પ્રથમોપચાર પ્રશિક્ષણ : આપત્‍કાળની આવશ્‍યકતા

Article also available in :

સર્વસામાન્‍ય રીતે ‘પ્રથમોપચાર’ એટલે રુગ્‍ણને વૈદ્યકીય ઉપચાર મળે ત્‍યાં સુધી તેના પર કરવામાં આવતા પ્રાથમિક ઉપચાર છે ! હમણાની ધાંધલધમાલની જીવનશૈલીને કારણે આરોગ્‍ય પર વિપરિત પરિણામ થઈને હૃદયવિકાર જેવી કેટલીક ગંભીર માંદગીઓનું પ્રમાણ વધ્‍યું હોવું, આધુનિક યંત્રોના ઉપયોગથી અપઘાતમાં વૃદ્ધિ થતી હોવી ઇત્‍યાદિ કારણોસહ આગામી ત્રીજું મહાયુદ્ધ, નૈસર્ગિક આપત્તિઓ ઇત્‍યાદિનો વિચાર કરીએ તો સમાજ અને રાષ્‍ટ્ર પ્રત્‍યેના કર્તવ્‍ય તરીકે ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ’ પ્રત્‍યેક સુજન નાગરિકે લઈને પ્રથમોપચારક બનવું આવશ્‍યક બની ગયું છે.

 

૧. પ્રથમોપચારક રુગ્‍ણો માટે એક રીતે દેવદૂત જ !

નજીવા સ્‍વરૂપના ઘામાંથી રક્તસ્રાવ થવા લાગે તો કોઈ ધાંધલધમાલ કરતું નથી. એકાદ ગંભીર પીડા થાય, ત્‍યારે ‘બરાબર શું કરવું જોઈએ અને શું ન કરવું’, આ વિશે ઘણાં લોકો ગડબડાટ અનુભવી શકે છે. ઘામાંથી વધારે લોહી વહેવું, અસ્‍થિભંગ થવો, સ્નાયુઓને પીડા થવી, સાંધો છૂટો પડવો, સ્નાયુઓમાં ગોટલો ચડવો ઇત્‍યાદિ પ્રસંગોમાં કયા પ્રથમોપચાર કરવા, તેમજ ‘ડ્રેસિંગ’, ‘બૅંડેજ’ અને ઝોળી બાંધવી (સ્‍લિંગ) આ કૃતિઓ કેવી રીતે કરવી, આ વિશે પ્રથમોપચારકને ઓછામાં ઓછું જ્ઞાન હોવું આવશ્‍યક છે. પાણીમાં ડૂબવાથી બેશુદ્ધ થવું, હૃદયવિકારનો આકસ્‍મિક ઝાટકો આવવો, આવા અનેક પ્રસંગોમાં વૈદ્યકીય સહાયતા મળે ત્‍યાં સુધીનો સમયગાળો ઘણો મહત્ત્વનો હોય છે. કેટલીક મિનિટોના આ સમયગાળામાં મળેલા યોગ્‍ય પ્રથમોપચારને કારણે રુગ્‍ણ મૃત્‍યુના બારણેથી પાછો ફરી શકે છે. તેથી પ્રથમોપચારક રુગ્‍ણો માટે એક રીતે દેવદૂત જ પુરવાર થાય છે.

 

૨. ઉપયુક્ત રહેલી ‘AB-CABS’ પ્રથમોપચાર પદ્ધતિ

પ્રથમોપચાર કેવી રીતે કરવા, પ્રથમોપચાર પેટીમાં કઈ સામગ્રી હોવી જોઈએ ?, ‘રુગ્‍ણના વિકારનું પ્રાથમિક નિદાન અને પ્રત્‍યક્ષ પરીક્ષણ કેવી રીતે કરવું ? ઇત્‍યાદિ વિશે પ્રથમોપચારકને જાણ હોવી આવશ્‍યક છે. પ્રથમોપચારના ક્ષેત્રમાં એક મહત્ત્વનો અને ઉપયુક્ત પાલટ થયો હતો, તે વર્ષ ૨૦૧૦માં. તે વર્ષથી લઈને ‘AB-CABS’ આ પ્રથમોપચાર પદ્ધતિ સર્વત્ર વાપરવામાં આવવા લાગી. તે પહેલાં પ્રથમોપચારની ABC – બીજું નામ DRSABCD –  આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. ‘AB-CABS’ આ પદ્ધતિ ગંભીર સ્‍થિતિમાંના રુગ્‍ણના જીવિતરક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે. તેથી જ પ્રથમોપચારક માટે આ પ્રથમોપચાર પદ્ધતિ ચોક્કસ શું છે, સંબંધિત રોગના લક્ષણો શું છે, ઇત્‍યાદિ જાણી લેવું આવશ્‍યક છે. તથાપિ એકાદ માંદગીનાં વૈદ્યકીય ગ્રંથમાં કહેવામાં આવેલા સર્વ જ લક્ષણો એકજ સમયે એકાદ રુગ્‍ણમાં જોવા મળશે, એવું નથી, એ પણ આપણે ધ્‍યાનમાં લેવું જોઈએ.

 

૩. શ્‍વાનદંશ અથવા સર્પદંશ પરના પ્રથમોપચાર કરતા આવડવા જોઈએ !

ગૂંગળાવું, દાઝવું, વીજળીનો ઝાટકો બેસવો, શરીરના તાપમાનમાં પાલટને કારણે થનારા વિકાર, વિષબાધા, રસ્‍તા પરના અપઘાત ઇત્‍યાદિ પ્રસંગોમાં કરવાના પ્રથમોપચાર પણ પ્રત્‍યેક પ્રથમોપચારકને જ્ઞાત હોવા હિતાવહ છે. તેના આગળના સ્‍તર પર શ્‍વાનદંશ, સર્પદંશ થાય, તો સંબંધિત પર પ્રથમોપચાર કેવી રીતે કરવા, આ વિશે પણ પ્રથમોપચારકને યોગ્‍ય જાણકારી હોવી આવશ્‍યક છે. શ્‍વાનદંશ પરના પ્રથમોપચાર વિશે જાણી લેતી વેળાએ ભારત સરકારે સિદ્ધ કરેલા ‘નૅશનલ ગાઈડલાઇન્‍સ ફૉર મૅનેજમેંટ ઑફ એનિમલ બાઈટ્‌સ’નો, જ્‍યારે સર્પદંશ પરની ઉપાયયોજનાઓ માટે ભારત સરકાર દ્વારા સિદ્ધ કરેલા ‘નૅશનલ સ્‍નેકબાઈટ મૅનેજમેંટ પ્રોટોકૉલ’નો અભ્‍યાસ કરવો અચૂક રીતે પ્રથમોપચાર કરવા માટે સહાયભૂત થશે.

 

૪. પ્રત્‍યેક સુજન નાગરિકે પ્રથમોપચારક બનવું !

પ્રથમોપચાર વિશેનું પ્રશિક્ષણ તજ્‌જ્ઞો દ્વારા લેવું યોગ્‍ય પુરવાર થાય છે. સંકટો કાંઈ કોઈ પર કહીને આવતાં નથી, એ ધ્‍યાનમાં લઈને પ્રત્‍યેક સુજન નાગરિકે ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ’ લઈને ઉત્તમ પ્રથમોપચારક બનવું અપેક્ષિત છે.

(સનાતનના ‘પ્રથમોપચાર પ્રશિક્ષણ’ ગ્રંથ  (હિંદી ભાષામાં ઉપલબ્ધ)ના મનોગતના આધાર પર સંકલિત કરેલો લેખ.)

Leave a Comment