સરમુખત્‍યાર હિટલરનો પ્રસ્‍તાવ ઠુકરાવીને ‘‘ભારત વેચાણ માટે નથી’’, એવો ઉત્તર આપનારા મેજર ધ્‍યાનચંદ !

ભારતના મહાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદ

સ્‍વતંત્રતા પ્રાપ્‍તિની અગાઉથી જ પ્રત્‍યેક ભારતીયને ગર્વ થાય એવી ઘટના ૧૫ ઑગસ્‍ટ ૧૯૩૬ના દિવસે બનવા પામી હતી. ‘હૉકીના જાદુગર’ તરીકે ઓળખાણ ધરાવતા હૉકીના નિષ્‍ણાત એવા મેજર ધ્‍યાનચંદએ સ્‍પષ્‍ટ રીતે જર્મનીના સરમુખત્‍યાર હિટલરનો પ્રસ્‍તાવ ઠુકરાવ્‍યો હતો. આ વિષયની વાત ભારતીય હૉકી સંઘના માજી પ્રશિક્ષક સય્‍યદ અલી સિબ્‍તે નકવીએ કહી.

બર્લિન ઑલિમ્‍પિકમાં ૧૫ ઑગસ્‍ટ ૧૯૩૬ના દિવસે બર્લિનમાંજ ભારત અને જર્મનીના સંઘ વચ્‍ચે હૉકીનો અંતિમ સામનો થવાનો હતો. આ સામનો જોવા માટે મેદાન પ્રેક્ષકોથી સંપૂર્ણ ભરાયેલું હતુ; પણ મેદાનમાં એક પ્રકારનો તાણ વર્તાતો હતો; કારણકે આ સામનો જોવા માટે સ્‍વયં જર્મનીનો સરમુખત્‍યાર હિટલર આવવાનો હતો. ભારતીય સંઘ ફ્રાન્‍સને જોરદાર પરાજય આપીને અંતિમ સામનામાં પહોંચ્‍યો હતો. ફ્રાન્‍સ સામેની મૅચમાં સારો દેખાવ કરનારા મેજર ધ્‍યાનચંદએ જર્મની સામેની મૅચમાં પણ પોતાનો જાદુ બતાવી દીધો. ધ્‍યાનચંદએ જર્મની સામે રમતી વેળાએ ૬ ગોલ કર્યા હતા. ભારતે જર્મનીને ૮ ના વિરોધમાં ૧ થી પરાજય આપીને સુવર્ણચંદ્રક જીત્‍યો.

ત્‍યાર પછી જે બનવા પામ્‍યું તે ભારત માટે સુવર્ણચંદ્રક કરતા પણ ગર્વ લેવા જેવું હતું. આ મૅચ જોવા માટે આવેલા હિટલરે ધ્‍યાનચંદના દેખાવને સલામ ભરી. હિટલરે ઇનામ વિતરણ સમારંભમાં મેજર ધ્‍યાનચંદજીને જર્મનીના સૈન્‍યમાં સામેલ થવાનો અને જર્મનીનું નાગરિકત્‍વ સ્‍વીકારવાનો પ્રસ્‍તાવ આપ્‍યો. તેના પર ધ્‍યાનચંદજીએ ‘‘ભારત વેચાણ માટે નથી’’ એમ હિટલરને રોકડું પરખાવ્‍યું. ત્‍યાર પછી મેદાનમાં કેટલાક સમય માટે શાંતિ ફેલાઈ હતી.

 

મેજર ધ્‍યાનચંદ કોણ હતા ?

ધ્‍યાનચંદજીનો જન્‍મ અલાહાબાદ (હાલનું પ્રયાગરાજ) ખાતે ૨૯ ઑગસ્‍ટ ૧૯૦૫ના દિવસે રાજપૂત વંશમાં થયો. વાસ્‍તવમાં સૈન્‍યમાં દાખલ થયા પછી ધ્‍યાનચંદજીએ હૉકી રમવાનો આરંભ કર્યો. તે અગાઉ તેમને હૉકીનો અનુભવ નહોતો. ત્‍યાર પછી ધ્‍યાનચંદજીના ભાઈ રૂપસિંગે પણ તેમને અનુસરીને હૉકીમાં રુચિ નિર્માણ કરી. મેજર ધ્‍યાનચંદજીનું સાચું નામ ‘ધ્‍યાનસિંગ’ હતું; પણ તેઓ હંમેશાં રાત્રે ચંદ્રના અજવાળામાં મહાવરો (પ્રૅક્‍ટિસ) કરતા. તેથી સમય જતા તેમના નજીકના મિત્રોએ ધ્‍યાનસિંગના નામ આગળ ‘ચંદ’ શબ્‍દ જોડી દીધો. ત્‍યારથી માંડીને તેઓ ‘ધ્‍યાનચંદ’ નામથી ઓળખાવા લાગ્યા.

(સંદર્ભ : દૈનિક ‘લોકસત્તાનું સંકેતસ્‍થળ’)

 

 ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ હવે
‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર’ના નામથી ઓળખાશે !

ઑગસ્ટ ૨૦૨૧માં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’નું નામ પલટીને ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર’ કર્યું હોવાનું ઘોષિત કર્યું. પંતપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશનું સન્માન વધારનારા અનેક ક્ષણોનો અનુભવ લેતી સમયે લોકોએ કરેલાં આગ્રહ અનુસાર ‘ખેલ રત્ન પુરસ્કાર’ને ભારતના મહાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ આપવામાં આવ્યું છે. મેજર ધ્યાનચંદે તેમની કારકિર્દી દરમ્યાન ૧ સહસ્રથી અધિક ગૉલ કર્યા હતા. વર્ષ ૧૯૫૬માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Comment