શ્રી ગણેશજીનો નામજપ

Article also available in :

 

श्री गणपति Ganpati
શ્રી ગણપતિ

ભક્તિભાવ વહેલો નિર્માણ થવા માટે અને દેવતાના તત્ત્વનો વધારેમાં વધારે લાભ થવા માટે નામજપના ઉચ્‍ચાર યોગ્‍ય થવા આવશ્‍યક છે. શ્રી ગણેશજીનો નામજપ કેવી રીતે કરવો, તે જાણી લઈએ.

‘ૐ ગૅં ગણપતયે નમ: ।’ આ શ્રી ગણેશજીનો તારક નામજપ સાંભળો

 

‘શ્રી ગણેશાય નમ: ।’ આ નામજપ સાંભળો

 

ભગવાનની પ્રાપ્‍તિ માટે યુગો પ્રમાણે જુદી જુદી ઉપાસનાઓ હતી. ‘કળિયુગમાં નામજપનો જ આધાર’, એવું સંતોએ કહ્યું છે. તેનો અર્થ, કળિયુગમાં નામજપ એ જ સાધના છે. હવે આપણે ‘શ્રી ગણેશજીનો ‘ૐ ગૅં ગણપતયે નમ: ।’ આ નામજપ કેવી રીતે કરવો’, તે સમજી લઈએ.

 

નામજપ ભાવપૂર્ણ કરવો !

જો દેવતાનો નામજપ ભાવપૂર્ણ થાય, તો જ તે ભગવાન સુધી જલદી પહોંચે છે. નામજપ કરતી વેળાએ તેમાંના અર્થ ભણી ધ્‍યાન દઈને કરીએ, તો વધારે ભાવપૂર્ણ થવામાં સહાયતા થાય છે. ‘ૐ ગૅં ગણપતયે નમ: ।’ આ નામજપમાંનો ‘ૐ’ ઈશ્‍વરવાચક છે અને ‘ગૅં’ મૂળ બીજમંત્ર છે. બીજમંત્ર ‘ગૅં’ અક્ષર ઈશ્‍વરના નિર્ગુણ રૂપનું પ્રતીક છે, જ્‍યારે ‘ગણપતયે’ આ અક્ષરો ઈશ્‍વરના સગુણ રૂપનાં પ્રતીક છે. ‘નમ:’ અર્થાત્ નમસ્‍કાર કરું છું. ‘ૐ ગૅં ગણપતયે નમ: ।’ આ નામજપ કરતી વેળાએ નામજપમાં તારક ભાવ નિર્માણ થવા માટે ‘નમ:’ શબ્‍દ પર ભાર આપવાને બદલે તે ધીમે રહીને બોલવો. આ સમયે ‘આપણે શ્રી ગણેશજીને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરી રહ્યા છીએ’, એવો ભાવ રાખવો. ‘ગણપતયે’ આ શબ્‍દ પછી થોડું થોભીને ત્‍યાર પછી ‘નમ:’ આ શબ્‍દ બોલવો. અહીં કહ્યા પ્રમાણે તમને પણ શાસ્‍ત્રશુદ્ધ પદ્ધતિથી શ્રી ગણેશજીનો નામજપ કરીને અનુભૂતિ થાય, એવી શ્રી ગણેશજીનાં ચરણોમાં પ્રાર્થના છે. દેવતાના તારક અથવા મારક રૂપ સાથે સંબંધિત નામજપ એટલે તારક અથવા મારક નામજપ. અહીં અગત્‍યતાપૂર્વક ધ્‍યાનમાં રાખવા જેવું સૂત્ર એટલે અન્‍ય દિવસો કરતાં ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીનું તત્ત્વ હંમેશાં કરતાં ૧ સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે; તેથી આ તિથિએ ‘ૐ ગૅં ગણપતયે નમ: ।’ આ નામજપ વધારેમાં વધારે કરવો અને ગણેશતત્ત્વનો લાભ કરી લેવો.

સંતોના માર્ગદર્શન અનુસાર કરેલો નામજપ !

અહીં આપેલા નામજપની વિશિષ્‍ટતા એટલે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના માર્ગદર્શન અનુસાર આ નામજપ સનાતનનાં સાધિકા કુ. તેજલ પાત્રીકરે શાસ્‍ત્રશુદ્ધ પદ્ધતિથી સ્‍વરબદ્ધ કર્યો છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શ્રી ગણપતિ’

 

ગૅં ગણપતયે નમ: । આ બીજમંત્રમાંના ગૅં નો ઉચ્‍ચાર કરવાની પદ્ધતિ

ગં ગણપતયે નમ: । આ બીજમંત્ર ગૅં ગણપતયે નમ: । એમ પણ લખવામાં આવે છે. તેમાંના ગ પરનો અર્ધચંદ્ર એ અનુનાસિકાનું ચિહ્‌ન છે. તેથી ગૅં નો ઉચ્‍ચાર ગૅમ એવો હોવાને બદલે ગઙ્ એમ છે. સંસ્‍કૃત ઉચ્‍ચાર શાસ્‍ત્ર અનુસાર ગમ્ ગણપતયે નમ: । કરતાં ગઙ્ ગણપતયે નમ: । એમ બોલવું વધારે યોગ્‍ય છે. – વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૩.૧.૨૦૧૮)

Leave a Comment