પ.પૂ. ડૉકટરજી કરી રહેલા જપની શક્તિને લીધે સાક્ષાત સુદર્શનચક્રને આશ્રમના રક્ષણ માટે આવવું પડવું

ગોવા ખાતેનું સનાતન આશ્રમ એ સાક્ષાત ઋષિનું આશ્રમ છે. આશ્રમમાં સારી શક્તિઓ છે. મને સાક્ષાત સુદર્શનચક્ર આ આશ્રમનું રક્ષણ કરે છે, એમ દેખાય છે. સુદર્શનચક્ર કેવળ મહાવિષ્ણુ નારાયણ અર્થાત્ શ્રીકૃષ્ણના હાથમાં હોય છે, તો પછી તે ગોવાના (રામનાથી) આશ્રમના રક્ષણ માટે કેવી રીતે આવ્યું ? મે પહેલાં એવું કોઈ પણ આશ્રમમાં જોયું નથી. પ.પૂ. ડૉકટરજી કરી રહેલા જપની શક્તિ એટલી વધી ગઈ છે કે સાક્ષાત સુદર્શનચક્રને આશ્રમના રક્ષણ માટે આવવું પડ્યું છે. સુદર્શનચક્રને લીધે કેવળ એમનું (પ.પૂ. ડૉકટરજીનું) અને આશ્રમનું જ નહીં, પણ બધાજ સાધકોનું રક્ષણ થશે, એવા તે સર્વવ્યાપી છે, એની જાણીવ થશે.
– પૂ. ઇંદ્રવદન શુક્લ, બગવાડા, ગુજરાત.