સપ્તલોકની સંકલ્પના પર આધારિત અને પ્રગત સ્થાપત્યશાસ્ત્રનું ઉદાહરણ રહેલું ઇંડોનેશિયા ખાતેનું પરબ્રહ્મ મંદિર ! (પૂર્વાર્ધ)

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળના નેતૃત્વ હેઠળ મહર્ષિ અધ્યાત્મ
વિશ્વવિદ્યાલયના જૂથનો ઇંડોનેશિયા ખાતેનો અભ્યાસ-ભ્રમણ વૃત્તાંત

 

સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ
પરબ્રહ્મ મંદિરનો ભવ્ય પરિસર
એકબીજામાં ભરાવવા માટે (‘ઇંટરલૉકિંગ’ માટે) વિશિષ્ટ આકારમાં કાપેલો મંદિરમાંનો પત્થર
પરબ્રહ્મ મંદિર સમૂહમાંનું એક મંદિર. ભૂકંપ સમયે આ મંદિરનો એક કલશ ગર્ભગૃહમાં પડવાને બદલે બહારની બાજુએ પડ્યો. (તે સ્થળનું છાયાચિત્ર ચોરસમાં દેખાય છે.) ઉપરના ચોરસમાં પડેલો કલશ
શિવજીનું વાહન નંદી
સૂર્યદેવતા
ચંદ્રદેવતા
મંદિરની રચનામાં કંડારેલું સ્વર્ગલોકનું પ્રતીક રહેલું ૧. કલ્પવૃક્ષ, ૨. કિન્નર-કિન્નરી અને ભૂલોકના પ્રતીક રહેલા ૩. પક્ષી
મંદિરની રચનામાં કંડારેલું સ્વર્ગલોકનું પ્રતીક રહેલું ૧. કલ્પવૃક્ષ, ભૂલોકના પ્રતીક રહેલા ૨. વાંદરાઓ અને ૩. પક્ષી
સ્વર્ગલોકનું ચિત્ર કંડારતી વેળાએ યક્ષ, ગંધર્વ, અપ્સરા, દેવતાઓની કંડારેલી મૂર્તિઓ

૧૫મી સદી સુધી ઇંડોનેશિયામાં હિંદુ રાજાઓનું રાજ્ય હતું. એક સમયે સમગ્ર જગતમાં ફેલાયેલી હિંદુ સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને તેમની સાથે ૪ વિદ્યાર્થી સાધકો હાલમાં ઇંડોનેશિયા ભ્રમણ કરી રહ્યા છે. તેમણે ભેટ લીધેલા સ્થળોની વિશિષ્ટતાઓ, માન્યવરોની લીધેલી ભેટ અને ત્યાંની હિંદુ સંસ્કૃતિના પદચિહ્નો દર્શાવનારો આ લેખ !

‘ભારતથી ૪ સહસ્ર કિ.મી. દૂર રહેલા ઇંડોનેશિયામાં પહેલેથી જ હિંદુ સંસ્કૃતિ કેવી રીતે વિદ્યમાન હતી, તે અમને નજીકથી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તે માટે અમે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.’ – સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય

 બાંધકામમાં સિમેંટનો ઉપયોગ કરવાને બદલે વિશિષ્ટ
પદ્ધતિથી એકબીજામાં કરોડો પત્થર ભરાવીને મંદિર બાંધવું

‘ઇંડોનેશિયા સ્થિત યોગ્યકર્તા ગામમાં આવેલા પરબ્રહ્મ મંદિર માટે કરોડો પત્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘તે સમયમાં આ માટે કયું તંત્રજ્ઞાન ઉપયોગમાં લેવાયું હશે ?’, ‘આટલી મોટી સંખ્યામાં પત્થર ક્યાંથી લઈ આવ્યા હશે ?’, આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. માર્ગદર્શકને (‘ગાઈડ’ને) પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘‘પાછળ એક વહેતી નદી છે, ત્યાંથી પત્થર લઈ આવ્યા હશે.” કરોડો પત્થર લઈ આવવા અને તેના દ્વારા મંદિર બાંધવું, તેના પરથી ત્યારનું તંત્રજ્ઞાન કેટલું પ્રગલ્ભ હશે’, એ ધ્યાનમાં આવે છે. મંદિરનો પરિસર ઘણો મોટો છે, તેમજ મંદિરનો કલશ પુષ્કળ ઊંચે છે. વિશેષ એટલે મંદિરના બાંધકામમાં ક્યાંય પણ સિમેંટનો ઉપયોગ કર્યો હોય, તેમ લાગતું નથી. બધે જ ‘ઇંટરલૉકિંગ’ પદ્ધતિ છે. (છાયાચિત્ર ક્રમાંક ૧ જુઓ) પત્થર એકબીજામાં વિશિષ્ટ રીતે ભરાવી દીધા છે. આવી રચનાને કારણે મંદિર સાત્ત્વિક દેખાય છે. આના પરથી ‘આપણા પૂર્વજો કેટલા હોંશિયાર હતા’, તે ધ્યાનમાં આવે છે.

 ‘નૈસર્ગિક આપત્તિ સમયે પણ મૂર્તિની હાનિ થાય નહીં’, એ રીતે કરેલી મંદિરની રચના

અહીં શિવસ્વરૂપ રહેલો અને જીવિત જ્વાલામુખી ‘મેરાપી’ પર્વત છે. તેમાંથી સતત રાખ અને ધુમાડો બહાર ફેંકાતો હોય છે. આ જ્વાલામુખી વર્ષ ૧૦૦૬માં જાગૃત થયો હતો. તે સમયે ‘યોગ્યકર્તા’ ગામના પરિસરમાં ભૂકંપ થયો હતો. તેને કારણે ઘણાં નાનાં નાનાં મંદિરો પડી ગયાં. ત્યાર પછી વર્ષ ૧૫૬૪માં જ્વાલામુખીનો ઉદ્રેક થઈને ભૂકંપ થયો, ત્યારે પણ મંદિરોને ધક્કા બેઠા હતા. ત્યાર પછી વર્ષ ૨૦૦૬માં થયેલા ભૂકંપમાં ફરીવાર ત્યાંનાં કેટલાંક મંદિરો પડી ગયાં. માર્ગદર્શકે કહ્યું કે, જ્યારે ભૂકંપમાં મંદિરનું શિખર પડી ગયું, ત્યારે તે મંદિરના ગર્ભગૃહમાં પડવાને બદલે બન્ને બાજુએ વિખેરાઈને પડ્યું. તેને કારણે મંદિરમાંની મૂર્તિને કોઈપણ પ્રકારની હાનિ પહોંચી નહીં. (છાયાચિત્ર ક્રમાંક ૨ જુઓ) આ પદ્ધતિથી આ મંદિરની રચના કરી હતી. ‘આપત્કાળ ભલે આવે, તો પણ ભગવાનની મૂર્તિને કાંઈ હાનિ થવી જોઈએ નહીં’, એ જાણ તે કાળના લોકોને હતી. ‘મંદિર ફરીવાર બાંધી શકાશે; પણ મૂર્તિમાં પધારેલું દેવત્વ ટકાવી રાખવું ઘણું કઠિન હોય છે’, આટલો વ્યાપક વિચાર અત્રે કરેલો જોવા મળે છે.’

  દેવતાના વાહનનું પણ પ્રચંડ મોટું મંદિર !

પરબ્રહ્મ મંદિર જોતી વેળાએ દેવતાના મંદિરની સામે તે તે દેવતાના વાહનનું મોટું મંદિર, એવી રચના દૃષ્ટિગોચર થઈ. ઉદા. વિષ્ણુનું વાહન ગરૂડ, શિવજીનું વાહન નંદી (પોઠિયો), બ્રહ્મદેવનું વાહન હંસ તેઓ માટે પણ અહીં પ્રચંડ મોટાં મંદિરો બાંધ્યા છે. ‘આપણા પૂર્વજોએ વાહનોને પણ દેવતા સમાન જ માન્યા છે. ખાસ એટલે અહીંના નંદીના દેવાલયની બાજુમાં પણ સૂર્ય અને ચંદ્રની મૂર્તિઓ જોવા મળે છે. (છાયાચિત્ર  ‘અ’  જુઓ)  ‘જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે, ત્યાં સુધી સદર મંદિરો અથવા મહત્ત્વ સમગ્ર જગતમાં ટકી રહે’ , એવી તેની પાછળ ત્યારના લોકોની શ્રદ્ધા હતી. કેટલી આ વિચારોમાંની વિશાળતા ! હવે શિવજીના મંદિરની સામે એક નાનો પોઠિયો હોય છે, એટલી આપણી વૃત્તિ સંકુચિત બની ગઈ છે.

  આધ્યાત્મિક દૃષ્ટિકોણ રાખીને સપ્તલોક જેવી કરેલી મંદિરની રચના

મંદિરની રચના સપ્તલોક જેવી કરી છે. નીચેના પત્થરોનો થર ભૂ, ભુવર્ અને સ્વર્ગલોક સાથે સંબંધિત છે. ત્યાર પછીના ઉપર-ઉપરના સ્તર પર દેવતા અને કેટલાક ઋષિમુનિઓ ની મૂર્તિઓ છે. કલશ એટલે સત્યલોક છે. સ્વર્ગલોક બતાવતી વેળાએ તેમણે કલ્પવૃક્ષ બતાવ્યું છે. તેની નીચે તેમણે કિન્નર-કિન્નરી, યક્ષ, ગંધર્વ, અપ્સરા ઇત્યાદિ દેવતા બતાવી છે. (છાયાચિત્ર  ‘આ’  જુઓ) કલ્પવૃક્ષ એટલે સર્વ સુખો પ્રદાન કરનારું વૃક્ષ. સ્વર્ગમાં સર્વ સુખો મળે છે, તેના પ્રતીક તરીકે કલ્પવૃક્ષ બતાવ્યું છે. તે સુખ દેનારી દેવતા, તેમના ગણ એટલે કિન્નર-કિન્નરી, યક્ષ, ગંધર્વ એવી સર્વ મૂર્તિઓ કંડારી છે. (છાયાચિત્ર  ‘ઈ’  જુઓ) સ્વર્ગલોકનું પ્રતીક રહેલા કલ્પવૃક્ષ પર ભૂલોકના પ્રતીક તરીકે પશુપક્ષી અને કેટલાક વાંદરાં કંડાર્યા છે. (છાયાચિત્ર  ‘ઇ’  જુઓ) આ રીતે આધ્યાત્મિક દૃષ્ટિકોણ રાખીને મંદિરોની રચના કરી છે.

 – (સદગુરુ) સૌ. અંજલી ગાડગીળ, ઇંડોનેશિયા.

Leave a Comment