વિદુરનીતિ

‘ધર્મજ્ઞ વિદુરજીએ ધૃતરાષ્‍ટ્રને ઉદ્યોગપર્વમાં સર્વ ૮ અધ્‍યાયોમાં જે ઉપદેશ કર્યો છે, તે ઉપદેશને મહાભારતમાં ‘પ્રજાગર પર્વ’ એવું નામ છે. આને જ ‘વિદુરનીતિ’ એમ કહેવાય છે. તેમાં સમાવિષ્‍ટ એવા નીચે જણાવેલા શ્‍લોક વિશેષ પ્રસિદ્ધ છે.

૧. अभिवादनशीलस्‍य नित्‍यं वृद्धोपसेविनः ।
चत्‍वारि सम्‍प्रवर्धन्‍ते कीर्तीरायुर्यशोबलम् ॥

– મહાભારત, પર્વ ૫, અધ્‍યાય ૩૯, શ્‍લોક ૭૪

અર્થ : જે હંમેશાં ગુરુજનોને વંદન કરે છે, અને વૃદ્ધોની સેવામાં (રત) રહે છે, તેની કીર્તિ, આયુષ્‍ય, યશ અને બળ (સામર્થ્‍ય) આ ૪ બાબતો વૃદ્ધિંગત થાય છે.

 

સુભાષિતનું વિવેચન (સ્‍પષ્‍ટીકરણ) વૃદ્ધોની
નિરપેક્ષતાથી કરેલી સેવા એ સાક્ષાત ઈશ્‍વર સેવા જ હોય છે !

યુધિષ્‍ઠિરે ‘વૃદ્ધોની સેવા થકી માનવી બુદ્ધિમાન થાય છે’, એમ કહ્યું, તો મહાત્‍મા વિદુરજીએ ‘વૃદ્ધોની સેવા થકી ખ્‍યાતિ, આયુષ્‍ય, યશ અને સામર્થ્‍ય પ્રાપ્‍ત થાય છે’, એવું રાજા ધૃતરાષ્‍ટ્રને કહ્યું. અહીં પ્રશ્‍ન એવો નિર્માણ થાય છે કે, વૃદ્ધોની સેવાનો અને આ ૪ બાબતોનો સંબંધ આવે કેવી રીતે ? પહેલી બાબત એમ ધ્‍યાન પર લેવી કે વૃદ્ધોની નિરપેક્ષતાથી કરેલી સેવા એ સાક્ષાત ઈશ્‍વરસેવા જ હોય છે ! ક્ષીણ થયેલા, ત્રાસી ગયેલા અને મૃત્‍યુની રાહ જોઈ રહેલા વૃદ્ધોની પ્રશંસા કરી હોય, તેઓની નીકટ જઈને તેમની તબિયત વિષેની, દવા-પાણી વિષે પૂછપરછ કરી હોય, તેમને દવાઓ લાવી આપી હોય, તેમના શિરામણ (નાસ્‍તો પાણી) વિષે અને બે ટંક ભોજનની જો કોઈ શ્રદ્ધાપૂર્વક વ્‍યવસ્‍થા કરી હોય, તો તે વૃદ્ધોને તેમની ઢળતી જતી ઉમરમાં પણ પરમાનંદ થાય છે ! તે માણસ વૃદ્ધ ભલે થયો હોય, તો પણ તેનામાં અંતર્ભૂત ચેતના એ પેલા સનાતન વિશ્‍વ ચેતનાનો એક રાઈના દાણા જેટલો અંશ જ હોય છે !

તેથી એકાદ વૃદ્ધ જ્‍યારે કોઈએ કરેલી સેવા થકી આનંદી અને પ્રસન્‍ન થાય છે અને મનથી (અંત:કરણથી) તે સેવા કરનારાને આશીર્વાદ આપે છે, ત્‍યારે તે આશીર્વાદ પેલા વૈશ્‍વિક ચેતનાના જ શુભાશીર્વાદ હોય છે, એ ભૂલવું ન જોઈએ. માતા-પિતાની સેવા કરનારા સર્વ પિતૃભક્ત સુપુત્રો ભાગ્‍યશાળી, પ્રતિષ્‍ઠિત, યશસ્વી, નામના મેળવનારા અને દીર્ઘાયુષી થયા, એવો આજ સુધીનો વિશ્‍વનો ઇતિહાસ છે ! વૃદ્ધોના આશીર્વાદ જેને મળે છે, તે અંતર્બાહ્ય (આંતરિક અને બહારથી પણ) સુખી થાય છે.

૨.  न वै श्रुतमविज्ञाय वृद्धाननुपसेव्‍य वा ।
धर्मार्थौ वेदितुं शक्‍यौ बृहस्‍पतिसमैरपि ॥

– મહાભારત, પર્વ ૫, અધ્‍યાય ૩૯, શ્‍લોક ૩૯

અર્થ : બૃહસ્‍પતિની યોગ્‍યતા ધરાવતો મનુષ્‍ય પણ શાસ્‍ત્ર સમજી લીધા વિના અથવા વૃદ્ધોની સેવા કર્યા વિના ધર્મ અને અર્થનું જ્ઞાન પ્રાપ્‍ત કરી શકતો નથી.

૩.  न सा सभा यत्र न सन्‍ति वृद्धाः, न ते वृद्धा ये नवदन्‍ति धर्मम् ।

– મહાભારત, પર્વ ૫, અધ્‍યાય ૩૫, શ્‍લોક ૫૭

અર્થ : જ્‍યાં વૃદ્ધ લોકો નથી તે સભા નથી, જે ધર્મને અનુસરીને (ધર્મ પ્રમાણે) બોલતા નથી, તે વૃદ્ધ નથી.

૪. सायं प्रातश्‍च वृद्धानां श्रृणुयात्‍पुष्‍कला गिरः ।
श्रुतमाप्‍नोति हि नरः सततं वृद्धसेवया ॥

– મહાભારત, પર્વ ૧૩, અધ્‍યાય ૧૬૨, શ્‍લોક ૪૮

અર્થ : સવાર સાંજ વૃદ્ધ પુરુષોએ કહેલી બાબતો પૂરેપુરી (ધ્‍યાન આપીને) સાંભળવી જોઈએ. સતત વૃદ્ધોની સેવા કરવાથી માનવીને જ્ઞાન પ્રાપ્‍ત થતું હોય છે. (એવું પિતામહ ભીષ્‍મજીએ રાજા યુધિષ્‍ઠિરને કહ્યું.)

  દાજી પણશીકર
સંદર્ભ  :  દૈનિક સામના, ૨.૫.૨૦૧૦

Leave a Comment