‘સાત્ત્વિક રંગોળી’ ગ્રંથના માધ્યમ દ્વારા ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેય ભણી લઈ જનારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી !

દેવતાઓનાં તત્ત્વો આકર્ષિત કરનારી મેંદીની
સાત્ત્વિક કલાકૃતિઓ, એટલે કલાક્ષેત્રમાં નવું યોગદાન !

સનાતનનાં સાધિકા કુ. કુશાવર્તા અને સંધ્યા માળીએ કલા વિશેનું શિક્ષણ લીધું છે. સાધનાનો આરંભ થયા પછી તેમને પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની કૃપાથી ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેયનું ભાન થયું. તેમને સાત્ત્વિક રંગોળીઓ સૂઝવાની પ્રક્રિયા, પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ તે વિશે કરેલું માર્ગદર્શન, આ વિશેનાં સૂત્રો આગળ આપ્યા છે.

કુ. કુશાવર્તા માળી
કુ. સંધ્યા માળી

નિત્ય ધાર્મિક રૂઢિ તરીકે પૂરવાની રંગોળી બાબતે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ સાધકોએ કરેલું આ સંશોધન નવીનતાસર છે. રંગોળી સાથે જ મેંદીની કલાકૃતિઓ દ્વારા પણ દેવતાનું તત્ત્વ આકર્ષિત અને પ્રક્ષેપિત થાય, એવી વિવિધ કલાકૃતિઓ સાધકોએ પ.પૂ. ડૉક્ટરજીના માર્ગદર્શન હેઠળ સિદ્ધ કરી છે. આ સર્વ કલાકૃતિઓ સનાતનના લઘુગ્રંથ ‘સાત્ત્વિક રંગોળી’, તેમજ મરાઠીમાં ગ્રંથ ‘સાત્ત્વિક રંગોળી (ભાગ ૧)’, ‘સાત્ત્વિક મેંદી’ અને ‘મેંદીની સાત્ત્વિક કલાકૃતિઓના પ્રકાર’ દ્વારા સહુકોઈ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.

૧. સાત્ત્વિક રંગોળીઓ સૂઝવાની પ્રક્રિયા

૧ અ. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીની સંકલ્પનાથી મેંદીની સાત્ત્વિક નકશી અને રંગોળીઓ સૂઝવી

વર્ષ ૨૦૦૭માં પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ ‘સનાતનનો સાત્ત્વિક રંગોળીઓનો ગ્રંથ કરીએ’, એમ કહ્યું. થોડા સમયગાળા પછી ‘સાત્ત્વિક મેંદીનો ગ્રંથ કરીએ’ એવું તેમણે કહ્યું. તે સમયે મને સમગ્ર દિવસ સળંગ મેંદીની નકશીઓ, રંગોળીઓ સૂઝતી.

૧ આ. રંગોળીઓ સૂઝવા બાબતે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ પૂછ્યા પછી તે પાછળની પ્રક્રિયા ધ્યાનમાં આવીને કૃતજ્ઞતા લાગવી

‘રંગોળી પૂરવાના મીંડાના ૩ પ્રકાર છે, એ તને કેવી રીતે સમજાય છે ?’ , એવું પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ એકવાર મને પૂછ્યું. ત્યારે મેં તેમને કહ્યું, ‘ભગવાન સૂચવે છે, એવી એક અનોખી જ સંવેદના મનમાં ઊભરે છે. કેટલીક વાર રંગોળીઓના વિવિધ આકાર દૃષ્ટિગોચર થાય છે. તે વિચાર મનમાં આવતા હોય ત્યારે જ હું રંગોળીઓનાં મીંડાના ત્રણ પ્રકારમાંથી કોઈપણ એક મીંડાનો કાગળ લઈને રંગોળી પૂર્ણ કરું છું. ત્યાર પછી ધ્યાનમાં આવે છે કે, રંગોળીના બધા જ આકાર મીંડામાં સમાઈ ગયા છે.’ ભગવાન દ્વારા રંગોળી સૂચવવાની પ્રક્રિયા થતી હોય ત્યારે મારા દ્વારા બુદ્ધિનો ઉપયોગ થયા વિના તેવી કૃતિ થાય છે, તેનું મને ભાન નહોતું. પ્રશ્ન પૂછ્યા પછી પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી જ બધું કરાવી લે છે અને તેઓ સર્વજ્ઞ છે , તેનું ભાન થઈને કૃતજ્ઞતા લાગી.

૨. સાધનાનો આરંભ થવા પહેલાં લોકેષણા હોવી, પણ સાધનામાં આવ્યા પછી ‘કલા એ ઈશ્વરપ્રાપ્તિનું સાધન છે’ એ સમજાવું
સાધનાનો આરંભ થવા પહેલાં એકાદ સ્પર્ધામાં ‘મારી કલાકૃતિની પસંદગી થાય, પારિતોષિક મળે, વખાણ થાય’ , એવું જે પ્રત્યેક કલાકારને લાગે છે, તેવા મારા વિચાર હતા. કલાનો ઉદ્દેશ ‘લોકેષણા અથવા પૈસો કમાવવા માટે કલા’, એવો નથી. એકાદ જીવને એકાદ કલા ‘ઈશ્વરપ્રાપ્તિનું (આનંદપ્રાપ્તિનું) સાધન’ આ ઉદ્દેશથી ઈશ્વરે જ પ્રદાન કરેલી હોય છે, એવું સનાતનમાં આવ્યા પછી સમજાયું. સાધના કરાવી લેતી વેળાએ પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ દેવતાઓ માટે સાત્ત્વિક રંગોળી પૂરવી, આ અમારી પ્રકૃતિ સાથે સંકળાયેલી સેવા આપી. તેના દ્વારા પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ અમારી કલા સાથે ઈશ્વરનું સંધાણ કર્યું. રંગોળી ગ્રંથની સેવા કરતાં કરતાં તેઓ અમારી પાસેથી સ્વભાવદોષ અને અહં નિર્મૂલન પ્રક્રિયા પણ સહજતાથી કરાવી લેતા હતા. ‘ઈશ્વરપ્રાપ્તિ માટે કલા’ આ ધ્યેય ભણી તેમણે અમને ક્યારે અને કેવી રીતે પહોંચાડ્યા, તે અમને ન સમજાયું; કારણકે અમને કેવળ આનંદ જ પ્રાપ્ત થતો હતો.

૩. પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીનું અમૂલ્ય માર્ગદર્શન !

રંગોળીમાં દેવતાઓનું તત્ત્વ પ્રવેશ કરે અને તે વૃદ્ધિંગત થાય તે માટે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી માર્ગદર્શન કરીને રંગોળીના આગળના સોપાન સર કરવાનું શીખવી રહ્યા છે. તેમાં કેટલીક રંગોળીઓ સગુણ જ્યારે કેટલીક નિર્ગુણ સ્તર પરની છે. સગુણ કરતાં નિર્ગુણમાં વધારે આનંદ હોય છે; તેથી બધા જ આકાર નિર્ગુણ થાય તે માટે તેઓ માર્ગદર્શન કરી રહ્યા છે. આગામી ૧૫ વર્ષ અને તેના કરતાં પણ વધુ સમય માટે આ સંશોધન ચાલુ રહેશે. તેમાં પ્રત્યેક દેવતાના સગુણ અને નિર્ગુણ રૂપો પ્રમાણે, સંપ્રદાય અનુસાર અને સંતોની રંગોળીઓ હશે, એવું પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ કહ્યું.
– કુ. સંધ્યા માળી અને કુ. કુશાવર્તા માળી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

રંગોળીના આકારો બાબતે પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજીએ શીખવેલાં કેટલાંક સૂત્રો

૧. ગતિદર્શક સાથિયા કરતાં સ્થિર સાથિયા ભણી જોઈને આનંદ જણાવવો

‘અ’ માંના સાથિયાના વક્ર આકારને કારણે તે ગતિદર્શકતા દર્શાવે છે. તેના ભણી જોયા પછી મન અસ્થિર બને છે. ‘આ’ માંનો સાથિયો સ્થિર છે. તેના ભણી જોઈને આનંદ જણાય છે. વાસ્તવિક રીતે જોતાં ગતિદર્શક રહેલો આકાર (ઉદા. ચક્ર) દોરતી વેળાએ તેના મૂળ ગતિદર્શક સ્વરૂપમાં દોરી શકાય; પરંતુ સ્થિરતાના પ્રતીક રહેલા સાથિયો, ૐ (નિર્ગુણ) ઇત્યાદિ આકાર સ્થિર લાગે, તે રીતે જ દોરવા.

૨. વચમાં એક પાંખડી ધરાવતા ફૂલ ભણી જોઈને ઉત્સાહ લાગવો

આકૃતિ ‘અ’ માં ફૂલની વચ્ચે ઊભી રેખા દોરવાથી તેની આજુબાજુ બે પાંખડીઓ રહેવાથી ફૂલ નિષ્ક્રિય જણાય છે. તેને કારણે તે સારું લાગતું નથી. આકૃતિ ‘આ’ માં ફૂલની વચ્ચે ઊભી રેખા દોરવાથી વચમાં એકજ પાંખડી રહેવાથી ફૂલ કાર્યરત છે , એમ લાગે છે. તેથી તેના ભણી જોઈને ઉત્સાહ લાગે છે.

૩. અણીદાર પાંખડી કરતાં વક્રાકાર પાંખડીનું કમળ સાત્ત્વિક !

આકૃતિ ‘અ’ માં કમળની પાંખડીઓનો આકાર અણીદાર છે. આવી પાંખડીઓ નૈસર્ગિક લાગતી નથી. આકૃતિ ‘આ’ માં કમળની પાંખડીઓની ટોચ વક્રાકાર બનાવી છે. તેમજ કમળ ત્રિમિતીય બતાવ્યું છે. આકૃતિમાંની પાંખડીઓને કારણે કમળનો નૈસર્ગિક ગોળ આકાર ધ્યાનમાં આવે છે. પરિણામે તે સત્યની વધુ નજીક લાગે છે.

૪. અર્ધા ફૂલ કરતાં પૂર્ણ ફૂલમાંથી સારાં સ્પંદનો આવવાં

આકૃતિ ‘અ’ માં અર્ધું ફૂલ વચમાંથી કાપ્યું હોય, તે પ્રમાણે લાગે છે. તેને કારણે તેમાંથી સારાં સ્પંદનો આવતા નથી. આકૃતિ ‘આ’ માં પૂર્ણ ફૂલ હોવાથી તે વાસ્તવિક જણાય છે. તેથી દૃષ્ટિને પણ ગમતું લાગે છે અને તેમાંથી સારાં સ્પંદનો આવે છે. આ ફૂલ ભણી જોઈને કેટલાકને ભાવની તેમજ તે સંદર્માંના દેવતા તત્ત્વની અનુભૂતિ પણ થાય છે.
– કુ. સંધ્યા માળી અને કુ. કુશાવર્તા માળી