આધ્‍યાત્‍મિક સંજ્ઞાઓનો અર્થ (ભાગ ૧)

Article also available in :

૧. સંકલકોનો વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ

આ સંકેતસ્‍થળ પરનું કોઈપણ લખાણ અથવા અન્‍ય સાહિત્‍ય વાચકને ‘બંધારણની કલમ ૫૧ અ અનુસાર વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ જાળવવા માટે’ અડચણરૂપ થાય તે માટે લખ્‍યું અથવા મૂક્યું નથી. બંધારણે ‘કલમ ૨૫’ અનુસાર વ્‍યક્તિને ધર્મપાલન કરવાનો અને ધર્મપ્રસાર કરવાનો અધિકાર આપ્‍યો છે. ન્‍યાયાલયોના અનેક ચુકાદાઓ દ્વારા સ્‍પષ્‍ટ થયું છે કે, ધાર્મિક ભાવના ઉપરછલ્‍લી ભલે ગમે તેવી લાગે, છતાં તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર સરકાર અથવા ન્‍યાયાલયને નથી. તેમજ  દરમિયાનગિરી કેવળ સામાજિક શાંતિ, નૈતિકતા અને આરોગ્‍ય જોખમમાં મૂકાતાં હોય, તો જ કરી શકાય. આ સંકેતસ્‍થળ પરના લેખ અથવા અન્‍ય સાહિત્‍ય આ ત્રણેય બાબતોને જોખમમાં મૂકવા માટે લખાયેલા હોવાને બદલે બંધારણાત્‍મક અધિકારનો ઉપયોગ કરતાં કરતાં અધ્‍યાત્‍મનો અભ્‍યાસ કરવા માટે અને ધર્માચરણ વિશદ કરવા માટે આપવામાં આવ્‍યા છે.

શ્રદ્ધાપૂર્વક ધર્માચરણ કરવાથી ધર્મના સંબંધમાં વિવિધ અનુભવો (અનુભૂતિ) થાય છે, એ આજસુધીનો ઇતિહાસ છે. ધર્મ અને શ્રદ્ધા આ બાબતો વ્‍યક્તિગત હોવાથી સદર સંકેતસ્‍થળ પર આપેલા અનુભવો પણ વ્‍યક્તિગત જ છે. તેથી તેઓ બધાને જ લાગુ પડશે અથવા બધાને જ તે આવશે, એમ નથી. સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવા માટે અથવા વૈદ્યકીય ઉપચારોને અથવા વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણોનો વિરોધ કરવા માટે પણ આ લખાણ નથી. વાચકે વ્‍યાપક દૃષ્‍ટિએ સંકેતસ્‍થળના લેખોનો અભ્‍યાસ કરવો અપેક્ષિત છે, તેની કૃપા કરીને નોંધ લેશો. – સંકલક

આ સંકેતસ્‍થળ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિઓ ભાવ ત્‍યાં દેવ આ ઉક્તિ અનુસાર સાધકોની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તે બધાને થશે જ એમ નથી. – સંપાદક

 

૨. સંકેતસ્‍થળ પર ઉપયોગમાં લેવાતી કેટલીક આધ્‍યાત્‍મિક પરિભાષાઓનો અર્થ

આધ્‍યાત્‍મિક ઉપાય

એકાદના મનમાં જ્‍યારે પુષ્‍કળ વિચાર આવતા હોય, મન એકાગ્ર થતું ન હોય, માનસિકદૃષ્‍ટિએ અસ્‍વસ્‍થ અથવા અશાંત લાગતું હોય, ત્‍યારે નામજપ, ધ્‍યાનધારણા, પ્રાણાયામ, મંત્રજપ, પ્રાર્થના ઇ. આધ્‍યાત્‍મિક કૃતિઓ કરવાથી સાધકનું મન સ્‍થિર થાય છે અથવા પ્રસન્‍ન થાય છે. આવી આધ્‍યાત્‍મિક કૃતિઓને ‘આધ્‍યાત્‍મિક ઉપાય’ કહેવામાં આવે છે.

સંકેતસ્‍થળ પરની ટકાવારીની ભાષા

અધ્‍યાત્‍મ વૈજ્ઞાનિક પરિભાષામાં સમજાય, તે માટે આંતરરાષ્ટ્રીય કીર્તિના સંમોહન ઉપચારતજ્જ્ઞ સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ (ડૉ.) આઠવલેજીએ (સંકલકે) સંકેતસ્‍થળ પરના ગ્રંથોના લેખમાં અને અન્‍ય સાહિત્‍યમાં કેટલીક બાબતોમાંના વિવિધ ઘટકોનું પ્રમાણ ટકાવારીની ભાષામાં કહ્યું છે, ઉદા. થોડું, મધ્‍યમ અને અધિકને તેના પ્રમાણ અનુસાર ક્રમવાર ૧ થી ૩૦ ટકા, ૩૧ થી ૬૦ ટકા અને ૬૧ થી ૧૦૦ ટકા એમ કહ્યું છે.

 

૩. સાધકોને સ્‍ફુરનારું જ્ઞાન, એ તેમની અધ્‍યાત્‍મમાંની પ્રતિભા જાગૃત થઈ હોવાની અનુભૂતિ !

સનાતનના કેટલાક સાધકો અનેક વર્ષો સુધી સાધના (તપ) કરતા હોવાથી તેમની અધ્‍યાત્‍મમાંની પ્રતિભા જાગૃત થઈને તેમને વિવિધ વિષયોનું ‘જ્ઞાન’ સ્‍ફુરે છે. આ અનુભૂતિ જ છે. અનુભૂતિ થવા બાબતે ધર્મશાસ્‍ત્રીય આધાર આગળ જણાવ્‍યા પ્રમાણે છે-

ततः प्रातिभश्रावणवेदनादर्शास्‍वादवार्ता जायन्‍ते ।

– પાતંજલયોગદર્શન, ચરણ ૩, સૂત્ર ૩૬

અર્થ : આત્‍માના ઠામે સંયમ (યોગાભ્‍યાસ અથવા ધ્‍યાન) કરવાથી પ્રતિભાસામર્થ્‍યને કારણે સૂક્ષ્મ, વ્‍યવહિત (છૂપાયેલી) અથવા અતિ દૂર વસ્‍તુઓનું જ્ઞાન થવું (અંતરદૃષ્‍ટિ પ્રાપ્‍ત થવી), દિવ્‍ય (દૈવી) નાદ સંભળાવા, દિવ્‍ય સ્‍પર્શ સમજાવો, દિવ્‍ય રૂપ દેખાવું, દિવ્‍ય રસની મીઠાસ ચાખતા આવડવી અને દિવ્‍ય ગંધ સમજાવો, આ સિદ્ધિઓ પ્રાપ્‍ત થાય છે.

વિશ્‍લેષણ : સનાતનના કેટલાંક સાધકોને શ્‍લોકમાં વર્ણન કર્યા પ્રમાણે એકાદ વિષય સાથે સંબંધિત ચિંતન કર્યું ન હોવા છતાં તે વિશે પ્રતિભા જાગૃત થઈને જ્ઞાન સ્‍ફુરવું, દિવ્‍ય નાદ સંભળાવા, સૂક્ષ્મ રૂપ (સૂક્ષ્મ-ચિત્ર) દેખાવું ઇત્‍યાદિ વિવિધ પ્રકારની અનુભૂતિઓ થાય છે.

આના પરથી સાધકોને સ્‍ફુરનારું જ્ઞાન હોય કે ભલે પછી યોગાભ્‍યાસ દ્વારા સાધકોની જાગૃત થનારી અંતરદૃષ્‍ટિ હોય, આ બન્‍નેને ધર્મશાસ્‍ત્રીય આધાર છે, એ પુરવાર થાય છે.

 

૪. જ્ઞાન પ્રાપ્‍ત થનારા સાધકોની નમ્રતા !

સંદર્ભમાં ‘આ જ્ઞાન મારું નહીં પણ સાક્ષાત્ ઈશ્‍વરી જ્ઞાન છે’, એવો સંબંધિત સાધકોનો ભાવ હોય છે. અહંકાર વધે નહીં, એ માટે તેઓ જ્ઞાનના લખાણના અંતમાં પોતાનું નામ લખવાને બદલે પોતાના શ્રદ્ધાસ્‍થાનનું નામ લખે છે અને કૌંસમાં પોતે માધ્‍યમ હોવાનું લખે છે, ઉદા. સૂક્ષ્મજગત્‌માંના ‘એક વિદ્વાન’ (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા). સૂક્ષ્મજગત્‌માંના ‘એક વિદ્વાન’ તેમને જ્ઞાન આપે છે, એવો શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળનો ભાવ હોય છે.

એકાદ વિષય સાથે સંબંધિત લખતી વેળાએ ત્રાસદાયક લાગે તો તે જ્ઞાનના અંતમાં પોતાનું નામ લખવાને બદલે ‘એક માંત્રિક’  રીતે લખે છે અને કૌંસમાં પોતે માધ્‍યમ હોવાનું લખે છે.

Leave a Comment