વાળ ઓળવા અને દાંતિયો અથવા ફણીનો ઉપયોગ

Article also available in :

આ લેખમાં આપણે વાળ ઓળવાની યોગ્‍ય પદ્ધતિ, વાળ ઓળવા માટે દાંતિયા કરતાં ફણી વધારે ઉપયોગી શા માટે, એ વિશે જાણી લઈએ.

 

 વાળ ઓળવા

૧. વાળ ઓળતા પહેલાં ત્રણ આંગળીઓથી તેલનું મંડળ દોરવું એટલે જ રજ-તમયુક્ત પ્રક્રિયામાં થનારો કાળી શક્તિઓના હસ્‍તક્ષેપનો અવરોધ કરવો

‘માથું ઓળવા બેસતાં પહેલાં, પહેલાંના કાળમાં પાટલા પર બેસીને પાટલાના ચારેય ખૂણામાં કુળદેવતાનું નામસ્‍મરણ કરીને વચલી ત્રણ આંગળીઓથી તેલના ત્રણ ટપકાં મૂકવામાં આવતા હતા. આ ત્રણ ટપકાંના માધ્‍યમ દ્વારા એક રીતે પાટલા ફરતે રજોગુણી લહેરોનું મંડળ કરીને ‘માથું ઓળવું’, આ રજ-તમયુક્ત પ્રક્રિયામાં થનારો કાળી શક્તિઓના હસ્‍તક્ષેપનો અવરોધ કરવામાં આવતો હતો.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૯.૧૦.૨૦૦૭, સવારે ૯.૪૬)

૨. વાળ ઓળવાની યોગ્‍ય પદ્ધતિ

‘પૂર્વે સ્‍ત્રીઓ સ્‍નાન કરવા પહેલાં પોતાના શૃંગારપેટી (કંકુ, મીણ, કાંસકો રાખવાની અરીસો રહેલી લાકડાની પેટી) સામે બેસીને જમણો ગોઠણ પેટ પાસે લઈને થોડું આગળ નમીને પછી જ ફણીથી માથું વ્‍યવસ્‍થિત ઓળતી હતી. આગળ નમીને ફણી ફેરવવાથી દેહમાં રહેલા પંચપ્રાણ પણ સતત જાગૃત અવસ્‍થામાં રહેતા હતા. નાહીધોઈને કંકુ લગાડવું અને વિખરાયેલા વાળ પર ફણી ફેરવવી, આ ઉદ્દેશથી અરીસામાં જોયા પછી પોતાના પર અરીસાના ઉપાય થઈને સ્‍ત્રીમાં રજ-તમયુક્ત સ્‍પંદનો ગ્રહણ કરવાનું પ્રમાણ ઓછું થતું હતું.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૯.૧૦.૨૦૦૭, સવારે ૯.૪૬)

(વર્તમાન સમયમાં ‘સ્‍ત્રી શૃંગારપેટી સામે બેસીને ફણીથી વાળ ઓળી રહી છે’, આ દૃશ્‍ય દુર્લભ જ છે. ઉપર આપેલા ચિત્રમાં ‘બા દીકરીના વાળ દાંતિયા વડે ઓળી રહ્યાં છે’, એવી કલ્‍પના કરી છે. સર્વસામાન્‍ય રીતે આજકાલ માથું ઓળવા માટે ફણી કરતાં દાંતિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે. તેને કારણે પ્રચલિત પદ્ધતિ અનુસાર આ ચિત્રમાં બા દીકરીના વાળ દાંતિયા વડે ઓળતી હોવાનું બતાવ્‍યું છે.દાંતિયા કરતાં ફણીથી માથું ઓળવું વધારે સારું જ છે. એનું શાસ્‍ત્રીય કારણ આ લેખમાં આગળ આપ્‍યું છે. – સંકલક)

 

દાંતિયો નિયમિત ધોવાનું તેમજ એકબીજાનો દાંતિયો ન વાપરવાનું મહત્ત્વ

૧. ન ધોયેલા દાંતિયાથી માથું ઓળવાથી માથું અને વાળમાં ત્રાસદાયક શક્તિ આવવી, કપડાં ધોવાના સાબુથી દાંતિયો સાફ કર્યા પછી સૂક્ષ્મમાંથી તે સાફ થયો હોય તેમ ન જણાવવું અને વિભૂતિના પાણીથી દાંતિયો સાફ કર્યા પછી તેમાં રહેલી કાળી શક્તિ નષ્‍ટ થઈને તેમાં ચૈતન્‍ય નિર્માણ થવું

‘વાળ ધોયા પછી મારા માથામાંની અને શરીરમાં રહેલી કાળી શક્તિ નષ્‍ટ થતી હતી. તેને લીધે ત્રાસ ઓછો થતો હતો. વાળ ધોયા પછી સ્‍વચ્‍છ ન કરેલા દાંતિયા વડે માથું ઓળવાથી માથું અને વાળમાં ફરી પાછી કાળી શક્તિ પ્રવેશ કરીને ત્રાસ થતો હતો. ત્‍યારથી વાળ ધોયા પછી હું તરત જ દાંતિયો પણ ધોવા લાગી. દાંતિયો કપડાંના સાબુથી સ્થૂલમાં સ્વચ્છ કર્યો હોય, તો પણ તે સૂક્ષ્મથી ચોખ્‍ખો થયો હોય તેમ લાગતું નહીં. વિભૂતિના પાણીથી ધોયા પછી જ તેમાં રહેલી કાળી શક્તિ મારા શરીરમાં રહેલી કાળી શક્તિ સાથે નષ્‍ટ થતી હોય તેમ જણાતું. પછી જ તે દાંતિયો સંપૂર્ણ રીતે ચોખ્‍ખો થયો હોવાનું લાગતું.

વિભૂતિના પાણીથી દાંતિયો ધોવાથી જ તેમાં રહેલી કાળી શક્તિ મારા શરીરમાં રહેલી કાળી શક્તિ સાથે નષ્‍ટ થતી હોવાનું જણાતું. પછી જ તે દાંતિયો પૂર્ણ સ્‍વચ્‍છ થયો હોવાનું લાગતું. વિભૂતિના પાણીથી દાંતિયો ધોવાને લીધે તેમાંની કાળી શક્તિ નષ્‍ટ થાય છે અને તેમાં ચૈતન્‍ય નિર્માણ થાય છે. વાળ ધોયા પછી દાંતિયો પણ વિભૂતિના પાણીથી ધોવો જોઈએ, આ વાત સાધના કરવા લાગ્‍યા પછી મારા ધ્‍યાનમાં આવી.

૨. ત્રાસ ન ધરાવતી એક સાધક બહેનપણીના દાંતિયાનો ઉપયોગ કરવો, તે દાંતિયાનો ઉપયોગ કર્યા પછી તેને પણ ત્રાસ થવો અને ત્‍યારે એકબીજાના દાંતિયા અથવા વસ્‍તુઓ ન વાપરવાનું મહત્ત્વ ધ્‍યાનમાં આવવું

માર્ચ ૨૦૦૮માં મારો દાંતિયો ખોવાઈ ગયો. ત્‍યારે ત્રાસ ન ધરાવતી સાધક બહેનપણીનો દાંતિયો મેં ૨-૩ દિવસો વાપર્યો. જ્‍યારે તેણી તે જ દાંતિયાથી માથું ઓળતી, ત્‍યારે તેનું માથું ભારે થઈને તેને અસ્‍વસ્‍થ જણાતું. ત્રાસ ધરાવનારી સાધિકાના વાળમાં પ્રચંડ પ્રમાણમાં કાળી શક્તિનો સંગ્રહ થતો હોવાથી તેમણે માથું ઓળેલો દાંતિયો પણ કાળી શક્તિથી ભારિત થાય છે, એ સિદ્ધ થયું. આધ્‍યાત્‍મિક ત્રાસ ધરાવતી વ્‍યક્તિઓએ એકબીજાના દાંતિયા અથવા વસ્‍તુઓ શા માટે ન વાપરવી, એ ત્‍યારે જ મારા ધ્‍યાનમાં આવ્‍યું.

 

દાંતિયો (ફણી) ચૈતન્‍યમય કેવી રીતે કરવો ?

૧. દાંતિયાની શુદ્ધિ કરવાની આવશ્‍યકતા

વાળમાંની રજ-તમયુક્ત લહેરોનો પ્રભાવ દાંતિયા પર પણ થતો હોય છે; એટલા માટે દાંતિયો હંમેશાં ચોખ્‍ખો અને ચૈતન્‍યમય રાખવો જોઈએ. માથે નહાયા પછી ન ધોયેલા અથવા તો શુદ્ધિ ન કરેલા દાંતિયાથી માથું ન ઓળવું. દાંતિયો નીચે જણાવેલી પદ્ધતિથી સ્‍થૂળ અથવા સૂક્ષ્મ દૃષ્‍ટિએ સ્‍વચ્‍છ કરવો.

૧. વાળ ઓળી લીધા પછી દાંતિયો હંમેશાં પાણીથી ધોવો.

૨. માથું ધોઈએ તે દિવસે વાળ એાળતાં પહેલાં દાંતિયો સાબુ લગાડીને ધોવો. ત્‍યાર પછી તે ગાંગડા મીઠું, ગોમૂત્ર અથવા વિભૂતિનું મિશ્રણ રહેલા પાણીથી ધોઈને તડકામાં સૂકવવો.

૩. દાંતિયો ઉદબત્તીના વેષ્‍ટનમાં મૂકવો.

૪. પ્રતિદિન દાંતિયાને વિભૂતિ લગાડવી.

૫. દાંતિયાને અને તે જેમાં મૂકતા હોઈએ તે ઉદબત્તીના વેષ્‍ટનને ઉદબત્તીનો ધુમાડો દેખાડવો.

૫ અ. વાળ ઓળ્‍યા પછી દાંતિયો કાળી શક્તિથી ભારિત થવો અને તે ઉદબત્તીના વેષ્‍ટનમાં રાખવાથી ચૈતન્‍યમય થવાથી ફરી પાછો ઉપયોગમાં લઈ શકવો : વાળ ઓળ્‍યા પછી મારો દાંતિયો કાળી શક્તિથી ભારિત થયો હોવાનું જણાય છે. તે દાંતિયા વડે ફરીવાર વાળ ઓળવાથી વાળમાં કાળી શક્તિ પ્રવેશ કરે છે. આના પર ઉપાય તરીકે વાળ ઓળ્‍યા પછી હું દાંતિયાને ‘સનાતન ઉદબત્તી’ના વેષ્‍ટનમાં (પડીકામાં) રાખું છું. ત્‍યારે દાંતિયામાં રહેલી કાળી શક્તિ નષ્‍ટ થઈને તેમાં ચૈતન્‍ય નિર્માણ થાય છે. ફરીવાર વાળ ઓળતી વેળાએ દાંતિયામાં રહેલું ચૈતન્‍ય વાળમાં પ્રવેશ કરીને તેમાંની કાળી શક્તિ બહાર પડવા માંડે છે. ત્‍યારે માથું હલકું થયું હોવાનું જણાય છે. ૩-૪ દિવસો પછી તે ઉદબત્તીના વેષ્‍ટન પર પણ કાળી શક્તિનું આવરણ આવે છે. આવા સમયે તે વિભૂતિ લગાડીને અથવા દેવતાનાં ચિત્રો પાસે મૂકીને ભારિત કરવાથી તેમાં ચૈતન્‍ય નિર્માણ થાય છે.

૫ આ. ઉદબત્તીનો ધુમાડો બતાવવાનું મહત્ત્વ

૧. દાંતિયો ઉદબત્તીમાંથી નીકળનારા ધુમાડા પર ધર્યા પછી ખરાબ સ્‍પંદનો અને કાળી શક્તિ નષ્‍ટ થતી હોવાનું જણાવું : ઑક્‍ટોબર ૨૦૦૯માં હું ઉપયોગ કરતી હતી, તે દાંતિયાને ઉદબત્તીમાંથી નીકળતા ધુમાડા પર ધર્યો. દાંતિયાના પ્રત્‍યેક દાંતને ધુમાડાનો સ્‍પર્શ થાય, તે રીતે તે દાંતિયો ઉદબત્તીમાંથી નીકળનારા ધુમાડા પર ફેરવ્‍યો. ત્‍યારે તે દાંતિયામાં રહેલા મારી સાથે સંબંધિત ખરાબ સ્‍પંદનો અને કાળી શક્તિ નષ્‍ટ થતા હોવાનું જણાયું.

૨. માથામાં અને વાળમાં રહેલી કાળી શક્તિ બહાર ફેંકાઈ જઈને હળવું લાગવા માંડવું : દાંતિયાની શુદ્ધિ થયા પછી તેના પરિણામ તરીકે મારામાં રહેલાં માંત્રિકનું પ્રગટીકરણ થઈને તે ડોક હલાવતો હતો. મારા માથામાં અને વાળમાં રહેલી કાળી શક્તિ બહાર ફેંકાતી હતી. ત્‍યારે માથું ધ્રુજતું હતું. ત્‍યાર પછી મને હળવું જણાવા લાગ્‍યું.

૩. પ.પૂ. ડૉક્‍ટરજીએ ઉપાય માટે આપેલા દાંતિયાને પણ ધુમાડો બતાવ્‍યા પછી કાળી શક્તિના આવરણનું વિઘટન થવું : પ.પૂ. ડૉક્‍ટરજીએ તેમણે વાપરેલો દાંતિયો મને ઉપાય માટે આપ્‍યો છે; પણ મને ત્રાસ આપનારો માંત્રિક તેના પર પણ કાળી શક્તિનું આવરણ લાવે છે. તેથી મેં ઉપાયો માટે આપેલા દાંતિયાને પણ ઉપર પ્રમાણે ધુમાડો બતાવ્‍યો. તેને કારણે દાંતિયા ફરતે માંત્રિકે નિર્માણ કરેલી કાળી શક્તિના આવરણનું વિઘટન થતું હોવાનું મને જણાયું.

