પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધના વિશે વખતોવખત કરેલું અમૂલ્‍ય માર્ગદર્શન

પરાત્‍પર ગુરુ ડૉ. આઠવલેજી

 

૧. સાધકોએ નિરપેક્ષ રીતે પ્રયત્ન કરવા જોઈએ !

‘સાધનાનું ધ્‍યેય રાખ્‍યા પછી ઘણાં સાધકોને ‘ધ્‍યેય પૂર્ણ થવું જોઈએ.’ એમ લાગતું હોય છે. ધ્‍યેય પૂર્ણ ન થાય, તો સાધકો તે જ વિચારમાં અટકી જાય છે. જો આમ સતત થયા કરે તો મનમાં ત્રાસ થાય છે, નિરાશા આવે છે પછી ‘ધ્‍યેય રાખવું જ નહીં ’ એવું લાગ્‍યા કરે છે. ‘સાધકો ફળની અપેક્ષા કરે છે’, આ ભૂલ થાય છે. સાધકોએ નિરપેક્ષ રીતે પ્રયત્નો કરવા જોઈએ.

 

૨. ધ્‍યેય હંમેશાં મોટું હોવું જોઈએ !

હંમેશાં ધ્‍યેય તો હોવું જ જોઈએ અને તે હંમેશાં મોટું રાખવું જોઈએ. ‘લો એમ ઇસ ક્રાઇમ’ એવી અંગ્રેજીમાં એક કહેવત છે. તેનો અર્થ છે, ‘નાનું ધ્‍યેય રાખવું, આ ગુનો છે.’ આપણે પણ હિન્‍દુ રાષ્‍ટ્ર જેવું મોટું ધ્‍યેય રાખેલું છે.

 

 ૩. તાલાવેલીથી પ્રયત્નો કરવા એ મહત્વનું છે !

ધ્‍યેય રાખવું એ આપણાં હાથમાં છે. બાકીના જે પરિબળો હોય છે તે આપણાં હાથમાં નથી હોતાં. બે મહીનાની અંદર ધ્‍યેય પૂર્ણ થાય નહીં, તો હજી મુદત વઘારવી. ધ્‍યેય રાખીયે છીએ, એટલે આપણામાં તાલાવેલી છે. આપણે કર્મ કરતા રહેવું. સાધનામાં તાલાવેલીને ૮૦ ટકા મહત્વ છે. તેથી સાધનામાં ઝડપથી પ્રગતિ થાય છે. જેમને ફળની અપેક્ષાથી વિચાર આવે છે, તેઓએ તે માટે કર્મના મૂળ સિદ્ધાંતની સ્‍વયંસૂચના લેવી જોઈએ. આ સિદ્ધાંત છે :

कर्मण्‍येवाधिकारस्‍ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्‍गोऽस्‍त्‍वकर्मणि ॥
શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, અઘ્‍યાય ૨, શ્‍લોક ૪૭

અર્થ : તને કર્મ કરવાનો જ અધિકાર છે. તેમનાં ફળો વિશે ક્યારે પણ નહીં. તેથી તું કર્મોનાં ફળોની ઇચ્‍છા ધરાવનારો થઈશ નહીં, તેમજ કર્મત્‍યાગનો વિચાર પણ ન કરીશ.

 

૪.  લેણ-દેણના હિસાબ ચૂકતે કરવા માટે અનેક વર્ષો
લાગે છે; તેથી પ્રગતિ માટે જો વાર લાગે, તો પોતાને દોષ ન દેવો !

કેટલાક સાધકોએ ૧૦ વર્ષ સાધના કરીને સંતપદ મેળવ્‍યું, જ્‍યારે કેટલાક ૩૦- ૪૦ વર્ષો સાધના કરીને સંતપદ પર પહોંચ્‍યા. જેમને પ્રગતિ કરવા માટે વાર લાગી, તેમની સાધના લેણ-દેણનો હિસાબ ચૂકતો કરવા માટે વપરાઈ ગઈ. આપણે જો પ્રયત્નમાં ઓછા પડીએ, તો પોતાને દોષ દેવો એ ઠીક છે; પણ જો પ્રયત્ન યોગ્‍ય પ્રકારથી કરતા હોઈએ, તો પોતાને દોષ દેવો નહીં. માનસિક સ્‍તર પરની અડચણો સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા (ભૂલોનું લેખન, સ્‍વયંસૂચનાનાં સત્રો કરવાં ઇત્‍યાદિ)  કરીને દૂર થાય છે; પણ લેણ-દેણનો હિસાબ પૂર્ણ થવા માટે કેટલાક વર્ષો લાગે છે.

 

૫  સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયાનું મહત્વ

સાધનામાં સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયા અનિવાર્ય છે. ઈશ્‍વરમાં એક પણ  દોષ ન હોવાથી, આપણે દોષો સહિત ઈશ્‍વર સાથે એકરૂપ થઈ શકતા નથી.

 

૬. ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે સંઘર્ષ કરવો જ પડે છે !

ઘણા સાધકોને ‘બધું તૈયાર (રેડીમેડ) મળવું જોઈએ’  એમ લાગે છે. સંઘર્ષ કરવો ગમતો નથી. તીવ્ર સાધના કર્યા સિવાય ઈશ્‍વર મળશે કે ? આપણે પહેલું પગલું માંડ્યા પછી ઈશ્‍વર સહાય માટે આવશે. આપણે આપણી ક્ષમતા અનુસાર ઝંપલાવીને પ્રયત્નો કરવા જોઈએ.

 

૭. ભૂતકાળ ભૂલીને આગળ વધવું જોઈએ !

અત્‍યાર સુધી આપણાંથી ઘણી બધી ભૂલો થઈ હશે, તો તે માટે  વિચારમાં અટકી જવાની આવશ્‍યકતા નથી. તે ભૂતકાળ હતો.. તેને ભૂલીને આગળ જવું જોઈએ.

 

૮. સાધના કરવી, આ પૂર્ણકાલીન નોકરી છે !

સાધનામાં પ્રગતિ થવા માટે સમય લાગે, તો સાધકોનાં મનમાં સાધના છોડી દેવાના અને નોકરી કરવાના વિચારો આવે છે. નોકરી કરવીજ હોય તો ભગવંતની જ કરીએ. દાસ થવું હોય, તો ભગવાનનાં જ થવું. ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે સાધના કરવી, એ પૂર્ણ-સમયની નોકરી જ છે.’ (full time job )

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

Leave a Comment