ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ સહુની સામે પ્રસ્તુત કરનારા પરાત્પર ગુરુ ડૉ.આઠવલેજી !

સૌ. સાવિત્રી ઇચલકરંજીકર

આપણી સંસ્કૃતિમાં નૃત્યકલા, એ મંદિરમાં જ ઉપાસનાના માધ્યમ તરીકે વિકસિત થઈ છે. તે માધ્યમ દ્વારા ઈશ્વરપ્રાપ્તિ કરવા માટે સનાતનનાં સાધિકા કુ. શિલ્પા દેશમુખ (વર્તમાનમાં સૌ. સાવિત્રી ઇચલકરંજીકર) અને ડૉ. (કુ.) આરતી તિવારીએ આરંભ કર્યો છે. તેઓ નૃત્યશૈલી અને નૃત્યમાંની વિવિધ મુદ્રાઓ દ્વારા નવરસ (શૃંગાર, વીર, કરુણ, રૌદ્ર, યાનક, બીત્સ, અદ્ ભૂત અને શાંત અને હાસ્ય)નો અભ્યાસ કરવાને બદલે અધ્યાત્મમાંના શક્તિ, ચૈતન્ય, આનંદ અને શાંતિની અનુભૂતિ મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા છે.

શેષશાયી શ્રીવિષ્ણુની મુદ્રા

નૃત્ય આ  ઉપરથી મનોરંજનયુક્ત લાગનારી કૃતિ ને પણ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ સાધકોને સાધનાના એક પાસાં તરીકે જોવાનું શીખવ્યું. નૃત્યના માધ્યમ દ્વારા ઈશ્વરપ્રાપ્તિ આ ધ્યેય આપીને નૃત્યના માધ્યમ દ્વારા થનારી અનુભૂતિઓ અને તેનાં થનારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પરિણામોનો અભ્યાસ કરવા માટે ઉદ્યુક્ત કર્યા. આજે સમાજમાં નૃત્ય, ગાયન જેવી કલામાં વિકૃતિ નિર્માણ થઈ છે. આ પૃષ્ઠૂભૂમિ પર પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સનાતનનાં સાધકો કરી રહેલું સદર અમૂલ્ય સંશોધન સમગ્ર જગત્ માટે માર્ગદર્શક છે.

શ્રી સરસ્વતીદેવીની મુદ્રા

૧. સાધનાનો આરંભ કરવા પહેલાં નૃત્ય ભણી જોવાનો દૃષ્ટિકોણ

હું વયવર્ષ ૮ થી આગળ ૮ વર્ષો સુધી કથક નામક ભારતીય નૃત્ય શીખી છું. નાનપણમાં નૃત્ય શીખતી વેળાએ નૃત્ય દ્વારા હું ભગવાન સુધી પહોંચી શકીશ , એવું લાગતું. ભગવાનના ગુણગાન કરનારાં વિવિધ પદો પર નૃત્ય કરીને તે માધ્યમ દ્વારા ભગવાનનાં મનામણાં કરવામાં આવે છે. તેને કારણે મને નૃત્ય કરવાનું ઘણું ગમતું હતું. નૃત્ય શીખતી વેળાએ આપણા જીવનમાં ગુરુદેવનું મહત્ત્વ પણ ધ્યાનમાં આવે છે. તે સમયે મારે નૃત્યને વ્યવસાય બનાવવો નથી. મને જે જોઈએ છે, તે આ નથી. મારે કાંઈક જુદું જોઈએ છે , એવા વિચાર મનમાં આવતા હતા; પરંતુ આસપાસનું વાતાવરણ નૃત્યને વ્યવસાય કરનારું અને વ્યવસાયને પ્રાથમિકતા, પ્રોત્સાહન આપનારું હતું. મારે આ નથી જોઈતું , એમ લાગીને મારી નૃત્યમાંની રુચિ ધીમે ધીમે ઓછી થઈ.

૨. આવી રીતે થયા નૃત્ય દ્વારા ઈશ્વરપ્રાપ્તિના શ્રી ગણેશ !

વર્ષ ૧૯૯૭માં સનાતન સંસ્થાના સંપર્કમાં આવ્યા પછી હું ગુરુકૃપાયોગ અનુસાર સાધના કરવા લાગી. વર્ષ ૨૦૦૩માં અધ્યાત્મ પ્રસાર નિમિત્તે સનાતનના દેવદ, પનવેલ સ્થિત આશ્રમમાં ગઈ હતી. તે સમયગાળામાં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી પણ ત્યાં જ હતા. દેવદ આશ્રમમાં હતી ત્યારે દિનાંક ૧૭.૧૨.૨૦૦૩ના દિવસે સનાતનનાં સાધિકા ડૉ. (કુ.) આરતી તિવારી સાથે મારો સાધના તરીકે નૃત્ય કેવી રીતે કરી શકાય, આ વિશે વાર્તાલાપ ચાલુ હતો.
અમે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને અમને નૃત્ય આવડતું હોવાનું કહ્યા પછી તેમણે કહ્યું, “આપણને આ જ જોઈતું હતું. નૃત્ય દ્વારા ઈશ્વરપ્રાપ્તિ કેવી રીતે કરી શકાય , તે હવે આપણે શીખી શકીશું. આવતીકાલથી તેના અભ્યાસનો પ્રારંભ કરો.

૩. નૃત્યના ગ્રંથોમાં ‘ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્ય’ આ સંકલ્પના ન હોવી, તેમજ સંપર્ક કરેલા અન્ય નર્તકો માટે તે નવી હોવી

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી સાથે વાત થયા પછી અમે નૃત્ય પરના જુદા જુદા પ્રસિદ્ધ ગ્રંથોનો અભ્યાસ કરવાનો આરંભ કર્યો. અમે કેટલાક નર્તકોને મળ્યા. તેમને અનેક પ્રશ્નો પૂછીને ઈશ્વરપ્રાપ્તિ ભણી માર્ગક્રમણ કેવી રીતે કરવું , તે જાણી લેવાનો પ્રયત્ન કર્યો; પણ કોઈને પણ આ વિશે કાંઈ કહેતા આવડ્યું નહીં. તેમના માટે ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્ય આ સંકલ્પના જ નવી હતી.
(વર્તમાનમાં આ સંકલ્પના નવી ભલે લાગતી હોય, છતાં નૃત્યનો (નાટ્ય = નૃત્ય + ગાયન + વાદ્યનો) આરંભ ત્રેતાયુગના આરંભમાં થયો. તેનો ઉદ્દેશ મોક્ષપ્રાપ્તિ અને મનોરંજન એવો જ હતો. – તંત્રી)

૪. સ્તોત્રના તાલ પર નૃત્ય બેસાડવા કરતાં નૃત્યનાં
વિવિધ પાસાંઓ દ્વારા ઈશ્વર ભણી માર્ગક્રમણ કેવી રીતે કરવું,એ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહેવું

એકવાર ડૉ. (કુ.) આરતીના મનમાં માતાજીના એક સ્તોત્ર પર નૃત્ય બેસાડવું, તેમાંથી જ ઈશ્વરી તત્ત્વનો લાભ કરી શકાશે , એવો વિચાર આવ્યો. આ વિચાર પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીને કહ્યો ત્યારે તેમણે આગળ જણાવેલો વ્યાપક દૃષ્ટિકોણ આપ્યો, સ્તોત્ર પર નૃત્ય બેસાડવા કરતાં નૃત્યના વિવિધ પાસાંઓ દ્વારા ઈશ્વર ભણી માર્ગક્રમણ કેવી રીતે કરવું, એ આપણે શોધવાનું છે.

૫. નૃત્ય સાથે સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછીને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ નૃત્ય સાધના માટે યોગ્ય દિશા ચીંધવી

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પોતે થઈને અમને નૃત્યના વિવિધ પાસાં વિશે પ્રશ્નો પૂછવાનો આરંભ કર્યો, ઉદા. નૃત્યમાં કરવામાં આવનારી વિવિધ મુદ્રાઓ, હસ્તક, તબલાના બોલ, તાલ, લય ઇત્યાદિ એટલે શું ? આ પ્રશ્નોના અમે આપેલા ઉત્તરો સાંભળીને તેમણે કહ્યું, “આપણે મુદ્રાથી આરંભ કરીએ. તેમણે અમને વિવિધ મુદ્રાઓ કરવાથી કરનારાઓને શું લાભ થાય છે ? તેના દ્વારા કઈ અનુભૂતિ થાય છે ? મુદ્રાઓનું મન પર શું પરિણામ થાય છે ? તે શોધવાનું કહ્યું. તે પ્રમાણે અમે બન્ને મુદ્રાઓનો અભ્યાસ કરવા લાગ્યા.

૬. નૃત્યનો અભ્યાસ કરતી વેળાએ નૃત્ય સાથે સંબંધિત વિવિધ પ્રશ્નોના ઉત્તર અંદરથી મળવા

પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પહેલા અમને હાથની આંગળીઓની મુદ્રાઓનો અભ્યાસ કરવા માટે કહ્યું. અમે હાથનો અંગૂઠો અને આંગળીઓ ક્રમવાર એકબીજાને જોડીને તૈયાર થતી મુદ્રા કરવાથી શું જણાય છે, તેનો અભ્યાસ કરવા લાગ્યા. આ અભ્યાસ કરતી વેળાએ મનમાં જુદા જુદા વિષયો વિશે પ્રશ્નો આવવા લાગ્યા અને તેના ઉત્તર પણ અંદરથી મળવા લાગ્યા. ઉદા. તાલ એટલે શું ? તાલ તેવી રીતે નિર્માણ થયા ? ઇત્યાદિ.

૭. નૃત્ય શીખતી વેળાએ ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ હોવો આવશ્યક !

૭ અ. પહેલાં નૃત્ય શીખવા પાછળનો સાધિકાનો દૃષ્ટિકોણ 

એકાદ કલા આત્મસાત થવી, આ ઉદ્દેશથી રુચિ તરીકે હું નૃત્ય શીખી. નૃત્ય શીખતી વેળાએ હું તેનામાં રહેલી ઝીણવટોનો અભ્યાસ કરતી હતી; પણ તે કેવળ માનસિક સ્તર પરનું હતું. તેને આધ્યાત્મિક પાયો ન હતો.

૭ આ. સાધિકા સાથે નૃત્ય શીખનારી અન્ય વિદ્યાર્થીનીઓનો નૃત્ય શીખવા પાછળનો દૃષ્ટિકોણ 

હું જ્યાં નૃત્યકલા શીખતી હતી તે શાળામાં નૃત્ય શીખનારાઓમાંથી મોટાભાગની વિદ્યાર્થીનીઓ નૃત્યમાં રુચિને કારણે જ તે શીખી રહી હતી. તેમાંની કેવળ આંગળીના વેઢે ગણી શકાય તેટલી સહપાઠી નૃત્ય-ક્ષેત્રમાં પોતાના વિષ્યનું ઘડતર કરવાની ઇચ્છા ધરાવતી હતી. તેમાં પણ કેવળ વ્યવસાય તરીકે નૃત્યકલાનો પ્રસાર કરવા માટે શીખનારાઓ તો નગણ્ય જ હતા. ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ તેમનામાંથી કોઈનો પણ ન હતો. મોટાભાગે બધે ઠેકાણે આવું જ જોવા મળે છે.

૭ ઇ. નૃત્ય કરવાના મૂળ ઉદ્દેશ ભણી માર્ગક્રમણ કરવા માટે ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ દૃષ્ટિકોણ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ બધાની સામે પ્રસ્તુત કરવો 

નૃત્યનું નિર્માણ થયું, તે સમયે ઈશ્વરની આરાધના નૃત્ય પ્રસ્તુત કરવામાં આવતું હતું. સમયજતાં કલા તરીકે અને વર્તમાનમાં કેવળ મનોરંજન તેમજ અર્થાર્જન માટે નૃત્યનો ઉપયોગ થવા લાગ્યો છે. આજકાલ મોટાભાવગના લોકો લોકેષણાને ખાતર મૂળ તત્ત્વને જ ભૂલી ગયા છે. આ જ મૂળ તત્ત્વનો, મૂળ સ્વરૂપની દિશામાં ક્રમણ કરવા માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ નૃત્યના માધ્યમ દ્વારા ઈશ્વરપ્રાપ્તિ આ દૃષ્ટિકોણ સહુની સામે પ્રસ્તુત કર્યો.

૮. નૃત્યકલા વિશે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કરેલું અમૂલ્ય માર્ગદર્શન

૮ અ. ભૂમિકા સાથે એકરૂપ થયા પછી જ અન્યોને તેવી અનુભૂતિ પ્રદાન કરવાનું સંભવ

સાધકોએ નૃત્ય કરતી વેળાએ ભૂમિકા સાથે એકરૂપ થવું ઘણું મહત્ત્વનું છે. લાસ્ય નૃત્ય કરતી વેળાએ પોતે સાચે જ પાર્વતી છીએ એવો ભાવ હોવો જોઈએ. અન્ય સમયે મૂર્તિ ભણી મૂર્તિ તરીકે જોવામાં આવે છે, ઈશ્વર તરીકે નહીં; પણ નૃત્ય કરતી વેળાએ આપણે આપણી સામે સાચે જ શ્રીરામ ઊભા છે , એમ સમજીને તેમનો શણગાર કરવો, તેમની પૂજા કરવી ઇત્યાદિ કરવું જોઈએ. ખરેખર શ્રીરામ સામે ઊભા છે, એવો ભાવ નિર્માણ થવો જોઈએ. જો એમ થાય તો જ આપણે અન્યોને તેવી અનુભૂતિ પ્રદાન કરી શકીએ.

૮ આ. સ્વભાવદોષ અને અહં નિર્મૂલન થયા પછી જ ઈશ્વરી નૃત્ય સાકાર થવું

સ્વભાવદોષ અને અહં વિરહિત તેમજ ઈશ્વર પ્રત્યે ઉત્કટભાવ ધરાવતું નૃત્ય જ આપણને ઈશ્વર ભણી લઈ જાય છે. તેને કારણે પોતાનામાં રહેલા સ્વભાવદોષ અને અહં ઓછા કરવા તેમજ ઈશ્વર પ્રત્યેનો ભાવ વધારવો મહત્ત્વનું છે. જો નર્તકની આધ્યાત્મિક ક્ષમતા હોય, તો જ તે તેના નૃત્ય દ્વારા નૃત્ય નિહાળનારી વ્યક્તિને શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિની (આધ્યાત્મિક સ્તર પરની) અનુભૂતિ આપી શકે છે. એ જ ખરું ઈશ્વરી નૃત્ય !

૮ ઇ. નૃત્ય અને સંગીતના માધ્યમ દ્વારા સાધના સંપત્કાળમાં કરવાની હોવાથી સાધકોની ઉન્નતિ માટે આવશ્યક તેટલી સાધના તે કલાના માધ્યમ દ્વારા કરીને આપત્કાળ આવે તે પહેલાં હમણાં જ કરવી.

૯. નૃત્યકલા વિશે સંશોધન કરતી વેળાએ તેનો વ્યાપક વિચાર કરનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

નૃત્યકલા વિશે સંશોધન કરતી વેળાએ નૃત્ય કેવળ મનોરંજન માટે હોવાને બદલે તેના દ્વારા સાધના કરીએ, તો ઈશ્વર સુધી પહોંચી શકાય છે. તેમજ નૃત્ય કરવાથી તેનું અનિષ્ટ શક્તિ પર શું પરિણામ થાય છે ? નૃત્યનો વ્યાધિ નિવારણ કરવા માટે કેવી રીતે લાભ કરી શકાય ? તેનો પણ અભ્યાસ કરી શકાશે , એવો વ્યાપક વિચાર પણ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પ્રસ્તુત કર્યો. ઈશ્વરપ્રાપ્તિ માટે નૃત્યકલા આ ઉત્ક્રાંતિ થાય તેમ કરવાનો નવો દૃષ્ટિકોણ કેવળ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ જ આ કળિયુગમાં સહુની સમક્ષ મૂક્યો. તેમની સંશોધક વૃત્તિ આ ક્ષેત્રમાં પણ આપણને જોવા મળે છે.

૧૦. નૃત્યના પ્રયોગ કરતી વેળાએ સાધિકામાં થયેલા પાલટ

અ. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહેલા નૃત્યના અભિનવ પ્રયોગ કરતી વેળાએ પ્રતિદિન તે વિશેની ઉત્કંઠા વૃદ્ધિંગત થતી હતી.

. તે દરમિયાન નૃત્ય ભણી આરાધના તરીકે જોવાનું ફાવવા લાગ્યું.

ઉ. પ્રત્યક્ષ શરીર દ્વારા નૃત્ય કર્યા વિના પણ હું ભગવાનનાં નૃત્યના માધ્યમ દ્વારા મનામણાં કરી રહી છું , એવો મનમાં ભાવ રાખીને નામજપ કરતી વેળાએ આનંદ પ્રાપ્ત થવા લાગ્યો. ત્યારે મન પર ભાવનું મહત્ત્વ વધારે પ્રમાણમાં અંકિત થયું.
પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી આ બધું શીખી શકી, તે માટે તેમનાં ચરણોમાં હું કોટિ કોટિ કૃતજ્ઞ છું.

સૌ. સાવિત્રી ઇચલકરંજીકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.