૬. જેમાં દાંતિયો મૂકીએ તે ઉદબત્તીના વેષ્‍ટનની શુદ્ધિ શા માટે કરવી ?

અ. દાંતિયામાં રહેલી કાળી શક્તિ ઉદબત્તીના વેષ્‍ટનમાં પણ ભેગી થતી હોવાથી તેની પણ શુદ્ધિ કરવી આવશ્‍યક હોવું : હું મારો દાંતિયો ઉદબત્તીના વેષ્‍ટનમાં રાખું છું. વેષ્‍ટનની શુદ્ધિ કરવાના ઉદ્દેશથી તેને પણ ઉદબત્તીનો ધુમાડો બતાવ્‍યો. ત્‍યારે વેષ્‍ટનની કિનારીથી ધુમાડો દેખાડવાને બદલે તેમાં રહેલા પોલાણમાં ધુમાડો દેખાડવાથી ઉપર પ્રમાણે જ અનુભૂતિ થઈ. આના પરથી દાંતિયામાં રહેલી કાળી શક્તિ ઉદબત્તીના વેષ્‍ટનમાં પણ ભેગી થતી હોવાથી તેની પણ શુદ્ધિ કરવી આવશ્‍યક છે, એ પુરવાર થયું.’

– સાધિકા, ગોવા.

 

 દાંતિયા કરતાં ફણી વધારે ઉપયુક્ત

વાળ ઓળવા માટે દાંતિયા કરતાં ફણી ઉપયુક્ત છે, એમ શા માટે ?

૧. દાંતિયો

‘હવે બધે દાંતિયા જ પ્રચલિત હોવાથી અને દાંતિયો વચ્ચેથી પકડીને વાળ ઓળવા પડતા હોવાથી વાળમાંથી ઉછળનારી રજ-તમયુક્ત લહેરો હાથ પર આવીને સંપૂર્ણ દેહ જ રજ-તમયુક્ત થાય છે.

૨. ફણી

પહેલાનાં સમયમાં દાંતિયો વાપરવાને બદલે ફણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફણી બન્‍ને હાથના પોલાણમાં ઝાલવા માટે સહેલી હોવાથી વાળ પર ફણી ફેરવતી વેળાએ આપણો હાથ તે ફણીના દાંતના કાર્યક્ષેત્રમાં ન આવવાથી વાળમાંથી પ્રક્ષેપિત થનારી રજ-તમયુક્ત લહેરોનો ઉત્‍સર્જક યુક્ત સંપર્ક આપમેળે જ ટાળી શકાતો હતો.

(વર્તમાનમાં ફણીનો ઉપયોગ કેવળ જૂ કાઢવા માટે જ કરવામાં આવે છે. – સંકલક)

૩. ફણીથી માથું ઓળ્‍યા પછી કાળી શક્તિ વેગે ખેંચાઈ જઈને બહાર ફેંકાઈ જવી અને કાળી શક્તિનું આવરણ ઓછું થવું; પરંતુ માંત્રિકે તેવી કૃતિ કરવા માટે ટાળાટાળ કરવી

‘દાંતિયાથી માથું ઓળવા કરતાં ફણીથી વાળ ઓળવાથી કાળી શક્તિ વેગે ખેંચાઈ જઈને બહાર ફેંકાઈ જાય છે. તેને કારણે મન, બુદ્ધિ અને માથા પરનું કાળી શક્તિનું આવરણ ઓછું થઈને સૂઝવાનું પ્રમાણ વધે છે. દાંતિયાથી માથું ઓળવાથી કાળી શક્તિનું આવરણ ઓછું થવાનું પ્રમાણ ફણીથી માથું ઓળવાની તુલનામાં અલ્‍પ છે. આનો અનુભવ થવાથી મેં ફણીથી જ માથું ઓળવાનું નક્કી કર્યું; પણ માંત્રિક મને તેમ કરવા દેતો નથી. મારા દ્વારા ટાળાટાળ થાય છે અને દાંતિયાથી જ માથું ઓળાઈ જાય છે.’

– કુ. ગિરિજા, ગોવા.

૧. લાકડાની શૃંગારપેટીનું મહત્ત્વ 

‘લાકડાની શૃંગારપેટીમાં આ સામગ્રી (કંકુ, મીણ, ફણી) રાખવાથી લાકડામાંના સુપ્‍ત અગ્‍નિને કારણે તે સામગ્રી શુદ્ધ પણ રહેતી હતી.’

એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ સૌ. અંજલી ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૯.૧૦.૨૦૦૭, સવારે ૯.૪૬)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘વાળની લેવાની કાળજી’

Leave a Comment