કાળા અને ધોળા રંગના પહેરવેશનું આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધક પર થનારું પરિણામ

‘યુ.ટી.એસ્. (યુનિવર્સલ થર્મો સ્કૅનર)’ ઉપકરણ દ્વારા ‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયે’ કરેલું વૈજ્ઞાનિક પરીક્ષણ

‘ઈશ્વરનિર્મિત સૃષ્ટિએ રંગબેરંગી શણગાર સજ્યા છે. ભૂમિ કથ્થાઈ રંગથી, જ્યારે વૃક્ષ-લતાઓ લીલા રંગથી સજ્જ છે. ‘જો આપણા જીવનમાં રંગ ન હોત, તો… ’એવી કલ્પના એક ક્ષણ માટે કરી જુઓ. જો તેમ થયું હોત, તો જીવન નિરસ બની ગયું હોત. ધોળો રંગ સપ્તરંગોને સમાવી લેનારો રંગ છે. હમણાથી સમાજમાં કાળા રંગનું આકર્ષણ પુષ્કળ પ્રમાણમાં વધતું જોવા મળે છે. કાળો અને ધોળો આ રંગો પરસ્પર વિરોધી ગુણધર્મ દર્શાવનારા રંગો છે. ‘તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકે કાળો અને ધોળો આ રંગોના પહેરવેશ પરિધાન કરવાથી તેમના પર શું પરિણામ થાય છે ?’ આ બાબતનો વૈજ્ઞાનિક દષ્ટિએ અભ્યાસ કરવા માટે એક પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ માટે ‘યુ.ટી.એસ્. (યુનિવર્સલ થર્મો સ્કૅનર)’ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો. ૧૦ અને ૧૨ નવેંબર ૨૦૧૭ના દિવસે રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણનું સ્વરૂપ, નિરીક્ષણો અને તેનું વિવરણ આગળ જણાવ્યું છે.

વાચકોને સૂચના :

આ લેખમાંના ‘યુ.ટી.એસ્. ઉપકરણનો પરિચય’ ‘ઉપકરણ દ્વારા કરવાના પરીક્ષણોમાંના પરિબળોનું વિવરણ’, ‘પરિબળોના પ્રભામંડળનું માપન’, ‘પરીક્ષણની પદ્ધતિ’ અને ‘પરીક્ષણમાં સમાનતા આવવા માટે લીધેલી દક્ષતા’ આ હંમેશના સૂત્રો સનાતનના સંકેતસ્થળના (www.sanatan.org/gujarati/૧૬૦૮.html) લિંક પર આપ્યા છે.

 

૧. પરીક્ષણનું સ્વરૂપ

આ પરીક્ષણમાં ૧૦.૧૧.૨૦૧૭ના દિવસે તીવ્ર આધ્યાત્મિક ત્રાસ (નોંધ) ધરાવતા સાધકની તેના હંમેશના પહેરવેશમાં યુ.ટી.એસ્. ઉપકરણ દ્વારા નિરીક્ષણોની નોંધ કરવામાં આવી. ત્યાર પછી તેને ૨૦ મિનિટ સુધી કાળો પહેરવેશ પરિધાન કરવા માટે કહેવામાં આવ્યું. ત્યાર પછી ફરી એકવાર તેના નિરીક્ષણોની નોંધ કરવામાં આવી. ૧૨.૧૧.૨૦૧૭ના દિવસે તે સાધકની ફરી એકવાર તેના હંમેશના પહેરવેશમાં નિરીક્ષણોની નોંધ કરવામાં આવી. ત્યાર પછી તેને ૨૦ મિનિટ સુધી ધોળો પહેરવેશ પરિધાન કરવા માટે કહેવામાં આવ્યું. ત્યાર પછી ફરી એકવાર તેના નિરીક્ષણોની નોંધ કરવામાં આવી. આ નિરીક્ષણોનો તુલનાત્મક અભ્યાસ કર્યા પછી ‘કાળા અને ધોળા રંગોના પહેરવેશ પરિધાન કરવાથી તે સાધક પર તેનું શું પરિણામ થયું ?’ તે અહીં આપ્યું છે.

નોંધ – આધ્યાત્મિક ત્રાસ

આધ્યાત્મિક ત્રાસ હોવો, એટલે વ્યક્તિમાં નકારાત્મક સ્પંદનો હોવા. વ્યક્તિમાં નકારાત્મક સ્પંદનો ૫૦ ટકા અથવા તેનાથી વધુ પ્રમાણમાં હોય, તો તેને તીવ્ર ત્રાસ કહેવાય છે. નકારાત્મક સ્પંદનો ૩૦ થી ૪૯ ટકા એટલે મધ્યમ ત્રાસ, જ્યારે ૩૦ ટકા કરતાં ઓછા હોવા, એટલે મંદ આધ્યાત્મિક ત્રાસ હોય છે. આધ્યાત્મિક ત્રાસ પ્રારબ્ધ, પૂર્વજોના ત્રાસ ઇત્યાદિ આધ્યાત્મિક સ્તર પરનાં કારણોને લીધે થાય છે. આધ્યાત્મિક ત્રાસનું નિદાન સંત અથવા સૂક્ષ્મ સ્પંદનો જાણી શકનારા સાધકો કરી શકે છે.

 

૨. નિરીક્ષણો અને તેમનું વિવેચન

૨ અ. તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકે
કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તેના પર થયેલું પરિણામ

૨ અ ૧. નકારાત્મક ઉર્જા બાબતે નિરીક્ષણોનું વિવેચન

કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાંની નકારાત્મક ઉર્જામાં વૃદ્ધિ થવી : કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવા પહેલાં તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઉર્જા પૂર્ણરીતે હતી (સ્કૅનરનો ૧૮૦ અંશનો ખૂણો થયો હતો.) અને તેનું પ્રભામંડળ ૩૦ સેં.મી. આવ્યું. તે સમયે તે સાધકમાં ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ નકારાત્મક ઉર્જા જરા પણ નહોતી. તેણે કાળા રંગનો પહેરવેશ ૨૦ મિનિટ સુધી પરિધાન કર્યા પછી તેનામાંની ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઉર્જાનું પ્રભામંડળ ૧૪ સેં.મી. થી વધ્યું, તેમજ તેનામાં ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ નકારાત્મક ઉર્જા પણ નિર્માણ થઈ. તે સમયે યુ.ટી.એસ્. સ્કૅનરનો ખૂણો ૧૭૦ અંશ થયો. આ નકારાત્મક ઉર્જાનું પ્રભામંડળ માપી શકાયું નહીં. (સ્કૅનરની ભુજાઓ જો ૧૮૦ અંશ ખૂણામાં ખૂલે, તો આપણે પ્રભામંડળ માપી શકીએ.)

૨ અ ૨. સકારાત્મક ઉર્જાના સંદર્ભમાં નિરીક્ષણોનું વિવેચન

કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવા પહેલાં અને પરિધાન કર્યા પછી પણ તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવનારા સાધકમાં સકારાત્મક ઉર્જા જરા પણ જોવા મળી નહીં.

૨ અ ૩. સાધકના પ્રભામંડળ વિશે નિરીક્ષણોનું વિવેચન

તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવનારા સાધકે કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તેનું પ્રભામંડળ ૮ સેં.મી. થી ઓછું થવું : કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવા પહેલાં સાધકનું પ્રભામંડળ ૪૨ સેં.મી. હતું. તેણે કાળા રંગનો પહેરવેશ પરિધાન કર્યા પછી તેનું પ્રભામંડળ ૮ સેં.મી. ઓછું થઈને ૩૪ સેં.મી. થયું.

ઉપરના સૂત્રો વિશેનું અધ્યાત્મશાસ્ત્રીય વિશ્લેષણ ‘સૂત્ર ૩ અ’માં આપ્યું છે.

૨ આ. તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવનારા સાધકે ધોળા
રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તેના પર થયેલું પરિણામ

૨ આ ૧. નકારાત્મક ઉર્જા બાબતે નિરીક્ષણોનું વિવેચન

ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાંની ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઉર્જા પૂર્ણરીતે નષ્ટ થવી અને ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ આ નકારાત્મક ઉર્જા ન્યૂન થવી : ધોળા રંગનો પોશાક પરિધાન કર્યા પહેલાં તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાંની ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઉર્જા પૂર્ણરીતે હતી (સ્કૅનરનો ૧૮૦ અંશનો ખૂણો થયો હતો.) અને તેનું પ્રભામંડળ ૪૦ સેં.મી. આવ્યું. તેમજ તેનામાં ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ નકારાત્મક ઉર્જા પણ પૂર્ણ રીતે હતી અને તેનું પ્રભામંડળ ૪૧ સેં.મી. હતું. તેણે ધોળા રંગનો પહેરવેશ ૨૦ મિનિટ સુધી પરિધાન કર્યા પછી તેનામાંની ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઉર્જા પૂર્ણરીતે નષ્ટ થઈ. તેમજ તેનામાં ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ નકારાત્મક ઉર્જા પણ ઓછી થઈ. તે સમયે યુ.ટી.એસ્. સ્કૅનરનો ખૂણો ૧૬૦ અંશ થયો.

૨ આ ૨. સકારાત્મક ઉર્જાના સંદર્ભમાં નિરીક્ષણોનું વિવેચન

ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાંની સકારાત્મક ઉર્જામાં સંપૂર્ણ વૃદ્ધિ થવી અને તેનું પ્રભામંડળ ૩૯ સેં.મી. હોવું : ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવા પહેલાં તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં થોડા પ્રમાણમાં સકારાત્મક ઉર્જા હતી. તે સમયે સ્કૅનરે ૧૧૦ અંશનો ખૂણો બતાવ્યો. તેણે ધોળા રંગનો પોશાક પરિધાન કર્યા પછી તેનામાંની સકારાત્મક ઉર્જામાં સંપૂર્ણ વૃદ્ધિ થઈ અને તેનું પ્રભામંડળ ૩૯ સેં.મી. થયું.

૨ આ ૩. સાધકના પ્રભામંડળ વિશે નિરીક્ષણોનું વિવેચન

તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવનારા સાધકે ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તેનું પોતાનું પ્રભામંડળ ૩ સેં.મી. થી ઓછું થવું

ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવા પહેલાં સાધકનું પ્રભામંડળ ૪૪ સેં.મી. હતું. તેણે ધોળા રંગનો પહેરવેશ પરિધાન કર્યા પછી તેનું પ્રભામંડળ ૩ સેં.મી. ઓછું થઈને ૪૧ સેં.મી. થયું.ઉપરના સૂત્રો વિશેનું અધ્યાત્મશાસ્ત્રીય વિશ્લેષણ ‘સૂત્ર ૩ આ’માં આપ્યું છે.

 

૩. નિરીક્ષણો પરનું અધ્યાત્મશાસ્ત્રીય વિશ્લેષણ

૩ અ. તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકે કાળા
રંગનો પહેરવેશ પરિધાન કર્યા પછી તેના પર થયેલા પરિણામનું વિશ્લેષણ

૩ અ ૧. કાળા રંગની વિશિષ્ટતા

કાળા રંગમાં વાતાવરણમાંના તમોકણ (નકારાત્મક સ્પંદનો) ગ્રહણ કરવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. ઈશ્વરે નિર્માણ કરેલો કાળો રંગ છોડતાં અન્ય સર્વ રંગો એકબીજામાં ભળી જાય છે. તેમના એકબીજામાં ભળવાથી ત્રીજા રંગની નિર્મિતિ થાય છે; પણ કાળા રંગમાં રહેલા તમોગુણી જડત્વને કારણે તે અન્ય રંગમાં ભળી શકતો નથી. તે કાળો જ રહે છે. તેને કારણે કાળા રંગ ભણી જોયા પછી ભારે લાગે છે. (સંદર્ભ : સનાતનનો ગ્રંથ : ‘કપડાં આધ્યાત્મિક દૃષ્ટિએ કેવાં હોવા જોઈએ ?’)

૩ અ ૨. કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી થયેલું પરિણામ
૩ અ ૨ અ. કાળા રંગના પહેરવેશ ભણી નકારાત્મક સ્પંદનો આકર્ષિત થવાથી તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવનારા સાધકમાંની નકારાત્મક ઉર્જા વધવી અને તેનામાં અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ નિર્માણ થવું

આ પરીક્ષણમાં તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકે કાળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તેના ભણી આકર્ષિત થયેલાં વાતાવરણમાંના નકારાત્મક સ્પંદનોને કારણે તેનામાંની ‘ઇન્ફ્રારેડ’ આ નકારાત્મક ઉર્જા વધી. કાળા કપડાંનું થયેલું હજી વધુ એક પરિણામ એટલે તે સાધકમાં ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ નકારાત્મક ઉર્જા પણ નિર્માણ થઈ. આ નકારાત્મક ઉર્જા અનિષ્ટ શક્તિનું પ્રત્યક્ષ અસ્તિત્વ દર્શાવે છે. તેનો અર્થ કાળા કપડાંને કારણે તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં અનિષ્ટ શક્તિ પ્રત્યક્ષમાં આવી. તેના પરથી ધ્યાનમાં આવે છે કે, કાળા કપડાં પરિધાન કરવાથી કેટલી મોટી હાનિ થાય છે અને આપણે સહજ રીતે અનિષ્ટ શક્તિના સકંજામાં કેવી રીતે સપડાઈએ છીએ.

૩ અ ૨ આ. તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકનું પ્રભામંડળ હજી ઓછું થવું

સામાન્ય વ્યક્તિ અથવા વસ્તુનું પ્રભામંડળ સામાન્ય રીતે ૧ મીટર હોય છે. સાધક નિયમિત રીતે સાધના કરતા હોવાથી તેમનું પ્રભામંડળ સામાન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે. અધ્યાત્મમાં ઉન્નતિ કરેલા લોકોનું પ્રભામંડળ ૪-૫ મીટર હોય છે. પરીક્ષણમાં સહભાગી થયેલા સાધકને તીવ્ર આધ્યાત્મિક ત્રાસ હોવાથી તેનું પ્રભામંડળ પુષ્કળ ક્ષીણ થઈને તે સામાન્ય વ્યક્તિ કરતાં પણ ઓછું (૦.૪૨ મીટર) હતું. કાળા કપડાં પરિધાન કરવાથી તે સાધકમાંની નકારાત્મક ઉર્જા વધારે થવાથી તેનું પ્રભામંડળ હજી ઓછું થઈને ૦.૩૪ મીટર થયું.

૩ આ. ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી થયેલું પરિણામ

૩ આ ૧. ધોળા રંગની વિશિષ્ટતાઓ

ધોળો રંગ નિર્ગુણનું પ્રતીક છે. તે રંગ ભણી દીર્ઘકાળ જોયા પછી મન નિર્વિચાર થાય છે. ધોળા રંગના કપડાં પરિધાન કરવાથી વ્યક્તિના શરીર, મન અને બુદ્ધિ પરના નકારાત્મક સ્પંદનોનું આવરણ દૂર થાય છે અને તેના મનને ઉત્સાહ જણાય છે. સંદર્ભ  સનાતનનો ગ્રંથ : ‘કપડાં આધ્યાત્મિક દૃષ્ટિએ કેવાં હોવા જોઈએ ?’

૩ આ ૨. ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધક પર નિર્ગુણ તત્ત્વના ઉપાય થઈને તેનામાંની નકારાત્મક ઉર્જા નષ્ટ થવી અને અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ પણ ન્યૂન થવું

તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકે ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવા પહેલાં તેનામાં નકારાત્મક ઉર્જા પુષ્કળ હતી, તેમજ તેનામાં અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ પણ હતું, આ બાબત તેનામાં રહેલી ક્રમવાર ‘ઇન્ફ્રારેડ’ નકારાત્મક ઉર્જાના ૦.૪૦ મીટર પ્રભામંડળ પરથી તેમજ ‘અલ્ટ્રાવ્હાયોલેટ’ નકારાત્મક ઉર્જાની ૦.૪૧ મીટર પ્રભામંડળ પરથી ધ્યાનમાં આવે છે. તે સાધકે ધોળો પહેરવેશ પરિધાન કર્યા પછી તેના પર નિર્ગુણ તત્ત્વના ઉપાય થઈને તેનામાં રહેલાં નકારાત્મક સ્પંદનોનું વિઘટન થયું. તેને કારણે તેનામાંની ‘ઇન્ફ્રારેડ’ આ નકારાત્મક ઉર્જા પૂર્ણ રીતે નષ્ટ થઈ, તેમજ તેનામાં રહેલી અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ પણ ન્યૂન થયું.

૩ આ ૩. ધોળા રંગના પહેરવેશને કારણે તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધક પર આધ્યાત્મિક ઉપાય થઈને તેનામાં માપી શકાય એટલું સકારાત્મક ઉર્જા પ્રભામંડળ નિર્માણ થવું

તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં પરીક્ષણના આરંભમાં પુષ્કળ નકારાત્મક ઉર્જા હોવા છતાં પણ થોડા પ્રમાણમાં સકારાત્મક ઉર્જા પણ હતી, આ વિશેષ છે. તેને ‘ધોળા રંગના કપડાં પહેરવાનો પ્રયોગ કરવાનો છે’, તેની જાણ હતી. તેના મનમાં ધોળા કપડાં વિશેના વિચારોને કારણે તેનામાં થોડા પ્રમાણમાં સકારાત્મક ઉર્જા નિર્માણ થઈ. આ બાબત અધ્યાત્મમાં રહેલા સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને તેમની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે આ સિદ્ધાંત અનુસાર થઈ. ધોળા કપડાંને કારણે તે સાધક પર આધ્યાત્મિક ઉપાય થઈને તેનામાં માપી શકાય એટલું સકારાત્મક ઉર્જા પ્રભામંડળ નિર્માણ થયું.

૩ આ ૪. તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકે ધોળા રંગનો પહેરવેશ પરિધાન કરવાથી તેનું ત્રાસદાયક શક્તિથી ભારિત રહેલું પ્રભામંડળ ન્યૂન થવાથી તેનું પ્રભામંડળ ઓછું થવું

તીવ્ર આધ્યાત્મિક ત્રાસ ધરાવતા સાધકમાં પરીક્ષણના આરંભમાં પુષ્કળ નકારાત્મક ઉર્જા હતી, તેમજ તેનામાં અનિષ્ટ શક્તિનું અસ્તિત્વ પણ હતું. આ બન્નેનું પરિણામ તેના પ્રભામંડળ પર પણ થયું હતું અને તેનું પ્રભામંડળ ત્રાસદાયક શક્તિથી ભારિત થયું હતું. તે સાધકે ધોળો પહેરવેશ પરિધાન કર્યા પછી તેનું પ્રભામંડળ ઓછું થયું, અર્થાત્ તેના પર આધ્યાત્મિક ઉપાય થઈને તેનું ત્રાસદાયક શક્તિથી ભારિત રહેલું પ્રભામંડળ ન્યૂન થયું.’

– સૌ. મધુરા ધનંજય કર્વે, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા.
ઈ-મેલ : [email protected]