ગંધશાસ્‍ત્ર અને સંગીતશાસ્‍ત્રનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું દર્શાવનારા પુના ખાતેના શ્રી. આનંદ જોગ

૨૦ વર્ષથી ‘ગંધશાસ્‍ત્ર’ અને ‘સંગીત’ આ ક્ષેત્રોમાં
અભ્‍યાસઅને મહત્વપૂર્ણ સંશોધન કરનારા અનેઅત્તરોના માધ્‍યમ દ્વારા
ગંધોનીનિર્મિતિ કરનારા પુના ખાતેના શ્રી. આનંદ જોગનો ગંધનિર્મિતિનો પ્રવાસ ! – ભાગ ૧

પ્રસ્‍તાવના

‘ડિસેંબર ૨૦૧૮માં મારે પુના ખાતે શ્રી. આનંદ જોગના ઘરે જવાનું થયું. શ્રી. આનંદ જોગે ‘નૉટીકલ સાયન્‍સ’માં શિક્ષણ લઈને ‘નેવી’માં કામ કર્યું છે. સમયજતાં અત્તરોની નિર્મિતિ કરવી, આ ભણી તેમનું ધ્‍યાન કેંદ્રિત થવાથી અને તેમને મનથી આ વાતોમાં રુચિ હોવાથી તેમણે ‘પર્ફ્‍યુમરી’ના વિવિધ કોર્સ કર્યા અને નોકરીને વિરામ આપીને અત્તર નિર્મિતિનું ક્ષેત્ર વ્‍યવસાયની દૃષ્‍ટિએ ચૂંટ્યું. તેમને નાનપણથી સંગીતમાં રુચિ હોવાથી તેમણે ગાયનનું શિક્ષણ પણ લીધું છે. તેમને વાંસળી અને પેટી (હાર્મોનિયમ) પણ વગાડતા આવડે છે. તેમની પાસે વર્ષ ૧૯૦૨ થી માંડીને સંગીતનો સર્વ પ્રકારનો સંગ્રહ છે. તેમણે આ વારસો અતિશય સારી રીતે જાળવી રાખ્‍યો છે.

૨૦ વર્ષથી તે અત્તર અને સંગીત વિશેનો અભ્‍યાસ અને સંશોધન આ સંદર્ભમાં કાર્ય કરી રહ્યા છે. તેમની સાથે થયેલા વાર્તાલાપમાં અમારી સંગીત અને અત્તર વિશે ચર્ચા થઈ. તે સમયે શ્રી. આનંદ જોગે નીચે જણાવેલી અભ્‍યાસપૂર્ણ માહિતી આપી. તે તેમનાં જ શબ્‍દોમાં આગળ આપી રહી છું.’

કુ. તેજલ પાત્રીકર, સંગીત સમન્‍વયક, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય
શ્રી. આનંદ જોગ

 

૧. નાનપણથી જ અત્તરમાં રુચિ હોવાથી
ધોરણ ૯માં હતો ત્‍યારથી અત્તર બનાવવાનો આરંભ કરવો

‘નાનપણથી મને નિસર્ગમાં રુચિ છે. ગંધશાસ્‍ત્ર અથવા સુગંધ સાથે મારો નાનપણથી સંબંધ છે. મારા દાદાજી અત્તરનો ઉપયોગ કરતા. તે જોઈને મને પણ અત્તરનો ઉપયોગ કરવાનું ગમવા લાગ્‍યું. મેં અત્તરના સ્‍થાનોની ઘણી શોધખોળ કરી. એક વાચનાલયમાંના શિક્ષકે આપેલા સરનામા અનુસાર હું પુના ખાતે ‘બ્રિટિશ કાઊન્‍સિલ લાયબ્રેરી’માં (‘બી.સી.એલ્.’માં) ગયો.

ત્‍યાં મેં ‘પોચર્સ કૉસ્‍મેટોલૉજી’ (poachers cosmetology) આ સૌંદર્યશાસ્‍ત્રના (‘કૉસ્‍મેટોલૉજી’ના) સંચમાંના ગંધદ્રવ્‍ય બનાવવાની (પર્ફ્‍યુમરીની) સર્વ જાણકારી (ફૉર્મ્‍યુલેશન્‍સ) લીધી. મુંબઈમાં એક ઠેકાણે અત્તરની દુકાનો હતી. ત્‍યાંથી મેં અત્તર બનાવવા માટે જોઈતો કાચો માલ લીધો. સામાન્‍ય રીતે નવમા ધોરણમાં હતો ત્‍યારથી હું અત્તર બનાવવા લાગ્‍યો. પછી નોકરી નિમિત્તે અન્‍ય દેશોમાં ગયા પછી ત્‍યાંની ગંધસંસ્‍કૃતિનો હું અભ્‍યાસ કરવા લાગ્‍યો. આવી રીતે મારો ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ ચાલુ થયો.

 

૨. નોકરી કરીને અત્તરનિર્મિતિ
કરતી વેળાએ દોડાદોડી થવા લાગવાથી સમયજતાં
નોકરી છોડી દઈને ‘અત્તર બનાવવું’ આ વ્‍યવસાય ચાલુ રાખવો

મારે નોકરી નિમિત્તે અન્‍ય દેશોમાં જવું પડતું. મેં અત્તર બનાવવા માટે ત્‍યાં ઉપયોગમાં લેવાતો કાચો માલ લાવીને અત્તર બનાવવાનું ચાલુ કર્યું. નોકરી કરીને બાકીના સમયમાં અત્તર બનાવવા, એ રીતે મારું ચાલુ હતું; પરંતુ આ કરતી વેળાએ મારી દોડાદોડી થવા લાગવાથી મેં નોકરી છોડી દઈને ‘અત્તરનો વ્‍યવસાય’ આ એકજ ધ્‍યેય રાખ્‍યો.

 

૩. ગંધશાસ્‍ત્ર અને સંગીતશાસ્‍ત્રનો
એકબીજા સાથે ઘનિષ્‍ઠ સંબંધ હોવાનું દર્શાવનારા પ્રસંગો

૩ અ. કપડાંને લગાડેલું અત્તર અને સાંભળી
રહેલું સંગીત પરસ્‍પર વિસંગત હોવાથી મન અસ્‍વસ્‍થ થવું

નાનપણથી મને શાસ્‍ત્રીય સંગીતમાં પણ રુચિ છે. કામ માટે બહાર જતી વેળાએ હું શાસ્‍ત્રીય સંગીત સાંભળતો. એક દિવસ બહાર જતી વેળાએ મેં અત્તર લગાડ્યું હતું અને એક રાગ પણ સાંભળી રહ્યો હતો. તે સમયે મારું મન અસ્‍વસ્‍થ થયું. ત્‍યારે ‘કપડાંને લગાડેલું અત્તર અને હું સાંભળી રહેલા સંગીતનો એકબીજા સાથે મેળ બેસતો નથી’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું. મેં ઘરે જઈને કપડાં પાલટ્યા. ત્‍યારે મને સારું લાગ્‍યું.

૩ આ. કપડાંને લગાડેલું અત્તર અને સાંભળી રહેલું
શાસ્‍ત્રીય સંગીતનું પરિણામ પરસ્‍પર પૂરક હોવાથી મન એકાગ્ર થવું

એકવાર કામ માટે બહાર જતી વેળાએ મેં બનાવેલું નવું અત્તર લગાડીને એક રાગ સાંભળતો જતો હતો. આ રાગ સાંભળવામાં હું એટલો તલ્‍લીન થઈ ગયો કે, મારે જે ઠેકાણે જવાનું હતું, ત્‍યાં જવાને બદલે ઘણો આગળ નીકળી ગયો. ઘણા સમય પછી મને તેનું ભાન થયું. તે સમયે મેં લગાડેલું અત્તર અને હું સાંભળી રહેલા શાસ્‍ત્રીય સંગીતના પરિણામને કારણે હું ભાન ભૂલી ગયો હતો.

આ રીતે પહેલા પ્રસંગમાં મેં લગાડેલું અત્તર અને હું સાંભળી રહેલો (અમસ્‍તો મને સાંભળવો ગમે તેવો) રાગ એ એકબીજા સાથે વિસંગત થયા. બીજા પ્રસંગમાં મેં લગાડેલું અત્તર અને હું સાંભળી રહેલો રાગ એ એકબીજા સાથે સારી રીતે પૂરક થઈને તેનું સારું પરિણામ જોવા મળ્યું. આના પરથી ‘ગંધશાસ્‍ત્ર અને સંગીતશાસ્‍ત્રનો એકબીજા સાથે ઘનિષ્‍ઠ સંબંધ છે અને ઉપર જણાવેલાં પરિણામ તેના જ હશે’, એ મારા ધ્‍યાનમાં આવ્‍યું.

 

૪. સંગીત અને ગંધશાસ્‍ત્રનો અભ્‍યાસ કરતી વેળાએ ‘સંગીતશાસ્‍ત્રની જેમ
ગંધશાસ્‍ત્ર પણ અનાદિ છે અને વિવિધ દૈનંદિન કૃતિઓમાં સ્‍વર અને ગંધનો અંતર્ભાવ છે’,

એ સમયે ‘સંગીત અને ગંધશાસ્‍ત્રનો એકબીજા સાથે ખરેખર કાંઈ સંબંધ છે ?’, એવો વિચાર મારા મનમાં આવ્‍યો. તેનો અભ્‍યાસ કરતી વેળાએ અથવા આ બન્‍નેની સમાનતા સાંધવાનો પ્રયત્ન કરતી વેળાએ ‘સંગીતશાસ્‍ત્ર જેવી રીતે અનાદિ અને અનંત છે, તેવી જ રીતે ગંધશાસ્‍ત્ર પણ અનાદિ છે’, એવું મારા ધ્‍યાનમાં આવ્‍યું.

‘પૃથ્‍વી પોતે પૃથ્‍વી, આપ (જળ), તેજ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોથી બની છે. પૃથ્‍વીને ‘ગંધવતી’ કહેવામાં આવે છે. પૃથ્‍વીતત્વથી આકાશતત્વ (અંતિમ તત્વ) આ પ્રવાસમાં અંત સુધી એકેક તત્વ ન્‍યૂન થતું જાય છે. જળતત્વ સુધી ગયા પછી પૃથ્‍વીતત્વ ન્‍યૂન થાય છે, જ્‍યારે તેજતત્વ સુધી ગયા પછી જળતત્વનું પ્રમાણ ઓછું થાય છે.

આ રીતે આકાશતત્વ સુધી જતી વેળાએ એકેક માત્રા (તત્વ) ખરી પડીને અંતમાં જેને સ્‍પર્શ અને રૂપ નથી પણ કેવળ શબ્‍દ છે, તે આકાશતત્વ બાકી રહે છે. તેની પણ પેલેપાર જવાથી આપણે પરમાત્‍મા સુધી પહોંચીએ છીએ’, આ શાસ્‍ત્રને અનુસરીને જો ધ્‍યાનમાં લઈએ, તો ઘણે ઠેકાણે ગંધ અને સ્‍વરનો સંબંધ હોવાનું આપણને જોવા મળે છે.

આપણે પૂજા ઇત્‍યાદિ વિધિ કરીએ છીએ. ત્‍યારે ધૂપ અને ઉદબત્તી બતાડીએ છીએ, તેમજ ઘંટનાદ કરીએ છીએ. ‘‘નૈવેદ્ય બતાવ્‍યા પછી દેવતા તે ગંધરૂપમાં સેવન કરે છે’, એવું શાસ્‍ત્ર છે. આ સર્વ એકત્રિત ક્રિયાઓમાં સ્‍વર (નાદ) અને ગંધનો અંતર્ભાવ હોય છે. આપણી આધ્‍યાત્‍મિક કૃતિઓ શ્રુતિપ્રધાન છે. આપણે ત્‍યાં મૌખિક પરંપરા અને શ્રુતિપ્રધાનતા પારંપારિક રીતે ચાલી આવી છે. તેથી સ્‍વર અને ગંધનો સંબંધ મને પ્રત્‍યેક કૃતિમાં જ જણાયો. આ સંબંધ પૌરાણિક દૃષ્‍ટિએ જણાયો, તેમજ વિશેષ દર્શનમાંની પ્રકૃતિ અને પુરુષના લક્ષણોમાં પણ પંચતત્વોનો ઉલ્‍લેખ જોવા મળે છે.

 

૫. વ્‍યક્તિ કોઈપણ બાબતનો અનુભવ
અથવા અનુભૂતિ ૨ અથવા ૩ ઇંદ્રિયો દ્વારા લેતી
હોવાથી ‘ગંધ અને સ્‍વર આ માધ્‍યમો દ્વારા પણ અનુભૂતિ થઈ શકશે’,

કોઈપણ બાબતનો અનુભવ અથવા અનુભૂતિ આપણે ૨ અથવા ૩ ઇંદ્રિયો દ્વારા લઈએ છીએ, ઉદા. એકાદ પદાર્થ સેવન કરતી વેળાએ આપણે નાકથી તેની સુગંધ લઈએ છીએ, જીભથી તેનો સ્‍વાદ લઈએ છીએ અને ‘તેની સજાવટ કેવી રીતે કરી છે’, તે આંખોથી જોઈ શકીએ છીએ. તેથી ૩ ઇંદ્રિયો દ્વારા તે પદાર્થની અનુભૂતિ થાય છે.

એકાદ નાટક જોઈએ ત્‍યારે કાન અને આંખો આ ઇંદ્રિયોથી આપણે તેનો અનુભવ લઈએ છીએ. ‘જો આપણા આંખો અને કાન, તેમજ નાક અને જીભ દ્વારા, અર્થાત્ ૨ અથવા ૩ ઇંદ્રિયોથી અનુભવ અથવા અનુભૂતિ લઈ શકીએ, તો પછી ગંધ અને સ્‍વર આ માધ્‍યમો દ્વારા પણ આપણે અનુભૂતિ લઈ શકીએ’, એવું અભ્‍યાસના અંતમાં મારા ધ્‍યાનમાં આવ્‍યું. શાસ્‍ત્રીય સંગીતમાંના કેટલાક રાગ સાંભળીને મને આ પ્રેરણા મળી.

 

૬. સંગીત અથવા રાગમાંથી વ્‍યક્ત થનારા
ભાવનો વિચાર કરીને અત્તરનિર્મિતિ કરવામાં આવવી

સંગીત, કંઠસંગીત અથવા શાસ્‍ત્રીય સંગીત આ સંપૂર્ણ રીતે ભાવાધિષ્‍ઠિત છે. તેમાં ભાવ મહત્વનો છે. પદાર્થ બનાવતી વેળાએ સાધનસામગ્રી હોય, તો પણ સ્‍વાદ અંતે તો બનાવનારાના હાથમાં હોય છે. તેવી જ રીતે રાગ, તેના વાદી અને સંવાદી સ્‍વર (નોંધ), તેમજ રાગ ગાયનનો સમય આ સંગીતમાંની સાધનસામગ્રી થઈ. ગીત ગાનારાના મનમાં જે ભાવ છે, તે ભાવ આ રાગ દ્વારા પ્રગટ થાય છે.

તેવી જ રીતે એકાદ અત્તર બનાવવાનું થાય તો ‘કઈ સામગ્રીનો ઉપયોગ કરવાથી તેની પરિણામકારીતા વધશે ?’, તેનો વિચાર પહેલા કરવો પડે છે, ઉદા. ગુલાબનું અત્તર બનાવવું હોય, તો ગુલાબનું ફૂલ કેવું છે ?’ (તે ઝાડ પરનું છે કે ગુલદસ્‍તામાંનું છે ? ફૂલદાનીમાંનું છે ?, એકાદ સ્‍ત્રીએ વાળમાં ગૂંથેલું છે કે ભગવાનને ચડાવેલું છે ?), તેનો વિચાર કરવો પડે છે. આ સર્વ ગુલાબોની સુગંધ એકજ છે; પણ ગુલાબનો ઉપયોગ કરતી વેળાએ પ્રત્‍યેકનો ભાવ તો જુદો જુદો જ છે.

નોંધ
૧. વાદી સ્‍વર

રાગના પ્રમુખ સ્‍વરને ‘વાદી સ્‍વર’ એમ કહે છે. વાદી સ્‍વરનો ઉપયોગ રાગમાં પ્રમુખતાથી અને વધારે પ્રમાણમાં કરવામાં આવે છે.

૨. સંવાદી સ્‍વર

રાગના બીજા પ્રમુખ સ્‍વરને ‘સંવાદી સ્‍વર’ એમ કહે છે. આ સ્‍વર વાદી સ્‍વર પછી તરત જ મહત્વના છે.

૬ અ. ‘લલત’ આ ભક્તિપ્રધાન અને આર્તભાવ નિર્માણ કરનારા
રાગ માટે ગુલાબ અને ચંદન આ બન્‍નેના મિશ્રણમાંથી અત્તર સિદ્ધ કરવું

જેના માટે ગંધ બનાવવાનો છે, તે અનુસાર ‘કયા ગુલાબના ફૂલનો ઉપયોગ કરવો ?’, એ નક્કી કરવું પડે છે, ઉદા. રાગ ‘લલત’ આ ભક્તિરસપ્રધાન રાગ છે. તેથી ભગવાનને ચડાવેલાં ગુલાબનો મેં તેમાં ઉપયોગ કર્યો. આ રાગ ભક્તિરસપ્રધાન છે અને તે આર્તભાવ નિર્માણ કરનારો પણ હોવાથી ભક્તિરસ જે ગંધમાંથી વ્‍યક્ત થાય છે, તે ચંદનનો ઉપયોગ પણ મેં તેમાં કર્યો. એટલે ગુલાબ અને ચંદન આ બન્‍નેનું મિશ્રણ કરીને લલત રાગનું અત્તર સિદ્ધ કર્યું.

