રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે સહેલો ઘરગથ્‍થુ ઉપચાર !

‘ગૂડીપડવાને દિવસે કડવા લીમડાના પાન પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. તેથી આ ઋતુમાં થનારા વિકારો પર કડવો લીમડો સુયોગ્‍ય ઔષધી છે.

કડવા લીમડાના પાનનો ઉપયોગ આગળ જણાવ્‍યા પ્રમાણે કરવો.

 

૧. રસ કાઢવાની પદ્ધતિ અને પ્રમાણ

કડવા લીમડાના એક વાટકી તાજાં પાન સ્‍વચ્‍છ ધોઈને મિક્સરમાં વાટી લેવાં. તેમાં થોડું પાણી ઉમેરીને તેનો અર્ધો કપ રસ કાઢવો અને આ રસ સવારે નયણે કોઠે પીવો. નાના છોકરાઓને પા કપ રસ આપી શકાય. રસ લીધા પછી તેના પર ગોળનો ગાંગડો ખાવો. રસ લીધા પછી ઓછામાં ઓછું અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં.

 

૨. કડવા લીમડાનાં તાજાં
પાન ન મળે તો તેના માટે ઉપાય

જેમને કડવા લીમડાના તાજાં પાન મળી શકતા નથી, તે લોકો ‘નીમવટી’ (કડવા લીમડાના પાનના ચૂર્ણની ગોળીઓ) લઈ શકે છે. બે ગોળીઓ સવારે નયણે કોઠે થોડા પાણી સાથે લેવી. ત્‍યાર પછી અર્ધો કલાક કાંઈ ખાવું-પીવું નહીં. નાના છોકરાઓને એક ગોળી આપવી. આ ગોળીઓ જો ન મળે, તો ‘ગૂળવેલ ઘનવટી’ અથવા ‘ગિલોય ઘનવટી’ ગોળીઓ લઈએ, તો પણ ચાલે. આ ગોળીઓ આયુર્વેદિક ઔષધીઓના દુકાનમાં મળે છે. એવું ૭ થી ૧૪ દિવસ કરવું. તેના કરતાં વધારે સમય માટે આ ઉપચાર કરવા પડે એમ હોય, તો વૈદ્યના માર્ગદર્શન હેઠળ કરવા. આ ઉપચાર ચોમાસામાં અથવા અન્‍ય ઋતુઓમાં કરવાનું થાય તો પણ વૈદ્યના માર્ગદર્શન હેઠળ કરવા.

 

૩. મહત્ત્વની સૂચના

‘કડવા લીમડાના પાન સૂકાય નહીં’, એ માટે શીતકબાટમાં મૂકો તો પણ ચાલે; પરંતુ રસ કાઢીને તે શીતકબાટમાં મૂકવો નહીં. પ્રતિદિન કડવા લીમડાનો તાજો રસ કાઢવો. પુણે અથવા મુંબઈ જેવા શહેરોમાં પણ ફૂલવાળાઓ પાસે કડવા લીમડાના પાન મળે છે.’

ગુરુચરણોમાં, વૈદ્યા (સૌ.) દીક્ષા પેંડભાજે, ટિટવાળા, જિલ્‍લો ઠાણે. (૭.૪.૨૦૨૧)

Leave a Comment