ઋષિપાંચમ

 ભાદરવો સુદ પક્ષ પાંચમને ઋષિપાંચમ તરીકે ઊજવવામાંછે

ઋષિ

કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વસિષ્ઠ આ સપ્તર્ષિ છે.

ઉદ્દેશ

અ. જે ઋષિઓએ તેમના તપોબળ દ્વારા જગતના માનવો પર અનંત ઉપકાર કર્યા છે, માનવોના જીવનને દિશાદર્શન કરાવ્યું છે, તે ઋષિઓનું આ દિવસે સ્મરણ કરવામાં આવે છે.

આ. માસિક ધર્મ, શૌચ-અશૌચ (આભડછેટ) તેમજ સ્પર્શાસ્પર્શનું સ્ત્રીઓ પર થનારું પરિણામ આ વ્રત કરવાથી તેમજ ગોકુળાષ્ઠમીના ઉપવાસથી પણ ઓછા થાય છે. (પુરુષો પર થનારું પરિણામ ક્ષૌરાદી પ્રાયશ્ચિત્ત કર્મથી અને વાસ્તુ પર થનારું પરિણામ ઉદકશાંતિથી ઓછું થાય છે.)

પદ્ધતિ

આ દિવસે સ્ત્રીઓએ સવારે અઘેડાનું દાંતણ કરવું. ત્યાર પછી ‘જાણે-અજાણ્યે આભડછેટને કારણે જે દોષ લાગે છે, તેના નિવારણ માટે અરુંધતિ સહિત કશ્યપાદિ સપ્તર્ષિઓને પ્રસન્ન કરી લેવા માટે હું આ વ્રત કરી રહી છું’, એવો સંકલ્પ કરવો.

પૂજાની વિધિ

૧. બાજઠ પર અક્ષતની આઠ ઢગલી કરીને તેમના પર સોપારી મૂકીને અરુંધતિ સહિત સપ્તર્ષિઓને આવાહન કરીને તેમની ષોડશોપચાર પૂજા કરવી.

૨. આ દિવસે કંદમૂળ ખાઈને રહેવું તેમજ બળદના શ્રમનું કાંઈપણ ખાવું નહીં.

૩. બીજા દિવસે સપ્તર્ષિ તેમજ અરુંધતિનું વિસર્જન કરવું.

૪. બાર વર્ષ ઉપરાંત અથવા વય વર્ષ ૫૦ થઈ જાય પછી વ્રતનું ઉદ્યાપન કરી શકાય. ઉદ્યાપન પછી પણ આ વ્રત ચાલુ રાખી શકાય છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’