વિકાર-નિર્મૂલન માટે નામજપ ( ભાગ ૨ )

પૂર, ભૂકંપ, મહાયુદ્ધ ઇત્યાદિ ભીષણ
સંકટકાળમાં 
ડૉક્ટર,ઔષધિઓ ઇત્યાદિ
ઉપલબ્ધ ન હોય તે સમયે, તેમજ હંમેશ માટે પણ ઉપયુક્ત

સનાતનના ‘આગામી સંકટકાળની સંજીવની’ નામક
ગ્રંથમાળામાંનો નૂતન ગ્રંથ : વિકાર-નિર્મૂલન માટે નામજપ(હિંદી ભાષામાં)

ભાગ ૧

નામજપનું મહત્ત્વ અને તેના પ્રકારો પાછળનું અધ્યાત્મશાસ્ત્ર

ભાગ ૨

નામજપને કારણે દૂર થનારા વિકાર અને ઉપચારોની સૂચના

ભાગ ૩

વિકાર અનુસાર દેવતાઓના જપ, બીજમંત્ર ઇત્યાદિ

ગ્રંથના સંકલક 

પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલે અને પૂ. સંદીપ ગજાનન આળશી

સનાતન સંસ્થા ભાવિ સંકટકાળમાં સંજીવની તરીકે કાર્ય કરનારી ગ્રંથમાળાનું લોકાર્પણ કરી રહી છે. દિનાંક ૩૧.૭.૨૦૧૭ સુધી સદર ગ્રંથમાળા અંતર્ભૂત ૧૯ ગ્રંથો પ્રકાશિત થઈ ગયા છે. સદર માલિકામાંના ‘વિકાર-નિર્મૂલન માટે નામજપ-ઉપચાર (૩ ખંડ)’ (હિંદી ભાષામાં) આ ગ્રંથોનો પરિચય ૨ લેખ (પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ) દ્વારા કરાવી રહ્યા છીએ. આ નામજપ ઉપાયપદ્ધતિ કેવળ સંકટકાળની દૃષ્ટિએ જ નહીં, જ્યારે અમસ્તી પણ ઉપયુક્ત છે. વિગતવાર વિવેચન ગ્રંથમાં કર્યું છે. આ ગ્રંથના ત્રણેય ખંડો પણ વાચકોએ અવશ્ય સંગ્રહિત રાખવા.
(ઉત્તરાર્ધ)

 

૪. નામજપના વિવિધ પ્રકારોમાંથી
પોતાની પ્રકૃતિ અનુસાર વધારે ઉપયુક્ત નામજપ કેવી રીતે પસંદ કરવો ?

‘વિકાર-નિર્મૂલન માટે નામજપ-ઉપચાર (૩ ખંડ)’માં શારીરિક અને માનસિક વિકારોની સૂચિ આપી છે. પ્રત્યેક વિકાર માટે નામજપની આગળ આપેલા છ પ્રકાર અથવા છમાંથી કેટલાક પ્રકાર ક્રમવાર આ રીતે છે – ૧. દેવતાના નામજપ, ૨. પંચતત્ત્વોના નામજપ, ૩. શબ્દબ્રહ્મ, ૪. અક્ષરબ્રહ્મ, ૫. બીજમંત્ર અને ૬. અંકજપ

૪ અ. ‘કયા નામજપમાં મન વધારે પરોવાય છે’ તે
વિશે પ્રયોગ કરીને તે નામજપ ઉપાય માટે પસંદ કરવો !

નામજપના ઉપરોક્ત પ્રકારોમાંથી ‘દેવતાઓના નામજપ કરવા’ આ બાબત સર્વસામાન્ય રીતે બધાને સહેલી લાગે છે. તેનું કારણ એટલે તેમને દેવતાઓના નામો વધારે નજીકના લાગે છે, તેમજ તેમને ભગવાન પ્રત્યે થોડોઘણો ભાવ પણ હોય છે.ઉપરોક્ત પ્રકારોમાંથી પ્રત્યેક નામજપ સાધારણ રીતે અર્ધો કલાક કરી જોવો. પ્રત્યેક નામજપ કરી લીધા પછી ૨ – ૩ મિનિટ થોભવું અને પછી આગળનો નામજપ કરવો. પ્રયોગ ઘણું કરીને એકજ સમયે પૂર્ણ કરવો. તેમ ન બને તો, થોડા સમય પછી આગળનો પ્રયોગ કરીએ તો પણ ચાલે. જે નામજપ કરતી વેળાએ મનને વધારે સારું જણાય અથવા જે નામજપમાં મન વધારે પરોવાય, તે નામજપ ઉપાય માટે સર્વાધિક ઉપયુક્ત છે, તેમ સમજવું. કેટલીક વાર પ્રયોગમાં ૨ નામજપોના સંદર્ભમાં સરખું જ જણાય છે. આવા સમયે તે ૨ નામજપના સંદર્ભમાં ફરીવાર પ્રયોગ કરીને તેમાંનો ૧ નામજપ પસંદ કરવો.

૪ આ. જો એકાદ જપની સાધના પહેલાં થઈ હોય તો તે જ જપ કરવો !

એકાદ જપની, ઉદા. એકાદ બીજમંત્રની સાધના પહેલાં થઈ હોય, તો નામજપ વિશેના પ્રયોગ કરવાને બદલે સીધો તે જ જપ કરવો. ધારોકે, ૨ જપની સાધના પહેલાં થઈ ચૂકી હોય, તો તે ૨ જપના સંદર્ભમાં ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયોગ કરીને તેમાંથી ૧ નામજપ પસંદ કરવો. સાધના થઈ હોય તે જ જપ કરવાનો લાભ એવો કે, તે જપ વધારે શ્રદ્ધાથી થાય છે અને વધારે પરિણામકારી પણ પુરવાર થાય છે.

૪ ઇ. વિકાર જો ગ્રહપીડાને કારણે થયો હોય, તેની જાણ
હોય, તો પ્રાથમિકતાથી ગ્રહપીડા-નિવારણનો નામજપ કરવો !

કેટલીકવાર વ્યક્તિની જન્મકુંડલી અથવા નાડીભવિષ્યમાં વિશિષ્ટ ગ્રહપીડા અને તે અનુસાર રહેલા વિકારોનો ઉલ્લેખ કરેલો હોય છે. તે પ્રમાણે વ્યક્તિને જો વિકાર હોય, તો તેણે તે વિકારના નિર્મૂલન માટે અન્ય કોઈ નામજપ કરવાને બદલે ગ્રહપીડા દૂર કરી શકે તેવો નામજપ કરવો, તેના માટે લાભદાયક હોય છે. તેના કારણે આવી વ્યક્તિએ સૂત્ર ‘૪ અ’ માં આપ્યા પ્રમાણે નામજપ વિશે પ્રયોગ કરવાને બદલે ગ્રહપીડા નિવારણ માટે ઉપયુક્ત ૨ નામજપના સંદર્ભમાં જ પ્રયોગ કરીને તેમાંનો ૧ નામજપ પસંદ કરવો. ગ્રહપીડા નિવારણ માટે ઉપયુક્ત રહેલા નામજપની આગળ કૌંસમાં સૂચક નિર્દેશ કર્યો છે, ઉદા. ૐ ઘૃણિ સૂર્યાય નમ: -। / શ્રી સૂર્યદેવાય નમ: -। (ગ્રહ : સૂર્ય)

 


૫. વિકારો અનુસાર વિવિધ નામજપ, નામજપ સાથે સંબંધિત
મહાભૂતો (તત્ત્વો) અને કેટલાંક વિશેષ ન્યાસસ્થાનો (વિકારસૂચિ)

૫ અ. કેટલીક સૂચનાઓ

૧. મોટાભાગના નામજપની આગળ કૌંસમાં તે તે નામજપ સાથે સંબંધિત મહાભૂત (તત્ત્વ) આપ્યું છે. તે તત્ત્વ પરથી મુદ્રા અને ન્યાસ કેવી રીતે સમજી લેવો, એ બાબત સૂત્ર ‘૨’માં આપી છે. કેટલાક નામજપ આગળ ‘*’ ચિહ્ન આપ્યુ છે. તે નામજપ સમયે કરવાની મુદ્રા વિશેનું વિવેચન સૂત્ર ‘૨’માં કર્યું છે.

૨. ન્યાસસ્થાન (ન્યાસ કરવા માટેનું આવશ્યક સ્થાન) કેવી રીતે સમજી લેવું, એ સૂત્ર આપ્યું છે. વિકારસૂચિમાંના કેટલાક વિકારોમાં ‘વિશેષ ન્યાસસ્થાન’ આપ્યુ છે. તેનું પણ વિવેચન સૂત્ર ‘૨’માં કર્યું છે.

૫ આ. વિકારસૂચિ

૫ આ ૧. આંખોના વિકાર

અ. આંખોની બળાતરા થવી, આંખો લાલ થવી

શ્રીરામ જય રામ જય જય રામ -। (તેજ, વાયુ)

આ. બધા પ્રકારના આંખોના વિકાર

૧. શ્રીરામ જય રામ જય જય રામ (આપ), ૨. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: -। (તેજ), ૩. ૐ શં શઙ્ખિનીભ્યાન્ નમ: -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ), ૪. ૐ ઘૃણિ સૂર્યાય નમ: -। / શ્રી સૂર્યદેવાય નમ: -। (નોંધ) (ગ્રહ : સૂર્ય, તત્ત્વ : તેજ) ૫. ૐ શું શુક્રાય નમ: -। (ગ્રહ : શુક્ર, *), ૬. હ્રૂં (*) અને ૭. ૐ (આપ, તેજ)

નોંધ ‘વિકાર સૂર્ય ગ્રહની પીડાને કારણે થયો છે’, એની નક્કી જાણ હોય તો જ આ નામજપ કરવો, નહીંતર પર્યાયી નામજપ કરવો.

૫ આ ૨. નાકના વિકાર

અ. શરદી (સળેખમ)

૧. શ્રી ગણેશાય નમ: -। (પૃથ્વી) અને ૨. ગઁ (*)

આ. વારંવાર થનારી શરદી (સળેખમ)

૧. શ્રી ગણેશાય નમ: -। (પૃથ્વી, આપ), ૨. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: -। (તેજ), ૩. ધીમહિ (તેજ), ૪. ઊ (દેવતા : બ્રહ્મદેવ, *) અને ૫. ષટ્ (વાયુ)

વિશેષ ન્યાસસ્થાન 

સ્વાધિષ્ઠાનચક્રથી બે ઇંચ ઉપર

૫ આ ૩. રુધિરાભિસરણ સંસ્થાના વિકાર

અ. ઉચ્ચ રક્તદાબ

૧. ૐ નમો ભગવતે વાસુદેવાય -। (આપ, તેજ, વાયુ, આકાશ), ૨. ૐ વં વજ્રહસ્તાભ્યાન્ નમ: -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ), ૩. હ્રૂં (*), ૪. ૐ (આપ, તેજ) અને ૐ શાન્તિ: -। (*)

આ. ન્યૂન રક્તદાબ

૧. ૐ (આપ, તેજ) અને ૨. ૐ શાન્તિ: -। (*)

૫ આ ૪. શ્વસનસંસ્થાના વિકાર

અ. બધા પ્રકારની ઉધરસ 

૧. શ્રી વિષ્ણવે નમ: -। (દેવતા : શ્રીવિષ્ણુ, તત્ત્વ : આપ), ૨. શ્રી સૂર્યદેવાય નમ: -। (તેજ), ૩. હં (આકાશ) અને ૪. ૐ (આપ, તેજ)

આ. દમ (અસ્થમા)

૧. શ્રી વિષ્ણવે નમ: -। (દેવતા : શ્રીવિષ્ણુ, તત્ત્વ : આપ), ૨. શ્રી હનુમતે નમ: -। (વાયુ), ૩. ૐ નમ: શિવાય -। (આકાશ), ૪. શ્રી ચન્દ્રદેવાય નમ: -। / ૐ સોં સોમાય નમ: -। (ગ્રહ : ચંદ્ર, તત્ત્વ : આપ), ૫. ૐ શં શનૈશ્ચરાય નમ: -। (ગ્રહ : શનિ, *), ૬. શ્રી સૂર્યદેવાય નમ: -। (તેજ), ૭. ધીમહિ (તેજ), ૮. ઊ (દેવતા : બ્રહ્મદેવ, *), ૯. યં (વાયુ), ૧૦. હં (આકાશ), ૧૧. હ્રાં (*), ૧૨. હ્રૂં (*), ૧૩. ૐ (આપ, તેજ) અને ૧૪. ષટ્ (વાયુ)

વિશેષ ન્યાસસ્થાન  અનાહતચક્રથી એક ઇંચ ઉપર

૫ આ ૫. પચનસંસ્થાના વિકાર

અ. ભૂખ ન લાગવી 

૧. શ્રી ગણેશાય નમ: -। (પૃથ્વી), ૨. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: -। (તેજ), ૩. શ્રી અગ્નિદેવાય નમ: -। (તેજ), ૪. શ્રી સૂર્યદેવાય નમ: -। (તેજ), ૫. યો (તેજ), ૬. ઐ (દેવતા : શ્રી ગણપતિ, તત્ત્વ : પૃથ્વી), ૭. રં (તેજ), ૮. ૐ (આપ, તેજ), ૯. દ્વિમ્ (આપ, તેજ), ૧૦. સપ્તન્ (તેજ) અને ૧૧. અષ્ટન્ (પૃથ્વી)

વિશેષ ન્યાસસ્થાન 

સ્વાધિષ્ઠાનચક્ર

આ. પચનશક્તિ ઓછી હોવી (અગ્નિમાંદ્ય) 

૧. ૐ નમો ભગવતે વાસુદેવાય -। (આપ, તેજ, વાયુ, આકાશ), ૨. શ્રી વિઠ્ઠલાય નમ: -। (*), ૩. ૐ નમ: શિવાય -। (આકાશ), ૪. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: -। (તેજ), ૫. ૐ બુમ્ બુધાય નમ: -। (ગ્રહ : બુધ, *), ૬. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: – ૐ નમ: શિવાય -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ; દેવતા : શિવ, તત્ત્વ : આકાશ), ૭. શ્રી અગ્નિદેવાય નમ: -। (તેજ), ૮. શ્રી સૂર્યદેવાય નમ: -। (તેજ), ૯. શ્રી આકાશદેવાય નમ: -। (આકાશ), ૧૦. ખં (આકાશ), ૧૧. રં (તેજ), ૧૨. હં (આકાશ), ૧૩. હ્રાં (*), ૧૪. ૐ (આપ, તેજ), ૧૫. એકમ્ (આકાશ), ૧૬. દ્વિમ્ (આપ, તેજ) અને ૧૭. સપ્તન્ (તેજ)

ઇ. અજીરણ અથવા અપચન થવું 

૧. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: -। (તેજ), ૨. શ્રી અગ્નિદેવાય નમ: -। (તેજ), ૩. શ્રી સૂર્યદેવાય નમ: -। (તેજ), ૪. રં (તેજ) ૫. ૐ (આપ, તેજ), ૬. દ્વિમ્ (આપ, તેજ) અને ૭. સપ્તન્ (તેજ)

ઈ. જમવા પહેલાં ઉલટી જેવું થવું 

૧. ૐ નમ: શિવાય – શ્રી ગુરુદેવ દત્ત (દેવતા : શિવ, તત્ત્વ : આકાશ; દેવતા : દત્ત, તત્ત્વ : પૃથ્વી, આપ), ૨. સવિતુ: (તેજ), ૩. આ (દેવતા : શ્રીવિષ્ણુ, તત્ત્વ : આપ) અને ૪. દ્વિમ્ (આપ, તેજ)

વિશેષ ન્યાસસ્થાન 

મણિપુરચક્રથી બે ઇંચ ઉપર

ઉ. આમ્લપિત્ત (ઍસિડીટી – છાતીમાં-પેટમાં બળતરા, પિત્ત થવું) 

૧. શ્રીરામ જય રામ જય જય રામ -। (તેજ, વાયુ), ૨. ૐ નમો ભગવતે વાસુદેવાય — શ્રી ગણેશાય નમ: (દેવતા : શ્રીકૃષ્ણ, તત્ત્વ : આપ, તેજ, વાયુ, આકાશ; દેવતા : શ્રી ગણપતિ, તત્ત્વ : પૃથ્વી), ૩. યો (તેજ), ૪. ઐ (દેવતા : શ્રી ગણપતિ, તત્ત્વ : પૃથ્વી), ૫. હં (આકાશ) અને ૬. અષ્ટન્ (પૃથ્વી)

વિશેષ ન્યાસસ્થાન 

વિશુદ્ધચક્રથી ચાર ઇંચ ઉપર

ઊ. આંતરડાના વિકાર
ઊ ૧. પેટ ફૂલી જવું 

શ્રી હનુમતે નમ: (વાયુ)

ઊ ૨. પેટમાં ‘ગૅસ’ થવો (વાયુ વિકાર) 

૧. શ્રી હનુમતે નમ: (વાયુ), ૨. ૐ વં વજ્રહસ્તાભ્યાન્ નમ: (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ) અને ૩. હં (આકાશ)

ઊ ૩. બદ્ધકોષ્ઠતા (કબજિયાત, મળાવરોધ) 

૧. શ્રી ગણેશાય નમ: (પૃથ્વી, આપ) અને ૨. ગઁ (*)

૫ આ ૬. અસ્થિ અને સ્નાયુ સંસ્થાના વિકાર

અ. હાડકાંના વિકાર
અ ૧. હાડકાં દુ:ખવા 

૧. શ્રી હનુમતે નમ: (વાયુ), ૨. ૐ શં શનૈશ્ચરાય નમ: -। (ગ્રહ : શનિ, *) અને ૩. હં (આકાશ)

અ ૨. સંધિવા 

૧. શ્રી વિષ્ણવે નમ: -। (દેવતા : શ્રીવિષ્ણુ, તત્ત્વ : આપ), ૨. શ્રીરામ જય રામ જય જય રામ -। (આપ), ૩. શ્રી હનુમતે નમ: -। (વાયુ), ૪. શ્રી વરુણદેવાય નમ: -। (આપ), ૫. શ્રી સૂર્યદેવાય નમ: -। (તેજ), ૬. વં (આપ), ૭. હં (આકાશ), ૮. હ્રૂં (*), ૯. ૐ (આપ, તેજ) અને ૧૦. દ્વિમ્ (આપ, તેજ)
આ. સ્નાયુઓના વિકાર

આ ૧. સ્નાયુઓ રહી જવા / સ્નાયુમાં ગોટલો ચડવો (મસલ ક્રૅમ્પ / સ્પાઝમ) 

૧. શ્રી હનુમતે નમ: -। (વાયુ), ૨. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: – ૐ નમ: શિવાય – શ્રી ગણેશાય નમ: -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ; દેવતા : શિવ, તત્ત્વ : આકાશ; દેવતા : શ્રી ગણપતિ, તત્ત્વ : પૃથ્વી), ૩. તત્ (તેજ), ૪. અ (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ), ૫. હં (આકાશ) અને ૬. એકમ્ (આકાશ)

વિશેષ ન્યાસસ્થાન 

વિશુદ્ધચક્રથી એક ઇંચ ઉપર

ઇ. કરોડરજ્જુ, મણકાના સાંધા (વર્ટિબ્રલ જૉઇંટ્સ) અને પીઠના સ્નાયુઓના વિકાર
ઇ ૧. મણકાનો દુ:ખાવો 

૧. શ્રી હનુમતે નમ: -। (વાયુ) અને ૨. હં (આકાશ)

ઇ ૨. કરોડરજ્જુના બધા જ વિકાર

૧. ૐ ધન્ ધનુર્ધરીભ્યાન્ નમ: -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ), ૨. ૐ ધન્ ધનુર્ધરીભ્યાન્ નમ: – ૐ પામ્ પાર્વતીભ્યાન્ નમ: -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ), ૩. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: – ૐ નમ: શિવાય -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ; દેવતા : શિવ, તત્ત્વ : આકાશ), ૪. હ્રૌં (*) અને ૫. હ્રં (*)

૫ આ ૭. નિદ્રા સાથે સંબંધિત વિકાર

અ. ઊંઘ ન લાગવી (નિદ્રાનાશ)

૧. શ્રી હનુમતે નમ: -। (વાયુ), ૨. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: -। (તેજ), ૩. શ્રી દુર્ગાદેવ્યૈ નમ: – શ્રી ગુરુદેવ દત્ત -। (દેવતા : શ્રી દુર્ગાદેવી, તત્ત્વ : તેજ; દેવતા : દત્ત, તત્ત્વ : પૃથ્વી, આપ), ૪. ભર્ગો (તેજ), ૫. ઈ. (દેવતા : શ્રીરામ, તત્ત્વ : આપ), ૬. યં (વાયુ), ૭. રં (તેજ), ૮. ૐ (આપ, તેજ), ૯. દ્વિમ્ (આપ, તેજ), ૧૦. ચતુર્ (*), ૧૧. ષટ્ (વાયુ) અને ૧૨. સપ્તન્ (તેજ)

વિશેષ ન્યાસસ્થાન 
મણિપુરચક્ર

ગ્રંથમાં ૩૦૦ કરતાં વધારે વિકારો પર ઉપયુક્ત રહેલા વિવિધ નામજપ વિશદ કર્યા છે, તેમજ કેટલાક દેવતાઓના નામજપ કયા કયા વિકારોમાં ઉપયુક્ત છે, એ પણ આપ્યું છે. તે માટે ગ્રંથનો અવશ્ય લાભ લેશો !

વિગતવાર વિવેચન માટે વાંચો
સનાતનનો ગ્રંથ ‘વિકાર-નિર્મૂલન માટે નામજપ (૩ ખંડ)’ હિંદી ભાષામાં ઉપલબ્ધ

 

દેવતાઓના નામજપ ભાવપૂર્ણ તેમજ યોગ્ય ઉચ્ચારણ
સાથે કરીને, તમે પણ વધારેમાં વધારે દેવતા-તત્ત્વોનો લાભ પ્રાપ્ત કરો !

૧. સનાતન સંસ્થાના www.sanatan.org પર કેટલાક નામજપ ઉપલબ્ધ છે. તેમાંથી આવશ્યક નામજપ ડાઊનલોડ કરો !

૨. સનાતન-નિર્મિત ‘નામજપની શ્રવ્યચક્રિકાઓ (ઑડિઓ સીડીઝ)’ મરાઠી અને હિંદી ભાષાઓમાં ઉપલબ્ધ !

ભગવાન શિવ, ભગવાન દત્તાત્રેય, શ્રીરામ અને શ્રી હનુમાનજીનો નામજપ તેમજ તેમની ઉપાસના વિશેનું અધ્યાત્મશાસ્ત્ર પણ ઉપલબ્ધ ! (શ્રવ્યચક્રિકાઓ (ઑડિઓ સીડીઝ) મેળવવા માટે સંપર્ક : ૦૯૩૨૨૩૧૫૩૧૭

નોંધ : વાચકોએ પ્રસ્તુત લેખ સંદર્ભ માટે સંગ્રહિત રાખવો.