મોટા શહેરોમાં રહેનારાઓ ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો !

પ્રસ્તાવના

મોટા શહેરોમાંનું અસુરક્ષિત વાતાવરણ, તેમજ ત્‍યાં વધી રહેલી રજ-તમની પ્રબળતાને કારણે કુટુંબીજનો સાથે ગામડામાં અથવા તાલુકાના ઠેકાણે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરો અને ત્‍યાં રહેવાની વ્‍યવસ્‍થા કરી રાખો !

વર્તમાનમાં ભારતમાંના મહાનગરો, તેમજ અન્‍ય મોટાં શહેરોની લોકસંખ્‍યા દિવસે દિવસે વધતી જાય છે. ત્‍યાં મોટા પ્રમાણમાં ફેલાયેલો રોગચાળો આ સહુકોઈ માટે ચિંતાનો વિષય બની ગયો છે. શહેરોમાં પુષ્‍કળ ભીડ, સ્‍વચ્‍છતાનો અભાવ, વધી રહેલું પ્રદૂષણ, રજ-તમની વધારે પડતી પ્રબળતા ઇત્‍યાદિને કારણે ત્‍યાંનો નાગરિક ભય અને અસુરક્ષિતતાના ઓછાયામાં ફરતો દેખાય છે. યુદ્ધજન્‍ય પરિસ્‍થિતિ, રમખાણો, ટીસુનામી, રોગચાળો ઇત્‍યાદિ આપત્તિ સમયે આ શહેરો ગામડા કરતાં વધારે સંકટમાં હોઈ શકે. તેથી ત્‍યાં રહેવાનું જોખમકારી બની શકે છે.

 

૧. ગામ અથવા તાલુકાના સ્‍થાન પરનું વાતાવરણ તુલનામાં સુરક્ષિત !

મહાનગરોની તુલનામાં ગામ, તાલુકાના સ્‍થાનની ખુલ્‍લી હવા, નૈસર્ગિક સાધનસંપત્તિ (સૂર્યપ્રકાશ, વૃક્ષો ઇત્‍યાદિ) પુષ્‍કળ હોવી, ઓછું પ્રદૂષણ ઇત્‍યાદિ હોવાથી વાતાવરણ સુરક્ષિત અને આરોગ્‍યદાયી હોય છે, તેમજ ત્‍યાંની જીવનશૈલી સ્‍વયંપૂર્ણ હોય છે. ગામમાં જીવન આવશ્‍યક વસ્‍તુઓની (પાણી, શાકભાજી, ફળો ઇત્‍યાદિની) ઉપલબ્‍ધતા પણ સહેજે થાય છે. પોતાની ખેતી હોય, તો તે કરીને પોતાનું ભરણપોષણ કરી શકાય છે.

 

૨. મહાનગરોમાંના સાધકોએ કુટુંબીજનો
સાથે ગામડે અથવા તાલુકાના ઠેકાણે રહેવાની વ્‍યવસ્‍થા કરી રાખવી !

પહેલાં ગામડામાં રહેનારા કેટલાક જણ શિક્ષણ, નોકરી, વ્‍યવસાય ઇત્‍યાદિ નિમિત્તે મહાનગરો, તેમજ મોટાં શહેરોમાં સ્‍થળાંતરિત થયા છે. આપત્‍કાળમાં આ શહેરોની થનારી અપરિમિત હાનિ ધ્‍યાનમાં લઈને મહાનગરોમાં વસનારાઓએ કુટુંબીજનો સાથે ગામ અથવા તાલુકાના ઠેકાણે રહેવા જવાનો વિચાર કરવો. સુરક્ષિત ઠેકાણે ‘ફાર્મ હાઊસ’ (ખેતરમાંનું ઘર) હોય તો તે પણ ચૂંટી શકાય. જો તમારું ગામ અસુરક્ષિત હોય, તેમજ ત્‍યાં રહેવાની વ્‍યવસ્‍થા થઈ શકે તેમ ન હોય તો સુરક્ષિત હોય એવું પર્યાયી ગામ અથવા તાલુકાનું સ્‍થાન પસંદ કરવું.

 

૩. આપત્‍કાળમાં રહેવા જવા માટે ગામ અને
ઘર પસંદ કરતી વેળાએ આગળ આપેલા મહત્વના સૂત્ર ધ્યાનમાં લો !

૩ અ. ગામ અથવા તાલુકો પસંદ કરતી વેળાએ ધ્‍યાનમાં લેવાની ઝીણવટો

૧. પસંદ કરવાના હોવ તે ગામ અથવા તાલુકો મહાનગર અને મોટા શહેરોની સાવ નજીક ન હોવું.

૨. ‘તેની આજુબાજુના ગામડા સુરક્ષિત છે ને ?’, તે જોવું.

૩. ગામ પૂરગ્રસ્‍ત, જ્‍વાલામુખીય, તેમજ ભૂકંપપ્રવણ ક્ષેત્રમાં હોવું ન જોઈએ. બંધનું વધારાનું પાણી છોડવાથી આવનારા સંભાવ્‍ય પૂરક્ષેત્રમાંનું ગામ પસંદ ન કરવું.

૪. સમુદ્ર, તેમજ નદીકાંઠાની આસપાસ રહેલા ગામોને બદલે પર્યાયી ગામડું પસંદ કરવાને પ્રાધાન્‍ય આપવું. તેનું કારણ એટલે સમુદ્રનાં મોજાં, તેમજ નદીને આવેલા પૂરને કારણે કિનારા પર પાણીનો ઉચ્‍ચતમ સ્‍તર પહોંચવાની સંભાવના રહે છે. આ પાણીને કારણે કિનારા નજીકના ગામો પાણી નીચે ડૂબી શકે છે. આ ટાળવા માટે પાણીની ઉચ્‍ચતમ સપાટી કરતાં ૪ મીટર ઊંચાઈ પર ભૂમિનો સ્‍તર (ગ્રાઊંડ લેવલ) રહેલા ગામો પસંદ કરવા.

૫. કોલસાની ખાણો ધરાવતા પ્રદેશમાં ખાણ નીચે અંગારા હોય છે. અંગારાને કારણે કોલસો બળીને રાખ નિર્માણ થાય છે અને ભૂમિમાં પોલાણ નિર્માણ થઈને તે ભૂમિ બેસી જાય છે. તેથી આવા પ્રદેશોમાંના ગામો પસંદ કરવા નહીં.

૬. મોટાં મોટા કારખાના, ઔદ્યોગિક પ્રકલ્‍પો (ઇંડસ્‍ટ્રિયલ પ્લૉટ) અને સિલિંડરના ગોદામમાં સિદ્ધ થનારા જ્‍વલનશીલ પદાર્થોનો સ્‍ફોટ થઈને આજુબાજુના વિસ્‍તારની મોટી હાનિ થઈ શકે છે. તેથી આજુબાજુના વિસ્‍તારમાં આવા કારખાના કે પ્રકલ્‍પ હોવા જોઈએ નહીં.

૭. આપત્‍કાળમાં પણ ગામમાં પાણીનો પુષ્‍કળ સંગ્રહ, તેમજ જીવન ઉપયોગી વસ્‍તુઓની (પાણી, શાકભાજી, ફળો ઇત્‍યાદિની) ઉપલબ્‍ધતા થવી જોઈએ.

૮. ઘણાં ગામોમાં ‘મોબાઈલ’ માટે નેટવર્ક ન હોવાથી અન્‍યોને સંપર્ક કરવાનું કઠિન થાય છે. તેથી ‘ગામમાં સંપર્ક વ્‍યવસ્‍થા સારી છે ને ?’, એમ જોવું.

૯. ગામમાંનું વાતાવરણ સાધના, તેમજ વ્‍યક્તિગત જીવન માટે અનુકૂળ હોવું જોઈએ. ગામમાં ઘર ભલે હોય, તો પણ જો ત્‍યાં સાધના માટે પૂરક વાતાવરણ ન હોય, તો પર્યાયી ઠેકાણાનો વિચાર કરવો.

૩ આ. ઘરના સંદર્ભમાં આગળ જણાવેલી ઝીણવટોનો અભ્‍યાસ કરવો આવશ્‍યક !

૧. આપણું ઘર હિંદુ બહુમતિ ધરાવતા સુરક્ષિત ક્ષેત્રમાં હોવું જોઈએ.

૨. ઝૂંપડપટ્ટીને કારણે થનારું ગેરકાયદેસર બાંધકામ, ગીચ વસ્‍તી, તેમજ પુષ્‍કળ અસ્‍વચ્‍છતાને કારણે રોગચાળો ઝડપથી ફેલાવો, સિલિંડરના સ્‍ફોટ, ‘શૉર્ટસર્કિટ’ને કારણે આગ લાગવી, આવી દુર્ઘટનાઓ બને છે. તેથી ઘરની આજુબાજુમાં ૧ – ૨ કિ.મી. અંતર સુધી ઝૂંપડપટ્ટી હોવી જોઈએ નહીં.

૩. આપણી આજુબાજુમાં આપણને સહાયતા કરી શકે, એવા લોકો જો રહેતા હોય તો ઉત્તમ !

૪. ‘ધર્મપ્રસાર કરવો, વનૌષધીઓનું ખેડાણ કરવું, ઇત્‍યાદિ સેવાઓ ત્‍યાં કરી શકાશે કે કેમ ?’, તેવો પણ વિચાર કરવો.

૩ ઇ. ‘ઉપર જણાવેલા સર્વ સૂત્ર લાગુ પડે’, તેવું ગામ અથવા તાલુકાનું ઠેકાણું મળે તો ઉત્તમ !

રજ-તમ પ્રધાન ગામ કે તાલુકા કરતાં સાત્વિક ગામ કે તાલુકાનું રક્ષણ થવાનું છે. તેથી આશ્રય પસંદ કરતી વેળાએ સાત્વિકતાનો, તેમજ ઉપરોક્ત અન્‍ય સૂત્ર લાગુ કરી જોવા. ‘ઉપરોક્ત સર્વ સૂત્ર લાગુ પડે’, એવું ગામ અને ઘર મેળવવા માટે પ્રયત્નો કરવા. તેમ જો ન બની શકે, તો વધારેમાં વધારે સૂત્ર લાગુ પડે, તેવું ગામ અને ઘર પસંદ કરવું.

‘મહાનગરો અને મોટા શહેરો કરતાં સુરક્ષિત હોય એવા ગામડે સ્‍થળાંતરિત થવાનો વિચાર કરવો, એટલે એક રીતે આપત્‍કાળની પૂર્વસિદ્ધતા કરવા જેવું જ છે’, આ વાત ધ્‍યાનમાં લો !

આપત્‍કાળની પૂર્વસિદ્ધતા તરીકે ગામડે
રહેલા ઘરમાં આગળ જણાવેલી વ્‍યવસ્‍થા કરો !

ગામડામાં રહેલા તમારા ઘરનું સમારકામ કરીને તે રહેવા-યોગ્‍ય સ્‍થિતિમાં કરવું. ઉપરોક્ત સૂત્ર અનુસાર ગામ કે તાલુકો પસંદ કરવાનો હોય, તો તે વહેલામાં વહેલી તકે પસંદ કરીને ત્‍યાં રહેવા માટે યોગ્‍ય સર્વ વ્‍યવસ્‍થા કરી રાખવી. ઘરે સૌરઊર્જાના ઉપકરણો પણ લઈ રાખી શકાય. ત્‍યાં પહેલેથી જ બધી વ્‍યવસ્‍થા કરી હોય, તો આપત્‍કાળનો આરંભ થતાં જ મોટા શહેરો છોડીને ગામડે આશ્રય લઈને પોતાના પ્રાણનું રક્ષણ કરવાનું સરળ પડશે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment