જળપ્રલયની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર કઈ પૂર્વસિદ્ધતા કરવી ? – ભાગ ૧

પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકો માટે મહત્વની માહિતી

વરસાદને કારણે નિર્માણ થયેલા એક ઠેકાણેના પૂરસ્‍થિતિનું એક સંગ્રહિત છાયાચિત્ર

ચોમાસામાં અતિવૃષ્‍ટિ થવાથી જળપ્રલય (મહાપૂર) થાય છે. અન્‍ય ઋતુઓમાં પણ વાદળાં ફાટવાથી જળપ્રલય થઈ શકે છે. વર્ષ ૨૦૧૯માં મહારાષ્‍ટ્ર અને કર્ણાટક આ રાજ્‍યોમાનાં અનેક શહેરો જળમય થયા. ઘણા ગામોને જોડનારા રસ્‍તા ધ્‍વસ્‍ત થવાથી વાહનવ્યવહાર  ખોરવાઈ ગયો. સહસ્રો નાગરિકોના ઘરો પાણી નીચે ગયા. કેટલાક ઠેકાણે પાણીનો પ્રવાહ એટલો વેગવાન હતો કે, તેમાં માણસો અને ઢોરઢાંખર, ગાડીઓ પણ વહી ગયા. પેટ્રોલ, ડિઝલ, દૂધ ઇત્‍યાદિ જીવન આવશ્‍યક વસ્‍તુઓ મળવાનું દુર્લભ થયું. અચાનક ઉદ્‌ભવેલી આ નૈસર્ગિક આપત્તિથી જનજીવન પૂર્ણ રીતે ખોરવાઈ ગયું.

‘ભવિષ્‍યમાં આવી સ્‍થિતિ ફરીવાર ક્યારે ઉદ્‌ભવે ?’, તે કાંઈ કહેવાય નહીં. તેથી ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંના નાગરિકોએ કેવી રીતે પૂર્વસિદ્ધતા કરવી ?’, તે સંદર્ભમાંના માર્ગદર્શક સૂત્રો નીચે જણાવી રહ્યા છીએ.

 

૧. પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં નવા ઘરનું બાંધકામ કરતા હોવ તો શું કરવું ?

૧ અ. નવું ઘર પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં બાંધવું નહીં

નવું ઘર બાંધવાના હોવ, તો તે પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં બાંધવાનો વિચાર કરવો નહીં.

૧ આ. ‘પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં ઘર બાંધવા પહેલાં ‘કેટલી

ઊંચાઈ પર ઘર બાંધવું ?’, આ વિશે બાંધકામ તજ્‌જ્ઞોનું માર્ગદર્શન લેવું

કેટલાંક કારણોસર પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં નવું ઘર બાંધવું પડે તો ‘ત્‍યાં કેટલા મીટર ઊંચાઈ પર પાણી આવે છે ?’, આ બાબત સ્‍થાનિક બાંધકામ વિભાગને પૂછવી, તેમજ ‘કેટલા મીટર ઊંચાઈ પર ઘર બાંધવું જોઈએ ?’, આ વિશે અનુભવી બાંધકામ તજ્‌જ્ઞોનું માર્ગદર્શન લેવું.

૧ ઇ. માટી કે કાચી ઇંટોનું નહીં, જ્‍યારે ‘સ્‍લૅબ’ અને સિમેંટના ‘કૉલમ, બીમ’ રહેલા ઘરો સુરક્ષિત !

પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં માટીના, તેમજ કાચી ઇંટોના ઘરો વધારે સમય સુધી સારા રહી શકતા નથી. માટીના ઘરો પાણીના વેગવાન પ્રવાહને કારણે સહેલાઈથી પડી જાય છે, જ્‍યારે કાચી ઇંટો પાણીમાં ઓગળી જવાની સંભાવના હોય છે. મુસળધાર વરસાદને કારણે ઘર પરના પતરાં, નળિયાં ઇત્‍યાદિ ઉડી જાય છે. તેથી પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાં પથ્‍થરના, તેમજ ‘સ્‍લૅબ’ અને સિમેંટના ‘કૉલમ’ (સિમેંટના થાંભલા) – ‘બીમ’ ધરાવનારા મજબૂત ઘરો બાંધવા. આ ઘરની ભીંતો માટીને બદલે સિમેંટ અને રેતીની હોવી જોઈએ.

૧ ઈ. ઘર બાંધતી વેળાએ પૂરનું પાણી ઘરમાં આવે તો ‘તે
બહાર જઈ શકે’, આ રીતે ઢાળની (‘સ્‍લોપ’ની) રચના કરીને તે બાંધવો.

તે માટે બાંધકામ તજ્‌જ્ઞોનું માર્ગદર્શન લેવું

 

૨. વાસ્‍તુના સંદર્ભમાંના સૂત્રો

૨ અ. વિમો ઉતારવો

વાસ્‍તુ (ઘર) પૂરરેખા ક્ષેત્રમાં હોય, તો ‘ભવિષ્‍યમાં મહાપૂરના પ્રસંગ આવી શકે છે’, એમ ધ્‍યાનમાં લઈને ‘વાસ્‍તુ, વાહનો, ફાલ, તેમજ અન્‍ય સામગ્રીનો વીમો ઉતારવો કે કેમ ?’, તેનો નિર્ણય લેવો.

૨ આ. ભીંતોને ભીનાશ આવતી હોય તો ‘વૉટરપ્રૂફિંગ’ કરવું

ઘરની ભીંતોને ભીનાશ આવતી હોય, તો ચોમાસા પહેલાં ‘વૉટરપ્રૂફિંગ’ કરવું. ભીંતોને મોટી તિરાડ પડી હોય તો તે જોખમકારક બની શકે છે. તેથી તરત જ બાંધકામ તજ્‌જ્ઞોને બતાવી દેવું.

૨ ઇ. લાકડાના ‘ફર્નિચર’ને ‘વૉટરપ્રૂફ કોટિંગ’ કરવું

‘પ્‍લાયવૂડ’ અથવા ‘ભૂસા પ્‍લાય’થી બનાવેલા ‘ફર્નિચર’ને પાણી લાગીને ખરાબ થાય છે. તેથી તેને બદલે લાકડાનું અથવા લોખંડનું ફર્નિચર (ટેબલ, સોફા, પલંગ ઇત્‍યાદિ)નો વિચાર કરવો. લાકડાના ફર્નિચરને ‘વૉટરપ્રૂફ કોટિંગ’ કરવાથી તે વધારે સમય પાણીમાં રહે, તો પણ ખરાબ થશે નહીં.

૨ ઈ. ઘરમાંની વિદ્યુત જોડણીઓ (‘ઇલેક્‍ટ્રિક પૅનલ’) બને તેટલી ઊંચાઈ પર રાખવી.

૨ ઉ. ‘વીજળીની અછત વરતાય નહીં’, એ માટે શું કરવું ?

ચોમાસામાં અનિશ્‍ચિત સમયગાળા માટે વિદ્યુત પ્રવાહ ખંડિત થઈ શકે છે. તેથી ઘરમાં માચીસ, કોડિયા, મીણબત્તી, ટૉર્ચ, ફાનસ, ચીમની, કેરોસીન, તેલ ઇત્‍યાદિની વ્‍યવસ્‍થા કરવી. ‘ટૉર્ચ’માં નાખવા માટે વધારાના ‘સેલ’ની ઉપલબ્‍ધતા પણ કરી રાખવી. આ સર્વ ‘વૉટરપ્રૂફ’ પાઊચ અથવા બૅગમાં મૂકવાથી પાણીથી ભીનું થશે નહીં.

૨ ઊ. બારી-બારણાંની દુરસ્‍તી કરાવી લેવી

પૂરસ્‍થિતિમાં ચોરીના બનાવ બનતા હોવાથી ‘ઘરની બારી અને બારણાં વ્‍યવસ્‍થિત બંધ થાય છે ને ?’, તેમજ તેમને સુરક્ષિત જાળી છે ને ?’, તેની ખાતરી કરવી. જો બારી-બારણાં વ્‍યવસ્‍થિત બંધ થતા ન હોય તો તેની દુરસ્‍તી કરી લેવી.

 

૩. મહત્વના દસ્‍તાવેજો અને
મૂલ્‍યવાન વસ્‍તુઓ સુરક્ષિત રહે તે માટે શું કરવું ?

૩ અ. ‘ડિજિલૉકર’ ઍપનો ઉપયોગ કરવો

ભારત સરકારના ઇલેક્‍ટ્રૉનિક્સ અને આય.ટી. મંત્રાલયે ચાલુ કરેલા ‘ડિજિલૉકર’ આ ‘ઍપ્‍લિકેશન’નો ઉપયોગ કરવો. (https://digilocker.gov.in/ આ સંકેતસ્‍થળ પર આ વિશે માહિતી ઉપલબ્‍ધ છે.) ઇંટરનેટની સુવિધા ધરાવતા ભ્રમણભાષમાં સદર ‘ઍપ્‍લિકેશન’ સ્‍થાપિત (‘ઇન્‍સ્‍ટૉલ’) કરીને તેમાં પોતાનાં આધારકાર્ડનો ક્રમાંક લખવો. ‘ઍપ’ પર પોતાનાં આધાર કાર્ડનો ક્રમાંક નાખ્યા પછી આધારકાર્ડ સાથે સંલગ્ન (લિંક) રહેલા સર્વ શાસકીય દસ્‍તાવેજો (ઉદા. વાહન-પરવાના, ‘ઇન્શુરન્સ પૉલિસી’, ‘ટી.ડી.એસ્. સર્ટિફિકેટ’, ભાડું કરારપત્ર, ઘર ખરીદી વ્‍યવહાર) ‘ડાઊનલોડ’ કરી શકાય છે. ‘ડાઊનલોડ’ કરેલા આ દસ્‍તાવેજો ‘ઍપ’ પર હંમેશાં માટે સુરક્ષિત રહે છે. ‘ઍપ’ પોતાના ભ્રમણભાષ પર પહેલેથી જ સ્‍થાપિત કરીને તેની પરના દસ્‍તાવેજો ‘ડાઊનલોડ’ કર્યા હોય, તો આપત્‍કાલીન સ્‍થિતિમાં દસ્‍તાવેજો સરળતાથી ઉપલબ્‍ધ થઈ શકે છે.

