સૂક્ષ્મ-ચિત્રકલાના માધ્યમ દ્વારા અજ્ઞાનથી જ્ઞાનરૂપી આકાશ ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

કુ. પ્રિયાંકા લોટલીકરે દોરેલાં સૂક્ષ્મમાંની વિશિષ્ટતાઓ દર્શાવનારાં ચિત્રો ચકાસતી વેળાએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી (વર્ષ ૨૦૦૭)

કલાક્ષેત્રમાં અનેક કલાઓમાંથી ચિત્રકલા અંતર્ગત પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કરેલું સંશોધન અને માર્ગદર્શન એટલું વિપુલ છે કે, તેના પરથી અધ્યાત્મ એ અનંતનું શાસ્ત્ર હોવાની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે.સદર લેખમાં તેમનાં ચિત્રકળામાંના સૂક્ષ્મચિત્રો વિશેના સંશોધન કાર્યમાંની કેટલીક વિશિષ્ટતાઓ પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આકૃતિઓ

એકાદ વિષયનું યોગ્ય રીતે આકલન થવા માટે ચિત્રોનો આધાર લેવામાં આવે છે. આવાં ચિત્રોને આકૃતિઓ એમ કહેવામાં આવે છે. આવાં ચિત્રો બુદ્ધિના સ્તર પર દોરેલાં હોય છે. સામાન્ય રીતે પાઠ્યપુસ્તકમાં વિષય સાથે સંલગ્ન જે આકૃતિઓ હોય છે, તેમનો આ જૂથમાં સમાવેશ થાય છે. એકાદ સૂક્ષ્મમાંનો વિષય સમજાવીને કહેવા માટે આવાં ચિત્રો ઉપયોગમાં લેવાય છે. હવે આપણે સૂક્ષ્મ અને સૂક્ષ્મ ચિત્ર વિશે ટૂંકમાં પરિચય કરી લઈએ.

૧. સૂક્ષ્મ ચિત્રકલા કિર્લિયન છાયાચિત્ર કરતાં ૧ લાખ ગણી સૂક્ષ્મ હોવી

ક્ષ-કિરણો દ્વારા દોરેલું ચિત્ર હંમેશના છાયાચિત્ર કરતાં સૂક્ષ્મ સ્તરનું હોય છે. સૂક્ષ્મ ચિત્રો તેના કરતાં પણ અનેક ગણા સૂક્ષ્મ સ્તર પરનાં હોય છે. સૂક્ષ્મ ચિત્રકલા એટલે શું ?, તેનો આછો અણસાર કિર્લિયન છાયાચિત્ર દ્વારા આવી શકે છે. કિર્લિયન છાયાચિત્ર એટલે વ્યક્તિનું પ્રભામંડળ (આધ્યાત્મિક વલય) અથવા જીવનશક્તિનું છાયાચિત્ર. આપણામાંથી પ્રત્યેકના ફરતું વલય અથવા પ્રભામંડળ સમગ્ર આયખા સુધી હોય છે. કેવળ માનવી જ નહીં જ્યારે પશુ-પક્ષી, માછલાં, વનસ્પતિ, પત્થર ઇત્યાદિ ફરતું પણ વલય હોય છે. વલય એટલે એક પ્રકારની ઉર્જા. આ ઉર્જા અથવા શક્તિ આપણા કુંડલિનીચક્ર સાથે સંકળાયેલી હોય છે. તે વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર જેવી છે , એવું માનવામાં આવે છે. આપણે કેવા છીએ ? ક્યાં છીએ ? તેમજ આપણી વર્તમાનમાં મન:સ્થિતિ કેવી છે ?, આ બધું વલયમાં પ્રતિબિંબિત થતું હોય છે. સૂક્ષ્મ ચિત્રકલા કિર્લિયન છાયાચિત્ર કરતાં ૧ લાખ ગણી સૂક્ષ્મ છે.

૨. સૂક્ષ્મ ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો આ શબ્દોના અર્થ

સૂક્ષ્મ ચિત્રો એટલે નરી આંખે ન દેખાય તેવા અદૃશ્ય વાતોનાં સૂક્ષ્મ દૃષ્ટિથી દોરેલાં ચિત્રો અને સૂક્ષ્મ પરીક્ષણો એટલે પંચજ્ઞાનેંદ્રિયો, મન તેમજ બુદ્ધિની વપરાશ વિના સૂક્ષ્મ પંચજ્ઞાનેંદ્રિયો, સૂક્ષ્મ કર્મેંદ્રિયો, સૂક્ષ્મ મન તેમજ સૂક્ષ્મ બુદ્ધિની સહાયતાથી અથવા સહાયતા વિના જીવાત્મા અથવા શિવાત્માએ કરેલાં પરીક્ષણો. અત્રે સૂક્ષ્મ ચિત્રો વિશેની ઘણીખરી માહિતી સૂક્ષ્મ પરીક્ષણો વિશે પણ લાગુ પડે છે; કારણકે મોટાભાગનાં સૂક્ષ્મ ચિત્રો સૂક્ષ્મ પરીક્ષણો પરથી જ દોર્યાં હોય છે. આગળ જણાવેલી તાત્ત્વિક માહિતી સદર લેખમાં આપેલાં સૂક્ષ્મ ચિત્રોનો અભ્યાસ કરવા માટે ઉપયુક્ત પુરવાર થશે. સૂક્ષ્મ ચિત્રો સ્પંદનો, મોજાં, વલયો, લહેરો, કિરણ, પ્રકાશ ઇત્યાદિ અનેક રૂપોમાં દેખાય છે. આ બધા માટે અત્રે સ્પંદનો શબ્દ પ્રયોજ્યો છે. સૂક્ષ્મ કર્મેંદ્રિયોને જ્ઞાન મળવાની પ્રક્રિયા અતિંદ્રિય જ્ઞાન ગ્રહણ થવાની પ્રક્રિયા નામક આગામી ગ્રંથમાં આપી છે.

૩. સૂક્ષ્મ ચિત્રોનું મહત્ત્વ

છાયાચિત્રકલાની શોધ થઈ તે પહેલાં ચિત્રકલાને ઘણું મહત્ત્વ હતું. કેટલું આબેહૂબ ચિત્ર દોર્યું છે ! , એવા ઉદ્દગાર સારા ચિત્ર વિશે પહેલાં અનેકવાર સાંભળવા મળતાં. છાયાચિત્રકલાની શોધ થયા પછી છાયાચિત્ર બરાબર મળતું આવતું હોવાથી ચિત્રકલાનું મહત્ત્વ ઓછું થયું.
માનવીને નિરંતર નવનવી વાતોનો, સૂક્ષ્મનો શોધ કરવાનું ગમે છે; એટલા માટે જ અણુ પછી પરમાણુ, ત્યાર પછી ન્યૂટ્રૉન; તેમજ જંતુ, સૂક્ષ્મ જંતુ ઇત્યાદિ શોધખોળની માલિકા ચાલુ જ છે. તે જ પ્રમાણે માનવીને હવે ભૂત ઇત્યાદિ સૂક્ષ્મ જગત્ને જાણી લેવાની ખેંચ નિર્માણ થઈ છે. સૂક્ષ્મ ચિત્રોને કારણે તે ખેંચ થોડાઘણા પ્રમાણમાં શમશે અને સૂક્ષ્મ જગત્ જાણી લેવાની જિજ્ઞાસા વધુ નિર્માણ થશે. એમ કરતાં કરતાં માનવી એક દિવસ સૂક્ષ્માતિસૂક્ષ્મ ઈશ્વરનો શોધ લેવાનો વિચાર કરશે અને તે દૃષ્ટિએ પ્રયત્ન કરવા લાગશે. પછી જ માનવી સાચા અર્થમાં સુખ ભણી, અર્થાત્ આનંદ ભણી ક્રમણ કરવા લાગશે.

૪. પ્રત્યેકનો આધ્યાત્મિક સ્તર, પ્રકૃતિ અને તેનો (સાધના) માર્ગ આ પ્રમાણે સાધના કરાવી લેનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલે !

વ્યષ્ટિ સાધના કરનારા સંતોની કેવળ શ્રદ્ધાળુઓ માટે જ અધ્યાત્મ એવી સંકલ્પના હોય છે; પરંતુ સમષ્ટિ સાધના કરનારા સંતોનું તેમ હોતું નથી. સમષ્ટિ સંત સમાજના પ્રત્યેક ઘટકને શું ગમે છે ? તેને કેવી રીતે સાધના કહીએ તો તે સાધના કરવા લાગશે ? , તેનો વિચાર કરીને તેના માટે તેની પરિભાષામાં અધ્યાત્મ કહેવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમાં આધ્યાત્મિક સ્તર, પ્રકૃતિ અને તેનો સાધનામાર્ગ આ પ્રમાણે સાધના કહેતા હોય છે અને તે માર્ગથી તે તે સાધકની આધ્યાત્મિક પ્રગતિ પણ કરાવી લેતા હોય છે. સાધના કરનારી અને કલા ક્ષેત્રમાં શિક્ષણ લીધેલી કેટલીક સાધિકાઓમાં સૂક્ષ્મમાંનું સમજવાની ક્ષમતા હોવાથી અને તેમની તે માર્ગ દ્વારા આધ્યાત્મિક પ્રગતિ થવાની હોવાનું પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના ધ્યાનમાં આવ્યું. તે સમયે તેમને પ્રાપ્ત રહેલી ચિત્રકલાનો આધ્યાત્મિક સ્તર પર લાભ કરી લેવા માટે તેમણે ફ્રાંસ ખાતેના સાધિકા સૌ. યોયા વાલે, કુ. મધુરા , કુ. અનુરાધા વાડેકર અને કુ. પ્રિયાંકા લોટલીકર નામક સૂક્ષ્મ ચિત્રકાર સાધિકાઓને સૂક્ષ્મ-જગત્ વિશે માર્ગદર્શન કરીને તેમની સૂક્ષ્મ ચિત્રોના માધ્યમ દ્વારા સાધના કરાવી લઈને તેમની પ્રગતિ પણ કરાવી લીધી. આ માર્ગથી સાધના કરીને ફ્રાંસ ખાતેના સાધિકા સૌ. યોયા વાલે અને કુ. અનુરાધા વાડેકર સંત બની ગયા છે. (કુ. પ્રિયાંકા લોટલીકરનો આધ્યાત્મિક સ્તર ૬૭ ટકા થઈ ગયો છે. – તંત્રી) સમય જતાં સદગુરુ (કુ.) અનુરાધા વાડેકર સમષ્ટિ સ્તર પર પ્રસારકાર્યની સેવા કરવા લાગ્યાં. સદર સાધિકાઓએ દોરેલાં સૂક્ષ્મ ચિત્રો એટલે સમષ્ટિ માટે એક દેણગી જ છે.

સૂક્ષ્મમાંથી જોઈ શકાય તેવાં વિવિધ પ્રકારનાં સ્પંદનો

કુ. પ્રિયાંકા લોટલીકર, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા. (૨૯.૪.૨૦૧૬)