પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંત ભક્તરાજ મહારાજજીએ ગાયેલા ભજનોની ધ્વનિફીત અથક પરિશ્રમ કરીને સિદ્ધ કરવી !

૧. ધ્‍વનિમુદ્રણ અને ધ્‍વનિચિત્રણ કરવા માટે લાગનારી
સામગ્રી અન્‍યો પાસેથી માગી લાવવી અથવા ભાડેથી લઈ આવવી

હું પ.પૂ. ડૉક્‍ટરજીના માર્ગદર્શન અનુસાર ધ્‍વનિચિત્રણની સેવા કરવા લાગ્‍યો. સનાતનનું સર્જન જ શૂન્‍યમાંથી થયું હોવાથી વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૭ના સમયગાળામાં ધ્‍વનિક્ષેપક (માઈક), ધ્‍વનિમુદ્રક (ટેપરેકૉર્ડર), ધ્‍વનિચિત્રક (વ્‍હિડિઓ કૅમેરા), છાયાચિત્રક (ફોટો કૅમેરા), સંકલન માટે લાગનારો વ્‍હિ.સી.આર્. ઇત્‍યાદિ ધ્‍વનિમુદ્રણ અને ધ્‍વનિચિત્રણ કરવા માટે લાગનારી સામગ્રી નહોતી. આ સર્વ સામગ્રી પ.પૂ. ડૉક્‍ટરજી અન્‍યો પાસેથી માગી લાવતા અથવા બને ત્‍યાં ભાડેથી લાવીને કાર્યક્રમનું ધ્‍વનિમુદ્રણ અથવા ધ્‍વનિચિત્રણ કરવામાં આવતું. એમ કરવું હંમેશાં શક્ય થતું નહીં.

 

૨. પુષ્‍કળ કષ્‍ટ વેઠીને પ.પૂ. ડૉક્‍ટરજીએ ધ્‍વનિફીત
અને ધ્‍વનિચિત્રફીતીઓનું સંકલન વિવિધ ઝીણવટો સાથે શીખવવું

ચિત્રણની ઝીણવટો સમજાવીને કહેતી વેળાએ ડાબેથી પ.પૂ. ડૉક્‍ટર આઠવલેજી અને કુ. પૂનમ સાળુંખે (૨૦૦૮)

ધ્‍વનિચિત્રણ સેવાનો આરંભ કર્યા પછી ધ્‍વનિમુદ્રણ અને ધ્‍વનિચિત્રણ કેવી રીતે કરવું ? તે માટે પ્રકાશયોજના કેવી હોવી જોઈએ ? સંકલન કેવી રીતે કરવું ? આ સર્વ બાબતો પોતે પ.પૂ. ડૉક્‍ટરજીએ મને શીખવી. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ (પ.પૂ. ડૉક્‍ટરજીના ગુરુ પ.પૂ. ભક્તરાજ મહારાજને સર્વ લોકો બાબા કહે છે.) વખતોવખત ગાયેલા ભજનો, તે સમયે ભક્તો સાથે થયેલો તેમનો સંવાદ અને પ.પૂ. બાબાના જુદા જુદા ઠેકાણે થયેલા કાર્યક્રમો આ સર્વેની ધ્‍વનિફીતીઓ અને ધ્‍વનિચિત્રફીતીઓ પ.પૂ. બાબાના ભક્તો પાસેથી લઈને પ.પૂ. ડૉક્‍ટરજીએ તે સંગ્રહિત કરી છે. આરંભમાં પ.પૂ. ડૉક્‍ટરજીએ મને પ.પૂ. બાબાએ ગાયેલા ભજનોની ધ્‍વનિફીતીઓનું સંકલન (ઑડિઓ એડિટીંગ) કરવા માટે શીખવ્‍યું.

ત્‍યાર પછી પ.પૂ. બાબાના જુદા જુદા કાર્યક્રમોના ધ્‍વનિચિત્રફીતીઓનું સંકલન (વ્‍હિડિઓ એડિટીંગ) કરવા માટે શીખવ્‍યું. કાર્યક્રમને અનુસરીને મુખ્‍ય શીર્ષક કેમ આપવું ? કાર્યક્રમનું સ્‍થળ, દિનાંક અને સરનામું ક્યાં લખવું ? સંત અને ભક્તના નામોની પટ્ટીઓ (લૅબલ) કેવી રીતે નાખવી ? આ સર્વેની રંગસંગત સાત્વિક કેવી રીતે કરવી ? કયા દૃશ્‍ય દ્વારા કાર્યક્રમનો આરંભ કરવો ? દૃશ્‍યોની સળંગતા જળવાઈ રહે એ માટે કયા કયા દૃશ્‍યોની પસંદગી કરવી ?, પસંદગી કરેલા દૃશ્‍યોના સમયાંક (કાઉંટર્સ) કેવી રીતે લખવા ? નિવેદન કેવી રીતે લખવું ? વ્‍હિ.સી.આર્. ટેપનું હેડ ક્યારે અને કેવી રીતે સ્‍વચ્‍છ કરવું ? આવી સંકલનમાંની અને તાંત્રિક સ્‍તર પરની એક એક ઝીણી-ઝીણી બાબતો પ.પૂ. ડૉક્‍ટરજીએ પોતે શીખવી. મને શીખવવા માટે તેમણે પુષ્‍કળ કષ્‍ટ કર્યા અને મારું ઘડતર કર્યું. તે માટે તેમના પ્રત્‍યે ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે ઓછી જ છે.

 

૩. પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ ગાયેલા ભજનોની ધ્‍વનિફીતીઓ સિદ્ધ કરવી

૩ અ. પ.પૂ. ડૉક્ટરજીએ સમષ્ટિને આધ્યાત્મિક સ્તર
પર ઉપયોગી બાબતોનો વિચાર કરીને ભજનોની પસંદગી કરવી

વર્ષ ૧૯૯૨ની ગુરુપૂર્ણિમા મુંબઈ ખાતે હતી. પ.પૂ. બાબા તે માટે ઉપસ્‍થિત રહેવાના હતા. તે નિમિત્તે પ.પૂ. બાબાએ ગાયેલાં ભજનોની ધ્‍વનિફીતીઓ સિદ્ધ કરવાનું પ.પૂ. ડૉક્‍ટરજીએ નક્કી કર્યું. આ ભજનોના વિષયને અનુરૂપ વર્ગીકરણ કરીને તેના ૧૨ ભાગ કરવાનું નક્કી કર્યું. તે માટે પ.પૂ. ડૉક્‍ટરજીએ પોતે પ.પૂ. બાબાના ભક્તો પાસેથી ભેગી કરેલી ૨૦૦ થી ૨૫૦ ધ્‍વનિફીતીઓ સંભળાવી. તેમાંના ચુનંદા ભજનો લેવાનું નક્કી કર્યું. તે માટે વાદ્યોને મહત્વ આપવાને બદલે પ.પૂ. બાબાના શબ્‍દો સરખા સંભળાય છે ને ? ભજનો સાંભળતી વેળાએ કઈ અનુભૂતિ આવે છે ? આવી આધ્‍યાત્‍મિક સ્‍તર પરની કસોટીઓ પર પસંદગી કરી. આવા ભજનો પસંદ કરવા પાછળ પ.પૂ. ડૉક્‍ટરજીનો એકજ વિચાર હતો, તે એટલે સમષ્‍ટિને આધ્‍યાત્‍મિક સ્‍તર પર લાભ થાય !

૩ આ. સંકલિત કરેલું પ્રત્‍યેક ભજન પ.પૂ. ડૉક્‍ટરજીએ પોતે ચકાસીને અંતિમ કરવું

પ.પૂ. બાબા ભજન ગાતી વેળાએ ઘણીવાર કેટલાક કડવા ફરીફરીને ગાતા હતા. આવા ભજનોનું સંકલન કરતી વેળાએ એકજ કડવું લેજો, એવું પ.પૂ. ડૉક્‍ટરજી કહેતા. તે સમયે હમણા જેવું સંગણક પર સંકલન કરવા માટે સંગણક નહોતા. ટેપરેકૉર્ડર પર તે ભજનોનું સંકલન કરવામાં આવતું. તે કડવું એકજ વાર લઈને બાકીના કડવા ભૂંસી નાખવા માટે અનેક કલાકનો સમયગાળો લાગતો. આ પદ્ધતિથી સંકલિત કરેલું પ્રત્‍યેક ભજન પ.પૂ. ડૉક્‍ટરજી પોતે સાંભળીને અંતિમ કરતા.

૩ ઇ. પ.પૂ. ડૉક્‍ટરજીએ સમષ્‍ટિનો વિચાર અને સમયનું મહત્વ મન પર અંકિત કરવું

પ.પૂ. બાબાએ ગાયેલા ભજનો સંકલિત કરતી વેળાએ ભજનો ફરીફરીને સાંભળવાનું મન થવું, શાંત લાગવું, ધ્‍યાન લાગવા જેવી વિવિધ પ્રકારની અનુભૂતિઓ થતી. ક્યારેક તે અનુભૂતિઓમાં પણ ઘણો સમય પસાર થતો. તે સમયે સમષ્‍ટિનો વિચાર અને તે માટે સમયનું પાલન મહત્વનું છે, એમ કહીને પ.પૂ. ડૉક્‍ટર ભાન કરાવી આપતા. તેમાંથી મારી સમષ્‍ટિ સાધના થવી જોઈએ, એ તેમની તાલાવેલી રહેતી.

૩ ઈ. સંત ભક્તરાજ મહારાજજીએ ગાયેલા
ભજનોની ધ્‍વનિફીતીઓ આ સંસ્‍થાનું પહેલું-વહેલું ઉત્‍પાદન !

આમ કરતા કરતા પ.પૂ. બાબાએ ગાયેલા ભજનોની ધ્‍વનિફીતીઓના ૧૨ ભાગ સિદ્ધ થયા. આ સનાતનનું બાબાના ભક્તો માટે અને સનાતન સંસ્‍થાના સાધકો માટે ન નફો ન નુકસાન આ રીતે કાઢેલું પહેલું-વહેલું ઉત્‍પાદન ! આ ધ્‍વનિફીતીઓનું લોકાર્પણ નક્કી કર્યા પ્રમાણે વર્ષ ૧૯૯૨ની મુંબઈ ખાતેના ગુરુપૂર્ણિમા મહોત્‍સવ સમયે પ્રત્‍યક્ષ પ.પૂ. બાબાના જ કરકમળો દ્વારા કરવામાં આવ્‍યું. આર્થિક મર્યાદા ધ્‍યાનમાં લઈને પહેલી વાર ઓછી સંખ્‍યામાં ધ્‍વનિફીતીઓની પ્રતિઓ કાઢી અને વેચાણ કરવા માટે મૂકી. જેટલી ધ્‍વનિફીતીઓનું વેચાણ થતું, તેટલી જ ધ્‍વનિફીતીઓ બજારમાંથી વેચાતી લાવીને ફરીવાર મૂળ ધ્‍વનિફીતીઓની પ્રતિઓ કાઢવામાં આવતી. આ બધું કરતી વેળાએ હું એકલો જ હોવાથી ઘણો થાક લાગતો; પણ તેમાં આનંદ પણ તેટલો જ મળતો હતો.

 

૪. પ.પૂ. ડૉક્‍ટરજીના પ્રવચનો અને માર્ગદર્શનની ધ્‍વનિફીતીઓ સિદ્ધ કરવી

૪ અ. ઘરગથ્‍થુ ધ્‍વનિમુદ્રક પર ધ્‍વનિમુદ્રણ કરીને
પ.પૂ. ડૉક્‍ટરજીના પ્રવચનો અને માર્ગદર્શનની ધ્‍વનિફીતીઓ સિદ્ધ કરવી

વર્ષ ૧૯૯૦ થી ૧૯૯૭ના સમયગાળામાં અધ્‍યાત્‍મપ્રસારના એક ભાગ તરીકે પ.પૂ. ડૉક્‍ટરજીના અનેક ઠેકાણે પ્રવચનો અને સાધકોને માર્ગદર્શન આયોજિત કરવામાં આવ્‍યા હતા. તે બધાનું ધ્‍વનિમુદ્રણ અને ચિત્રણ કરવાનું સંભવ થયું નહીં. કેટલાક ઠેકાણે સાધકો પાસે ઉપલબ્‍ધ થયેલા ઘરગથ્‍થુ ધ્‍વનિમુદ્રક પર (ટેપરેકૉર્ડ પર) અમે પ્રવચન અને માર્ગદર્શનનું ધ્‍વનિમુદ્રણ કરી શક્યા. તેથી તેની ગુણવત્તા તાંત્રિક દૃષ્‍ટિએ જોઈએ તેટલી સારી મળી શકી નહીં. અધ્‍યાત્‍મપ્રસાર એ જ પ.પૂ. ડૉક્‍ટરજીના કાર્યનો એકમાત્ર ઉદ્દેશ હોવાથી આ પ્રવચનો અને માર્ગદર્શનની કેટલીક ધ્‍વનિફીતીઓ અમે સિદ્ધ કરી. આગળ તેનું વિતરણ પણ થવા લાગ્‍યું.