૩ આ. રોકડા પૈસા, મૂલ્‍યવાન વસ્‍તુઓ, દાગિના, મહત્વના
દસ્‍તાવેજો ઇત્‍યાદિ રાખવા માટે પૂરગ્રસ્‍ત ક્ષેત્રમાંનો અધિકોષ પસંદ ન કરવો.

૩ ઇ. મહત્વના દસ્‍તાવેજોની સાક્ષાંકિત
(અટેસ્‍ટેડ) અને છાયાકિંત પ્રતિઓ સુરક્ષિત રાખવી

૧. મહત્વના મૂળ (ઓરિજિનલ) દસ્‍તાવેજો (ઉદા. શિધાપત્રક, આધારકાર્ડ, બૅંકની પાસબુક, ઘર સાથે સંબંધિત દસ્‍તાવેજો) અને તેની ૫ સાક્ષાંકિત (અટેસ્‍ટેડ) પ્રતિઓ અધિકોષનો ‘લૉકર’ હોય તો તેમાં રાખવી.

૨. મહત્વના દસ્‍તાવેજોની ૫ સાક્ષાંકિત (અટેસ્‍ટેડ) પ્રતિઓ અન્‍ય સગાંસંબંધીઓ અથવા પરિચિતોના ઘેર મૂકી શકાય.

૩. આ સાથે જ મહત્વના દસ્‍તાવેજોની ૫ છાયાંકિત (ઝેરૉક્સ) પ્રતિઓ પ્‍લાસ્‍ટિકની થેલીમાં મૂકીને એકાદ નાની બૅગમાં અથવા ‘બ્રીફકેસ’માં પોતાની સાથે રાખવી. ઘરમાંથી અચાનક બહાર પડવું પડે તો આ બૅગ સાથે રાખી શકાશે.

આ રીતે દસ્‍તાવેજોની પ્રતિઓ ૩ વિવિધ ઠેકાણે રાખી હોવાથી એક ઠેકાણે મૂકેલા દસ્‍તાવેજ આપત્‍કાળમાં જો ઉપલબ્‍ધ ન થાય, તો પણ અન્‍ય ઠેકાણે મૂકેલા દસ્‍તાવેજ આપણને મળી શકે છે.

૩ ઈ. મૂલ્‍યવાન વસ્‍તુઓ સુરક્ષિત સ્‍થાન પર મૂકો !

આપત્‍કાળમાં ચોરીનું પ્રમાણ વધે છે. તેથી મૂલ્‍યવાન વસ્‍તુઓ, દાગિના અધિકોષમાં અથવા સુરક્ષિત ઠેકાણે મૂકવા. મૂલ્‍યવાન વસ્‍તુઓ પહેલેથી જ સુરક્ષિત ઠેકાણે રાખવાથી ઘરને કોઈપણ જોખમ નડે, તો પણ વસ્‍તુઓ ખોવાશે નહીં.

૩ ઉ. ‘અધિકોષ અથવા ‘એટીએમ્.’ આ સુવિધાના
અભાવથી અગવડ ઊભી ન થાય’, તે માટે પોતાની પાસે રોકડ પૈસા રાખવા !

આપદ્‌સ્‍થિતિમાં દૈનંદિન આવશ્‍યકતાઓ પૂર્ણ કરવા માટે રોકડ પૈસા તાત્‍કાળ ઉપલબ્‍ધ થઈ શકતા નથી, તેમજ જીવનાવશ્‍યક અને અન્‍ય વસ્‍તુઓ પણ મોંઘી વેચવામાં આવે છે. તેથી ઓછામાં ઓછી ૧૫ દિવસથી એક માસ પૂરી પડે તેટલી રોકડ રકમ પાસે રાખવી. આ પૈસા પાણીથી ભીના ન થાય; તેથી પ્‍લાસ્‍ટિકની નાની થેલીમાં સુરક્ષિત ઠેકાણે રાખવા.’

(સદર લેખમાલિકાના સર્વાધિકાર (કૉપીરાઈટ) ‘સનાતન ભારતીય સંસ્‍કૃતિ સંસ્‍થા’ પાસે સંરક્ષિત છે.)

 

વાચકોને આવાહન !

મહાપૂરની દૃષ્‍ટિએ કેટલાક માર્ગદર્શક સૂત્રો અત્રે આપી રહ્યા છીએ. આ વિષયના અનુષંગથી વાચકોને જો કાંઈ સૂત્રો સૂચિત કરવા હોય તો તેમણે તે નીચે જણાવેલા સંગણકીય અથવા ટપાલ સરનામા પર મોકલવા, એવી વિનંતિ ! તેને કારણે આ વિષય ઊંડાણથી સમાજ સામે પ્રસ્‍તુત કરી શકવામાં સહાયતા થશે.

સંગણકીય સરનામું : [email protected]
ટપાલનું સરનામું :   સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment