આયુર્વેદ : આહાર ક્યારે અને કેવી રીતે લેવો ?

Article also available in :

અનુક્રમણિકા

આયુર્વેદ શું કહે છે ?

૧. પહેલાનો ખોરાક પચ્‍યો
ન હોય ત્‍યારે લાગેલી ભૂખ ખોટી !

ઘણીવાર શરીરમાંના દોષોને કારણે અન્‍ન દૂષિત થઈને અગ્‍નિના માર્ગમાંથી થોડું ખસી જઈને થોભે છે. આવા સમયે પહેલાનો ખોરાક પચેલો ન હોય, તો પણ ભૂખ લાગે છે. આ ભૂખ ખોટી હોય છે. આને ખરી ભૂખ સમજીને ખાનારા માણસને કસમયે લીધેલો ખોરાક ઝેર પ્રમાણે મારક પુરવાર થાય છે.

ખોટી ભૂખ ઓળખવાનું હજી એક લક્ષણ એટલે, ભૂખની થોડી સંવેદના થઈ હોય ત્‍યારે પોતાને કામમાં (ઉદા. વાળવું, પોતું કરવું, રસોઈ કરવી) પરોવવાથી ભૂખની સંવેદના જતી રહે છે. થોડા સમય પછી જ્‍યારે દોષોનું પાચન થવા લાગે છે, ત્‍યારે ખરી ભૂખ લાગે છે.

ખોટી ભૂખ ખરી સમજીને જમવાથી શરીરમાં ઝેરસદૃશ પદાર્થો નિર્માણ થાય છે. આ સમયજતાં વિકાર ઉત્‍પન્‍ન કરે છે અથવા વિકાર વધારે છે. તેને કારણે આગલા દિવસનો ખોરાક પચ્‍યો હોવાના સર્વ લક્ષણો દેખાય નહીં, ત્‍યાં સુધી સવારનો ખોરાક લેવાનું અગત્યતાથી ટાળવું. ‘આહાર’ અર્થાત કેવળ ઘન અન્‍ન નહીં, જ્‍યારે ચા, કૉફી, દૂધ, ઔષધ ઇત્‍યાદિ પેટમાં લેવાતો કોઈપણ પદાર્થ, એટલે આહાર.

ખોટી ભૂખ જવા માટે થોડું ગરમ પાણી પીવું. તેને કારણે એક બાજુએ થોભેલું અન્‍ન ફરીવાર અગ્‍નિના માર્ગમાં આવે છે અને અન્‍ન પચ્‍યું હોવાના લક્ષણો નિર્માણ થાય છે. કેટલાંક કારણોસર જો આ લક્ષણો નિર્માણ થાય નહીં અને ભૂખને કારણે ધ્રુજારી છૂટે અથવા ગ્‍લાનિ આવવા લાગે તો પચવામાં હલકો એવો આહાર (ઉદા. રાજગરાનો લાડુ, ધાણી) શક્તિ ટકી રહે, તેટલા ઓછા પ્રમાણમાં લેવો.

 

૨. ભૂખ લાગવા પહેલાં ખાવું હાનિકારક !

૨ અ. ‘ભૂખ લાગી ન હોવી’, અર્થાત્ શરીરમાં ક્લેદ હોવો અને અગ્‍નિ મંદ હોવો’. આવા સમયે જમવાથી અન્‍નનું પાચન સરખી રીતે થતું નથી. તેને કારણે ક્યારેક પેટ ફૂલે છે (વાયુ થવો). સર્વસામાન્‍ય રીતે યોગ્‍ય પ્રમાણમાં લીધેલો આહાર ૩ કલાક પછી જઠરમાંથી નાના આંતરડામાં જાય છે. તેને કારણે બે આહારો વચ્‍ચે ઓછામાં ઓછું ૩ કલાકનું અંતર હોવું જોઈએ. ભૂખ ન હોય, ત્‍યારે કેવળ ‘રુચિ’ તરીકે જમવું અથવા ‘સ્‍વાદ જોવા માટે’ જમવાથી અધકચડાં પચેલાં અન્‍નમાં નવું અન્‍ન ભળી જાય છે અને આરોગ્‍યની હાનિ જ થાય છે.

૨ આ. મોટાભાગના લોકોને દિવસમાં વચ્‍ચે વચ્‍ચે આવતા-જતાં શેવ, ચેવડો, ગળ્યા પદાર્થો, સુકોમેવો ઇત્‍યાદિ ખાવાની ટેવ હોય છે. આરોગ્‍યની દૃષ્‍ટિએ આ ટેવ અગત્યતાથી છોડી દેવી આવશ્‍યક છે. આવા પદાર્થો નક્કી કરેલા આહારના સમયે જ આરોગવા.

૨ ઇ. સવારે કામનિમિત્તે ઘરમાંથી બહાર જતી વેળાએ જો ભૂખ લાગી ન હોય, તો સાથે ભોજનનો ડબો અથવા નાસ્‍તાનો ડબો લઈ જવો. કામ પર પહોંચ્‍યા પછી જો ભૂખ લાગે તો પહેલા ખાઈને પછી કામનો આરંભ કરવો. તે માટે ઘરમાંથી થોડું વહેલાં બહાર નીકળવું.

‘સવારે શૌચ થયા વિના અને કડક ભૂખ લાગ્‍યા સિવાય આહાર લેવો’, આ સર્વ વિકારોનું એક મહત્ત્વનું કારણ છે. ‘શૌચ થઈને કડક ભૂખ લાગ્‍યા પછી જ આહાર લેવો’, આ નિરોગી આયુષ્‍યની ચાવી છે.

 

૩. ઊઠ્યા પછી શરીરમાં ક્લેદ
શેષ હોવાથી તરત જ લીધેલું પીણું
અથવા આહાર પચ્‍યા વિના દૂષિત બને છે !

૧. ‘આગલા દિવસના આહારનું પૂર્ણ
પાચન થયું ન હોય અને સવારે કાંઈ પણ
ખાવું’, આ સર્વ વિકારોનું એક મહત્ત્વનું કારણ !

રાત્રે ઝાકળબિંદુઓને કારણે ભીના થયેલા લાકડાં સરખાં સળગતા નથી, તેવી રીતે રાત્રે શરીરમાં નિર્માણ થયેલો ક્લેદ (શરીરમાંની વધારાની ભીનાશ) પૂર્ણ રીતે પચી ગયા સિવાય કોઈપણ આહાર, ઉદા. ચા, નાસ્‍તો, ઔષધ લેવાથી તેનું પાચન થતું નથી. બગડી રહેલા દૂધમાં સારું દૂધ નાખવાથી બધું જ દૂધ બગડી જાય છે. રાત્રે શરીરમાં નિર્માણ થયેલા ક્લેદનું સ્‍વરૂપ બગડી રહેલા દૂધ જેવું હોય છે. આવો ક્લેદ શરીરમાં હોય ત્‍યારે આહાર લેવાથી તેના દ્વારા નિર્માણ થનારો અન્‍નરસ દૂષિત બને છે. આવા દૂષિત અન્‍નરસથી જ સમગ્ર દિવસ શરીરનું પોષણ થાય છે. આવું એક દિવસ જ નહીં, જ્‍યારે વર્ષો સુધી પ્રતિદિન ચાલુ હોય છે. તેને કારણે હંમેશાં શરીરનું પોષણ સારા દૂધ જેવા આહારરસથી થવાને બદલે બગડેલા દૂધ જેવા દૂષિત આહારરસથી થાય છે. મોટાભાગે વિકારો પર અનેક ઔષધિઓ લઈને પણ વિકાર સાજા ન થવા, ઔષધિઓ ચાલુ હોય, ત્‍યાં સુધી વિકાર ન હોવો; પણ તે બંધ થયા પછી વિકાર પાછો નિર્માણ થવો, એક વિકાર સાજો થાય ત્‍યાં સુધી બીજો વિકાર થવો ઇત્‍યાદિનું મૂળ કારણ ‘ક્લેદથી દૂષિત થયેલા આહારરસથી શરીરનું થનારું (કુ)પોષણ જ હોય છે !

૨. વ્‍યાયામથી શરીરમાંનો ‘ક્લેદ’ પચવામાં સહાયતા થાય છે !

વ્‍યાયામને કારણે હૃદયની ગતિ વધે છે. તેને કારણે શરીરમાં નિર્માણ થયેલો ક્લેદ પચવામાં સહાયતા થાય છે. વ્‍યાયામને કારણે આળસ અને ભારેપણું દૂર થઈને ઉત્‍સાહ અને હલકાપણું આવે છે. સવારે જો વ્‍યાયામ કરવો સંભવ ન હોય, તો શરીરની હિલચાલ થાય તેવા ઘરનાં કામો કરવા.

 

૪. આગલા દિવસનો આહાર પચ્‍યો હોવાનાં લક્ષણો

૪ અ. સવારે ઉઠ્યા પછી અધોવાયુ અને મળ-મૂત્રનું વર્તન થવું

૪ આ. છાતીમાં ભારેપણ ન હોવું

૪ ઇ. શરીરમાંના દોષોનું તેના યોગ્‍ય માર્ગો દ્વારા જવું, ઉદા. ઓડકાર આવવા, વાયુનું અધોમાર્ગથી નિઃસારણ થવું

૪ ઈ. ઓડકાર શુદ્ધ હોવો, તેને અન્‍નની વાસ કે દુર્ગંધ ન હોવી, જોરથી ભૂખ લાગવી

૪ ઉ. આંખ, નાક, કાન ઇત્‍યાદિ ઇંદ્રિયો નિર્મળ હોવા, ઉદા. સવારે ઉઠ્યા પછી આંખો પર  મંદતા ન હોવી, ઊંઘ પૂર્ણ થઈ હોવાનું સમાધાન હોવું, જીભ ચોખ્‍ખી હોવી

૪ ઊ. આખા શરીરમાં હલકાપણું જણાવવું

 

૫. જમવાનું પ્રમાણ નક્કી કરવામાં તૃપ્‍તિનું મહત્ત્વ

જમવાનું પ્રમાણ નક્કી કરતી વેળાએ તૃપ્‍તિનું પુષ્‍કળ મહત્ત્વ છે. જમ્‍યા પછી મળનારું વિશિષ્‍ટ પ્રકારનું સમાધાન અર્થાત્ તૃપ્‍તિ. જ્‍યારે જમવામાં મુખ્‍ય પદાર્થ લઘુ (પચવામાં હલકા) હોય, ઉદા. ફીકી દાળ-ભાત, ચોખાનો રોટલો, ત્‍યારે મન ભરાય ત્‍યાં સુધી જમવું. તેના કરતાં વધારે જમવું નહીં. જો જમવામાં શ્રીખંડ, પૂરણપોળી જેવા ગુરુ (પચવામાં ભારે) પદાર્થો હોય, ત્‍યારે અડધી ભૂખ રાખીને જમવું. તૃપ્‍તિ થાય ત્‍યાં સુધી જમવું નહીં. આમ કરવાથી અન્‍નનું પ્રમાણ યોગ્‍ય રહે છે અને અન્‍ન યોગ્‍ય રીતે પચે છે.

 

૬. પ્રમાણ કરતાં વધુ જમવાથી થનારી હાનિ !

अतिमात्रं पुनः सर्वान् आशु दोषान् प्रकोपयेत् ।     

 – અષ્‍ટાંગહૃદય, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૮, શ્‍લોક ૪

અર્થ : વધારે પ્રમાણમાં લીધેલો આહાર તરત જ વાયુ, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનો પ્રકોપ કરે છે. દોષોનો પ્રકોપ અર્થાત્ તેની સામ્યાવસ્થા બગડવી અને રોગોની નિર્મિતિનો આરંભ થવો !

 

૭. સાંજના ભોજન પછી રાત્રે સૂઈ
જઈએ ત્‍યાંસુધી ભૂખ લાગે તો શું કરવું ?

રાજગરાનો લાડુ; ચોખાની ધાણી; દાળિયા; ચોખા, ઘઉં ઇત્‍યાદિના શેકેલા (ભટ્ટીમાં ફૂલાવેલા) અથવા શેકેલા અનાજમાંથી બનાવેલા પદાર્થ ભૂખ શમે, તેટલા પ્રમાણમાં ખાવા. જમવાનું પ્રમાણ અને સમય યોગ્‍ય હોય, તો રાત્રે સૂઈ જઈએ ત્‍યાં સુધી ભૂખ લાગતી નથી. તેથી તે યોગ્‍ય રાખવાનો પ્રયત્ન કરવો. રાત્રે સૂતા પહેલાં ભૂખ લાગે ત્‍યારે ચૉકલેટ; તીખું, તમતમતું (સ્‍વાદિષ્‍ટ), તળેલા ઇત્યાદિ પદાર્થો ખાવા નહીં.

 

૮. ભોજન યોગ્‍ય પ્રમાણમાં થયું હોવાના લક્ષણ !

मात्रा प्रमाणं निर्दिष्‍टं सुखं यावत् विजीर्यति ।

 – અષ્‍ટાંગહૃદય, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૮, શ્‍લોક ૨

અર્થ : આહાર લીધા પછી કોઈપણ ત્રાસ થયા વિના, તે સુખેથી પચે, તો આહારનું પ્રમાણ યોગ્‍ય છે, એમ સમજવું.

આપણે જો દિવસમાં ૨ અથવા ૩ વાર આહાર લેતા હોઈએ, તો એકવાર આહાર લીધા પછી બીજો આહાર લઈએ ત્‍યાં સુધી પેટમાં ભારેપણું લાગવું, આળસ આવવો, ઉંઘ આવવી અથવા પેટ ખાલી લાગવું, તરત જ પાછી ભૂખ લાગવી, થાક લાગવો ઇત્‍યાદિ કોઈપણ લક્ષણો નિર્માણ ન થાય અને આગળના આહાર સમયે યથાયોગ્‍ય ભૂખ લાગે તો આહારનું પ્રમાણ યોગ્‍ય છે, એમ સમજવું. તેમ જો ન થાય તો આહારનું પ્રમાણ ખોટું છે, એમ ધ્‍યાનમાં લઈને તે સરખું કરવાનો પ્રયત્ન કરવો.

 

૯. ભોજનનું યોગ્‍ય પ્રમાણ !

गुरूणाम् अर्धसौहित्‍यं लघूनां नातितृप्‍तता ।

 – અષ્‍ટાંગહૃદય, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૮, શ્‍લોક ૨

અર્થ : પચવામાં ભારે રહેલા પદાર્થો અડધું પેટ ખાલી રહે, તેટલા પ્રમાણમાં ખાવા. પચવામાં હલકા રહેલા પદાર્થો મન ભરીને ખાવા; પણ વધારે પડતી તૃપ્‍તિ થાય, ત્‍યાં સુધી ન ખાવા. (જમતી વેળાએ પેટના બે ભાગ અન્‍ન સેવન કરવું. ત્રીજો ભાગ પાણી માટે અને ચોથો ભાગ વાયુ માટે ખાલી રાખવો.

Leave a Comment