દેવતાઓને અર્પણ કરાયેલા શ્રીફળોની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનું યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા અધ્યયન

૧. પ્રસ્તાવના અને ઉદ્દેશ

    હિંદુ રાષ્ટ્રની સ્થાપનામાં આવનારી સર્વ અડચણો દૂર થાય અને સાધકો પર આવેલા સંકટોનું નિવારણ થાય, તે માટે  સનાતનના રામનાથી, ગોવા સ્થિત આશ્રમમાં ૪ અને ૫ નવેંબર ૨૦૧૬ના દિવસે બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ રીતે, ર ૬ નવેંબર ૨૦૧૬ના દિવસે પરમ પૂજ્ય ડૉકટરજીના જન્મનક્ષત્ર ઉત્તરાષાઢ પર વિશેષ મહાગણપતિ હોમ અને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. બ્રહ્માસ્ત્ર યજ્ઞ સમયે શ્રી બગલામુખી દેવી, શ્રી કાળભૈરવ અને નવગ્રહોની પૂજા કરવામાં આવી. આ પૂજાઓમાં દેવતાઓને શ્રીફળ (નારિયેળ) અર્પણ કરવામાં આવ્યા. પૂજામાં શ્રીફળના સમર્પણ દ્વારા કયા આધ્યાત્મિક લાભ થાય છે , તે વિશે દિનાંક ૭ નવેંબર ૨૦૧૬ના દિવસે યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો.

૨. વૈજ્ઞાનિક પરીક્ષણનું સ્વરૂપ

  આ પ્રયોગમાં સામાન્ય નારિયેળ, પૂજાનું ચીરો પડેલું નારિયેળ અને ચીરો ન પડેલું નારિયેળ એવી રીતે બધાનું યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા નિરીક્ષણ કરીને, તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું.

૩. વૈજ્ઞાનિક પરીક્ષણના પરિબળોની જાણકારી

બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ સમયે ચીરો પડેલા ચાર નારિયેળ

૩ અ. આધ્યાત્મિક સ્તર 

જો નિર્જીવ વસ્તુનો આધ્યાત્મિક સ્તર ૧ ટકો અને ઈશ્વરનો ૧૦૦ ટકા ધારી લેવામાં આવે, તો તેની તુલનામાં વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતી અનુસાર તેનો વર્તમાન આધ્યાત્મિક સ્તર નક્કી કરી શકાય છે. એક સંતને સમષ્ટિ કાર્યની આવશ્યકતા અનુસાર સાધકોના આધ્યાત્મિક સ્તર વિશે ધ્યાનના માધ્યમ દ્વારા ઉત્તર મળે છે. તે વિશે સનાતન પ્રભાત નિયતકાલિકોમાં સમય-સમય પર લેખ પ્રકાશિત કરવામાં આવે છે.નારિયેળમાં બધા દેવતાઓનાં સ્પંદનો આકર્ષિત અને પ્રક્ષેપિત કરવાની ક્ષમતા હોય છે. તેથી, નારિયેળને સર્વાધિક શુભ ફળ; અર્થાત્ શ્રીફળ કહેવામાં આવે છે. તેથી, પૂજામાં દેવતાઓને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે.

૩ આ. સામાન્ય નારિયેળ 

આ એક સામાન્ય નારિયેળ છે.

૩ ઇ. પૂજાનું ચીરો પડેલું નારિયેળ 

પૂજામાં દેવતાઓને ચઢાવેલા નારિયેળમાં તેમનાં સ્પંદનો આકર્ષિત ન થાય અને ત્યાંથી વાતાવરણમાં પ્રક્ષેપિત ન થાય, તે માટે અનિષ્ટ શક્તિઓ તે નારિયેળ પર સૂક્ષ્મરૂપથી આક્રમણ કરે છે. તેથી નારિયેળમાં ચીરો પડે છે. બગલામુખી-બ્રહ્માસ્ત્ર યજ્ઞ તેમજ મહાગણપતિ હોમ સમયે દેવતાઓને અર્પણ કરાયેલાં ૬ નારિયેળમાંથી ૪ નારિયેળોમાં ચીરા પડ્યા હતા. સદર પ્રયોગ માટે લીધેલું નારિયેળ, ચીરા પડેલા ૪ નારિયેળમાંનું એક છે.

અનિષ્ટ શક્તિઓ 

વાતાવરણમાં સારી અને ખરાબ બન્ને પ્રકારની શક્તિઓ હોય છે. સાધના કરવાથી સાધક ભણી સારી શક્તિઓ આકર્ષિત થાય છે. આ રીતે, સાધના કરવાથી વાતાવરણમાં સારી શક્તિઓ વધે છે તેમજ ખરાબ શક્તિઓ ઓછી થાય છે. એમ ન થાય, તે માટે અનિષ્ટ શક્તિઓ સાધકોની સાધનામાં વિઘ્ન પાડે છે. પ્રાચીનકાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞમાં પણ રાક્ષસો વિઘ્નો લાવતા હતા. આ વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ છે.

૩ ઈ. પૂજા માટેનું ચીરો ન પડેલું નારિયેળ 

આ, બગલામુખી-બ્રહ્માસ્ત્ર યાગ તેમજ મહાગણપતિ હોમ સમયે દેવતાઓને અર્પણ કરાયેલાં શ્રીફળોમાંથી એક છે. તેમાં ચીરો પડ્યો નથી.

૪. યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા પ્રભામંડળ માપવું

૪ અ. યુ.ટી.એસ. ઉપકરણનો પરિચય 

આ ઉપકરણને ઑરા સ્કેનર પણ કહેવામાં આવે છે. તેના દ્વારા પરિબળો (વસ્તુ, મકાન, પ્રાણી અને મનુષ્ય)ની ઊર્જા તેમજ તેમનું પ્રભામંડળ માપી શકાય છે. આ યંત્રનો વિકાસ ભાગ્યનગર, તેલંગણા ખાતેના માજી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મન્નમ મૂર્તિએ વર્ષ ૨૦૦૩માં કર્યો હતો. તેઓ જણાવે છે કે આ યંત્રનો પ્રયોગ, મકાન, ચિકિત્સાશાસ્ત્ર, પશુ ચિકિત્સાશાસ્ત્ર તેમજ વૈદિક શાસ્ત્રમાં આવનારી અડચણોની જાણકારી મેળવવા માટે કરી શકાય છે.

૪ આ. પરીક્ષણ માટેની પરિબળ વસ્તુઓ અને તેમનું વિવરણ

૪ આ ૧. નકારાત્મક ઊર્જા 

આ ઊર્જા હાનિકારક હોય છે. તેના નીચે પ્રમાણે બે પ્રકાર હોય છે.

અ. અવરક્ત ઊર્જા (ઇન્ફ્રારેડ) 

આમાં પરિબળ વસ્તુઓ દ્વારા નીકળનારી ઇન્ફ્રારેડ ઊર્જા માપી શકાય છે.

આ. પરારિંગણી ઊર્જા (અલ્ટ્રાવાયોલેટ) 

આમાં કોઈ વસ્તુ દ્વારા નીકળનારી અલ્ટ્રાવાયોલેટ ઊર્જા માપવામાં આવે છે.

૪ આ ૨. સકારાત્મક ઊર્જા 

આ ઊર્જા લાભદાયક હોય છે. આ માપવા માટે સ્કેનરમાં સકારાત્મક ઊર્જા દર્શાવનારા + ve નમૂના વસ્તુ રાખવામાં આવે છે.

૪ આ ૩. યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા પરિબળ વસ્તુનું પ્રભામંડળ માપવું 

પ્રભામંડળ માપવા માટે તે પરિબળ વસ્તુના સર્વાધિક સ્પંદનો ધરાવતા નમૂના (સેંપલ)નો ઉપયોગ કરવામાં આવે છે; ઉદા. વ્યક્તિ વિશે તેની લાળ અથવા છાયાચિત્ર, વસ્તુ વિશે તેનું છાયાચિત્ર, વનસ્પતિ વિશે તેનું પાન, મનુષ્યેતર પ્રાણીઓ વિશે તેમના વાળ, મકાન વિશે ત્યાંની માટી અથવા ધૂળ અને દેવતાની મૂર્તિ વિશે તેને લગાડેલું ચંદન, કંકુ, સિંદૂર ઇત્યાદિ.

૪ ઇ. યુ.ટી.એસ. ઉપકરણ દ્વારા પ્રયોગ કરવાની પદ્ધતિ 

આના દ્વારા પ્રયોજ્ય વસ્તુની ક્રમવાર ઇન્ફ્રારેડ ઊર્જા, અલ્ટ્રાવાયોલેટ ઊર્જા અને સકારાત્મક ઊર્જા માપવામાં આવે છે. તેના માટે આવશ્યક નમૂનો યુ.ટી.એસ. સ્કેનરમાં રાખવામાં આવે છે. ઉપર્યુક્ત ત્રણ પરીક્ષણો પછી વસ્તુનું પ્રભામંડળ માપવામાં આવે છે અને તેના માટે તેમાં સૂત્ર ૪ આ ૩ માં આપ્યા પ્રમાણે નમૂના વસ્તુ મૂકવામાં આવે છે.
મકાન અથવા વસ્તુની ઇન્ફ્રારેડ ઊર્જા માપવા માટે યુ.ટી.એસ. સ્કેનરમાં પહેલા ઇન્ફ્રારેડ ઊર્જા માપક નમૂનો રાખવામાં આવે છે. ત્યાર પછી, પરીક્ષક વ્યક્તિ સ્કેનરને વિશિષ્ટ પદ્ધતિથી હાથમાં પકડીને, પ્રયોજ્ય વસ્તુ સામે લગભગ ૧ ફૂટ અંતર પર ઊભી રહે છે. તે સમયે સ્કેનરની બન્ને ભુજાઓ વચ્ચે થનારો ખૂણો તે વસ્તુની ઇન્ફ્રારેડ ઊર્જાનું પ્રમાણ દર્શાવે છે; ઉદા. સ્કેનરની ભુજાઓ ૧૮૦ અંશ ખુલે, ત્યારે તે વસ્તુની ઇન્ફ્રારેડ ઊર્જા ૧૦૦ ટકા છે અને સ્કેનરની ભુજા જરા પણ ખુલે નહીં (અર્થાત્ ૦ અંશ ખૂણો), ત્યારે તે વસ્તુમાં ઇન્ફ્રારેડ ઊર્જા નથી. સ્કેનરની ભુજા ૧૮૦ અંશ ખુલ્યા પછી, ભુજાઓનો આ ખૂણો, સ્કેનરને તે વસ્તુથી કેટલો દૂર રાખવાથી બન્યો છે , તે માપવામાં આવે છે. આ અંતર, તે વસ્તુની ઇન્ફ્રારેડ ઊર્જાનું પ્રભામંડળ થયું. સ્કેનરની ભુજાઓ જ્યારે ૧૮૦ અંશ કરતાં ઓછા ખૂણામાં ખૂલે, તો તેનો અર્થ એમ છે કે તે વસ્તુની બધી બાજુએ ઇન્ફ્રારેડ ઊર્જાનું પ્રભામંડળ નથી. આ રીતે, ક્રમવાર અલ્ટ્રાવાયોલેટ ઊર્જા, સકારાત્મક ઊર્જા અને તે વસ્તુના વિશિષ્ટ સ્પંદનોનું પ્રભામંડળ માપવામાં આવે છે.

૫. પ્રયોગમાં અચૂકતા લાવવા માટે વર્તવામાં આવેલી સાવચેતી

અ. ઉપકરણનો પ્રયોગ કરનારી વ્યક્તિ આધ્યાત્મિક ત્રાસ (નકારાત્મક સ્પંદનો) ધરાવતી ન હતી.
આ. પરિધાન કરેલા વસ્ત્રના રંગોથી પરીક્ષણ પર અસર ન થાય તે માટે ઉપકરણનો પ્રયોગ કરનારી વ્યક્તિએ ધોળા રંગના કપડાં પરિધાન કર્યા હતા.

૬. યુ.ટી.એસ. (Universal Thermo Scanner) ઉપકરણ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણો, અને તેમનું વિવેચન

નોંધ

સ્કેનરની ભુજાઓ ૧૮૦ અંશમાં ખૂલવાથી જ તે પરિબળ વસ્તુનું પ્રભામંડળ માપી શકાય છે; તેના કરતાં ઓછું ખૂલવાથી માપી શકાતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે પરિબળ વસ્તુને પ્રભામંડળ નથી.

૬ અ. સારણીમાં દર્શાવેલા નકારાત્મક ઊર્જા વિશેના નિરીક્ષણોનું વિવેચન

૬ અ ૧. સામાન્ય નારિયેળની તુલનામાં પૂજાના ચીરા પડેલા નારિયેળમાં નકારાત્મક ઊર્જા વધારે મળવી 

સામાન્ય નારિયેળનું નિરીક્ષણ કરવાથી, ત્યાં થોડી અલ્ટ્રાવાયોલેટ ઊર્જા (અર્થાત્ નકારાત્મક ઊર્જા) મળી; પરંતુ ચીરા પડેલા નારિયેળનું નિરીક્ષણ કરવાથી, ત્યાં ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ ( નકારાત્મક) ઊર્જા ઘણી મળી. આ રીતે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ ઊર્જા ક્રમવાર ૧.૩૩ મીટર તેમજ ૧.૫૭ મીટર ક્ષેત્રમાં પ્રક્ષેપિત થઈ રહી હતી. એનાથી જાણવા મળ્યું કે પૂજાના ચીરા પડેલા નારિયેળ પર અનિષ્ટ શક્તિઓએ આક્રમણ કર્યું હતું, તેથી તે નારિયેળ દ્વારા સકારાત્મકને બદલે નકારાત્મક ઊર્જા પ્રક્ષેપિત થઈ રહી હતી.

૬ અ ૨. પૂજાના ચીરા ન પડેલા નારિયેળમાં નકારાત્મક ઊર્જાનો પૂર્ણત

અભાવ હોવો સામાન્ય મકાનો અથવા વસ્તુઓમાં નકારાત્મક ઊર્જા હોઈ શકે છે; પરંતુ પૂજાના ચીરા ન પડેલા નારિયેળનું નિરીક્ષણ કર્યું તે સમયે ત્યાં નકારાત્મક ઊર્જા જરા પણ ન હતી.

૬ આ. સારણીમાં દર્શાવેલી સકારાત્મક ઊર્જા વિશેના નિરીક્ષણોનું વિવેચન

૬ આ ૧. સામાન્ય નારિયેળ (જે દેવતાઓને અર્પણ કર્યું નથી) અને ચીરો પડેલા નારિયેળની તુલનામાં દેવતાને અર્પણ પરંતુ ચીરો ન પડેલા નારિયેળમાં સકારાત્મક ઊર્જા વધારે મળવી 

બધા મકાનો અથવા વસ્તુઓમાં સકારાત્મક ઊર્જા હોતી નથી; પણ, પ્રયોગ માટેના સામાન્ય નારિયેળ અને ચીરો પડેલા નારિયેળમાં થોડા પ્રમાણમાં સકારાત્મક ઊર્જા મળી. કારણકે, નારિયેળ મૂળથી જ સાત્ત્વિક ફળ છે. પૂજામાં દેવતાને અર્પણ અને ચીરો ન પડેલા નારિયેળમાં સૌથી વધારે સકારાત્મક ઊર્જા મળી, કારણકે તેમાં દેવતાઓનાં સ્પંદનો આવ્યા હતા.

૬ ઇ. સારણીમાં વસ્તુના પ્રભામંડળ વિશે થયેલાં નિરીક્ષણોનું વિવેચન

૬ ઇ ૧. સામાન્ય નારિયેળ અને ચીરો પડેલા નારિયેળની તુલનામાં ચીરો ન પડેલા નારિયેળનું પ્રભામંડળ ઘણું વધારે હોવું 

સામાન્ય વ્યક્તિનું પ્રભામંડળ લગગ ૧ મીટર હોય છે. સામાન્ય નારિયેળનું પ્રભામંડળ ૧.૧૯ મીટર, જ્યારે ચીરા પડેલા નારિયેળનું પ્રભામંડળ ૧.૮૫ મીટર છે. અર્થાત્, સર્વસામાન્ય વ્યક્તિના પ્રભામંડળ કરતાં ઘણું વધારે છે. દેવતાને અપર્ણ કરેલું પરંતુ ચીરો ન પડેલા નારિયેળનું પ્રભામંડળ ૫.૪૫ મીટર; અર્થાત્ પ્રયોગ માટેના અન્ય બે નારિયેળો કરતાં ઘણું વધારે છે, કારણકે ચીરો ન પડેલા નારિયેળમાં આકર્ષિત થયેલાં દૈવી સ્પંદનો સંપૂર્ણ રીતે સુરક્ષિત હતા.

૭. નિષ્કર્ષ

   સદર વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા સિદ્ધ થયું કે દેવતાને સમર્પિત નારિયેળમાં દેવતાનાં સ્પંદનો આકર્ષિત અને પ્રક્ષેપિત કરવાની ક્ષમતા હોય છે. તેથી સમાજને આધ્યાત્મિક લાભ થાય છે. આ રીતે, એવું ધ્યાનમાં આવ્યું કે કેવી રીતે અનિષ્ટ શક્તિઓ પૂજાકર્મના ચૈતન્યથી આપણને વંચિત રાખવા માટે એમાં વિઘ્ન લાવે છે.
   આપણા ઋષિ-મુનિઓએ ઘણા વિચારપૂર્વક હિંદુ ધર્મમાંના પૂજાકર્મોમાં વિવિધ સાત્ત્વિક સામગ્રીઓ (ઉદા. હળદર, કંકુ, અક્ષત, સોપારી, પુષ્પ, પાન, ફળ ઇત્યાદિ)નો સમાવેશ કર્યો છે. હિંદુ ધર્મમાં રહેલી પ્રત્યેક ધાર્મિક કૃતિ જ અધ્યાત્મશાસ્ત્રીય પ્રયોગ છે. ધન્ય છે મહાન હિંદુ ધર્મ અને ધન્ય છે તે ઋષિ-મુનિ, કે જેમણે જગત્ને આ અમૂલ્ય વારસો આપ્યો !

સૌ. મધુરા ધનંજય કર્વે, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય
ઇ-મેલ : [email protected]