જતા આવડવું જોઈએ.

૫ આ. પોલીસ થાણું, અગ્‍નિશમન દળ
ઇત્‍યાદિ અતિ આવશ્‍યક ઠેકાણેના દૂરભાષ ક્રમાંક,
સરનામા ઇત્‍યાદિની સ્‍વતંત્ર વહીમાં નોંધ કરી રાખવી !

સંકટકાળમાં જો આપણો ભ્રમણભાષ ‘ચાર્જ’ ન હોય તો તેનો ઉપયોગ થશે નહીં. તે માટે પોલીસ થાણું, અગ્‍નિશમન દળ, આપણા નજીકના દવાખાના ઇત્‍યાદિ અતિ આવશ્‍યક ઠેકાણોના દૂરભાષ ક્રમાંક અને સરનામાની વહીમાં નોંધ કરી રાખવી. તેને કારણે અન્‍ય માર્ગ દ્વારા, ઉદા. અન્‍યના ભ્રમણભાષ પરથી / દૂરભાષ પરથી તેમની સાથે સંપર્ક કરી શકાશે.

૫ ઇ. સંકટકાળમાં વહેલા ઘરની બહાર નીકળવાનું
હોવાથી ત્‍યારે પૂર્વસિદ્ધતા હોવી, તેથી એકાદ નાની પેટીમાં મહત્ત્વના
દસ્‍તાવેજો (ઉદા. શિધાપત્રક, આધારકાર્ડ, બૅંક પાસબુક) એકત્રિત કરી રાખવા !

૫ ઈ. ઘરનું રક્ષણ કરવા માટે કૂતરું, દૂધ માટે ગાયો,
ગાડા માટે બળદ, પ્રવાસ કરવા માટે ઘોડો ઇત્‍યાદિ પાળવા !

આ પ્રાણીઓનું પાલન કેવી રીતે કરવું, એ પણ શીખી લેવું. આપણી પાસે સાયકલ, સાયકલ રિક્‍શા, બળદગાડી, ઘોડાગાડીમાંથી એકાદ અથવા વધારે વાહનો હોવા જોઈએ. કૂતરાંને કારણે રમખાણકારો સામે રક્ષણ થવામાં સહાયતા થશે, ગાયને કારણે દૂધ મળશે અને બળદ તેમજ ઘોડાને કારણે પ્રવાસ ખેડી શકાશે તેમજ બીમાર વ્‍યક્તિને વૈદ્ય પાસે લઈ જઈ શકાશે.

 

૬. સંકટકાળની દૃષ્‍ટિએ આધ્‍યાત્‍મિક સ્‍તર પર કરવાની સિદ્ધતા

૬ અ. આગામી કાળમાં ભીષણ આપત્તિ સામે
બચવા માટે સાધના કરવી અને ભગવાનના ભક્ત બનવું અનિવાર્ય !

આગામી સંકટકાળનો સામનો કરવા માટે આ લેખમાં આપ્‍યા પ્રમાણે કૃતિઓ કરવી. અર્થાત્ આપણે બિંદુદબાણ ઉપાયપદ્ધતિઓ ભલે ગમે તેટલી શીખી લઈએ; કુટુંબીજનોનો ભૂખમરો થાય નહીં, તે માટે જીવનાવશ્‍યક વસ્‍તુઓ ગમે તેટલી ભરી રાખીએ; તો પણ સુનામી, ધરતીકંપ જેવા કેટલીક પળોમાં સહસ્રો નાગરિકોનો જીવ લેનારી મહાભયંકર આપત્તિમાં જો જીવિત રહીએ, તો જ સિદ્ધતાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ! આવી જીવલેણ આપત્તિમાંથી આપણને કોણ બચાવી શકે છે, તો કેવળ ભગવાન જ !

‘ભગવાને આપણે બચાવવા જોઈએ’, જો એમ લાગતું હોય, તો આપણે સાધના અને ભક્તિ કરવી જોઈએ. ભલે ગમે તેટલી મોટી આપત્તિ આવી પડે, તો પણ ભગવાને તેના ભક્તોનું રક્ષણ કર્યું છે, એ વિશદ કરનારા ભક્ત પ્રહ્‌લાદ જેવાં ઉદાહરણો આપણે જાણીએ છીએ જ. શ્રીકૃષ્‍ણ ભગવાને ગીતામાં ‘ન મે ભક્તઃ પ્રણશ્‍યતિ ।’ (અર્થ : મારા ભક્તોનો નાશ થશે નહીં), એવું વચન તેમણે ભક્તોને આપ્‍યું છે. તેનો અર્થ એમ કે, કોઈપણ આપત્તિમાંથી બચવા માટે આપણે સાધના કરવી અનિવાર્ય છે.

૬ અ ૧. સાધકોએ આશ્રમમાં રહીને પૂર્ણસમય સાધના કરી શકાય તે માટે મનની સિદ્ધતા કરવી !

