વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૧)

Article also available in :

વાળનું ક્ષૌરકર્મ (વાળ કાપવા) આ વિધિ વિશેની જાણકારી આ લેખમાં જોઈશું.

ધાર્મિક સંસ્‍કારની દૃષ્‍ટિએ અને રૂઢી પ્રમાણે છોકરું એક વર્ષનું થવા આવે અથવા થયા પછી તેના મૂળ વાળ ઉતારે છે. તેમજ ત્રીજા, ચોથા અથવા પાંચમા વર્ષે (પાઠભેદ – પહેલા, બીજા, ત્રીજા કે પાંચમા વર્ષે) શુભઘટિકા જોઈને મૂંડણ (ચૂડાકર્મ, શિખા રાખવી) આ સોળ સંસ્‍કારમાંનો એક સંસ્‍કાર કરવામાં આવે છે.

(મૂળ વાળ ઉતારવા, શિખા (ચોટલી) રાખવાનો ઉદ્દેશ, તેમજ બ્રાહ્મણે ચોટલીને ગાંઠ મારવાનું મહત્ત્વ આ વિશેનું અધિક વિવેચન સનાતનના ‘સોળ સંસ્‍કાર’ આ ગ્રંથમાં કર્યું છે. – સંકલક)

વાળ સંબંધિત કેટલીક કૃતિઓનું વિવેચન નીચે આપવામાં આવ્યું છે.

 

૧. ક્ષૌરકર્મ (વાળ કાપવા)

૧ અ. ક્ષૌરકર્મ કરવા વિશે કેટલાક નિયમો

૧. ‘યોગ્‍ય તિથિએ કરવું.
૨. વિધિ-અંતર્ગત મંત્રોચ્‍ચાર સહિત કરવું.
૩. યોગ્‍ય વ્‍યક્તિ દ્વારા કરાવી લેવું.
૪. યોગ્‍ય વ્‍યક્તિનું કરવું.

૧ આ. ક્ષૌરકર્મ શા માટે કરવું ?

ઉપરોક્ત નિયમોનું પાલન કરવાથી વાળના મૂળમાં રહેલી કાળી શક્તિ વધારે પ્રમાણમાં નષ્‍ટ થવા માટે સહાયતા થાય છે. વ્‍યક્તિના માથા પરની ત્‍વચા સંવેદનશીલ હોય છે. વાળ ઉતારી લીધા પછી તે ત્‍વચાનો વાતાવરણ સાથે સીધો સંપર્ક આવે છે અને તેને કારણે વાતાવરણમાં કાર્યરત રહેલા દેવતા અને ઈશ્‍વરી ચૈતન્‍યની લહેરો સહસ્રારચક્ર દ્વારા વધારે પ્રમાણમાં ગ્રહણ કરવામાં આવે છે. દેવતા અને ચૈતન્‍યની લહેરો ગ્રહણ કરવાથી મન અને બુદ્ધિની સાત્ત્વિકતા વધવામાં સહાયતા મળે છે. તેને કારણે મન અને બુદ્ધિ પર કાળી શક્તિનું આવરણ (નોંધ ૧) આવવાની સંભાવના ઓછી થાય છે. તેથી ધાર્મિક કૃતિ ધ્‍યાન દઈને, અચૂક અને ભાવપૂર્ણ રીતે કરવી, યજમાનને શક્ય થાય છે; તેથી જનોઈ અને અન્‍ય વિધિઓ સમયે ક્ષૌરકર્મ કરવામાં આવે છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૭.૫.૨૦૦૭, બપોરે ૩.૪૯)

નોંધ ૧ – અનિષ્‍ટ શક્તિઓએ કાળી શક્તિ પ્રક્ષેપિત કરવાથી વ્‍યક્તિના મન અને બુદ્ધિ ફરતે ત્રાસદાયક સ્‍પંદનોનું સૂક્ષ્મ-આચ્‍છાદન નિર્માણ થાય છે, તેને ‘કાળી શક્તિનું આવરણ’ કહે છે.

૧ આ ૧. શ્રાદ્ધ સમયે ક્ષૌરકર્મ શા માટે કરે છે ? (શ્રાદ્ધ સમયે લિંગદેહ પરના પાપનો પ્રભાવ શ્રાદ્ધના ઠેકાણે ફેલાવો, પાપના ભારમાંથી મુક્ત કરવા માટે અને અનિષ્‍ટ શક્તિઓના આક્રમણોથી જીવનું સંરક્ષણ થવા માટે ક્ષૌરકર્મ કરવામાં આવવું)

‘જે જીવનો અંત્‍યસંસ્‍કાર અથવા શ્રાદ્ધ કરવામાં આવે છે, તે જીવના લિંગદેહ પર પાપનો પ્રભાવ હોય છે. શ્રાદ્ધ સમયે લિંગદેહ પરના પાપનો પ્રભાવ શ્રાદ્ધના ઠેકાણે ફેલાય છે. તેથી શ્રાદ્ધના ઠેકાણેનું વાતાવરણ ઉદાસ અને વેરાન જણાય છે. વ્‍યક્તિના વાળ રજ-તમપ્રધાન હોવાથી તે કાળી શક્તિ અને પાપની લહેરો આકર્ષિત કરવામાં સૌથી અગ્રેસર હોય છે. પાપની લહેરો ગ્રહણ થઈને શ્રાદ્ધ કરનારી વ્‍યક્તિના માથા પરનો પાપનો ભાર વધે છે, તેમજ કાળી શક્તિની લહેરો વાળમાં આકર્ષિત થઈને અનિષ્‍ટ શક્તિઓના આક્રમણોનું પ્રમાણ પણ વધવાની શક્યતા હોય છે. પાપના ભારથી મુક્ત કરવા માટે અને અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો સામે જીવનું રક્ષણ થવા માટે ધર્મશાસ્‍ત્રમાં અંત્‍યસંસ્‍કાર કરનારા તેમજ શ્રાદ્ધ કરનારી વ્‍યક્તિને ક્ષૌરકર્મ કરવા કહ્યું છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, રાત્રે ૧૧.૩૦)

૧ ઈ. ક્ષૌરકર્મ કર્યા પછી શરીર પરનું દબાણ ઓછું થઈને
ઈશ્‍વરી તત્ત્વ ગ્રહણ કરવામાં વધારો થયો હોવાનું જણાવું

‘સનાતનના રામનાથી આશ્રમમાં ૨૭ અને ૨૮.૧૧.૨૦૦૬ના દિવસે રાક્ષોઘ્‍ન યજ્ઞ કરવામાં આવ્‍યો. આ યજ્ઞના યજમાન તરીકે સેવા કરવાનો અવસર મને મળ્યો. યજ્ઞના બે દિવસ પહેલાં, અર્થાત્ ૨૫.૧૧.૨૦૦૬ના દિવસે ક્ષૌરકર્મ કરતી વેળાએ મારા માથા પરની અનિષ્‍ટ શક્તિઓનાં સ્‍થાન નષ્‍ટ થતા હોવાનું મને જણાયું. ક્ષૌરકર્મ કર્યા પછી મારા શરીર પરનું દબાણ ઓછું થયું અને શરીર હળવું બનીને ઈશ્‍વરી તત્ત્વ (ચૈતન્‍ય) ગ્રહણ કરવામાં વૃદ્ધિ થઈ હોવાનું મને જણાયું.’ – શ્રી. વિનાયક આગવેકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

 

૨. સ્‍ત્રી અને પુરુષોએ વાળનો ત્‍યાગ કરવો

૨ અ. સ્‍ત્રીઓનો તાલકાનો મધ્‍યભાગ
કુમળો હોવાથી તેના પર અનિષ્‍ટ શક્તિઓનું
આક્રમણ થવું, તેને કારણે જ સ્‍ત્રીઓએ વાળનો ત્‍યાગ
કરવા માટે ધર્મશાસ્‍ત્રની અનુમતિ ન હોવી અને પુરુષોને અનુમતિ હોવી

‘સ્‍ત્રીઓમાં પ્રતિકારક્ષમતા ઓછી હોવાથી તેમના પર થનારા અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણોનું પ્રમાણ વધારે હોય છે. તેમના તાલકાનો મધ્‍યભાગ પોચો હોવાથી અનિષ્‍ટ શક્તિઓને તાલકા પર આક્રમણ કરવાનું સહેલું પડે છે. આ આક્રમણો સામે સ્‍ત્રીઓનું સંરક્ષણ કરવા માટે વાળનું ઘણું મોટું યોગદાન હોય છે. તેથી ધર્મશાસ્‍ત્રએ સ્‍ત્રીઓને વાળ કાપવાની અનુમતિ આપી નથી. પુરુષોમાં પ્રતિકારક્ષમતા અધિક હોવાથી, તેમજ તેમનું તાલકું પોચુ ન હોવાથી તેમના માથા પર અનિષ્‍ટ શક્તિઓએ આક્રમણ કરવાનું પ્રમાણ ઓછું હોય છે. તેને કારણે ધર્મશાસ્‍ત્રએ પુરુષોને વાળ કાપવાની અને વાળનો ત્‍યાગ કરવાની અનુમતિ આપી છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, રાત્રે ૧૧.૩૦)

૨ આ. સંન્‍યાસી અને વિધવાઓએ વાળ કાપવા પાછળનું કારણ

‘વાળ વાતાવરણમાંનું સીસું (લેડ) ગ્રહણ કરે છે અને મગજમાં મોકલે છે. તેમજ વાળ વાતાવરણમાંની લહેરો ગ્રહણ કરી શકે છે અને તેને કારણે ઉત્તેજના થઈ શકે છે; તેથી સંન્‍યાસી, તેમજ વિધવાઓ વાળ કાપતા.’

– સ્‍વામી વિદ્યાનંદ, મુંબઈ (વર્ષ ૧૯૮૮)

(સંન્‍યાસી વૈરાગી વૃત્તિના હોય છે, જ્‍યારે વિધવાઓમાં વૈરાગ્‍યભાવ નિર્માણ થવો તેમના માટે કલ્‍યાણકારી હોય છે. વાળ વાતાવરણમાંની રજ-તમ લહેરો ગ્રહણ કરતા હોવાથી સંન્‍યાસી અને વિધવાઓની આધ્‍યાત્‍મિક પ્રગતિ પર તેનું અનિષ્‍ટ પરિણામ ન થાય, તે માટે સંન્‍યાસી અને વિધવાઓ વાળ કાપતા. – સંકલક)

વાળ સાથે સંબંધિત સંસ્‍કાર અને કેટલીક કૃતિઓ (ભાગ ૨) https://www.sanatan.org/gujarati/12167.html

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘વાળની લેવાની કાળજી’

Leave a Comment