વાવાઝોડા જેવી નૈસર્ગિક આપત્તિનો સામનો કરવા માટે કરવાની પૂર્વસિદ્ધતા અને પ્રત્‍યક્ષ આપત્‍કાલીન સ્‍થિતિમાં કરવાની કૃતિ

મે અને જૂન મહિનામાં ભારતને ‘અમ્‍ફાન’ અને ‘નિસર્ગ’ આ શક્તિશાળી વાવાઝોડાંનો સામનો કરવો પડ્યો. ૨૦.૫.૨૦૨૦ ના દિવસે ભારતની પૂર્વ કિનારપટ્ટી પર ‘અમ્‍ફાન’, જ્‍યારે ૨ અને ૩ જૂન ૨૦૨૦ ના દિવસે મુંબઈ સાથે જ કોકણ કિનારપટ્ટી પર ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટક્યું.

માનવીને હૃદયમાં ફાળ પડે, એટલો પ્રચંડ પવનનો વેગ અને મુસળધાર વરસાદ આ સ્‍વરૂપના સદર વાવાઝોડાને કારણે મોટ-મોટાં વૃક્ષો ધરાબોળ થયા. ઘરની ભીંતો પડી જવી, છાપરાં ઊડી જવા, ઇત્‍યાદિને કારણે મોટા પ્રમાણમાં વિત્તહાનિ થઈ. અસંખ્‍ય લોકો બેઘર થયા. ઘણે ઠેકાણે વીજળીના થાંભલા પડી જવાથી વીજળી પુરવઠો ખંડિત થયો. મોબાઈલનું નેટવર્ક બંધ પડવાથી સંપર્ક યંત્રણા તૂટી ગઈ. જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું. નિસર્ગએ ધારણ કરેલું આ રૌદ્ર રૂપ જોઈને લોકો ભયભીત થયા.

‘વાવાઝોડું, અતિવૃષ્‍ટિ, ભૂકંપ જેવી આપત્તિઓનો ક્યારે સામનો કરવો પડશે ?’, એ કાંઈ કહેવાય નહીં. કોઈપણ ક્ષણે આવી સ્‍થિતિ ઉદ્‌ભવી શકે છે. તેથી પૂર્વસિદ્ધતા કરવી આવશ્‍યક છે. તે દૃષ્‍ટિએ સહુકોઈએ આગળ જણાવેલી સૂચનાઓનું ગંભીરતાથી પાલન કરવું.

 

૧. નૈસર્ગિક આપત્તિની દૃષ્‍ટિએ કરવાની પૂર્વસિદ્ધતા

અ. નવું ઘર બાંધતી વેળાએ પતરાંને બદલે પાકા (ઉદા. ‘સ્‍લૅબ’) છાપરાનો વિચાર કરવો.

આ. ઘરના છાપરા તરીકે લગાડેલી પતરાની શેડ ભલે ગમે તેટલી મજબૂત લાગતી હોય, તો પણ વાવાઝોડામાં પતરાં ઊડી જાય છે. છાપરાને લગાડેલા પતરાં ઊડી ન જાય, તે માટે હંમેશાં પતરાં પર રેતી ભરેલા ગૂણિયા મૂકવા; કારણકે ‘વાવાઝોડું ક્યારે આવે ?’, તે કાંઈ કહેવાય નહીં. (જો પતરાંનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.ફૂટ સુધી હોય તો પ્રત્‍યેકે ૫ થી ૧૦ કિલો વજનના કેટલાક ગૂણિયા છાપરા પર ચારેકોરથી અને વચમાં આવશ્‍યકતા અનુસાર રાખવા. આ ગૂણિયા સારી ગુણવત્તા ધરાવનારા હોવા જોઈએ.)

ઇ. ઘરની અજુબાજુમાં ઘણા જૂના અને જોખમકારી એવા વૃક્ષો હોય, તો તે કાપી નાખવા. જેથી વાદળના પ્રસંગે વૃક્ષો પડી જઈને ઘરની હાનિ થશે નહીં.

ઈ. આપણા મકાન અથવા ઘરના બહારના રસ્‍તા પરથી ‘હાય ટેંન્‍શન’ વિદ્યુત તાર (વાયર) જતો હોય અને પાસે જ વૃક્ષો હોય તો વરસાદ અથવા પવનને કારણે વૃક્ષો તાર પર પડીને જીવિત હાનિ થઈ શકે છે. તેથી સ્‍થાનિક વિદ્યુત ખાતાને સંપર્ક કરીને વીજળીની તાર પાસે રહેલા વૃક્ષની ડાળીઓ તોડવા માટે કહેવું.

ઉ. કોઈપણ વિદ્યુત તાર નીચે ઊભા રહેવું નહીં, તેમજ ત્‍યાં ભ્રમણભાષ પર બોલવું નહીં. તેની નીચે ઢોર ઊભાં ન રહે, તેની કાળજી લેવી. વિદ્યુત તારમાંથી જો તણખા ઝરતા હોય (‘સ્‍પાર્કિંગ’ થતું હોય), તો તરત જ વિદ્યુત ખાતાને જાણ કરવી.

ઊ. વીજળીના થાંભલાં, વિદ્યુત તાર, તેમજ વૃક્ષોની નીચે દ્વિચક્રી કે ચારચક્રી વાહનો ઊભા કરવાથી વાદળને કારણે થાંભલો અને વૃક્ષો પડી જવાથી ઘણી હાનિ થઈ શકે છે. તેથી ત્‍યાં વાહન ઊભા કરવા, વાહન ચલાવતા લઈ જવા ઇત્‍યાદિ કરવું નહીં.

એ. ચોમાસામાં અનિશ્‍ચિત સમયગાળા માટે વિદ્યુત પુરવઠો ખંડિત થઈ શકે છે. તેથી ઘરમાં કોડિયા, મીણબત્તી, ટૉર્ચ, ફાનસ ઇત્‍યાદિની વ્‍યવસ્‍થા કરી રાખવી.

ઐ. ‘ઘરના બારી-બારણાં વ્‍યવસ્‍થિત બંધ થાય છે ને ?’, તેની ખાતરી કરવી. તે જો વ્‍યવસ્‍થિત બંધ થતા ન હોય તો તેમની દુરસ્‍તી કરી લેવી.

ઓ. પ્રશાસન અને હવામાન ખાતા દ્વારા સમય-સમય પર પ્રસારિત થનારી સૂચનાઓનું પાલન કરવું. તેના ભણી દુર્લક્ષ કરવું નહીં.

 

૨. વાદળ આવવાના સંદર્ભમાં
પૂર્વસૂચના મળી હોય તો કરવાની કૃતિ

અ. ઘરના આંગણામાં, ફળિયામાં, છાપરે અથવા અગાસીમાં રહેલી હળવા વજનની સામગ્રી હોય તો તે તરત જ અંદર લેવી અને વ્‍યવસ્‍થિત બાંધીને મૂકવી.

આ. પશુધનને સુરક્ષિત જગ્‍યાએ ખસેડવા.

ઇ. ઘરમાં પાણી અને સૂકો નાસ્તો હોવા જોઈએ.

ઈ. ‘પવનનો વેગ વધી રહ્યો છે’, એમ ધ્‍યાનમાં આવે તો રસોડાના સર્વ ગૅસ અને તેના મુખ્‍ય ‘વૉલ્‍વ’ બંધ કરવા. વાદળની તીવ્રતા સમાપ્‍ત થાય ત્‍યાં સુધી તે ચાલુ કરવા નહીં.

 

૩. વાવાઝોડા સમયે ઘરે હોવ તો શું કરવું ?

અ. ઘરની બહાર નીકળવું નહીં. અગાસીમાં અને પતરાની શેડ હોય, તે ભાગમાં જવું નહીં. આજુબાજુના ઘરનાં છાપરાં તેમજ વસ્‍તુઓ પવનથી ઊડીને હાનિ પહોંચી શકે છે.

આ. ઘરનાં બારી-બારણાં વ્‍યવસ્‍થિત બંધ કરવાં. પવનના વેગથી બારણાં આપમેળે જ ખુલે નહીં, તે માટે બારણાં પાસે અંદરની બાજુથી ભારે વસ્‍તુઓ મૂકી શકાય.

ઇ. બારીના કાચ ફૂટીને ઇજા થઈ શકે છે. તેથી બારી પાસે થોભવું કે સૂવાનું ટાળવું.

ઈ. ઘરમાંની વિદ્યુત પ્રવાહની મુખ્‍ય કળ (મેન સ્‍વીચ) બંધ કરીને વિદ્યુત પ્રવાહ ખંડિત કરવો. દૂરચિત્રવાણી સંચ, મિક્સર ઇત્‍યાદિ વિદ્યુત ઉપકરણોની પિન ‘સૉકેટ’માંથી કાઢી રાખવી.

ઉ. આ સમયમાં ઉદ્વાહક યંત્ર (લિફ્‍ટ), વાતાનુકૂલિત યંત્ર (એ.સી.), હેર ડ્રાયર ઇત્‍યાદિનો ઉપયોગ કરવો નહીં. શીતકબાટને (ફ્રિજને) સ્‍પર્શ કરવાનું ટાળવું.

ઊ. કેટલીક વાર આપત્‍કાલીન સ્‍થિતિમાં ખોટા સંદેશ સર્વત્ર પ્રસારિત કરવામાં આવે છે. તેથી કોઈપણ અફવા પર વિશ્‍વાસ મૂકવો નહીં. શાસને અધિકૃત રીતે પ્રસારિત કરેલી જાણકારી ગ્રાહ્ય રાખવી (માન્‍ય કરવી).

 

૪. ઘરની બહાર હોવ ત્યારે લેવાની દક્ષતા

અ. વાવાઝોડાના સમયે સુરક્ષિત સ્‍થાન શોધીને ત્‍યાં થોભવું. વધારે સંખ્‍યામાં વૃક્ષો, વીજળીના થાંભલા ઇત્‍યાદિ ન હોય એવાં સ્‍થાનો સુરક્ષિત કહી શકાશે. વૃક્ષ અથવા વીજળીના થાંભલા નીચે થોભવું નહીં.

આ. વૃક્ષો અથવા વીજળીના થાંભલાથી દૂર એવા સુરક્ષિત ઠેકાણે દ્વિચક્રી અથવા ચારચક્રી વાહનો ઊભા કરવા. ચારચક્રી વાહનોના બારણાં અને બારી વ્‍યવસ્‍થિત બંધ કર્યા હોવાની ખાતરી કરવી. તેના પૈડા નીચે પથ્‍થરના વજનદાર ગતિરોધક મૂકવા; કારણકે વાવાઝોડાના પવનથી વાહનો આડા-અવળા થવાની શક્યતા હોય છે.

ઇ. રસ્‍તા પર પડેલા વૃક્ષ-રોપોને સ્‍પર્શ કરવાનું ટાળવું. તે ઝાડ પર વીજળીના વાહક તાર પડેલા હોવાની સંભાવના હોય છે.

ઈ. વરસાદને કારણે સર્વત્ર ભીનાશ થઈ હોવાથી વીજળીના કોઈપણ થાંભલાને સ્‍પર્શ કરવો નહીં; કારણકે ભીનાશને કારણે વીજળીનો ઝાટકો (‘શૉક’) બેસી શકે છે.

 

૫. વાવાઝોડું આવી જાય પછી કરવાની કૃતિઓ

અ. વાતાવરણ પહેલાં જેવું થાય, ત્‍યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં.

આ. વાદળ અને વરસાદને કારણે પરિસરમાંના વૃક્ષો પડી ગયા હોય અથવા વીજળીના વાહક તાર તૂટી ગયા હોય, તો તેમને સ્‍પર્શ કરવો નહીં. અગ્‍નિશમન દળ અને વિદ્યુત ખાતાને જાણ કરવી.

ઇ. ઘરમાંના સિલિંડરમાંથી ગૅસ ગળતું હોય (લીકેજ થતું હોય) તો વિદ્યુત પ્રવાહનું મુખ્‍ય બટન (મેન સ્‍વીચ) બંધ કરવી. સિલિંડર પવનના સંપર્કમાં આવે, એવા સ્‍થાન પર (ઉદા. અગાસીમાં) મૂકવો. ઘરમાં ગૅસનો વાસ ફેલાયો હોય, તો વિદ્યુત બટન ચાલુ કરવું નહીં.

ઈ. વાહનો, વિદ્યુત ઉપકરણો, તેમજ ઘરમાંની સામગ્રી નવી હોય અને તેનો વિમો (ઇન્શ્યોરન્સ) ઉતારેલો હોય અને નૈસર્ગિક આપત્તિને કારણે થયેલી હાનિ ભરપાઈ મળવાની હોય તો વિમા પ્રતિનિધીનું માર્ગદર્શન લેવું. હાનિ થયેલી વસ્‍તુઓ આટોપતાં પહેલાં તેના છાયાચિત્રો કાઢવા અને તેનું પંચનામું કરી લેવું.

આપત્તિના પ્રસંગે ‘રાષ્‍ટ્રીય આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ’ના (National Disaster Management Authority ના) ૦૧૧-૧૦૭૮ આ હેલ્‍પલાઈન ક્રમાંક પર સંપર્ક કરીને માર્ગદર્શન લઈ શકાશે.

 

સંકટના સમયમાં મનોધૈર્ય
ટકી રહે તે માટે સાધનાને પર્યાય નથી !

આજે વિજ્ઞાને સર્વ ક્ષેત્રોમાં ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, તો પણ વાવાઝોડાં જેવી નૈસર્ગિક આપત્તિ ઉદ્‌ભવે નહીં, આ વાત માનવી શક્તિના પેલે પારની છે. આવા પ્રસંગમાં મન સ્‍થિર રાખીને મનોધૈર્ય ટકાવી રાખવું, એટલું જ આપણા હાથમાં હોય છે. તે માટે દૈનંદિન જીવનમાં સાધનાના પ્રયત્નો કરવાનું અનિવાર્ય છે. સાધનાને કારણે વિકટ સ્‍થિતિનો સામનો પણ ધીરજથી અને આનંદથી કરી શકાય છે. વાચકો, આપદ્‌સ્‍થિતિમાં નહીં, જ્‍યારે અત્‍યારથી જ સાધનાનો આરંભ કરો અને આધ્‍યાત્‍મિક ઊર્જાનું (ઈશ્‍વરી બળનું) ભાથું પોતાની સાથે જાળવીને  નિશ્ચિંત રહેજો !

 

વાચકોને આવાહન !

વાવાઝોડાની દૃષ્‍ટિએ કેટલાક માર્ગદર્શક સૂત્રો અત્રે આપી રહ્યા છીએ. આ વિષયના અનુષંગથી વાચકોને જો કાંઈ સૂત્રો સૂચિત કરવા હોય તો તેમણે તે નીચે જણાવેલા સંગણકીય અથવા ટપાલ સરનામા પર મોકલવા, એવી વિનંતિ ! તેને કારણે આ વિષય ઊંડાણથી સમાજ સામે પ્રસ્‍તુત કરી શકવામાં સહાયતા થશે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment