રાષ્‍ટ્ર અને ધર્મના રક્ષણ માટે ગુરુ-શિષ્‍ય પરંપરાની આવશ્‍યકતા

Article also available in :

‘गुरुर्ब्रह्मा गुरुर्विष्‍णुः गुरुर्देवो महेश्‍वरः ।

गुरुः साक्षात् परब्रह्म तस्‍मै श्रीगुरवे नमः ॥

અર્થ : ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ સર્વવ્‍યાપી ભગવાન વિષ્‍ણુ અને ગુરુ શંકર છે. એટલું જ નહીં, જ્‍યારે તેઓ સાક્ષાત્ પરબ્રહ્મ છે. આવા ગુરુદેવને હું નમસ્‍કાર કરું છું.

હિંદુ શાસ્‍ત્રમાં ઉપરોક્ત શ્‍લોક કહ્યો છે. એકવાર એક વિદેશી વ્‍યક્તિએ સ્‍વામી વિવેકાનંદને પ્રશ્‍ન પૂછ્‌યો ‘‘ભારતનું એક વાક્યમાં વર્ણન કરવાનું થાય તો તે કેવી રીતે કરશો ?’’ ત્‍યારે સ્‍વામી વિવેકાનંદે કહ્યું, ‘‘ગુરુ-શિષ્‍ય પરંપરા !’’ ગુરુ-શિષ્‍યના સરસ સંગમમાંથી મહાન રાષ્‍ટ્રનું નિર્માણ થયું હોવાનાં અનેક ઉદાહરણો પુરાણકાળથી ઇતિહાસ સુધી જોવા મળે છે, ઉદા. શ્રીરામ અને વસિષ્‍ઠ, પાંડવો અને શ્રીકૃષ્‍ણ. ચંદ્રગુપ્‍ત મૌર્યને આર્ય ચાણક્યએ ગુરુ તરીકે માર્ગદર્શન કર્યું અને એક બળશાળી રાષ્‍ટ્રનું નિર્માણ કર્યું. છત્રપતિ શિવાજી મહારાજને સમર્થ રામદાસસ્‍વામી અને સંત તુકારામ મહારાજે માર્ગદર્શન કર્યું અને છત્રપતિ શિવાજી મહારાજે ૫ પાતશાહીઓને પરાભૂત કરીને હિંદવી સ્‍વરાજ્‍યની સ્‍થાપના કરી. આ આપણા આદર્શ છે. ભારત પર અંગ્રેજોએ અને તેના પહેલાં મુગલોએ કરેલા રાજ્‍યમાં પ્રજા ક્યારે પણ સમાધાની નહોતી; કારણકે તે અસુરી પ્રવૃત્તિ ધરાવનારા લોકોએ કરેલું રાજ્‍ય હતું. ચૈતન્‍ય ઇત્‍યાદિ બાબતોથી તે ઘણું દૂર હતું.

 

ગુરુ-શિષ્‍ય પરંપરા પર અંગ્રેજોએ કરેલા પ્રહાર

આપણે જીવનમાં શીખતી વેળાએ, જે જે બાબતો પાસેથી શીખીએ છીએ, તે આપણા માટે ગુરુસ્‍વરૂપ જ હોય છે. તેથી પ્રત્‍યેકને ગુરુની આવશ્‍યકતા જીવનમાં ડગલે-ને-પગલે હોય છે જ. તે તત્ત્વ પર વિચાર કરતી વેળાએ આપણા ધ્‍યાનમાં આવે છે કે, ગુરુ-શિષ્‍ય પરંપરા જ મહાન હિંદુ સંસ્‍કૃતિનો પાયો છે. ભારત પર આક્રમણો કરનારા પ્રત્‍યેક આક્રમણકર્તાએ તેના પાયા પર પ્રહાર કર્યો અને ભારતની આજની સ્‍થિતિ આપણી સામે જ છે. વર્ષ ૧૮૩૫માં લૉર્ડ મેકોલેએ તત્‍કાલીન અંગ્રેજ સાંસદમાં આગળ જણાવેલાં સૂત્રો પ્રસ્‍તુત કર્યા, ‘‘મેં ભારતના ખૂણાખાંચરામાં પ્રવાસ કર્યો છે. આ કાળમાં મેં ક્યાંયે પણ ગરીબી કે ચોર  જોયા નથી. આવી સંપન્‍નતા અને આવું વૈભવ આ ઠેકાણે છે. એટલું જ નહીં, જ્‍યારે અહીંના લોકોના ઉચ્‍ચ વિચાર, નીતિમત્તા અને ગુણ જોતાં ‘આ લોકો પર આપણે રાજ્‍ય કરી શકીશું’ એવું મને લાગતું નથી. આ લોકો પર રાજ કરવા માટે આપણે તેમની પરંપરાઓ, સંસ્‍કૃતિ, શાસ્‍ત્ર અને આધ્‍યાત્‍મિકતાના એકત્‍વથી બનેલી કરોડ પર પ્રહાર કરવો પડશે.

તે માટે પહેલા અહીંની પરંપરાગત ચાલુ રહેલી શિક્ષણપદ્ધતિને (ગુરુ-શિષ્‍ય પરંપરાને) પાલટવી પડશે. તે માટે અહીંના લોકોમાં એવી સમજ અને શ્રદ્ધા નિર્માણ કરવી પડશે કે, જે અંગ્રેજ અને વિદેશી છે, તે ભારતીઓ કરતાં સારા અને ઉચ્‍ચ છે. તેમાંથી તેઓ પોતાનું આત્‍મસન્‍માન અને સંસ્‍કૃતિ ભૂલી જશે અને તેમાંથી જ આપણું વર્ચસ્‍વ આપણે તેમના પર અંકિત કરી શકીશું.’’ આમાંથી ધ્‍યાનમાં આવે છે કે, અંગ્રેજોએ સ્‍વાર્થ માટે ભારતની સંસ્‍કૃતિ પર આક્રમણ કરીને તેને નષ્‍ટ-ભ્રષ્‍ટ કરવાનો પ્રયત્ન કર્યો. આ દુષ્‍કૃત્‍યનાં પરિણામ આપણે સ્‍વતંત્રતા પછી પણ કેટલાક દશકોથી ભોગવી રહ્યા છીએ.

 

૧. રાષ્‍ટ્રને ધર્મથી જુદું કરીને સંપૂર્ણ સમાજની મોટી હાનિ થવી

આજની ભારતની સ્‍થિતિ કેવી છે ? આજે ભારતમાં પશ્‍ચિમીઓનું આંધળું અનુકરણ, બીભત્‍સતા અને સંસ્‍કૃતિવિહોણું આચરણ ઇત્‍યાદિની બોલબાલા છે. આ બધું શા માટે થાય છે ? દેશના સ્‍વતંત્રતા પછીના કાળથી ભારતના કોઈપણ શાસનકર્તાએ દેશને યોગ્‍ય પદ્ધતિથી ચલાવવા માટે ધર્મગુરુ અથવા સંતોનું માર્ગદર્શન લીધું નથી. દેશને ‘ધર્મનિરપેક્ષ’ દરજ્‍જો આપીને દેશની જનતાને ધર્મથી દૂર કરવામાં આવી. ધર્માચરણ કરવાથી રાષ્‍ટ્ર બળશાળી બને છે; કારણકે તેને ઈશ્‍વરી અધિષ્‍ઠાન પ્રાપ્‍ત થાય છે. દેશને સ્‍વતંત્રતા મળ્યા પછી બંધારણ ધર્માધારિત કરીને એક ધર્મરાષ્‍ટ્રનું નિર્માણ કર્યું નહીં. તેને બદલે મેકોલેની શિક્ષણપદ્ધતિનો પ્રસાર-પ્રચાર કરીને ધર્મનિરપેક્ષ રાજ્‍ય સ્‍થાપન કરવાની મોટી ભૂલ કરી. રાષ્‍ટ્રને ધર્મથી જુદું પાડીને સંપૂર્ણ સમાજની મોટી હાનિ કરી. તેને કારણે આજનો સમાજ વિવંચનામાં ફસાયેલો જોવા મળે છે. લોકોને ધર્માચરણ, ધર્મવિશેનું શિક્ષણ અને તેની મહિમા વિશે યોગ્‍ય શિક્ષણ આપવામાં આવ્‍યું નહીં. ‘હિંદુ ધર્મમાં વિશદ કરેલી કૃતિઓ અને તે યોગ્‍ય પદ્ધતિથી કેવી રીતે કરવી ?’, આ વિશે શિક્ષણ દેનારા ગુરુ સમાજમાં નથી. તેને કારણે પ્રશ્‍ન ધરાવનારાઓને તેમના ઉત્તરો ન મળવાથી તેમનો છબરડો થઈ રહ્યો છે અને દ્વેષ કરનારાઓને તક મળી છે.

 

૨. રાજસત્તા પર ધર્મસત્તાનો અંકુશ ન હોવો

રાજસત્તા પર ધર્મસત્તાનો અંકુશ ન હોવાથી સ્‍વૈરાચારી અને દુરાચારી રાજાને દંડ દેવાની વ્‍યવસ્‍થા નથી. પહેલાંના કાળમાં પ્રત્‍યેક રાજઘરાણાને રાજગુરુ રહેતા અને રાજા તેમની પાસેથી માર્ગદર્શન લેતો હતો. જો કાંઈ ભૂલચૂક દેખાય તો તે વિશે વઢવાનું અને તેનાં દુષ્‍પરિણામ ધ્યાનમાં લાવી આપવાનું કાર્ય રાજગુરુ કરતા હતા. આ રીતે રાજગુરુઓના માધ્‍યમ દ્વારા રાજસત્તાને ધર્મસત્તા નિયંત્રિત કરતી હતી.

 

૩. ગુરુ પાસેથી જીવનમાં શીખવાનું મહત્ત્વ

જન્‍મ થયો ત્‍યારથી મૃત્‍યુ સુધી પોતે શીખતાં રહેવું જોઈએ. સાવ નાનપણમાં લખતાં, બોલતાં, ચાલતાં, આગળ જતાં સાયકલ કે દ્વિચક્રી વાહન અથવા ચારચક્રી ચલાવવાથી માંડીને શિક્ષણ પૂર્ણ કરીને ઉચ્‍ચપદસ્‍થ નોકરી મળવી, આ સર્વ આપણે શીખવું જ પડે છે. ત્‍યાંથી આગળ જતાં જીવનની ઉતરતી-ચડતીમાં પોતાને પાછા ઠેકાણે લાવવા માટે પ્રત્‍યેક બાબત શીખવી જ પડે છે. આ સર્વ કરવા માટે આપણને માતા-પિતા, સગાંસંબંધીઓ, મિત્ર-પરિવાર સહાયતા કરે છે. તેઓ એક રીતે આપણાં ગુરુ જ હોય છે. આટલી નાની-નાની બાબતો માટે આપણને માર્ગદર્શનની આવશ્‍યકતા જણાતી હોય, તો ત્‍યાંથી પણ આગળ જઈને પોતાનો ઉદ્ધાર કરી લેવો હોય, તો આપણને આધ્‍યાત્‍મિક ગુરુની અત્યંત આવશ્યકતા જણાય છે.

 

૪. ગુરુનું કાર્ય

‘ગુરુ’ આ શબ્‍દની વ્‍યુત્‍પત્તિ જ સ્‍પષ્‍ટ કરે છે કે,

गुशब्‍दस्‍त्‍वन्‍धकारः स्‍यात् रुशब्‍दस्‍तन्‍निरोधकः ।

अन्‍धकारनिरोधित्‍वात् गुरुरित्‍यभिधीयते ॥

અર્થ : ‘ગુ’ શબ્‍દનો અર્થ અંધકાર, અજ્ઞાન અથવા માયા છે અને ‘રુ’ શબ્‍દનો અર્થ પ્રકાશ અથવા જ્ઞાન એવો થાય છે. જે શિષ્‍યના જીવનમાં ‘માયા’રૂપી અંધકાર નષ્‍ટ કરીને ‘જ્ઞાન’રૂપી પ્રકાશ ફેલાવે છે, તે જ ગુરુ છે.

શ્રદ્ધા ધરાવનારા બુદ્ધિજીવો માટે ‘ગુરુ’ આ એક વ્‍યાપક સંકલ્‍પના છે અને શિષ્‍ય માટે તે એક પ્રચંડ શક્તિ છે. જેણે ગુરુની શક્તિની અનુભૂતિ મેળવી, તે ભાગ્‍યવાન સમજવો. ગુરુ દેહધારી નથી, તેઓ સર્વવ્‍યાપી તત્ત્વ છે. ધર્મકાર્યની આવશ્‍યકતા અનુસાર તેઓ સંતનાં રૂપમાં દેહ ધારણ કરીને પૃથ્‍વી પર જન્‍મ લે છે. બ્રહ્માંડમાં ગમે ત્‍યાં જઈએ, તો પણ ગુરુ આપણને સદૈવ ટેકો આપતા જ હોય છે.

