વહેલી અને શાંત ઊંઘ આવવા માટે આ કરો !

Article also available in :

વ્‍યક્તિની પ્રકૃતિ અને શારીરિક સ્‍થિતિ
અનુસાર યોગ્‍ય પડખે સૂવાથી આધ્‍યાત્‍મિક
દૃષ્‍ટિએ લાભ થઈને વહેલી અને શાંત ઊંઘ આવવી !

સદ્‌ગુરુ (ડૉ.) મુકુલ ગાડગીળ

‘વ્‍યક્તિની ડાબી બાજુએ ચંદ્રનાડી, જમણી બાજુએ સૂર્યનાડી અને વચ્‍ચે સુષુમ્‍ણાનાડી હોય છે. સૂર્યનાડી ચાલુ હોય ત્‍યારે જમણો હાથ અને જમણા પગની હિલચાલ વધારે પ્રમાણમાં થાય છે. તેનાથી બરાબર ઊલટું પરિણામ સૂઈ ગયા પછી થાય છે. જ્‍યારે આપણે ડાબા પડખે સૂઈએ છીએ, ત્‍યારે આપણી ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી કાર્યરત  થાય છે. જ્‍યારે આપણે જમણા પડખે સૂઈએ છીએ, ત્‍યારે આપણી સૂર્યનાડી બંધ થઈને ચંદ્રનાડી કાર્યરત થાય છે.

‘સ્‍વરોદય શાસ્‍ત્ર’ અનુસાર ચંદ્રનાડીમાં અવરોધ નિર્માણ કરવાથી સૂર્યનાડી જાગૃત થાય છે અને સૂર્યનાડીમાં અવરોધ નિર્માણ કરવાથી ચંદ્રનાડી જાગૃત થાય છે. તેની પ્રતીતિ જમણા પડખે સૂવાથી ડાબી બાજુની ચંદ્રનાડી કાર્યરત થવી અને ડાબા પડખે સૂવાથી જમણી બાજુની સૂર્યનાડી કાર્યરત થવી, એમાં દેખાઈ આવે છે. એકાદ પડખે સૂવાથી જેવી રીતે પરિણામ સાધ્‍ય થાય છે, તેવું પરિણામ એકાદ કાનમાં રૂનું પૂમડું નાખવાથી પણ થાય છે. જમણા કાનમાં રૂનું પૂમડું રાખવાથી ચંદ્રનાડી કાર્યરત થાય છે અને ડાબા કાનમાં રૂનું પૂમડું મૂકવાથી સૂર્યનાડી કાર્યરત થાય છે. વ્‍યવહારમાં આપણે જોઈએ છીએ કે, સ્‍ત્રીઓ ડાબા નસકોરામાં નથણી પહેરે છે, તેમજ કમરની ડાબી બાજુએ કંદોરો લગાડે છે. તેનું કારણ સૂર્યનાડી કાર્યરત કરવી, એ જ છે. તેમજ ધાર્મિક વિધિમાં ધોતિયું-ખેસ પરિધાન કરીએ ત્‍યારે ખેસ ડાબા ખભે લે છે. તેને કારણે પણ કાર્ય માટે સૂર્યનાડી કાર્યરત રહે છે. સમર્થ રામદાસસ્‍વામી દંડનો ઉપયોગ કરતા અને બેઠા પછી દંડને ભૂમિ પર ઊભો કરીને તેના પર પોતાનો ડાબો હાથ ટેકવતા.’

(સદ્‌ગુરુ) ડૉ. મુકુલ ગાડગીળ, પીએચ.ડી. ગોવા.

 

૧. વ્‍યક્તિની પ્રકૃતિ અનુસાર તેણે સૂવા માટેની યોગ્‍ય પદ્ધતિ

૧ અ. વાત (વાયુ) પ્રકૃતિ હોય તો પીઠ પર સૂવું

‘વાયુ પ્રકૃતિ ધરાવતી વ્‍યક્તિએ વધારે સમય પીઠ પર સૂવું. તેને કારણે સુષુમ્‍ણાનાડી કાર્યરત થઈને દેહમાં ચૈતન્‍ય ફેલાઈને વાયુરૂપ વાત ઓછો થશે. જો પીઠ પર સૂવાથી લાભ થતો ન હોય, તો ડાબા અથવા જમણા પડખે સૂઈ જોવું. સૂર્યનાડીને કારણે ઉષ્‍ણ સ્‍પંદનો, જ્‍યારે ચંદ્રનાડીને કારણે શીતલ સ્‍પંદનો અને સુષુમ્‍ણાનાડીને કારણે આહ્‌લાદદાયક સ્‍પંદનો દેહમાં ફેલાઈને દેહમાં થયેલો વાતપ્રકોપ શાંત થાય છે. તેને લીધે વહેલી અને શાંત ઊંઘ આવે છે. જે પડખે સૂવાથી વાત ન્‍યૂન થાય છે, તેનો અભ્‍યાસ કરીને તે પડખે વધારેમાં વધારે સમય સૂવું અથવા અદલા-બદલી કરીને પ્રયોગ કરવો.

૧ આ. પિત્ત પ્રકૃતિ હોય, તો જમણા પડખે સૂવું

પિત્ત પ્રકૃતિ હોય, તો જમણા પડખે સૂવું. તેને કારણે સૂર્યનાડી બંધ થઈને ચંદ્રનાડી ચાલુ થાય છે અને સંપૂર્ણ દેહમાં શીતલતા ફેલાય છે. તેને કારણે પિત્ત વધવાથી દેહમાં નિર્માણ થયેલી ઉષ્‍ણતા ન્‍યૂન થાય છે અને વહેલા તેમજ શાંત ઊંઘ આવે છે.

૧ ઇ. કફ પ્રકૃતિ હોય તો ડાબે પડખે સૂવું

કફ પ્રકૃતિ હોય તો ડાબે પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી ચાલુ થાય છે અને દેહમાં સર્વત્ર ઉષ્‍ણતા ફેલાય છે. તેને કારણે કફ વધવાને કારણે દેહમાં નિર્માણ થયેલી શીતલતા ઓછી થાય છે અને વહેલા તેમજ શાંત ઊંઘ આવે છે.

 

૨. વિવિધ પ્રકારના શારીરિક
ત્રાસ થતા હોય, ત્‍યારે ઊંઘવાની પદ્ધતિઓ

૨ અ. અપચાનો ત્રાસ થવો

જો અન્‍ન પચતું ન હોય, તો જમ્‍યા પછી ડાબે પડખે થોડીવાર સૂવું. ડાબી બાજુ જઠરનો ભાગ વધારે હોવાથી, ડાબા પડખે સૂવાથી જઠરને લોહીનો પુરવઠો સારી રીતે થઈને અન્‍ન પાચન થવામાં સહાયતા થાય છે. તેવી જ રીતે ડાબે પડખે સૂવાથી ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી કાર્યરત થાય છે અને જઠરાગ્‍નિ સારી રીતે પ્રજ્‍વલિત થાય છે. તેને કારણે અન્‍નપાચન સારી રીતે થઈને વહેલી અને શાંત ઊંઘ આવે છે.

૨ આ. દમનો ત્રાસ થવો

જો દમનો ત્રાસ થતો હોય, તો ડાબે પડખે સૂવું. તેને કારણે ચંદ્રનાડી બંધ થઈને સૂર્યનાડી કાર્યરત થાય છે અને શરીરમાંની ઉષ્‍ણતા વધીને શ્‍વસનમાર્ગમાંના કફના કણ પીગળી જઈને દમનો ત્રાસ ઓછો થાય છે. તેને કારણે શાંત ઊંઘ આવે છે.

 

૩. વિવિધ પ્રકારના ત્રાસ થતા હોય,
ત્‍યારે વિશિષ્‍ટ પડખે સૂવું અને વિશિષ્‍ટ પ્રકારની
મુદ્રા કરવી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ લાભદાયક હોવું

વિવિધ પ્રકારના ત્રાસ કયા પડખે સૂવું ? કઈ મુદ્રા કરવી ?
૧. પ્રકૃતિ અનુસાર
૧ અ. વાત (વાયુ) વધવો પીઠ પર તર્જનીની ટોચ અંગૂઠાની ટોચ સાથે જોડવી (વાયુતત્ત્વની મુદ્રા)
૧ આ. પિત્ત વધવું જમણા પડખે અંગૂઠાની ટોચ અનામિકાના મૂળ સાથે જોડવી (આપતત્ત્વની મુદ્રા)
૧ ઇ. કફ વધવો ડાબે પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાના મૂળ સાથે જોડવી (તેજતત્ત્વની મુદ્રા)
૨. અન્‍ય વ્‍યાધિ
૨ અ. અન્‍નપાચન સરખું ન થવું ડાબે પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાની ટોચ સાથે જોડવી (તેજતત્ત્વની મુદ્રા)
૨ આ. ઉચ્‍ચ રક્તદબાણ હોવો જમણા પડખે અંગૂઠાની ટોચ અનામિકાના મૂળ સાથે જોડવી (આપતત્ત્વની મુદ્રા)
૨ ઇ. રક્તદબાણ ઓછો હોવો ડાબે પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાની ટોચ સાથે જોડવી (તેજતત્ત્વની મુદ્રા)
૨ ઈ. દમનો ત્રાસ થવો ડાબે પડખે અંગૂઠાની ટોચ મધ્‍યમાની ટોચ સાથે જોડવી (તેજતત્ત્વની મુદ્રા)
૩. આધ્યાત્મિક ત્રાસ થવો ડાબે અથવા જમણે પડખે અથવા પીઠ પર જે તત્ત્વની મુદ્રા કરવાથી ત્રાસ ઓછો થાય છે, તે મુદ્રા શોધી કાઢીને કરવી

– કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૧.૧૧.૨૦૨૧)

સૂક્ષ્મ : વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દેખાનારા અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

Leave a Comment