નિદ્રાના સંબંધમાં કેટલાક આચાર અને તે પાછળનું શાસ્ત્ર

પ્રસ્તાવના

શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવા માટે જેટલી અન્નની આવશ્યકતા છે એટલી જ નિદ્રાની પણ આવશ્યકતા હોય છે. સમગ્ર દિવસ કામ કરવાથી શરીર અને ઇંદ્રિયોનો ઘસારો થાય છે. આ ઘસારો ભરી કાઢવા માટે શરીરને વિશ્રાંતિની આવશ્યકતા હોય છે. વિશ્રાંતિની આ નૈસર્ગિક સ્થિતિ એટલે જ નિદ્રા છે. સુખ-દુ:ખ, સ્થૂળતા-કૃશતા, જ્ઞાન-અજ્ઞાન, આરોગ્ય અને બળ જેવી સર્વ બાબતો નિદ્રા પર આધારિત હોય છે. નિદ્રા વિશેના નિસર્ગ નિયમ અને ધર્મમાં કહેલો નિદ્રા વિશેનો આચાર ન પાળવો, આ શાંત નિદ્રા ન આવવાની સમસ્યાનું મૂળ છે.

 

ક્યારે સૂવું અને ક્યારે ન સૂવું ?

૧. રાત્રે જીવના ક્રિયમાણ કર્મોને લીધે મળનારા ફળનું પ્રમાણ ઓછું થવું

સૂર્યાસ્તથી કાળનું ગતિચક્ર ઊલટી દિશામાં ગતિમાન થવાનો પ્રારંભ થાય છે. તેને કારણે જીવના ક્રિયમાણ કર્મોને લીધે મળનારા ફળનું પ્રમાણ પણ ઓછું થવાનો આરંભ થાય છે. રાત્રિનો પહેલો પ્રહર પૂરો થઈને બીજા પ્રહરનો આરંભ થયા પછી જીવ જે આધ્યાત્મિક કર્મ કરતો હોય તેનું ફળ મળવું પણ ઓછું થતું જાય છે અને ત્રીજા પ્રહર પછી જીવ કરી રહેલા બધાં જ કર્મોનું ફળ ન્યૂનતમ હોય છે. રાત્રિનો અંતિમ પ્રહર આરંભ થયા પછી ફરી પાછું જીવના ક્રિયમાણકર્મનું ફળ મળવાનો પ્રારંભ થાય છે.

૨. પરોઢિએ સૂવું નહીં

પરોઢિએ સૂઈ રહેવું એટલે સવારની સાત્ત્વિક લહેરોના સંક્રમણનો લાભ લઈને નામજપ કરવાને બદલે નિદ્રાને વશ થવું. આ પાપકર્મ જ માનવામાં આવે છે.

 

રાતના સમયે સૂઈને સવારે વહેલાં ઊઠીને કામ કરવાના લાભ

સૂર્યદેવનું અસ્તિત્વ રાત્રિના સમયે ન હોવાને કારણે વાયુમંડળમાં રહેલી રજ-તમ લહેરો નષ્ટ થવાને બદલે તેમની પ્રબળતા વધે છે. તેને કારણે વાયુમંડળમાં રહેલી સાત્ત્વિકતા અને ચૈતન્ય ઓછું થાય છે. વાયુમંડળમાં વધેલા તમોગુણનું પરિણામ શરીર અને મન પર થઈને રાત્રિના સમયે સાધના અથવા શુભ કર્મ કરવા માટે ખૂબ શક્તિ ખર્ચ કરવી પડે છે. રાત્રિના સમયે સૂવાથી વાયુમંડળમાંના વધેલા તમોગુણને પૂરક એવી કૃતિ થઈને ગાઢ નિદ્રા લાગે છે. તેને લીધે શરીરને પણ આરામ મળે છે. પરોઢિયેથી સવારે ૧૧ વાગ્યા સુધી વાયુમંડળ સાત્ત્વિક અને ચૈતન્યયુક્ત હોય છે. તેથી સ્થૂળદેહ અને મનોદેહની પ્રાણશક્તિ વધીને તેમની કાર્યક્ષમતા વધે છે. આ વાતાવરણ સાધના અને શુભ કર્મ કરવા માટે સૌથી વધારે પૂરક હોય છે.

 

દિવસે નિદ્રા આવે તો કયા ઉપાય કરવા ?

અ. હાથની આંગળીઓના વેઢા એકબીજા પર ઘસવા

આ. પગનો અંગૂઠો દાબવો અને અંગૂઠાના નખને ખંજવાળવું

ઉ. કાન પાછળના ભાગ પર દબાણ આપીને નામજપ કરવો

 

સાંજના સમયે સૂવું નહીં

સાંજના સમયે વાયુમંડળમાં રહેલા રજ-તમાત્મક કણોનો વેગ દિવસમાંના અન્ય પ્રહરો કરતાં વધારે હોવાથી આ દૂષિત વાયુમંડળના પ્રભાવને લીધે રજ-તમયુક્ત લહેરો ઓછા સમયગાળામાં જીવના સ્થૂળદેહમાંથી પ્રાણદેહ તરફ સંક્રમિત થાય છે. એને કારણે જીવને સૂતા પછી ખરાબ સ્વપ્ન દેખાવા, સફાળું જાગી જવું, શરીરમાં કંપારી આવવી અથવા વીજળીનો આંચકો આવ્યો હોય એમ લાગવું, એવા ત્રાસ થવાની પણ શક્યતા હોવાને કારણે અન્ય સમય કરતાં સાંજના સમયે નિદ્રા લેવી નહીં.

 

ક્યાં સૂવું નહીં ?

૧. પૂજાઘરમાં સૂવું નહીં

તદ્દન ભગવાનની મૂર્તિ સામે સૂવું નહીં. દેવતાની મૂર્તિમાંથી સામેની દિશામાં દેવતાની શક્તિ વધારે પ્રમાણમાં પ્રક્ષેપિત થતી હોય છે. સર્વસામાન્ય વ્યક્તિની સાત્ત્વિકતા ઓછી હોવાને કારણે મૂર્તિ સામે સૂતેલી વ્યક્તિને તે શક્તિ ઝેલવી કઠિન થાય છે. તેના લીધે તે વ્યક્તિને માથું ભારે થવું, ઉષ્ણતા વધી જવી ઇત્યાદિ જેવા ત્રાસ થઈ શકે છે. તેમ જ દેવતાની દિશામાં પગ કરીને સૂવાથી દેવતાનું અપમાન પણ થાય છે.

૨. નિર્જન ઘરમાં સૂવું નહીં

નિર્જન ઘરમાં કોઈ પણ ધાર્મિક કાર્યો થતા ન હોવાથી એવા સ્થાને અનિષ્ટ શક્તિઓએ વસવાટ કરવાનું પ્રમાણ વધેલું હોય છે. આવી જગ્યાએ સૂવાથી તે સ્પંદનોનો ત્રાસ થઈને અનિષ્ટ શક્તિઓનું દેહમાં પેસારો કરવાનું પ્રમાણ વધે છે; તેથી બને ત્યાં સુધી નિર્જન ઘરમાં સૂવું નહીં.

૩. મંદિરમાં સૂવું નહીં

મંદિરમાં અત્યંત સાત્ત્વિકતા હોય છે. નિદ્રા તમોગુણી હોવાથી મંદિરમાં નિદ્રાદર્શક તમોગુણી કૃતિ કરવાથી તે વાયુમંડળમાં તમોગુણી સ્પંદનો પ્રક્ષેપિત કરવાનું પાતક લાગી શકે.

૪. અંગારાની નજીકમાં સૂવું નહીં

૫. છતના મોભ નીચે સૂવું નહીં

વાસ્તુમાં રહેલી વેગવાન લહેરો મોભપર વેગથી અથડાતી હોવાથી મોભના ફરતે રહેલા વાયુમંડળમાં વધારે ઉષ્ણતા નિર્માણ થાય છે. મોભની નીચે સૂવાથી અથવા તો ઊભા રહેવાથી આ ઉષ્ણ લહેરોના પરિણામને લીધે જીવના શરીરમાં રહેલાં પંચપ્રાણના કાર્યની ગતિ ઓછી થાય છે. તેને લીધે જીવની કાર્યક્ષમતા ઓછી થાય છે; એટલા માટે મોભની નીચે સૂવું અથવા તો ઊભા રહેવું ટાળવું.

૬. રાતના સમયે ઝાડવાઓને હાથ લગાડવો અથવા તો ઝાડ નીચે સૂવાનું ટાળવું

. ઝાડવાઓ પર રહેતા બ્રહ્મરાક્ષસ, અન્ય શાપિત અમાનવી યોનિ અથવા અનિષ્ટ શક્તિઓ રાત્રિના સમયે કાર્યરત સ્થિતિમાં હોય છે. તેને લીધે ઝાડની ફરતે રહેલું વાયુમંડળ આ યોનિના દેહ દ્વારા પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોથી ભારિત હોય છે. એવા સમયે ઝાડને હાથ લગાડ્યો હોય, તો આ ત્રાસદાયક લહેરો હાથના માધ્યમ દ્વારા આપણા શરીરમાં સંક્રમિત થાય છે. એ સમયે ક્યારેક હાથને વીજળીનો ઝાટકો લાગ્યો હોય એવી સંવેદના જણાય છે. આ લહેરો રજોગુણી હોવાને કારણે તેનો આપણા શરીર પર વિપરિત પરિણામ થઈને શ્વાસ અટકવો, ચક્કર આવવા, આંખો સામે અંધારો આવીને વાતાવરણમાં પ્રકાશમાન ગોળા દેખાવા, એવા ત્રાસ થાય છે. આ પ્રકાશમાન ગોળા એટલે અનિષ્ટ શક્તિઓના દેહમાંથી ઝાડની ફરતે રહેલા વાયુમંડળમાં પ્રક્ષેપિત થનારી વેગવાન ત્રાસદાયક લહેરોમાં રહેલા કણોનું એકબીજા સાથે ઘર્ષણ થઈને ઉત્પન્ન થયેલી પ્રકાશમાન ઊર્જા હોય છે.

આ. રાત્રિના સમયે ઝાડવાઓ કર્બદ્વિપ્રણીલ વાયુ (કાર્બન ડાયૉક્સાઇડ વાયુ) છોડે છે. આ વાયુ રજ-તમાત્મક લહેરોયુક્ત હોવાથી ઝાડને ફરતું વાતાવરણ અનિષ્ટ શક્તિઓની ત્રાસદાયક લહેરોના પ્રક્ષેપણ માટે યુક્ત (પૂરક એવું) હોય છે; એટલા માટે રાત્રિના સમયે ઝાડવાઓને હાથ લગાડવો અથવા તો ઝાડ નીચે સૂવાનું ટાળવું.

 

અગ્નિ અને અંગારા વચ્ચેનો ભેદ

લાકડાં સળગાવીને કરેલો હોય તે અગ્નિ. અગ્નિ ચૂલો અને યજ્ઞ માટે વાપરવામાં આવે છે. ત્યજી દેવા જેવી વસ્તુઓ, સૂકાં પાંદડાનો કચરો ઇત્યાદિ ભેગો કરીને પેટાવેલો હોય તે અંગારો.

 

આયુર્વેદ અનુસાર ક્યારે સૂવું, ક્યારે ન સૂવું અને અન્ય સૂત્રો

દિવસે કોણે સૂવું ?

૧. રાત્રિના સમયે જાગરણ કરનારા

૨. અતિ વ્યાયામ કરનારા, અતિ શ્રમ કરનારા

૩. માનસિક શ્રમ કરનારા (અધ્યાપક, શાસ્ત્રજ્ઞ ઇત્યાદિ)

૪. રોગીઓ

૫. અશક્ત વ્યક્તિ

૬. નાના બાળકો, ઘરડી સ્ત્રીઓ

૭. ક્રોધ, શોક અથવા ભયથી વ્યથિત વ્યક્તિ

૮. ઉનાળામાં બધાએ

૯. વાત અથવા પિત્ત પ્રકૃતિની વ્યક્તિ

૧૦. અતિ મૈથુન પછી

૧૧. અપચો થયો હોય એવી વ્યક્તિઓએ

૧૨. માનસિક વિકાર રહેલા

દિવસે કોણે ન સૂવું ?

૧. જાડી વ્યક્તિએ

૨. કફ પ્રકૃતિની વ્યક્તિએ

૩. વિષબાધા થયેલી વ્યક્તિએ

૪. ચરબીયુક્ત આહાર લીધા પછી

આવી વ્યક્તિઓને નિદ્રા નિરંકુશ થાય, તો બેઠેલી સ્થિતિમાં થોડો સમય સૂઈ જવું.

રાત્રે કોણે ન સૂવું ?

૧. કફ પ્રકૃતિની વ્યક્તિને કફપ્રધાન રોગ થયો હોય તો

૨. વિષબાધા થયેલી વ્યક્તિએ

૩. ગળાનો રોગ થયેલી વ્યક્તિએ

૪. મેદસ્વી અને જાડા માણસે ઓછા પ્રમાણમાં ઊંઘ લેવી.

અન્ય વ્યક્તિએ વાપરેલી પથારી પર સૂવું નહીં

અન્ય વ્યક્તિએ વાપરેલી પથારી પર સૂવું એ સાત્ત્વિક હોતું નથી; કારણકે તે વ્યક્તિને પૂર્વજોનો, અનિષ્ટ શક્તિઓનો ત્રાસ હોઈ શકે છે. આ સર્વ ત્રાસદાયક સ્પંદનો તે પથારીમાં આકર્ષિત થવાથી અન્ય વ્યક્તિએે તે પથારી વાપરવાથી તેને પણ અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થાય છે. તેને કારણે અન્યોની પથારી વાપરવા કરતાં પોતાની જ પથારી વાપરવી યોગ્ય હોય છે.

સૂતેલા માણસને ઓળંગીને જવું નહીં

સૂતેલા જીવના દેહમાંથી સૂક્ષ્મ સ્તર પર તેના પ્રકૃતિસ્વરૂપને અનુસરીને રજ-તમયુક્ત સ્પંદનો બહાર પડતાં હોવાથી તેની આજુબાજુનું વાયુમંડળ પણ રજ-તમયુક્ત થાય છે. તમોગુણી મુદ્રામાં રહેલા આ જીવને ઓળંગી જવાથી આ રજ-તમાત્મક સ્પંદનોના સંચારણનો વિપરીત પરિણામ તેના સંપર્કથી આપણા શરીર પર થઈને આપણું શારીરિક અને માનસિક સ્તર પરનું સંતુલન બગડી શકે છે; માટે આ કૃતિ ટાળવી.

સૂવાની યોગ્ય અને અયોગ્ય પદ્ધતિ

ડાબા અથવા જમણા પડખે સૂવું

નિદ્રા એ તમોગુણ સાથે સંબંધિત હોવાથી બને ત્યાં સુધી સૂતી વખતે ડાબા અથવા જમણા પડખે સૂવું. તેથી તે તે સ્તર પર અનુક્રમે સૂર્ય અથવા ચંદ્ર નાડી ચાલુ થઈને કોષમાંની ચેતના જાગૃત અવસ્થામાં રહીને પાતાળના સંપર્કમાં આવેલા દેહનું ભૂમિમાંથી થનારા અનિષ્ટ શક્તિઓનાં આક્રમણ સામે રક્ષણ થાય છે.

પીઠ પર સૂવું

ચત્તા સૂવાથી મૂળાધાર ચક્રપર દબાણ આવીને શરીરમાં વાસના સાથે સંબંધિત અધોગામી વહેનારા વાયુ કાર્યમાન થવાથી શરીરમાં રહેલા ઉપપ્રાણોના વહનને વેગ મળીને જીવના દેહમાં કાળી શક્તિનું પ્રક્ષેપણ કરવું સહેજતાથી શક્ય થાય છે.

પેટ પર (ઊંધુ) સૂવું

પેટ પર સૂવાથી પેટના પોલાણ પર દબાણ આવીને તેમાં રહેલા સૂક્ષ્મ ત્યજી દેવા લાયક વાયુનો અધો દિશામાં ગમનનો આરંભ થાય છે. ક્યારેક જો છાતીના પોલાણમાં ત્યજી દેવા લાયક વાયુના દબાણનું પ્રમાણ વધારે હોય, તો આ વાયુ નાક અને મોઢા દ્વારા પણ બહાર ઉત્સર્જિત થાય છે. આ સમયે દેહ સૂક્ષ્મ સ્તર પર રજ-તમયુક્ત વાયુ ઉત્સર્જનાત્મક પ્રક્રિયામાં સંવેદનશીલ બનેલો હોય છે. આ કાળમાં વાયુમંડળમાંથી, તેમ જ પાતાળમાંથી થનારાં અનિષ્ટ શક્તિઓનાં આક્રમણોનો ભોગ બની શકે છે.

ડાબા પડખે સૂવું

અ. વ્યક્તિના દેહની પ્રાણશક્તિમાં વધારો થાય છે.

આ. વ્યક્તિમાં સગુણ-નિર્ગુણ ચૈતન્ય નિર્માણ થાય છે.

ઇ. ડાબા પડખે સૂવાથી સૂર્યનાડી, જ્યારે જમણા પડખે સૂવાથી ચંદ્રનાડી કાર્યરત થાય છે.

 

સૂતા પછી અનિષ્ટ શક્તિઓ સામે રક્ષણ
થવા માટે સૂતી વખતે કરવાના આધ્યાત્મિક ઉપાય

અ. સાત્ત્વિક ઉદ્બત્તી પ્રગટાવીને તે શયનગૃહમાં બધે ફેરવવી. ત્યાર પછી તે ઓશીકાથી થોડા દૂર અંતરે મૂકવી.

આ. માથાની નજીક ઘીનો અથવા તેલનો (તલના તેલનો અથવા ખાદ્યતેલનો) દીવો પ્રગટાવીને તેની જ્યોત મંદ સ્થિતિમાં રાખવી.

ઇ. સૂતા પહેલાં પથારી નીચે અને પથારી પર વિભૂતિ નાખવી અથવા તો વિભૂતિમિશ્રિત પાણી છાંટવું.

ઈ. હાથ-પગને વિભૂતિ લગાડવી.

ઉ. પથારી ફરતે સાત્ત્વિક નામજપ-પટ્ટીઓનું મંડળ કરવું. માથા અને પગ પાસે (બાજુએ) શ્રી ગણપતિ અને ડાબી અને જમણી બાજુએ શ્રીકૃષ્ણની નામજપ-પટ્ટી/પટ્ટીઓ મૂકવી. આ નામજપ-પટ્ટીઓ પથારીની બહાર, પથારી ઉપર અથવા તો પથારી નીચે પોતાની સગવડ અનુસાર મૂકવી. સાત્ત્વિક નામજપ-પટ્ટીઓનું વર્તુળ કરવું જો શક્ય ન હોય, ત્યારે વિભૂતિના પાણીનું વર્તુળ કરવું. આ વર્તુળ પથારી પર બેસીને કરવું. એ માટે વિભૂતિમિશ્રિત પાણીનું વાસણ લઈને જ પથારી પર બેસવું. ઉપાસ્યદેવતાને પ્રાર્થના કરીને પથારી ફરતે ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણ વાર તે પાણી છાંટવું. ત્યાર પછી પથારીની બહાર જવું નહીં; કારણ કે તેને લીધે વર્તુળ તૂટી જાય છે. કાંઈ કારણસર જો પથારીમાંથી ઊઠવું પડે, તો પથારી પર પાછા ગયા પછી ફરીવાર વિભૂતિમિશ્રિત પાણીનું વર્તુળ કરવું.

ઊ. પૂર્ણ રાત્ર નામજપ ચાલુ રાખવો. ધ્યાનમાં અથવા તો સમાધિમાં શારીરિક અને માનસિક શક્તિનો અલ્પ પ્રમાણમાં વ્યય થાય છે અને શરીરમાં રહેલા ચયાપચયનું પ્રમાણ પણ અલ્પ થાય છે. સમાધિસ્થ માણસનું મગજ અને મન ક્યારેય થાકતું નથી. તેના મગજ અને મનને નિદ્રા અથવા તો વિશ્રાંતિની આવશ્યકતા જણાતી નથી; એટલા માટે યોગીઓ નિદ્રા કર્યા સિવાય જ અખંડ રીતે સચ્ચિદાનંદમાં મગ્ન હોય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શાંત નિદ્રા માટે શું કરવું ?’