૬ આ. દેસ રાગનું અત્તર સિદ્ધ કરતી વેળાએ ઉદ (વિભૂતિ) અને ગુલાબ આ બન્‍નેનું મિશ્રણ કરવું

રાગ ‘દેસ’ કહીએ કે હિમાચલ પ્રદેશ, હિમાલયમાંના બરફના ડુંગરા અને ત્‍યાંનો નિસર્ગ ઇત્‍યાદિ દૃશ્‍યો આંખો સામે તરવરી ઊઠે છે. ખમાજ અથવા પહાડી રાગ કહીએ કે કાશ્‍મીરનું સૌંદર્ય આંખો સામે તરવરે છે. ઉદા. આ ડુંગરાળ પ્રદેશમાં આવનારા ગંધ સાથે સંબંધિત છે અને દેસ રાગ મધુર હોવાથી તેમાં ગુલાબનો પણ અંતર્ભાવ કર્યો છે. તેથી વિભૂતિ અને ગુલાબ આ બન્‍નેનું મિશ્રણ કરીને દેસ રાગનું અત્તર સિદ્ધ કર્યું.

એટલે એકાદ રાગનું અત્તર બનાવતી વેળાએ તેમાં ૨ – ૩ સુગંધોનું મિશ્રણ કર્યું છે. બે બાબતો આપણને એકજ અનુભૂતિ પ્રદાન કરી શકે છે.

 

૭. પ્રત્‍યેક ઇંદ્રિય એકજ અનુભૂતિ
આપે છે અને એક મર્યાદા પછી તે અનુભૂતિ અવ્‍યક્ત
સ્‍વરૂપમાં પ્રાપ્‍ત થઈને અંતમાં એકજ ભાવ મનમાં જાગૃત રહેવો

સંત જ્ઞાનેશ્‍વર રચિત એક કડવું છે,
 ऐका रसाळपणाचिया लोभा । कीं श्रवणींचि होति जिभा ।
बोले इंद्रियां लागे कळंभा । एकमेकां ॥
  જ્ઞાનેશ્‍વરી, અધ્‍યાય ૬, કડવું ૧૬
અર્થ

તેવી જ રીતે યાદ રાખજો કે, ભાષાના રસપાનના લોભથી શ્રવણેંદ્રિયોના ઠામે રસનેદ્રિયો આવશે અને આ ભાષાથી ઇંદ્રિયોમાં પરસ્‍પર ઝગડા ચાલુ થશે.

સ્‍પષ્‍ટીકરણ

ગીતાનું એટલું સુંદર નિરૂપણ ચાલુ છે કે, ગીતાનો રસ ગ્રહણ કરવા માટે આ મધુર લોભ માટે જીભને કાન બનવું છે. સર્વ ઇંદ્રિયોને જ કાન બનવું છે.

આ કડવું આપણને ઘણુંબધું કહી જાય છે. પ્રત્‍યેક ઇંદ્રિય આપણને અંતે તો એકજ અનુભૂતિ આપે છે. આ અનુભૂતિ તમે આંખ દ્વારા લો, દૃષ્‍ટિક્ષેપમાંથી તેનો રસ ગ્રહણ કરો અથવા કાન, નાસિકા અને સ્‍પર્શ દ્વારા લો, અંતે એક મર્યાદા પછી આ અનુભૂતિ અવ્‍યક્ત થઈને અંતે એકજ ભાવ આપણા મનમાં જાગૃત કરે છે. તે આપણને મનની એક સ્‍થિતિમાં લઈ જાય છે. તે વસ્‍તુનું તે અંતિમ લક્ષ્ય છે. ગંધનું પણ તેમજ છે. ‘ગંધ લીધા પછી આપણા મનને શું જણાય છે ?’, તે મહત્વનું છે.

શ્રી. આનંદ જોગ, પુના (ડિસેમ્‍બર ૨૦૧૮)

Leave a Comment