પ્રથમોપચારક માટે આવશ્‍યક એવા ગુણ

Article also available in :

 

૧. વ્‍યાવહારિક ગુણ

૧ અ. સુઘડતા

પ્રથમોપચાર કરતી વેળાએ સર્વ કૃતિ શાંતિથી, કાળજીપૂર્વક, યોગ્‍ય ગતિથી, અચૂકતાથી અને સુઘડાઈથી કરવી જોઈએ.

૧ આ. કરકસર

પ્રથમોપચાર માટે જોઈતી સામગ્રી ભરપૂર પ્રમાણમાં ઉપલબ્‍ધ હોય કે ઓછા પ્રમાણમાં, પ્રથમોપચાર સામગ્રીનો ઉપયોગ કરકસરથી કરવો જોઈએ.

૧ ઇ. પ્રસંગ અનુસાર સતર્કતા, કલ્પકતા અને અભ્‍યાસુ વૃત્તિ

ઘટના સ્‍થળે ઉપલબ્‍ધ સાધનસામગ્રી અને ઉપલબ્‍ધ વ્‍યક્તિઓની સહાયતાથી પ્રથમોપચાર કરી શકાય એ માટે પ્રથમોપચારકમાં પ્રસંગ અનુસાર સતર્કતા, કલ્પકતા  અને અભ્‍યાસુ વૃત્તિ હોવી જોઈએ.

૧ ઈ. સંગઠનકુશળતા

કયારેક અપઘાતના સ્‍થળે સમન્‍વયમાં ગરબડ થાય છે. એવી પરિસ્‍થિતિમાં સહકારી અને અપધાતના સ્‍થળપર સહાયતા કરવા માટે ઉપસ્‍થિત વ્‍યક્તિઓ સાથે સંગઠિત થઈને કામ કરવા માટેનું કૌશલ્‍ય પ્રથમોપચારકે આત્‍મસાત કરવું જોઇએ.

૧ ઉ. નેતૃત્‍વગુણ

રુગ્‍ણનું (દરદીનું) નિરીક્ષણ કરીને તુરંત નિર્ણય લેવો, રુગ્‍ણને માનસિક આધાર આપવો, તેને ઓછામાં ઓછી પીડા થાય એ પદ્ધતિથી વર્તવું, રુગ્‍ણના સગાંસંબંધીઓને યુક્તિપૂર્વક સંદેશો મોકલવો, પ્રથમોપચાર કરતી સમયે જ આવશ્‍યકતા અનુસાર રુગ્‍ણને રુગ્‍ણાલયમાં મોકલવાનું નિયોજન કરવું ઈત્‍યાદિ કૃતિ કરવા માટે પ્રથમોપચારકે પોતાનામાં નેતૃત્‍વગુણ વિકસિત કરવા અત્‍યંત આવશ્‍યક છે.

 

૨. માનસિક ગુણ

૨ અ. નિર્ભયતા

રુગ્‍ણ લોહીલુહાણ હોવો, તેનું ઘટનાસ્‍થળ પર જ મૃત્‍યુ થવું ઇત્‍યાદિ પ્રસંગોનો  પ્રથમોપચારકે નિડરતાથી સામનો કરતા ફાવવું જોઈએ.

૨ આ. સંયમ

ભૂકંપ, મોટું મકાન પડવું, પૂર આવવા જેવી આપત્તિ સમયે અનેક લોકો પીડાગ્રસ્ત થાય છે. અન્‍ય પ્રકારની હાનિ પણ પુષ્‍કળ થયેલી હોય છે. આવા સમયે પ્રથમોપચારકે સંયમ અને મનથી સ્‍થિર રહીને યોગ્‍ય કૃતિ કરવી અપેક્ષિત હોય છે.

૨ ઇ. આજ્ઞાપાલન કરવું

પ્રથમોપચાર કરતી વેળાએ તજ્‌જ્ઞોનું આજ્ઞાપાલન કરવું આવશ્‍યક હોય છે.

 

૩. આધ્‍યાત્‍મિક ગુણ

૩ અ. પ્રથમોપચાર એ ‘સાધના’ જ છે, એમ સમજવું

વ્‍યક્તિગત આધ્‍યાત્‍મિક પ્રગતિ માટે કરવાના પ્રયત્નોને ‘સાધના’ કહે છે. ‘સકામ સાધના’ અને નિષ્‍કામ સાધના’ આ રીતે સાધનાના બે પ્રકાર છે. સકામ સાધના વ્‍યક્તિગત અપેક્ષાઓની (ઉદા. કુટુંબનું કલ્‍યાણ, સંતતિપ્રાપ્‍તિ ઇત્‍યાદિની) પૂર્તિ માટે કરવામાં આવે છે, જ્‍યારે રુગ્‍ણો પર પ્રથમોપચાર કરવા, તેમજ અન્‍યોને પ્રથમોપચાર કરવા માટે શીખવવું, આ સમષ્‍ટિ હિત માટે કરેલી એક પ્રકારની નિષ્‍કામ સાધના જ છે !

૩ આ. અખંડ નામજપ કરવો

ઉપાસ્‍યદેવતાનો નામજપ કરતા કરતા કરેલું કર્મ (ઉદા. પ્રથમોપચાર) ‘અકર્મ કર્મ’ બને છે, અર્થાત્ કર્તાને તેનું પાપ-પુણ્‍ય લાગતું નથી, પણ તેની ‘સાધના’ થાય છે.

૩ ઇ. કર્તાપણું ઈશ્‍વરને અર્પણ કરવું

પ્રથમોપચારકે રુગ્‍ણ પર ઉપચાર કરતી વેળાએ ‘પ્રત્‍યેક કૃતિ ઈશ્‍વર જ મારા માધ્‍યમ દ્વારા કરી રહ્યા છે’, એવો ભાવ રાખવાથી તેમાંથી ‘નિષ્‍કામ કર્મયોગ’ થાય છે.

૩ ઈ. પ્રીતિ

‘પ્રેમ કરવો’ એટલે ‘પ્રીતિ કરવી’ એમ નથી. પ્રેમમાં ઘણીવાર અપેક્ષા હોય છે. પ્રથમોપચારકે અપેક્ષા રાખવાને બદલે રુગ્‍ણ પર સેવાભાવી વૃત્તિથી ઉપચાર કરતા આવડવું જોઈએ !

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘રુગ્‍ણના જીવિતરક્ષણ અને મર્માઘાત ઇત્‍યાદિ વિકારો પર પ્રથમોપચાર’ (હિંદી ભાષામાં ઉપલબ્‍ધ)

આપત્‍કાલીન પરિસ્‍થિતિમાં આ ક્રમાંક પર સંપર્ક કરો !

૧. પોલીસ : ૧૦૦

૨. અગ્‍નિશમન દળ : ૧૦૧

૩. રુગ્‍ણવાહિકા : ૧૦૨

૪. આપત્‍કાલીન સહાયતા કેંદ્ર (ઇમર્જન્‍સી રિસ્‍પૉન્‍સ સેંટર) : ૧૦૮

Leave a Comment