કેટલાક સાધકોએ તેમને સાધના કરવા માટે વિરોધ કરનારા સગાંસંબંધીઓને હજી સુધી ઘણીવાર સાધનાનું મહત્ત્વ ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, તો પણ સગાંસંબંધીઓ તેમના મન પ્રમાણે વર્તન કરે છે. હવે સંકટકાળનો આરંભ થવાનો હોવાથી આવા સાધકોએ તેમના ભણી ધ્‍યાન દેવાને બદલે આશ્રમમાં રહીને પૂર્ણસમય માટે સાધના કરી શકાય તે માટે મનની સિદ્ધતા કરવી; કારણકે સાધનામાં કેવળ ‘આપણે અને ઈશ્‍વર’ એટલું જ હોય છે.

સંકટકાળમાં પૈસા, સગાંસંબંધીઓ કોઈપણ બચાવી શકશે નહીં, પણ કેવળ સાધકોએ કરેલી સાધના જ તેમને તારી લેશે. તેથી મનની સિદ્ધતા થવા માટે સાધકોએ ઉત્તરદાયી સાધક અને સંતોનું માર્ગદર્શન લેવું. પૂર્ણકાલીન સાધક થવાની માનસિક સિદ્ધતા થવા માટે ‘અ ૩’ સૂચનાપદ્ધતિ પ્રમાણે પ્રસંગનો મહાવરો પણ કરવો, તેમજ વચ્‍ચે વચ્‍ચેથી આશ્રમમાં સેવા કરવા માટે રહેવા જવાથી મનની સિદ્ધતા થવા માટે સહાયતા થશે.

૬ અ ૨. સાધના ગાંભીર્યથી કરવી !

‘સનાતન પ્રભાત’ નિયતકાલિકોમાં વખતોવખત પ્રસિદ્ધ થનારાં સાધના વિશેનાં માર્ગદર્શનપર સૂત્રોનું તંતોતંત પાલન કરવાનો પ્રયત્ન કરવો.

૬ અ ૩. વ્‍યષ્‍ટિ સાધનાની ગડી સારી રીતે બેસાડીને વ્‍યષ્‍ટિ સાધના નિયમિત થવા માટે પ્રયત્નો કરવા.
૬ અ ૪. અનિષ્‍ટ શક્તિઓના ત્રાસ સામે રક્ષણ થવા માટે ‘આધ્‍યાત્‍મિક ઉપાય’ નિયમિત રીતે ગાંભીર્યથી કરવા !

 

૭. ‘સંકટકાળનો સામનો કરવાની
દૃષ્‍ટિએ જનજાગૃતિ કરવી’, આ પણ સાધના જ છે !

આગામી સંકટકાળ વિશે સગાંસંબંધીઓ અને મિત્રોને કહેવું, સદર લખાણ કાર્યાલયીન સહકારીઓને વાંચવા માટે આપવું ઇત્‍યાદિ સ્‍તર પર જનજાગૃતિ કરવી આવશ્‍યક છે. એમ કરવું એટલે સમાજઋણ ચૂકતે કરવા જેવું છે. એમ કરનારાઓની તેના દ્વારા સાધના પણ થવાની છે.’

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

(સંકટકાળની સિદ્ધતા કરવાનું ફાવે તે માટે સાધકોએ અને વાચકોએ સદર લેખ સંગ્રહિત રાખવો.)

 

સૂચના અને આવાહન

૧. ‘આગામી ભીષણ સંકટકાળનો સામનો કરવાની સિદ્ધતા કેવી રીતે કરવી, આ વાત થોડીઘણી તોયે સમજાય’, એ માટે કેટલાક ક્ષેત્રોમાંનાં સૂત્રોનો ઉપરોક્ત લખાણમાં થોડો ઉલ્‍લેખ કર્યો છે. આ વિશેનું વિગતવાર વિવેચન કરનારો લઘુગ્રંથ અથવા ગ્રંથ પણ વહેલા જ પ્રસિદ્ધ કરવાના છીએ.

૨. ઉપર જણાવેલા વિષયને અનુસરીને અન્‍ય ક્ષેત્રોમાંના જાણકારોને અથવા સાધકોને જો કોઈ સૂત્રો ધ્‍યાનમાં આવે તો તે તેમણે આગામી દિવસોમાં મોકલવાં. તેને કારણે લઘુગ્રંથ દ્વારા અથવા ગ્રંથ દ્વારા આ વિષય સમાજ સમક્ષ ઊંડાણથી પ્રસ્‍તુત કરવા માટે સહાયતા થશે.

 

જાણકારી મોકલવા માટે નામ અને સંપર્ક

સૌ. ભાગ્‍યશ્રી સાવંત, ૭૦૫૮૮૮૫૬૧૦
સંગણકીય સરનામું
[email protected]
ટપાલ માટે સરનામું
સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા ૪૦૩૪૦૧.

Leave a Comment