૪ આ. તાંત્રિક દૃષ્‍ટિએ ઓછી ગુણવત્તા ધરાવનારી ધ્‍વનિફીતીઓ
પ.પૂ. ડૉક્‍ટરજીની ચૈતન્‍યમય વાણીને કારણે આજે પણ આકર્ષિત કરી લેતી હોવી

તાંત્રિક દૃષ્‍ટિએ ધ્‍વનિફીતીઓની ગુણવત્તા સારી ન હોવા છતાં પણ પ.પૂ. ડૉક્‍ટરજીએ એકાદ વિષય સહજ રીતે પ્રસ્‍તુત કર્યો હોવાથી અને તેમની ચૈતન્‍યમય વાણીને કારણે તેમના પ્રવચનો અને સાધકોને કરેલા માર્ગદર્શનોની ધ્‍વનિફીતીઓ આજે પણ ફરીફરીને સાંભળવાનું મન થાય છે. તેમાંનું ચૈતન્‍ય સાધના કરનારા જીવોને આકર્ષિત કરી લે છે. આજે પણ સાધકોને આ માર્ગદર્શનો અને પ્રવચનો સાંભળતી વેળાએ આધ્‍યાત્‍મિક ઉપાય થવા, મન નિર્વિચાર થવું, ધ્‍યાન લાગવું, તેમજ પ.પૂ. ડૉક્‍ટરજીનું અસ્‍તિત્‍વ જણાવવા જેવી અનુભૂતિઓ થાય છે. આધ્‍યાત્‍મિક સ્‍તર પર વિચાર કરીએ તો આ ધ્‍વનિફીતીઓમાંની મીઠાશ અજોડ છે.

 

આ રીતે મળ્યો પહેલો ધ્‍વનિચિત્રક (વ્‍હિડિઓ કૅમેરો) !

શ્રી. દિનેશ શિંદે

પ.પૂ. ઠેકઠેકાણે અધ્‍યાત્‍મશાસ્‍ત્રના અભ્‍યાસવર્ગો લેતા. વર્ષ ૧૯૯૭માં પ.પૂ. લઈ રહેલા અભ્‍યાસવર્ગ માટે થાણા ખાતેના શ્રી. શ્રીકાંત પાટીલ આવતા હતા. તેમની પાસે તેમનો પોતાનો ધ્‍વનિચિત્રક (વ્‍હિડિઓ કૅમેરો) હતો. તેમણે પ.પૂ. ડૉક્‍ટરજીના ડોંબિવલી ખાતેના અભ્‍યાસવર્ગનું ચિત્રણ કર્યું હતું. આગળ સંસ્‍થાનું કાર્ય જોઈને તેમણે તેમનો વ્‍હિડિઓ કૅમેરો સંસ્‍થાના કાર્ય માટે અર્પણ કર્યો. તે સમયે તે વ્‍હિડિઓ કૅમેરાની કિંમત લગભગ ૭૦ થી ૮૦ સહસ્ર રૂપિયા જેટલી હતી. આ ધ્‍વનિચિત્રણ સેવા માટે અર્પણ મળેલો પ્રથમ વ્‍હિડિઓ કૅમેરો હતો.

પ.પૂ. ડૉક્‍ટરજીએ સેવામાં એકનું ઘડતર કરવાનું અને તેણે
અનેકોનું ઘડતર કરવાનું, આ દૃષ્‍ટિકોણ આપીને સમષ્‍ટિ સાધના કરાવી લેવી

પ.પૂ. ભક્તરાજ મહારાજની સર્વ ધ્‍વનિફીતીઓનું અને ધ્‍વનિચિત્રફીતીઓનું સંકલન પ.પૂ. ડૉક્‍ટરજીએ કરાવી લીધું. આ સંકલન તેઓ પોતે ચકાસતા અને તેમાંની ખામીઓ પણ બતાવતા. તેથી પ્રત્‍યેક સમયે કાંઈકને કાંઈક નવું શીખવા મળતું. તે સમયે તેમણે કહેલું વાક્ય આજે પણ સાંભરે છે. તેમણે કહ્યું હતું, સંકલન કરનારો અને ચિત્રણ કરનારો એવી રીતે તૈયાર થવો જોઈએ કે, તે આગળ અન્‍યોને તૈયાર કરે ! તેથી ચિત્રણ માટે અને સંકલન માટે આપણી પાસે સાધક નથી, એમ થશે નહીં. પ.પૂ. ડૉક્‍ટરજીના આ ઉદ્ગારની સત્‍યતા આજે ૨૫ વર્ષો ઉપરાંત હું પ્રત્‍યક્ષમાં અનુભવી રહ્યો છું. આજે ધ્‍વનિચિત્રણ સેવા અંતર્ગત અનેક ઉપસેવાઓ નિર્માણ થઈ છે અને આ સર્વ સેવાઓમાં અનેક સાધકો સહભાગી થયા છે. આ રીતે તેમણે મારું ઘડતર કરીને આગળ સમષ્‍ટિ સાધના કરવાની તક આપી. તે માટે તેમના ચરણોમાં કૃતજ્ઞતા વ્‍યક્ત કરું છું.

 શ્રી. દિનેશ શિંદે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment