ચીન પર રહેલો ભારતીય સંસ્‍કૃતિનો પ્રભાવ

Article also available in :

અનુક્રમણિકા

૧. ચીન, તિબેટ અને ભારતના સાંસ્‍કૃતિક સંબંધો

વા.ના. ઉત્‍પાત

‘બહુ પુરાતન કાળથી ચીન, તિબેટ અને ભારત વચ્‍ચે સાંસ્‍કૃતિક સંબંધો હતા. તિબેટને ત્રિવિષ્‍ટપ એટલે કે ‘સ્‍વર્ગ’ કહ્યું છે. મનુએ ચીનનો ઉલ્‍લેખ કર્યો છે. (ઇ.સ. ૮૦૦૦ વર્ષ પહેલાં). પાણિનીએ (ઇ.સ. ૨૧૦૦ વર્ષ પહેલાં) રેશમ ચીનમાંથી આવે છે; તેથી તેને ‘ચીનાંશુક’ કહ્યું છે.

 

૨. ભારત એ ચીનનો ગુરુ !

ઑરેલ સ્‍ટીન પોતાના ‘સર ઇંડિયા’ ગ્રંથમાં કહે છે, કે તુર્કસ્‍થાન ખોતાન (ગોસ્‍થાન)માં ભારતીય રાજ્‍યો સમૃદ્ધ હતા. ત્‍યાં રાજ્‍યના કારોબારમાં ભારતીય ભાષાનો ઉપયોગ થતો હતો. આ ત્‍યાંના સિક્કા, પાષાણ પર કંડારાયેલા લેખ આદિ પરથી પુરવાર થાય છે. ત્‍યાં શ્રીવિષ્‍ણુની પૂજા થતી હતી. ત્‍યાર પછી બુદ્ધની પૂજા થવા લાગી. તેમજ ત્‍યાં સંસ્‍કૃત ભાષા અને દેવનાગરી લિપી પરિચિત હતી.’

ચીનના ઇતિહાસકારો, પંડિતો, વિદ્વાનો તેમજ કેટલાક રાજકારણીઓ પણ ‘હિંદુસ્‍થાન એ ચીનનો ગુરુ’ હોવાનું માન્‍ય કરે છે. વર્ષ ૧૯૬૨ સુધી ચીન-ભારતની મિત્રતા અખંડ હતી. અગાઉ સહસ્રો વર્ષો સુધી બન્‍ને દેશો વચ્‍ચે ધાર્મિક અને સાંસ્‍કૃતિક મિત્રતા હતી.

‘વિસ્‍ડમ ઑફ ઇંડિયા’ નામના ગ્રંથમાં લિન યુટાંગ કહે છે, ‘‘હિંદુસ્‍થાન એ ધર્મ અને નવી કલ્‍પના ધરાવતા સાહિત્‍ય એવા વિષયમાં ચીનનો ગુરુ અને ત્રિકોણમિતિ, વર્ગસમીકરણ, વ્‍યાકરણ, ધ્‍વનિશાસ્‍ત્ર, અરેબિયન નાઈટ્‌સ, પ્રાણીઓના ખેલ, બુદ્ધિબળની રમત, તત્વજ્ઞાન, આદિ વિષયોમાં અખિલ વિશ્‍વનો ગુરુ હતો. બોકૅશિઓ, ગટે, શપેનહૅમર, ઇમર્સન, ઇત્‍યાદિઓએ ભારત પાસેથી પ્રેરણા લીધી.’’

ચીનના પંડિતો સહસ્રો માઈલનો ખડતર પ્રવાસ કરીને શીખવા માટે ભારતમાં આવતા હતા. હિંદુ પંડિતો, યોગીઓની ચીનમાં મોટા પ્રમાણમાં માંગ હતી. તે સમયે તેમની લોયાંગ રાજધાનીમાં ૫૦ સહસ્ર હિંદુઓ અને ૩ સહસ્ર ભારતીય પુરોહિતો હતા. બૌદ્ધ ધર્મ ચીનમાં સ્‍વીકારાયો તે અગાઉ પણ ભારત-ચીન સંબંધો હતા. વર્ષ ૧૨૧૨ પૂર્વે એટલે કે ૩ સહસ્ર ૨૦૦ વર્ષો અગાઉથી ભારત-ચીન સંબંધો હતા.

 

૩. મનુસ્‍મૃતિનો દ્વેષ કરનારાઓને આ અંગે શું કહેવું છે ?

એક સંશોધક પંડિત મોટવાની કહે છે, ‘‘ચીનને મનુસ્‍મૃતિનો પરિચય હતો.’’ તેઓ કહે છે,  ‘‘વર્ષ ૧૯૩૨માં જાપાને ચીન પર આક્રમણ કર્યું. તેમાં ચીનની સંરક્ષણ-દીવાલનો કેટલોક ભાગ ધ્‍વસ્‍ત થયો. ત્‍યાં જમીનમાં ઊંડા દરમાં એક ડબામાં એક હસ્‍તલખાણ મળ્યું. આ હસ્‍તલખાણ સર ઑગસ્‍ટ્‌સ ફ્રિટઝ જ્‍યૉર્જએ વેચાતું લીધું અને લંડન લઈ આવ્‍યા. તેઓએ તે લખાણ પ્રા. એંથની ગ્રેમીના નેતૃત્‍વ હેઠળના ચીની તજ્‌જ્ઞોના સમૂહને આપ્‍યું. તે લેખમાં ૧૦ સહસ્ર વર્ષો અગાઉ લખાયેલા મનુસ્‍મૃતિનો ઉલ્‍લેખ મળ્યો. સદર હસ્‍તલખાણ વૈદિક ભાષામાં હતું.

 

૪. ચીની તત્વવેત્તા તાઓનું આત્‍મા
વિશેનું તત્વજ્ઞાન વૈદિક તત્વજ્ઞાન જ છે.

 

૫. હિંદુ ધર્મનો તિરસ્‍કાર કરનારા
બૌદ્ધ આ વાસ્‍તવિકતા જાણશે ખરા ?

તત્વવેત્તા લિંગ કહે છે, ‘‘પુરાતન કાળથી ચીનની ઉત્તર દિશામાં સુસંસ્‍કૃત પ્રદેશ નહોતો. પૂર્વમાં પૅસિફિક મહાસાગર ભણીથી સભ્‍યતાનો એક શબ્‍દ આવવાની શક્યતા નહોતી. પશ્‍ચિમ ભણી તો સર્વ રાષ્‍ટ્રો સંસ્‍કૃતિવિહિન હતાં. કેવળ એકમાત્ર નૈઋત્‍ય ભણીથી (ભારત ભણીથી) સંસ્‍કૃતિ આવવાની શક્યતા હતી. તેમની સાથે અમારી મિત્રતા થઈ. ખ્રિસ્‍તી યુગના પ્રથમ ૮૦૦ વર્ષો, વર્ષ ૧ થી ૮૦૦ ભારતથી અનેક વિચારશીલ, સંતગણ, બૌદ્ધ સંન્‍યાસીઓ ચીનમાં આવતા હતા. તેમાંના ૨૪ જણાંના નામ પ્રખ્‍યાત છે. કાશ્‍મીરમાંથી અમારી પાસે ૧૩ દૂત આવ્‍યા.

ચીનમાંથી ૧૮૭ શ્રેષ્‍ઠ પંડિતો આદરભાવ તથા સંદેશ લઈને હિંદુસ્‍થાન ગયા. તેમાંના ૧૦૫ જણાંના નામ ઉપલબ્‍ધ છે. ભારતીય ઇતિહાસમાં પણ ફાર્હીન, હ્યુએનત્‍સંગ, ઇત્‍સિંગ આદિ નામો છે. એક ચીની પંડિત કહે છે, ‘‘ભારતને ચીન પાસેથી કશાયનો પણ લોભ નહોતો, તો પણ તેમણે અમોને મોક્ષ, મિત્રતા વિશેની સાધના શીખવી. તેમનું સાહિત્‍ય, કલા, શિક્ષણ, સંગીત, ચિત્રકળા, વાસ્‍તુશાસ્‍ત્ર, શિલ્‍પકળા, નાટક, આદિ વિષયોમાંથી અમોને પ્રેરણા મળી. ભારતીઓએ આવતી વેળાએ પોતાની સાથે ખગોળશાસ્‍ત્ર, ઔષધશાસ્‍ત્ર, સામાજિક તથા શૈક્ષણિક સંસ્‍થાઓની ભેટ (વસ્‍તુઓ) લાવ્‍યા.’’

 

૬. ચીન સહિત જુદા જુદા દેશોમાં હિંદુ ધર્મ

વર્ષ ૧૨૫૮માં કુબ્‍લાઈખાને બૌદ્ધ ધર્મના પક્ષમાં સંકેત આપ્‍યો. ત્‍યારથી માંડીને બૌદ્ધ ધર્મ એ ચીનનો લગભગ રાષ્‍ટ્રધર્મ થયો. તે પ્રસંગ પર ૩૦૦ બૌદ્ધ સંન્‍યાસીઓ, ૨૦૦ તાઓપંથીઓ, ૨૦૦ કૉન્‍ફ્‍યુશિયન પંડિતો હાજર હતા. ૧૯ વર્ષના ફાગરપા નામના તિબેટી બૌદ્ધ સંન્‍યાસીએ વકૃત્‍વના બળ પર બૌદ્ધ ધર્મ શ્રેષ્‍ઠ ગણાવ્‍યો.

એ સમયગાળામાં કાબુલ, ગાંધાર, કુભા, સેતુમંત અને ચાક્ષુષ જેવા પ્રદેશોમાં એટલે કે કાબુલ, કંદાહાર (અફઘાનિસ્‍તાન), હેલમુંડ, ઑક્સસ આદિ પ્રદેશોમાં હિંદુ અને બૌદ્ધ ધર્મ હતો. ઇરાનમાં પણ હિંદુ ધર્મ જ હતો. આ પ્રદેશમાં મંદિરો, સ્‍તૂપ, બૌદ્ધમૂર્તિઓ આદિ મોટી સંખ્‍યામાં હતા. ૧૭મા શતકમાં અકબરના એક મંત્રીએ મૂર્તિઓની સંખ્‍યા ૧૨ સહસ્ર હોવાનું લખ્‍યું છે. તેમાંની બામિયાન ખાતેની બુદ્ધની વિશાળ મૂર્તિ અફઘાનના ધર્માંધોએ તોડી નાખીને નષ્‍ટ કરી. અન્‍ય મંદિરો, સ્‍તૂપ, વિહાર આદિ જેહાદી ધર્મદ્રોહીઓએ ધ્‍વસ્‍ત કર્યા. અફઘાનિસ્‍તાનનું અગાઉનું નામ ‘અરિયાના’ (આર્યભૂમિ), જલાલાબાદનું ‘નગરપ્રહાર’ અને વેગ્રામનું નામ ‘કપિશા’ હતું.

ચીનમાં એક મંદિરમાં સ્થાપિત હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ (સંદર્ભ : સંકેતસ્‍થળ)

 

૭. ચીનની બૌદ્ધ સંસ્‍કૃતિમાંનું હિંદુત્‍વ

અ. વર્ષ ૧૮૯૧માં ચીનના આંતરિક વિસ્‍તારમાં કર્નલ બૉબરને બર્ચવૃક્ષની છાલ પર કુલ ૭ લેખ મળ્યા. તેમાંના ૩ લેખ ઔષધી વિશેના હતા. તેમાં નવનીતક નામનો સહુથી મોટો લેખ હતો અને તેના ૧૬ વિભાગ હતા. તેમાં ચૂર્ણ, આસવ, અર્ક, તેલ સિદ્ધ કરવું, ઔષધિઓ શરીરમાં જીરવવી, બાળકોનું સંગોપન, ઔષધિઓની ક્રિયાઓ ઇત્‍યાદિની ચર્ચા હતી. સર્વ લેખ પદ્યમય છે. ભાષા પ્રાકૃતમિશ્રિત સંસ્‍કૃત છે. તેનો છેવટનો ભાગ ગાયબ થવાને કારણે લેખકનું નામ નથી. તેમાં અગ્‍નિવેશ, ભેદ, હરિત, જાતુકર્ણ, ક્ષારપાણી અને પરાશર આદિના નામો છે.

તેનાં કરતાં પણ પુરાતન કાળના હસ્‍તલખાણ ચીનમાં સાંપડ્યા છે. અશ્‍વઘોષનો નાટ્ય વિશેના લેખ જર્મન મિશનને મળ્યો અને પ્રા. લૂડર્સે પ્રકાશિત કર્યો. ફ્રેંચ મિશનને ધમ્‍મપદના સંસ્‍કૃત અનુવાદનું હસ્‍તલખાણ મળ્યું.

આ. એમપેલિએટના નેતૃત્‍વ હેઠળ ફ્રેંચ પથકે સંસ્‍કૃત અને કુચિયન ભાષાના ૧૫ હજાર વીંટાનો અભ્‍યાસ કર્યો. તેમાંના અનેક લેખ બૌદ્ધ ધર્મ વિશેના હતા. તે ૧૧મા શતક અગાઉના હતા. તે લેખ આક્રમણ કરનારાંઓથી છૂપાવવા માટે ભીંતમાં છૂપાવ્‍યા હતા. સંજોગવશાત તે લેખ વર્ષ ૧૯૦૦માં મળી આવ્‍યા. ભારતીય સંસ્‍કૃતિનો ઉલ્‍લેખ ધરાવતા સહસ્રો લેખ છે. તે લેખ સંસ્‍કૃત, પ્રાકૃત, સોગ્‍ડીયન, તુર્કી, તિબેટી, ચીની, તથા વિસરાઈ ગયેલી ભાષાઓમાંના છે. તેમાં ચીનમાં ભારતીય સંસ્‍કૃતિ અસ્‍તિત્‍વમાં હોવાના સહસ્રો પુરાવા છે.

 

૮. ભારતીયો દ્વારા ભારતીય
સંસ્‍કૃતિની ચીની સંસ્‍કૃતિ પર અંકિત કરેલી છાપ

અ. ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થવામાં કાશ્‍મીરનો મોટો સહભાગ છે. કાશ્‍મીરમાંથી ઘણાં પંડિતો ચીન ગયા. તેમાં પ્રખ્‍યાત એવા ‘પરમાર્થ’ નામનો પંડિત હતો. (વર્ષ ૫૪૬) તેણે ૭૦ બૌદ્ધ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. બ્રાહ્મણ પંડિતો પણ ચીનમાં ગયા. વર્ષ ૫૬૨માં ‘વિનીતરુચી’ નામનો દક્ષિણ ભારતમાંનો બ્રાહ્મણ ચીનની રાજધાનીમાં ગયો. તેણે બે ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. ત્‍યાંથી તે તોનકિન ખાતે ગયો અને ત્‍યાં તેણે એક ધ્‍યાનકેંદ્ર બનાવ્‍યું.

ચીનમાં મળી આવેલું હાથી શિવલિંગ પર અભિષેક કરતી વેળાનું શિલ્‍પ, તેમજ પાસેના ચિત્રમાં ભગવાન શ્રીકૃષ્‍ણ, નરસિંહ આદિ સાથે અન્‍ય દેવોના કંડારેલાં શિલ્‍પ (સંદર્ભ : સંકેતસ્‍થળ)

આ. દક્ષિણ ચીનના ક્વાબાઝૉન બંદરમાં કરવામાં આવેલા ખોદકામમાં શિવ, શ્રીવિષ્‍ણુ, હનુમાન, લક્ષ્મી, ગરુડ ઇત્‍યાદિની મૂર્તિઓ મળી આવી છે.

‘ઇંડિયન એક્સપ્રેસ’ના ૧૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના અંકમાં આ બાબતના સમાચાર પ્રકાશિત થયા. તે અનુસાર નરસિંહ ભગવાનની પથ્‍થરમાં કોતરકામ કરેલી ૭૩ મૂર્તિઓ મળી. પાર્વતી સમેત શિવજીના કોતરકામ કરેલાં અસંખ્‍ય ચિત્રો મળ્યા. તેમાં બળદ, હાથી અને અન્‍ય પ્રાણીઓ તેમને વંદન કરી રહ્યા છે. આ સર્વ યુઆન વંશના સમયગાળાના (વર્ષ ૧૨૬૦ થી ૧૩૬૮) મંદિરોમાં મળ્યું.

ઇ. તાંગ વંશના સમયમાં (વર્ષ ૬૧૮ થી ૯૬૦) ક્વાંગઝૉન ખાતે બ્રાહ્મણોએ આશ્રમ બનાવ્‍યા અને મોટી સંખ્‍યામાં ત્‍યાં બ્રહ્મચારીઓ રહેતા હતા.

