ગાયનું મહત્વ

ગાયનું દૂધ નાના બાળકો માટે પણ પોષક હોય છે. ગાયો જ્યારે વનમાં ચરવા જાય છે, તે સમયે તેમના અસ્તિત્વથી વાતાવરણ ચૈતન્યદાયી બને છે, તેમજ તેમના દ્વારા ચરવાને કારણે માટીના કણ પવિત્ર બને છે અને ભૂમિને આનંદ થાય છે. સમગ્ર જગત્માં ગોવંશવૃદ્ધિ થાય, તો તેની પવિત્રતાને કારણે રજ-તમનો પ્રભાવ પણ ઓછો થાય છે. તેથી પહેલાંના સમયમાં ગોપાલનને ઘણું મહત્ત્વ પ્રાપ્ત થયું હતું. દૂધ, દહીં અને ઘીનો સુકાળ હતો. તેને કારણે પ્રજા પણ સાત્ત્વિક, ધાર્મિક અને સુદૃઢ હતી. ગાયની ચૈતન્ય શક્તિને કારણે જ ગોપાલનનું મહત્વ છે. ગોહત્યા જો બંધ થાય, તો જ આ સંભવ છે !

– (પરાત્પર ગુરુ) પરશરામ પાંડે મહારાજ