 

૫. ગુરુ-શિષ્‍ય પરંપરાના
પુનરુજ્‍જીવન માટે ભારત હિંદુ રાષ્‍ટ્ર થવું આવશ્‍યક !

આજે આ પરંપરાને પુનરુજ્‍જીવિત કરવાનો સમય પાકી ગયો છે. સમાજમાં પણ કેટલાક પ્રમાણમાં રાષ્‍ટ્ર વિશે અભિમાન હોય, તો પણ ધર્મપ્રેમ હોવો તેટલું જ આવશ્‍યક છે. ધર્માધિષ્‍ઠિત રાજ્‍યપ્રણાલી હોય, તો જ સમાજમાં સંપ, સમજણ ઇત્‍યાદિ દૈવી ગુણોનો વિકાસ અને આચરણ થાય છે. લોકોમાં ધર્મપ્રેમ મનમાં ઉતારવાનું કાર્ય ગુરુ (સંત) કરતા હોય છે. સંત જ્ઞાનેશ્‍વર, સંત તુકારામ મહારાજ, સમર્થ રામદાસસ્‍વામી ઇત્‍યાદિ અનેક સંત થઈ ગયા, જેમણે તેમની સાત્ત્વિક વાણીથી લોકોમાં ધર્મપ્રેમ પર્યાયથી રાષ્‍ટ્રપ્રેમ જાગૃત કર્યો. ધર્માધારિત રાષ્‍ટ્રની સ્‍થાપના કરીએ, તો તે અનેક શતકો સુધી ટકી રહે છે અને તેમની ભૌગોલિક મર્યાદાઓ પણ મોટી અને વ્‍યાપક હોય છે. ભગવાન શ્રીરામે સ્‍થાપન કરેલું રાજ્‍ય આગળ સહસ્રો વર્ષ ટક્યું. તેમણે સ્‍થાપન કરેલા રાજ્‍યની સીમાઓ કેવળ હમણાના ભૌગોલિક ભારત પૂરતી હોવાને બદલે તે હમણાના અફઘાનિસ્‍તાન, ઇરાન સુધી અને તિબેટથી દક્ષિણના ઇંડોનેશિયા સુધી હતી. ઇતિહાસ જોવાથી ધ્‍યાનમાં આવે છે કે, ચંદ્રગુપ્‍ત મૌર્યએ પણ આર્ય ચાણક્યના માર્ગદર્શન હેઠળ મોટા સામ્રાજ્‍યની સ્‍થાપના કરી.

તેની સીમાઓ સંપૂર્ણ ભારતવર્ષ સાથે જ અફઘાનિસ્‍તાન સુધી હતી. મૌર્ય સામ્રાજ્‍ય વિશ્‍વનું સૌથી મોટું સામ્રાજ્‍ય હતું. આપણી સામે રહેલા આ આદર્શો દ્વારા ગુરુ-શિષ્‍ય પરંપરાની મહાનતા ધ્‍યાનમાં આવે છે. ગુરુ શિષ્‍યની કેવળ આધ્‍યાત્‍મિક જ નહીં, જ્‍યારે તેની વ્‍યવહારિક ઉન્‍નતિની પણ કાળજી લે છે. તેને કારણે રાષ્‍ટ્રનું નિર્માણ કરવા માટે ગુરુ-શિષ્‍ય પરંપરા જ આવશ્‍યક છે. ગુરુ-શિષ્‍ય પરંપરા પુનરુજ્‍જીવિત કરવા માટે ભારત ફરી એકવાર હિંદુ રાષ્‍ટ્ર બનવું આવશ્‍યક છે.

 

૬. કૃતજ્ઞતા

ગુરુ જ પરમેશ્‍વર ! ગુરુ જ સર્વેશ્‍વર !! સર્વ ગુરુચરણોમાં સમર્પિત !!!’

 – શ્રી. સત્‍યકામ કણગલેકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment