પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ઈશ્વરપ્રાપ્તિ માટે સંગીત વિશે કરેલું માર્ગદર્શન

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળએ સંગીતના માધ્યમ દ્વારા સાધના કરવાનો આરંભ કર્યો. સંગીતમાંનો કોઈપણ રાગ ગાતી વેળાએ અધ્યાત્મના દૃષ્ટિકોણ દ્વારા શું જણાવવું જોઈએ અથવા સ્વર્ગલોકમાંનું સંગીત કેવું છે, આ વિશેનો અભ્યાસ તેમણે કર્યો. એવા જ પ્રકારનું સંશોધન વર્તમાનમાં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર સાધિકાઓ કરી રહી છે. સંગીત અથવા ગાયનના માધ્યમ દ્વારા ઈશ્વરને કેવી રીતે અનુભવવા, તે વિશેનાં સૂત્રો આ લેખ દ્વારા પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.

સંગીતકલા અનુસાર ઈશ્વરપ્રાપ્તિ કરી લેવા ઇચ્છુક સાધકો માટે સાધના પદ્ધતિ વિકસિત કરવાની તાલાવેલી ધરાવતા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

એકવાર સંગીત-વિભાગમાં ના સાધકો વિશે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહ્યું, હવે સંગીત વિભાગમાંના સાધકોનો સાધનાનો પાયો સિદ્ધ થઈ રહ્યો છે. એકવાર આ સંગીતકલાના માધ્યમ દ્વારા એકાદ-બે સાધકોની ઉન્નતિ થાય કે, આપણી આ માર્ગ દ્વારા સાધના પદ્ધતિ સિદ્ધ થશે. આગળ જતાં એ જ ઉન્નતિ કરેલા સાધકો વિભાગમાંના અન્યોને સાધના વિશે માર્ગદર્શન કરી શકશે. હું જીવિત છું, ત્યાં સુધી માર્ગદર્શન કરી શકું છું; તેથી વચ્ચે વચ્ચેથી હું સંગીત વિભાગમાંના સાધકોને સાધના વિશે માર્ગદર્શન કરું છું. એકવાર આપત્કાળ ચાલુ થઈ જાય કે, તેમને માર્ગદર્શન કરવા બાબતે મને પણ મર્યાદાઓ આવશે.
– શ્રી. ચેતન રાજહંસ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

૧. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીતના માધ્યમ દ્વારા સાધના શીખવવાનો કરેલો આરંભ !

૧ અ. સર્વપ્રથમ સૌ. અંજલી ગાડગીળ (વર્તમાનમાં સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ)ને સંગીતકલાના માધ્યમ દ્વારા સાધના કરવા માટે કહેવું 

વર્ષ ૨૦૦૨માં સંગીત વિશારદ સદગુરુ સૌ. અંજલી ગાડગીળને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહ્યું, તમે સંગીતક્ષેત્રમાં શિક્ષણ લીધું છે. તમે સંગીતના માધ્યમ દ્વારા સાધનાનો આરંભ કરો. ઈશ્વરી સંગીત શું છે ?, એ આપણે જગતને બતાવવું છે. ઈશ્વરી સંગીત આજના સંગીત કરતાં ઘણું જુદું છે.

૧ આ. સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળજીને ભગવાન પાસેથી સંગીત વિશે જ્ઞાનાર્જન કરવા માટે કહેવું 

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સૌ. ગાડગીળને સંગીતમાં સાત જ સ્વર શા માટે હોય છે ?, તેનો ઉત્તર શોધવા માટે કહ્યું. તેમણે તે ઘણાં પુસ્તકોમાં શોધ્યો; પણ તેનો સંદર્ભ તેમને ક્યાંયે જડ્યો નહીં. તેમણે આ બાબત પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને કહ્યા પછી તેમણે કહ્યું, હવે આપણને ભગવાનને પૂછીને ક્રમણ કરવું પડશે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી તેમને સંગીત વિશે જ્ઞાન મેળવવા માટે પ્રશ્નો કાઢી આપતા. સદગુરુ (સૌ.) ગાડગીળ ભગવાનને પૂછીને તેના ઉત્તર મેળવતા. તેને કારણે કોઈપણ ગ્રંથમાં ઉપલબ્ધ ન હોય, તેવું ગાયન, વાદન અને નૃત્ય વિશે આધ્યાત્મિક સ્તર પરનું જ્ઞાન તેમને મળવા લાગ્યું.

૧ ઇ. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન અનુસાર સાધનારત સૌ. ગાડગીળજીને વિવિધ અનુભૂતિઓ થવી 

સૌ. ગાડગીળે તેમના સંગીત સાધનાના સમયગાળા દરમિયાન સંગીત વિશે પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમજ વિવિધ સ્વર અને રાગના પ્રયોગ કરીને તે રાગનો પ્રકૃતિ અનુસાર અનુભવ લીધો, ઉદા. મલ્હાર રાગ ગાતી વેળાએ મોઢામાં લાળ એકત્રિત થવી, દીપ રાગના સ્વર આલાપતી વેળાએ ઠંડીના દિવસોમાં પણ ઉષ્ણતાનો અનુભવ થવો. એટલું જ નહીં, પણ તે સમયે કાકીને વિવિધ ગંધર્વ, કિન્નર અને સ્વરદેવતાઓના પણ દર્શન થયા.

૨. દ્રષ્ટા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી

સદગુરુ (સૌ.) ગાડગીળના સંગીત સાધનાના સમયગાળા પછી લગભગ ૧૦ થી ૧૫ વર્ષ સંગીતક્ષેત્રમાં કાંઈ જ સંશોધન થયું નહીં. એક વર્ષ પહેલાં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહ્યું, આપણે જો તે સમયે સંશોધન કર્યું હોત, તો વર્તમાનમાં ઉપલબ્ધ છે તેવી સર્વ કલાઓ માટે અનુકૂળતા આપણને મળી ન હોત. તે સમયે સાધકોની સાધના પણ પ્રાથમિક અવસ્થામાં હતી. હવે ૧૦-૧૫ વર્ષોમાં સાધકોની સાધના પણ સારી થઈ છે, તેમજ હવે સમષ્ટિને કલાના માધ્યમ દ્વારા સાધનામાં પ્રગતિ કરી લેવા માટે કાળ પણ અનુકૂળ છે.

૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સમષ્ટિ માટે સંગીત સાધનાનો પાછો શુભારંભ કરવા માટે કહેવું

૩ અ. સંગીત સાધના વિશેના ગ્રંથો પ્રકાશિત કરવાના હોવાથી તે સંદર્ભમાં ગ્રંથોના અભ્યાસનો આરંભ કરવો 

લગભગ એક વર્ષ પહેલાં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીતના માધ્યમ દ્વારા સાધના કરવા માટે ડૉ. જ્યોતિ કાળે, સૌ. શ્રેયા સાને અને મને (કુ. તેજલ પાત્રીકરને) સંદેશ મોકલાવ્યો. સદગુરુ (સૌ.) ગાડગીળે પહેલાં સંગીત વિશે એકત્રિત કરી રાખેલી માહિતીનું વાચન અને અભ્યાસ કરવો, વિવિધ ગ્રંથોનું વાચન કરીને તેમાં સંગીત સાધના વિશેનાં કોઈ સૂત્રો મળે છે શું ? , તે જોવું, એ રીતે અમારો અભ્યાસ ચાલુ થયો.

૩ આ. સંગીતકલાના માધ્યમ દ્વારા સાધના થવા માટે દિશાદર્શન કરવું 

મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ મને અને ડૉ. જ્યોતિ કાળે તેમજ સૌ. શ્રેયા સાનેને સંગીત સાધનાની આગળની દિશા ચીંધી. ત્યારે તેમણે કહ્યું, “સંગીત વિશે આપણે વિવિધ ગ્રંથ પ્રકાશિત કરવા છે, તેમજ આ તાત્ત્વિક જ્ઞાનની અનુભૂતિઓ પણ પ્રાપ્ત કરવાની છે. આપણે સંગીત સાધના દ્વારા જ્ઞાતથી અજ્ઞાત ભણી (નોન ટુ અનનોન) માર્ગક્રમણ કરવાનું છે. આ બધું નવું હોવાથી આપણે સંશોધન કરવું પડશે. સંગીત વિશે આપણા કેવળ ગ્રંથ હોવાને બદલે તે કેવી રીતે ગાવું અને અનુભવવું ?, તે વિશદ કરવા માટે ગ્રંથ સાથે ધ્વનિચિત્ર-ચકતીઓ પણ હશે.

૩ ઇ. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની અભ્યાસુ વૃત્તિ અને સમષ્ટિ ભાવ 

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ઘણાં સમય પહેલાથી જ સંગીત વિશેના લખાણોની કાપલીઓ, ગ્રંથ અને માસિકો એકત્રિત કરી રાખ્યા છે. તેનો ઉપયોગ આજે ગ્રંથ માટે થઈ રહ્યો છે. તેવી જ રીતે તેમણે તેમના ગાયન-સંગ્રહમાં ઘણા જૂનાં ચલચિત્રોમાંનાં ગીતોના રાગ અને તેમની વિશિષ્ટતાઓ લખી રાખી છે. તેના દ્વારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની અભ્યાસુ વૃત્તિ અને સમષ્ટિનો વિચાર આ બાબતો પ્રકર્ષતાથી ધ્યાનમાં આવે છે.

૪. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ નિમિત્ત સંગીતકલા પ્રસ્તુત કરવાની તક મળવી

૪ અ. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ નિમિત્ત તેમના જીવન પર આધારિત લઘુ-ચલચિત્રમાં એક ગીતનો ઢાળ સૂઝવો 

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ નિમિત્તે તેમના જીવન પર આધારિત છાયાચિત્રો લઈને કૃતજ્ઞતા વિષય પર લઘુપટ સિદ્ધ કરવાનો હતો. તે લઘુપટમાં ‘ધન્ય ધન્ય હમ હો ગયે ગુરુદેવ’ આ ગીત માટે સમગ્ર આયખા દરમિયાન મને પહેલી જ વાર તેનો ઢાળ સૂઝ્યો અને તે ગીત ગુરુમાવડીએ ગવડાવી પણ લીધું.

૪ આ. મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત થવું 

મે ૨૦૧૬માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના ૭૪મા જન્મોત્સવ સમારંભ સમયે મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય અંતર્ગત સંગીત વિભાગનો આરંભ થયો હોવાનું ઘોષિત કરવામાં આવ્યું. તે સમયે પહેલી જ વાર સિંહાસન પર બિરાજમાન શ્રીમત્ નારાયણના અવતાર સમક્ષ ‘ગુરુ બીન કૌન બતાએ બાટ’ આ ગીત ગાવાની તક તેમની જ કૃપાથી અમને મળી. અમારા આયખાનો આ અવિસ્મરણીય દિવસ હતો.

૫. કાળમાહાત્મ્ય અનુસાર કલાક્ષેત્રમાં પણ સમષ્ટિ સાધનાને જ પ્રાધાન્ય આપવા માટે કહેવું

આ. એક પ્રસંગમાં મેં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને પૂછ્યું, શું અમે પણ ગાયનની કવાયત હાથ ધરી શકીએ ? ત્યારે તેમણે કહ્યું, પ્રથમ આપણે સંગીતનો તાત્ત્વિક પાયો પૂર્ણ કરીએ. પછી પ્રત્યક્ષ કવાયત માટે આપણી પાસે સંપૂર્ણ તાત્ત્વિક માહિતી ઉપલબ્ધ હશે. તારે એકલીએ જ આ માગક્રમણ કરવાનું નથી, જ્યારે સમષ્ટિને પણ સાથે લઈ જવાની છે.

૬. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સંગીતકલા દ્વારા સાધનાની વિશદ કરેલી વિશિષ્ટતાઓ

. અન્ય કલાઓમાં થોડો ઘણો તોયે બુદ્ધિનો ઉપયોગ થાય છે; પરંતુ સંગીત એવી કલા છે કે, તે શબ્દ અને બુદ્ધિની પેલેપાર છે.

. મૂર્તિકલા અને ચિત્રકલા આ કલાઓ ક્રમવાર પૃથ્વી અને તેજ તત્ત્વો સાથે સંકળાયેલી છે; પરંતુ સંગીત સીધું જ આકાશતત્ત્વ સાથે સંકળાયેલું છે. આકાશતત્ત્વ નિર્ગુણની વધારે પાસે છે.

ઇ. સનાતન સંસ્થાએ અક્ષરશાસ્ત્ર અનુસાર સાત્ત્વિક અક્ષર કેવા હોવા જોઈએ ? , તેનો અભ્યાસ કરીને ગ્રંથ પ્રકાશિત કર્યો છે. હવે સાત્ત્વિક અક્ષરોના ઉચ્ચાર પણ આપણે સાત્ત્વિક જ કરવાનો અભ્યાસ કરવાનો છે. તેના દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને તેમની સાથે સંબંધિત શક્તિ એકત્રિત હોય છે , આ બાબત સિદ્ધ થશે. અંતે તો સંગીત એ ઉચ્ચારશાસ્ત્ર છે. તેને કારણે આપણે સંગીતમાંના સા, રે, ગ નો યોગ્ય ઉચ્ચાર કરવા માટે શીખવાનું છે.

ઈ. આપણને ગાયન કેવળ કાનથી સાંભળી શકાય તેવું જોઈતું હોવાને બદલે સૂક્ષ્મમાંથી તેનું શું પરિણામ થાય છે ?, તેનો અનુભવ કરાવનારું જોઈએ.
હું વ્યાવહારિક દૃષ્ટિએ સંગીતમાં વિશારદ થઈ છું; પણ હવે સંગીત સાધનાના માધ્યમ દ્વારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી જે શીખવી રહ્યા છે, તે જ સાચું સંગીત છે, એ મારા ધ્યાનમાં આવ્યું. અત્યાર સુધી હું કાંઈ જ ભણી નથી , એ જ પ્રત્યેક પગલે જણાય છે. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી મને આ સેવાની તક મળી, એ માટે મારી પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી. તેમણે જ મારી પાસેથી આ સાધના કરાવી લેવી , એવી તેમનાં કોમળ ચરણોમાં શરણાગત ભાવથી પ્રાર્થના કરું છું.
– કુ. તેજલ પાત્રીકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.