આકાશમાં વીજળીનો ગડગડાટ થતો હોય ત્‍યારે નીચે જણાવેલી કાળજી લઈને સુરક્ષિત રહો !

ચોમાસામાં પર્જન્‍યવૃષ્‍ટિ થઈને વીજળીનો ગડગડાટ થાય છે. ઘણીવાર અન્‍ય ઋતુઓમાં પણ આકાશમાં વીજળી ચમકે છે. વીજળીનો પ્રકાશ અને તેના અવાજમાં ૩૦ સેકંડ કરતાં ઓછો ફેર હોય, તો તે વીજળી જોખમકારક હોય છે. ગડગડનારી વીજળી જમીન પર અથડાઈને મોટા પ્રમાણમાં જીવિતહાનિ અને વિત્ત હાનિ કરી શકે છે. ‘આવા સમયે કઈ કાળજી લેવી ?’, એ આગળ જણાવ્‍યું છે.

 

૧. મહત્વની સૂચનાઓ

અ. ‘વીજળી પડે તો મકાન જોખમમાં મૂકાય નહીં અને જીવિતહાનિ થાય નહીં’, એ માટે પ્રત્‍યેક મકાન પર ‘વીજળી નિવારક’ (‘લાઈટનિંગ અરેસ્‍ટર’) યંત્રણા બેસાડવી અનિવાર્ય છે. ‘આપણા મકાન પર ‘વીજળી નિવારક યંત્રણા’ બેસાડી છે ને ?’, તેની ખાતરી કરી લેવી.

આ. ઘરમાંની ભીનાશ ધરાવનારી ભીંતો, ધાતુનું ફર્નિચર ઇત્‍યાદિ વીજળીના સંવાહક છે. ઘરની બહાર વીજળી પડવાથી ઘરની ભીનાશને કારણે જોખમ ઉદ્‌ભવી શકે છે. તેથી ચોમાસા પહેલાં ઘરમાંની ભીંતોની ભીનાશ દૂર કરવી અને ‘ભવિષ્‍યમાં ફરીવાર ભીનાશ આવે નહીં’, એ માટે બાંધકામ તજ્‌જ્ઞોનું માર્ગદર્શન લઈને ઘરની દુરસ્‍તી કરવી.

ઇ. તાર વિદ્યુત-વાહક હોવાથી ઘર, ખેતર, બગીચા ફરતું બને ત્‍યાં સુધી તારની વાડ કરવી નહીં. જો પહેલાં જ વાડ કરી હોય તો તેના દ્વારા હાનિ થાય નહીં, તે માટે તેનું સારું એવું ‘અર્થિંગ’ કરવું.

ઈ. આપણા મકાનની અથવા ઘરની બહારના રસ્‍તા પરથી ‘હાય ટેંન્‍શન’ વિદ્યુત તાર જો જતી હોય અને પાસે જ વૃક્ષો હોય, તો વરસાદ અથવા પવનને કારણે વૃક્ષો તાર પર પડીને જીવિતહાનિ થઈ શકે છે. તેથી સ્‍થાનિક વિદ્યુત ખાતાને સંપર્ક કરીને વીજળીના તાર પાસે રહેલા વૃક્ષોની ડાળીઓ તોડવા માટે કહેવું.

ઉ. કોઈપણ વિદ્યુત તારની નીચે ઊભા રહેવું નહીં, તેમજ ત્‍યાં ભ્રમણભાષ પર બોલવું નહીં. તેની નીચે પશુ ઊભા રહે નહીં, તેની કાળજી લેવી. વિદ્યુત તારમાંથી જો તણખા ઝરતાં હોય (‘સ્‍પાર્કિંગ’ થતું હોય) તો તરત જ વિદ્યુત ખાતાને જાણ કરવી.

ઊ. વીજળીના થાંભલા, વિદ્યુત તાર, તેમજ વૃક્ષો નીચે દ્વિચક્રી અથવા ચારચક્રી વાહનો ઊભા કરવાથી વાદળને કારણે થાંભલા અને વૃક્ષો ભાંગીને તેમના પર પડીને મોટી હાનિ થઈ શકે છે. તેથી ત્‍યાં વાહનો ઊભા કરવા, ચલાવતા લઈ જવા ઇત્‍યાદિ કરવું નહીં.

એ. ચોમાસામાં અનિશ્‍ચિત સમયગાળા માટે વિદ્યુત પુરવઠો ખંડિત થઈ શકે છે. તેથી ઘરમાં કોડિયા, મીણબત્તી, ટૉર્ચ, ફાનસ ઇત્‍યાદિની વ્‍યવસ્‍થા કરવી.

ઐ. પ્રશાસન દ્વારા સમય સમય પર પ્રસારિત થનારી સૂચનાઓનું પાલન કરવું. તેના ભણી દુર્લક્ષ કરવું નહીં.

 

૨. વીજળી ચમકતી હોય ત્‍યારે જો ઘરે હોવ તો કઈ કાળજી લેવી ?

અ. ઘરની બહાર નીકળવું નહીં, તેમજ અગાસીમાં જવું નહીં.

આ. ઘરમાંના વિદ્યુત પ્રવાહની મુખ્‍ય કળ (મેન સ્‍વિચ) બંધ કરીને વિદ્યુત પ્રવાહ ખંડિત કરવો. દૂરચિત્રવાણી સંચ, મિક્સર ઇત્‍યાદિ વિદ્યુત ઉપકરણોની પિન ‘સૉકેટ’માંથી કાઢી રાખવી.

ઇ. આ કાળમાં ઉદ્વાહક યંત્ર (લિફ્‍ટ), વાતાનુકૂલન યંત્ર (એ.સી.), હેર ડ્રાયર ઇત્‍યાદિનો ઉપયોગ કરવો નહીં. શીતકબાટને (ફ્રિજને) સ્‍પર્શ કરવાનું ટાળવું. ‘ભ્રમણભાષ સંચનો ઉપયોગ કરવો કે નહીં ?’, આ વિશે મતમતાંતર છે, તેથી સુરક્ષાની દૃષ્‍ટિએ ભ્રમણભાષ વાપરવાનું ટાળવું.

ઈ. બહારથી પાણી પુરવઠો કરનારો નળ લોખંડનો હોય તો તેને સ્‍પર્શ કરવો નહીં.

ઉ. ભીની ભીંતોને સ્‍પર્શ કરવો નહીં.

ઊ. કેટલીક વાર આપત્‍કાલીન સ્‍થિતિમાં ખોટા સંદેશ સર્વત્ર પ્રસારિત કરવામાં આવે છે. તેથી કોઈપણ અફવા પર વિશ્‍વાસ મૂકવો નહીં. શાસને અધિકૃત રીતે પ્રસારિત કરેલી જાણકારી માન્‍ય કરવી.

 

૩. ઘરની બહાર હોવ ત્‍યારે લેવાની કાળજી

અ. ખુલ્‍લા આકાશ નીચે (ઉદા. સમતલ, સમુદ્ર કિનારો, મેદાન), તેમજ વિજળીના થાંભલા, ‘મોબાઈલના ટાવર’, કીચડના ઠેકાણે, પાણીની ટાંકી, પત્રાની ‘શેડ’ ઇત્‍યાદિ ઠેકાણે થોભવું નહીં.

આ. દ્વિચક્રી વાહન અથવા ટ્રૅક્‍ટર ચલાવતા હોવ અથવા હોડીમાંથી જતા હોવ તો તરત જ સુરક્ષિત સ્‍થાને જવું. ચારચક્રી વાહનમાંથી પ્રવાસ જો કરતા હોવ તો વાહનમાં જ રોકાવું.

ઇ. વૃક્ષો અને વીજળી થાંભલાથી દૂર એવા સુરક્ષિત ઠેકાણે દ્વિચક્રી અથવા ચારચક્રી વાહનો મૂકવા. ચારચક્રી વાહનોના બારણા અને બારીઓ વ્‍યવસ્‍થિત બંધ કરી હોવાની ખાતરી કરવી. તેના પૈડા નીચે ભારે ગતિરોધક લગાડવા; કારણકે વાદળના પવનથી વાહનો અહીં-તહીં જવાની શક્યતા હોય છે.

ઈ. વૃક્ષો ભણી વીજળી આકર્ષિત થતી હોવાથી કોઈપણ વૃક્ષ નીચે થોભવું નહીં. વીજળીનો ગોળો ભૂમિ કરતાં ઊંચા સ્‍થાને વધારે આકર્ષિત થતો હોવાથી ત્‍યાં જીવને જોખમ થવાનો સંભવ છે.

ઉ. વરસાદ પડતો હોય અથવા વરસાદથી સર્વત્ર ભીનાશ થઈ હોય તો કોઈપણ વીજળીના થાંભલાને સ્‍પર્શ કરવો નહીં; કારણકે ભીનાશને કારણે વીજળીનો ઝટકો (‘શૉક’) બેસી શકે છે.

ઊ. રસ્‍તા પર પડેલા ઝાડ-ઝાંખરાંને સ્‍પર્શ કરવાનું ટાળવું. તે ઝાડ પર વીજળી-વાહક તાર પડી હોવાની સંભાવના હોય છે.

એ. પાણી વીજળી-વાહક હોવાથી પાણીના સ્રોતથી દૂર રહેવું.

ઐ. ખેતરમાં અથવા પાણીમાં કામ કરનારી વ્‍યક્તિએ તાત્‍કાળ કોરા અને સુરક્ષિત સ્‍થાને જવું.

ઓ. વીજળી પર ચાલનારા યંત્રો, તેમજ ધાતુથી બનાવેલી વસ્‍તુઓ વીજળી-વાહક હોવાથી તે વાપરવી નહીં. આવા સમયે ધાતુની તાર ધરાવતી છત્રીનો ઉપયોગ કરવાનું ટાળવું.

 

૪. વીજળી ચમકવાનું બંધ થયા પછી કરવાની કૃતિ

અ. વાતાવરણ પહેલાં જેવું થાય, ત્‍યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં.

આ. વાદળ અને વરસાદને કારણે પરિસરમાંના વૃક્ષો પડી ગયા હોય અથવા વીજળીના વાહક તાર તૂટી ગયા હોય, તો તેમને સ્‍પર્શ કરવો નહીં. અગ્‍નિશમન દળ અને વિદ્યુત ખાતાને જાણ કરવી.

ઇ. ઘરમાંના સિલિંડરમાંથી ગૅસ ગળતો હોય (લીકેજ થતી હોય) તો વિદ્યુત પ્રવાહનું મુખ્‍ય બટન (મેન સ્‍વીચ) બંધ કરવો. સિલિંડર પવનના સંપર્કમાં આવે, એવા સ્‍થાન પર (ઉદા. અગાસીમાં) મૂકવો. ઘરમાં ગૅસનો વાસ ફેલાયો હોય, તો વિદ્યુત બટન ચાલુ કરવું નહીં.

ઈ. વાહનો, વિદ્યુત ઉપકરણો, તેમજ ઘરમાંની સામગ્રી જો નવી હોય, તો અને તેનો વિમો (ઇન્‍શુરન્‍સ) ઉતારેલો હોય અને નૈસર્ગિક આપત્તિને કારણે થયેલી હાનિભરપાઈ મળવાની હોય, તો વિમા પ્રતિનિધિનું માર્ગદર્શન લેવું. હાનિ થયેલી વસ્‍તુઓ આટોપતાં પહેલાં તેના છાયાચિત્રો કાઢવા અને તેનું પંચનામું કરી લેવું.

આપત્તિના પ્રસંગે ‘રાષ્‍ટ્રીય આપત્તિ વ્‍યવસ્‍થાપન પ્રાધિકરણ’ના (National Disaster Management Authority ના) ૦૧૧-૧૦૭૮ આ હેલ્‍પલાઈન ક્રમાંક પર સંપર્ક કરીને માર્ગદર્શન લઈ શકાશે.

 

આપત્‍કાલીન સ્‍થિતિમાં કેવળ ભગવાન જ
આપણું રક્ષણ કરી શકતા હોવાથી નિત્‍ય સાધના કરો !

નૈસર્ગિક આપત્તિની દૃષ્‍ટિએ ભૌતિક સ્‍તર પર ભલે ગમે તેટલી ઉપાયયોજનાઓ કરી હોય, તેમ છતાં આપણું રક્ષણ થવા માટે ભગવાનની નિત્‍ય આરાધના કરવી જોઈએ. આવી સ્‍થિતિનો સામનો ધીરજથી કરવા માટે પ્રતિદિન સાધનાના પ્રયત્નો કરીને આત્‍મબળ નિર્માણ કરવું આવશ્‍યક છે. તેથી આપત્તિ આવી પડે ત્‍યારે નહીં, તો હમણાથી જ સાધનાનો આરંભ કરવો.

‘न मे भक्‍तः प्रणश्‍यति ।’ (શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, અધ્‍યાય ૯, શ્‍લોક ૩૧) અર્થાત્ ‘મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી’, એવું ભગવાનનું વચન છે. આપત્‍કાળ માટે ભગવાનને શરણ જઈને અત્‍યારથી જ ભક્તિભાવથી સાધના કરો અને ભગવાનના ભક્ત બનો !

 

વાચકોને આવાહન !

વીજળી પડવી, આ વિષયના અનુષંગથી વાચકોને જો કાંઈ સૂત્રો સૂચિત કરવા હોય તો તેમણે તે નીચે જણાવેલા સંગણકીય અથવા ટપાલ સરનામા પર મોકલવા, એવી વિનંતિ ! તેને કારણે આ વિષય ઊંડાણથી સમાજ સામે પ્રસ્‍તુત કરી શકવામાં સહાયતા થશે.

સંગણકીય સરનામું : [email protected]
ટપાલનું સરનામું : સૌ. ભાગ્‍યશ્રી સાવંત, દ્વારા ‘સનાતન આશ્રમ’, ૨૪/બી, રામનાથી, બાંદિવડે, ફોંડા, ગોવા. પિન – ૪૦૩૪૦૧
સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment