પ્રદોષ વ્રતનું મહાત્મ્ય

પ્રદોષ વ્રતનું મહત્ત્વ અને તેના કારણે થનારા લાભ

‘સુદ અને વદ પક્ષની બન્ને તેરસના દિવસે સૂર્ય આથમ્યા પછી ત્રણ ઘટિકાઓના કાળને ‘પ્રદોષ’ કહે છે.

 

   ૧. અર્થ

જીવે ગતજન્મે કરેલા પાપોને કારણે લાગેલા વિવિધ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે તેમજ શિવજીને પ્રસન્ન કરી લેવા માટે રાત્રિકાળ દરમિયાન કરવામાં આવતું વ્રત.

 

   ૨. સમયગાળો

૩ – ૧૨ વર્ષો અથવા આજન્મ

 

   ૩. વ્રત આરંભ કરવાનો ઉપયુક્ત સમયગાળો ઉત્તરાયણનો
આરંભ થયા પછી પ્રદોષ વ્રત કરવું વધારે ફળદાયી પુરવાર થાય છે.

 

   ૪. વ્રત કરવાનો કાલાવધિ

પ્રત્યેક મહિનાની સુદ તેમજ વદ ત્રયોદશીના દિવસે સૂર્ય આથમ્યા પછી ત્રણ ઘટિકાઓના (૧ ઘટિકા = ૨૪ મિનિટ, ૩ ઘટિકા = ૭૨ મિનિટ) ૭૨ મિનિટના કાળને  પ્રદોષ’ કહે છે. આ કાળમાં શિવોપાસના કરવી.

 

   ૫. પ્રદોષ વ્રતનું મહત્ત્વ

૫ અ. તેરસનો અંત થઈને ચૌદસનો આરંભ થવો

આ વ્રત તેરસની સમાપ્તિના સમયગાળામાં કરવાનું હોય છે. ત્યાર પછી તરત જ ચતુર્દશી તિથિનો આરંભ થાય છે. ત્રયોદશી તિથિના સ્વામી કામદેવ છે, જ્યારે ચતુર્દશી તિથિના સ્વામી શિવજી છે. સત્યયુગમાં શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કર્યા હતા. તેથી કામદેવ પર પણ શિવજીની જ અધિકાઈ છે. આ રીતે તેરસ અને ચૌદસ તિથિઓ પર શિવજીની અધિકાઈ છે અને આ સમયગાળામાં કરેલા પ્રદોષ વ્રતને કારણે શિવશંકર ઉપાસકો પર વહેલા પ્રસન્ન થાય છે.

૫ આ. સંધિકાલીન ઉપાસના

સુદ અને વદ પક્ષની બન્ને તેરસના દિવસે સૂર્ય આથમ્યા પછી ત્રણ ઘટિકાઓના કાળને ‘પ્રદોષ’ કહે છે. સાંજે કરેલા પ્રદોષ વ્રતને કારણે સંધિકાળમાં કરેલી શિવોપાસનાનું ફળ ઉપાસકને પ્રાપ્ત થાય છે.

૫ ઇ. શિવોપાસના માટે પૂરક કાળ

‘પ્રદોષ’ શિવોપાસના માટે પૂરક કાળ હોવાથી પ્રદોષ સમયે કરેલી શિવોપાસનાને કારણે એકસો ગણી ફળપ્રાપ્તિ થાય છે.

 

   ૬. પ્રદોષ વ્રતના લાભ

પ્રદોષ વ્રત કરવાથી આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રાસનું નિવારણ થઈને આનંદપ્રાપ્તિ થાય છે.

૬ અ. વિવિધ પ્રકારના ત્વચા રોગ

જ્વર (તાવ), વેદના (દુ:ખાવો) અને વિવિધ શારીરિક વ્યાધી તેમજ દુર્ધર રોગ દૂર થાય છે.

૬ આ. માનસિક

ચિડચિડ, છાંછિયાં કરવાં, મન:સ્તાપ, નિરાશા, શંકાશીલ વૃઢ્યિ અને ભયનો નાશ થાય છે તેમજ સમાધાન મળે છે.

૬ ઇ. બૌદ્ધિક

બુદ્ધિની પ્રગલ્ભતા વધીને સ્મરણશક્તિ તેમજ આકલન ક્ષમતા (ગ્રહણ શક્તિ) વધે છે.

૬ ઈ. આર્થિક

દરિદ્વ દૂર થઈને ધનપ્રાપ્તિ થાય છે.

૬ ઉ. સામાજિક

કુટુંબ અને સમાજની વ્યક્તિઓ સાથેના સંબંધો સારા થઈને કૌટુંબિક સુખ મળે છે તેમજ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

૬ ઊ. આધ્યાત્મિક

૬ ઊ ૧. વિવિધ નડતરો દૂર થવા

પૂર્વજોના લિંગદેહો, ભૂત, પિશાચ, ડાકણ, માંત્રિકના ત્રાસ, તેમજ વેતાળ, સાતઆસરા ઇત્યાદિ ક્ષુદ્રદેવતાઓના કોપ દૂર થઈને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.

૬ ઊ ૨. શિવકૃપાથી પાપક્ષાલન થવું

પ્રદોષ વ્રતની વિધિને કારણે ઉપાસકને પાપક્ષાલન માટે આવશ્યક શિવજીની કૃપા ઓછા સમયગાળામાં પ્રાપ્ત થાય છે અને તેનું પાપક્ષાલન ઝડપથી થાય છે.

૬ ઊ ૩. પ્રારબ્ધની તીવ્રતા ઓછી થઈને પ્રારબ્ધ સૌમ્ય બનવું

તીવ્ર પ્રારબ્ધ ભોગનારા શિવોપાસક જો શ્રદ્ધાથી પ્રદોષ વ્રત કરે, તો તેમના પ્રારબ્ધ ઓછા થઈને તે સૌમ્ય બને છે.

૬ ઊ ૪. પુણ્યપ્રાપ્તિ થઈને સુખ મળવું

પ્રદોષ વ્રત એકવાર કરવાથી શિવજીની સગુણ તત્ત્વની ઉપાસના થઈને ઉપાસકને શિવતત્ત્વનો લા થઈને પુણ્યપ્રાપ્તિ થાય છે. તેને કારણે શિવોપાસકને જીવનમાં સુખપ્રાપ્તિ થાય છે.

૬ ઊ ૫. પુણ્યસંચય થઈને મૃત્યુ પછી સદ્દગતિ મળવી

સાતત્યથી અનેક વર્ષ સુધી પ્રદોષ વ્રત કરવાથી શિવોપાસકનો પુણ્યસંચય થઈને તેને મૃત્યુ પછી સદ્દગતિ મળે છે.

૬ ઊ ૬. વિવિધ પ્રકારની મુક્તિ મળવી

આજન્મ પ્રદોષ વ્રત કરવાથી પ્રાપ્ત પુણ્યબળના આધાર પર શિવોપાસકને મૃત્યુ પછી સલોક, સમીપ અથવા સરૂપ મુક્તિ મળે છે.

૬ ઊ ૭. અનેક જન્મ ભાવપૂર્ણ રીતે પ્રદોષ વ્રત કરવાથી શિવોપાસક નિર્ગુણ ભણી ક્રમણ કરીને તેને મોક્ષપ્રાપ્તિ થવી

અનેક જન્મ ભાવપૂર્ણ રીતે પ્રદોષ વ્રત કરવાથી પ્રારબ્ધ સમાપ્ત થઈને સંચિત પણ નષ્ટ થવા લાગે છે. આવી રીતે અનેક જન્મ સુધી પ્રદોષ વ્રતનું પાલન (શિવોપાસના) કરવાથી અથવા ઉચ્ચલોકમાં ગયા પછી જીવનું ક્રમણ નિર્ગુણ ભણી થઈને તેને સાયુજ્ય મુક્તિ મળે છે અથવા મોક્ષપ્રાપ્તિ થાય છે.

 

   ૭. પ્રદોષ વ્રતના પ્રકાર

૭ અ. સમયગાળા અનુસાર પ્રદોષ વ્રતના પ્રકાર

નિયમિત રીતે ૩ – ૧૨ વર્ષ સુધી કરવામાં આવે છે. કેટલાક લોકો આજન્મ આ વ્રત કરે છે. વિશિષ્ટ સમયગાળા માટે પ્રદોષ વ્રત કરવાનું મહત્ત્વ આગળ આપ્યું છે.

સમય ત્રાસનું સ્વરૂપ કયા પ્રકારના પાપ માટે ઉપયુક્ત નષ્ટ થનારા પ્રારબ્ધનું સ્વરૂપ પ્રાપ્ત થનારું શિવજીનું તત્ત્વ ફળપ્રાપ્તિ
૩ વર્ષ શારીરિક અને માનસિક ઓછા મંદ સગુણ પાપક્ષાલન
૧૨ વર્ષ શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક અને સામાજિક મધ્યમ મધ્યમ સગુણ-નિર્ગુણ પુણ્યપ્રાપ્તિ
આજન્મ શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક વધારે તીવ્ર નિર્ગુણ-સગુણ પાપક્ષાલન, પુણ્યપ્રાપ્તિ અને મુક્તિ

 

સૂક્ષ્મ

વ્યક્તિના સ્થૂળ અર્થાત્ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર અવયવો નાક, કાન, આંખ, જીભ  અને ત્વચા, આ પંચજ્ઞાનેંદ્રિય છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપારનું અર્થાત્ ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્યક્તિઓને સદર ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ જણાય છે. આ ‘સૂક્ષ્મ’ જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં  આવેલો છે.

– કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૧.૫.૨૦૧૭, રાત્રે ૧૧.૦૩)