ઈ. ચેઈ રાજવંશના રાજાઓએ ૪૭ મઠ બાંધ્‍યા. નાગરિકોએ ખાનગી રીતે ૩૦ સહસ્ર મંદિરો બાંધ્‍યાં. તેમાં રહેનારાં સંન્‍યાસી-સંન્‍યાસિનીઓની સંખ્‍યા ૨૦ લાખ કરતાં વધારે હતી.

ઉ. ચીનમાં બૌદ્ધ ધર્મ ગયા પછી ભારતીય કળાઓનો પણ ત્‍યાં પ્રવેશ થયો. યુનવાનમાં પહાડ તોડીને ગુફાઓ બાંધી, જેમાં ૭૦ ફૂટ ઊંચાઈની બુદ્ધ મૂર્તિઓ બનાવી. અજંઠા-ગુફાઓ પ્રમાણે ભીંત પર રંગીન ચિત્રો કંડારવામાં આવ્‍યાં. શાક્યબુદ્ધ, બુદ્ધકીર્તિ, કુમાર બોધી નામના ૩ ચિત્રકાર ચીન ગયા. તેમણે આ કળાકૃતિઓ નિર્માણ કરી. ગાંધાર, ગુપ્‍ત, મથુરા, ઢબના સર્વ નમૂના તેમાં છે.

ઊ. ભારતીય સંગીત પણ ચીની સંગીત પર પોતાની છાપ પાડવામાં સફળ રહ્યું. ‘કુચી’ નામના બ્રાહ્મણે આ કાર્ય કર્યું. વર્ષ ૫૮૧માં હિંદી સંગીતકારનું જૂથ ચીન ગયું. તાંગ સમયગાળામાં ‘બોધી’ નામના એક બ્રાહ્મણે તેને ‘બોધીસત્વ’ અને ‘ભૈરો’ નામના બે સંગીત પ્રકારની રચના કરી આપી. તે જાપાનમાં પણ ચાલુ કરી.

એ. ખગોળશાસ્‍ત્ર, ગણિત, ઔષધિઓ ઇત્‍યાદિ શાસ્‍ત્રો ભારતીયો ચીનમાં લઈ ગયા. ‘નવગ્રહ સિદ્ધાંત’ નામક ખગોળશાસ્‍ત્રના ગ્રંથનું તાંગ સમયમાં ચીની ભાષામાં ભાષાંતર થયું. ભારતીય ઔષધીશાસ્‍ત્ર ચીનમાં લોકપ્રિય થયું. ‘રાવણકુમારચરિત’ નામક બાળરોગ સંબંધિત સંસ્‍કૃત ગ્રંથનું ચીની ભાષામાં ૧૧મા શતકમાં ભાષાંતર થયું.

ઐ. આ સિવાય બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન કર્મસિદ્ધાંત, પુનર્જન્‍મ, સત્‍કર્મ ઇત્‍યાદિ વિશેના અને ભારતીય વિચાર ચીનમાં પ્રચલિત થયા. ચીનના પ્રખ્‍યાત તત્વજ્ઞ તાઓ અને લાઓત્‍સેના વિચારો પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ છે. બોધી-ધર્મ નામનો બૌદ્ધ ગુરુ કાંચીપુરમ્ નગરમાંથી ચીન ગયો. તેણે ત્‍યાં લોકોને અને રાજાને ધ્‍યાન શીખવ્‍યું, તેને જ ‘ઝેન’ કહે છે. જાપાનમાં ‘ચાન’ કહે છે.

 

૯. હિંદુ ધર્મનું શિક્ષણ સહિષ્‍ણુ હોવાનું પ્રમાણ !

અ. હ્યુએનત્‍સંગ

એ બૌદ્ધ-ધર્મ પાલન કરનારો મહાન સંન્‍યાસી હતો. તેનો જન્‍મ વર્ષ ૬૦૦માં સનાતની કન્‍ફ્‍યુશિયન પરિવારમાં થયો. તે ૨૦ વર્ષની ઉમરે સંન્‍યાસી બન્‍યો. ચીની ભાષામાં લખાયેલા બૌદ્ધ સાહિત્‍યનો તેણે અભ્‍યાસ કર્યો; પણ તેને સંતોષ થયો નહીં; તેથી તેણે હિંદુસ્‍થાનમાં જઈને મૂળ ગ્રંથોનો અભ્‍યાસ કરવાનો નિશ્‍ચય કર્યો. વર્ષ ૬૨૯માં તેણે ચીન છોડ્યું. મધ્‍ય એશિયાના માર્ગે તે એક વર્ષ પછી કાફિરીસ્‍તાન (કપિશા) ખાતે પહોંચ્‍યો અને ત્‍યાંથી કાશ્‍મીરમાં આવ્‍યો. ત્‍યાંના સંસ્‍કૃત ગ્રંથોનો અભ્‍યાસ કર્યો. ત્‍યાર પછી તે નાલંદા વિદ્યાપીઠમાં ગયો. વિદ્યાપીઠના આચાર્ય શીલભદ્રના માર્ગદર્શન હેઠળ બૌદ્ધ ગ્રંથના યોગાચાર પદ્ધતિનો અભ્‍યાસ કર્યો. ત્‍યાર પછી તે સમ્રાટ હર્ષવર્ધનને મળ્યો. રાજાએ તેની ઉત્તમ વ્‍યવસ્‍થા કરીને તેનો સત્‍કાર કર્યો. બૌધ ધર્મના અભ્યાસ માટેની સગવડ ઉપલબ્ધ કરી આપી. કામરૂપના રાજાએ પણ તેનો સત્કાર કર્યો. વર્ષ ૬૪૪માં તેણે ભારત છોડ્યું. જતી વેળાએ તેણે પોતાની સાથે સંસ્‍કૃત ભાષામાં લખેલા બૌદ્ધ ધર્મ વિશેના એક ગાડું ભરાય એટલા પુસ્‍તકો લઈ ગયો. તેની પાછા જવાની વ્‍યવસ્‍થા સમ્રાટ હર્ષએ કરી. તેને લશ્‍કરી સંરક્ષક, હાથી અને આવશ્‍યક સામગ્રી આપી.

ભારતની પવિત્ર ભૂમિના દર્શનથી હ્યુએનત્‍સંગને ઘણો સંતોષ થયો. તેણે ઉદ્‌ગાર કાઢ્યા, ‘મેં ગૃધકુટ પર્વતનું અવલોકન કર્યું. બોધીવૃક્ષનું પૂજન કર્યું. અગાઉ નહીં જોયા એવા અવશેષ જોયા. અગાઉ નહીં સાંભળ્યા હોય એવા પવિત્ર શબ્‍દોનું શ્રવણ કર્યું. સમગ્ર નિસર્ગપૂજકોને પાછળ છોડનારાં એવાં અધ્‍યાત્‍મક્ષેત્રમાંની અસામાન્‍ય વ્‍યક્તિઓને સમક્ષ જોયા.’ જીવનના શેષ સમયગાળામાં તેણે સંસ્‍કૃત ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. શિષ્‍યોને તે વિશેનું શિક્ષણ આપ્‍યું. વર્ષ ૬૬૦માં તે મૃત્‍યુ પામ્‍યો. ભારત ચીન સંબંધોમાં આ એક માઈલનો પથ્‍થર પુરવાર થયો.

આ. ઇત્‍સિંગ

હ્યુએનત્‍સંગને કારણે ચીનના જિજ્ઞાસુઓને પ્રેરણા મળી અને અનેક ચીની સંન્‍યાસીઓ ભારતમાં આવ્‍યા. તેઓમાંથી એક એવો ઇત્‍સિંગ વર્ષ ૬૭૧માં ચીનમાંથી નીકળીને દરિયાઈ માર્ગે ભારતમાં આવ્‍યો અને તે નાલંદામાં રહ્યો. વર્ષ ૬૭૫ થી ૬૮૫ એમ ૧૦ વર્ષો સુધી તે ભારતમાં હતો. તે પોતાની સાથે ૪૦૦ સંસ્‍કૃત ગ્રંથ લઈ ગયો. તે ગ્રંથોનું ચીની ભાષામાં ભાષાંતર કર્યું. ચીની-સંસ્‍કૃત શબ્‍દકોષની રચના કરી. વિવિધ દેશોના ૬૦ બૌદ્ધ સંન્‍યાસીઓનાં ચરિત્રો લખ્‍યાં.

ઇ. યુવાનચ્‍વાંગ

યુવાનચ્‍વાંગ નામનો સંન્‍યાસી ચીનમાંથી અભ્‍યાસ કરવા હેતુ ભારતમાં આવ્‍યો હતો. તેણે કરેલા વર્ણન અનુસાર નાલંદામાં ૧૦ સહસ્ર સંન્‍યાસીઓ રહેતા હતા. તેઓને રહેવા માટે ૪ સહસ્ર ઓરડીઓ હતી, તેમજ ૧ સહસ્ર ૫૦૦ અધ્‍યાપક હતા. તે નાલંદામાં ૭ વર્ષો સુધી રહેતો હતો.

 

૧૦. ચીનમાં સંસ્‍કૃત ભાષા હતી,
તેના પુરાવા દર્શાવનારાં કેટલાંક ઉદાહરણો

અ. ચીનમાં સંસ્‍કૃત ભાષા હતી, એ સંદર્ભના પુરાવા છે. પેકિંગથી ૪૦ માઈલ દૂર ઉત્તરમાં કનયુંગ ક્વાન ખાતે એક કમાન પર કોતરાયેલા લેખમાં ૬ વિવિધ ભાષાઓ છે. તેમાં એક લેખ સંસ્‍કૃત ભાષામાં છે.

આ. ચીનમાં કેટલાંક મંદિરોના ખોદકામ દરમ્‍યાન મળી આવેલી વસ્‍તુઓ પર રામાયણના દૃશ્‍યો કંડારાયેલા છે. કોંગ સાંગ નામના ચીની લેખકે વર્ષ ૨૫૧માં રામાયણનો ચીની ભાષામાં અનુવાદ કર્યો. દક્ષિણ ચીનમાં ક્વાંઝોન ખાતેના ખોદકામમાં હનુમાનની મૂર્તિ મળી આવી. તે યુઆન કુલના સમયની છે. દક્ષિણ ચીનના ક્વાંઓ પ્રાંતમાં યુઆન ઘરાનાની માલિકીની શિવમૂર્તિ જડી છે.

 

૧૧. સંપૂર્ણ વિશ્‍વને આર્યમય
(સુસંસ્‍કૃત) કરવા માટે કાર્યરત ભારત !

‘ઇંડિકા’ ગ્રંથમાં ઍરિયન કહે છે, ‘‘ભારત અત્‍યાર સુધીના ઇતિહાસનું એક આશ્‍ચર્ય બની રહેલો દેશ છે. તેણે પારમાર્થિક વિજય પ્રાપ્‍ત કર્યો છે. આંતરરાષ્‍ટ્રીયવાદની કેડે પડ્યો. કોઈપણ દેશ પર આક્રમણ કર્યું નથી. સમગ્ર વિશ્‍વમાં પોતાની સંસ્‍કૃતિ ફેલાવી. ‘કૃણ્‍વન્‍તો વિશ્‍વમાર્યમ્ ।’ (સમગ્ર વિશ્‍વને આર્યમય (સુસંસ્‍કૃત) કરીશું’ એવો સંદેશ ભારતિયોએ વિશ્‍વમાં ફેલાવ્‍યો. તેથી વિશ્‍વના પ્રત્‍યેક દેશમાં ભારતીય સંસ્‍કૃતિની સહસ્રો નિશાનીઓ છે.’’

ચીન અને ભારત દેશોની સાંસ્‍કૃતિક લેવડ-દેવડ પુરાતન કાળથી ચાલતી હતી. ‘ચાયના’ શબ્‍દ સંસ્‍કૃત ચીન પાસેથી આવ્‍યો છે. ચીનમાં સામ્‍યવાદીઓનું આક્રમણ થયું (વર્ષ ૧૯૬૨) ત્‍યાં સુધી આ બે દેશોમાં ક્યારેય સંઘર્ષ થયો નથી, બન્‍ને ઉત્તમ પાડોશી હતા. તેમનામાં સમજદારી અને સદિચ્‍છા હતી. કેવળ સત્‍ય, સ્‍વાર્થ, ત્‍યાગ, કલા, સાહિત્‍ય આદિ પાયા પર ચીન અને ભારતનાં સાંસ્‍કૃતિક સંબંધ નિર્માણ થયા. બૌદ્ધ ધર્મની ચીની સંહિતાઓ પોતાના ગુનગાન કર્યા વિના ભારતીય સંન્‍યાસીઓએ સિદ્ધ કરી.

 – ભાગવતાચાર્ય વા.ના. ઉત્‍પાત
સંદર્ભ : માસિક ધર્મભાસ્‍કર, એપ્રિલ ૨૦૧૭)

Leave a Comment