વાળ ધોવા

Article also available in :

અનુક્રમણિકા

રસાયણિક સાબુ અને દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ)ની તુલનામાં શિકાકઈ, અરીઠા જેવા નૈસર્ગિક ઘટકોથી વાળ ધોવા વધારે ઉપયુક્ત છે, આ બાબત સર્વસામાન્‍ય રીતે આપણે જાણતા હોઈએ છીએ; પણ વિવિધ શૅમ્‍પુઓની દૂરદર્શન પરની આકર્ષક જાહેરખબરોથી સામાન્ય જનતા મોહિત થાય છે. એમ ભલે હોય, તો પણ નૈસર્ગિક ઘટકોથી વાળ ધોવા એ જ હિતકારી શા માટે છે, આના પાછળની અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય કારણમીમાંસા આ લેખ દ્વારા જાણી લઈએ.

 

સ્‍ત્રી અને પુરુષોએ વાળ ધોવા

વાળ નિયમિત અથવા સ્‍વચ્‍છ ન ધોવાથી વાળની અનેક સમસ્‍યાઓ નિર્માણ થાય છે. તેને કારણે વાળની કાળજી લેવી, એમાં વાળ ધોવાને અધિક મહત્ત્વ છે. પુરુષોએ પ્રતિદિન, જ્‍યારે સ્‍ત્રીઓએ અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર વાળ ધોવા જોઈએ. વાળની ગુણવત્તા અને આરોગ્‍ય કેવળ વાળ ધોવા પર જ આધારિત નથી, જ્‍યારે વાળ શાનાથી ધોવો છો, તેના પર પણ આધારિત હોય છે.

 

૧. વાળ ધોવા માટે વપરાતા ઘટકોના પ્રકાર

૧ અ. કૃત્રિમ ઘટક

વાળ ધોવા માટે વર્તમાનમાં અનેક પ્રકારના રસાયણિક સાબુ અને દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) મળે છે. વાળની સમસ્‍યાને અનુરૂપ પણ વિવિધ દ્રવરૂપ સાબુ ઉપલબ્‍ધ છે. આવા સાબુથી વાળ ધોવાથી વાળ બાહ્યતઃ મુલાયમ (રેશમી), સુંવાળા અને ચમકદાર બન્‍યા હોય તેમ લાગે છે; પરંતુ તેમાંના રસાયણિક ઘટકોને કારણે વાળની અનેક સમસ્‍યાઓ પણ ઉદ્‌ભવે છે.

૧ આ. નૈસર્ગિક ઘટક

સેંકડો વર્ષોથી વાળ ધોવા માટે સ્‍ત્રીઓ શિકાકઈ અને અરીઠાનો ઉપયોગ કરી રહી છે. શિકાકઈની શિંગની ભૂકી, આમળાની સુકવણનું ચૂર્ણ, તેમજ સંતરા/લિંબુની સૂકવેલી છાલનું ચૂર્ણનું મિશ્રણ સમગ્ર રાત્રિ પાણીમાં પલાળી રાખવું. બીજા દિવસે સવારે તે વાળને ચોળવું. અડધી કલાક પછી અરીઠાના પાણીથી વાળ ધોવા. જો વાળ લૂખા (રુક્ષ) હોય, તો પ્રતિરાત્રે વાળમાં તેલ લગાડવું અને બીજા દિવસે શિકાકઈ અને અરીઠાથી વાળ ધોવા. એમ જો સંભવ ન હોય, તો આયુર્વેદિક સાબુની સહાયતાથી વાળ ધોવા.

વાળની સ્‍વચ્‍છતા રાખવા માટે નૈસર્ગિક ગુણધર્મો રહેલા ઘટકોનો ઉપયોગ કરવો. તેને કારણે વાળની હાનિ ટળીને તેમની સારી રીતે કાળજી લઈ શકાય છે.

૧ આ ૧. શિકાકઈનું મહત્ત્વ : ‘દ્રવરૂપ સાબુથી (શૅમ્‍પુથી) વાળ ધોયા પછી મારા માથા પર જડપણું અને શુષ્‍કપણું જણાય છે. શિકાકઈથી વાળ ધોયા પછી માથામાં સારી શક્તિ ગ્રહણ થઈને મન શાંત લાગે છે.

૧ આ ૨. ગાંગડા મીઠું પાણીમાં ઓગાળીને તે પાણીથી વાળ ધોવાથી વાળમાંની કાળી શક્તિ વહેલા નષ્‍ટ થવી : સ્‍નાન સમયે વાળ પરથી પહેલા ચમચી ભરીને ગાંગડા મીઠું ઓગાળેલું પાણી રેડવાથી તેમાંથી વાળમાંની કાળી શક્તિ વેગથી બહાર નીકળી જતી અને હલકું લાગતું. કેવળ પાણીથી વાળ ધોયા પછી કાળી શક્તિ ઓછી થઈને હળવું લાગવાનું પ્રમાણ ઓછું હતું.

– કુ, ગિરિજા, ગોવા.

 

૨. વાળ નિયમિત રીતે ધોવાથી થનારા લાભ

૨ અ. શારીરિક

વાળ નિયમિત રીતે ધોવાથી વાળમાં જૂ પડવી, ખોડો થવો, વાળ અસ્‍વચ્‍છ રહેવાથી થનારા ત્‍વચાવિકાર, માથામાં ખંજવાળ આવવી, એના જેવી વાળની સમસ્‍યાઓ દૂર થાય છે.

૨ આ. આધ્‍યાત્‍મિક

‘વાળ ધોવા પહેલાં મારા માથા પર પુષ્‍કળ દબાણ જણાતું હતું. વાળ ધોયા પછી મને સારું લાગવા માંડ્યું. ત્‍યારે ‘માથા પરનું દબાણ ઓછું થયું હોય’, તેવું લાગ્‍યું.’

– સૌ. રજની, ગોવા.

(અસ્‍વચ્‍છ સ્‍થાન પર અનિષ્‍ટ શક્તિઓને આક્રમણ કરવાનું સહેલું પડે છે. અસ્‍વચ્‍છ વાળને કારણે સાધિકાને માથા પર દાબ જણાતો હતો. વાળ ધોયા પછી વાળના મૂળમાં મર્દન (માલિશ) થવાથી ત્‍યાંની ત્રાસદાયક શક્તિ નષ્‍ટ થવાથી સાધિકાને દાબ ઓછો થયો હોવાનું જણાયું. – સંકલક)

 

૩. પૂનમ અને અમાસના દિવસે વાળ શા માટે ન ધોવા ?

૩ અ. પૂનમ અને અમાસના દિવસે
રજ-તમયુક્ત વાયુમંડળમાં વાળ ધોવાથી
વાળ દ્વારા ત્રાસદાયક લહેરો ગ્રહણ થઈ શકવી

‘પૂનમ અને અમાસના દિવસે વાળ ધોવાથી પાણીના સંપર્કને કારણે વાળમાં રહેલું આપતત્ત્વનું પ્રમાણ વધીને કેશવાહિનીઓ વધારે સંવેદનશીલ બને છે અને વાયુમંડળમાં સાતત્‍યથી ભ્રમણ કરનારી ત્રાસદાયક લહેરોને તરત જ પ્રતિસાદ આપે છે. છૂટા રાખેલા વાળની હિલચાલને કારણે વાળના પોલાણમાં તપ્‍ત ઘર્ષણયુક્ત ઊર્જાની નિર્મિતિ થઈને આ ઊર્જામાં વાયુમંડળમાં રહેલી ત્રાસદાયક લહેરોનું ઘનીકરણ થાય છે. આ લહેરો મસ્તિષ્કના પોલાણમાં સંક્રમિત થાય છે. એના કારણે જીવને વીજળીનો ઝાટકો લાગ્‍યો હોય તેવું થવું, અસ્‍વસ્‍થ લાગવું, ચીડચીડ થવી અથવા આંકડી આવવી, જેવા ત્રાસ થઈ શકે; એટલા માટે બને ત્‍યાં સુધી પૂનમ અને અમાસને દિવસે રજ-તમયુક્ત વાયુમંડળમાં વાળ ન ધોવા.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૧.૧૦.૨૦૦૫, બપોરે ૧૨.૦૩)

૩ આ. વાયુમંડળમાંની રજ-તમયુક્ત લહેરો
પોતાના ભણી ખેંચાય નહીં; એટલા માટે પૂનમ અને અમાસ
આ તિથિઓના દિવસે સ્‍ત્રીઓની જેમ જ પુરુષોએ પણ વાળ ન ધોવા એ યોગ્‍ય હોવું

૩ આ ૧. આચારોનું મહત્ત્વ : ‘હિંદુ ધર્મમાં નિર્ધારિત કરેલા આચાર સહુકોઈને જ રજ-તમથી મુક્ત કરાવનારા છે.

૩ આ ૨. પૂનમની વિશિષ્‍ટતા : પૂનમને દિવસે અનિષ્‍ટ શક્તિઓ ઉપાસના કરતી હોવાથી તેમના ભણી આવનારી રજ-તમયુક્ત લહેરોનો પ્રવાહ અધિક હોય છે.

૩ આ ૩. અમાસની વિશિષ્‍ટતા : અમાસને દિવસે અનિષ્‍ટ શક્તિઓનું રજ-તમયુક્ત પ્રક્ષેપણ અધિક હોવાથી વાયુમંડળ દૂષિત હોય છે.

સરવાળે જ બન્‍ને દિવસે વાયુમંડળમાંની રજ-તમયુક્ત લહેરો અનિષ્‍ટ શક્તિઓના કાર્યને કારણે જાગૃત થઈ હોય છે.

૩ આ ૪. વાળ ધોવાથી પાણીમાં રહેલા આપતત્ત્વના સંપર્કને કારણે તેઓ રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવામાં અધિક સંવેદનશીલ બનવા : વાળ એ મૂળથી જ રજ-તમ પ્રધાન હોવાથી, એટલે જ કે વાયુમંડળમાં રહેલી રજ-તમયુક્ત લહેરોને પોતાની ભણી ખેંચી લેવામાં અગ્રેસર હોય છે. પૂનમ અને અમાસના દિવસે જાણીજોઈને વાળ ધોઈને તેમની રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવાની સંવેદનશીલતામાં હજી વધારો કરવો નહીં, એમ કહેવાય છે; કારણકે વાળ ધોતી વેળાએ તેઓ પાણીમાં રહેલા આપતત્ત્વના સંપર્કને કારણે રજ-તમયુક્ત લહેરો ખેંચી લેવામાં અધિક સંવેદનશીલ બને છે અને તેનો તે વ્‍યક્તિને ત્રાસ થઈ શકે છે. આ નિયમ સ્‍ત્રી, તેમ જ પુરુષ બન્‍નેને લાગુ પડે છે.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, અધિક વૈશાખ વદ ૧, કળિયુગ વર્ષ ૫૧૧૨ (૨૯.૪.૨૦૧૦), બપોરે ૧૨.૪૨)

 

૪. રસાયણિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ)
અને આયુર્વેદિક દ્રવરૂપ સાબુથી વાળ ધોવા (સૂક્ષ્મ પ્રયોગ)

૪ અ. વાળને રસાયણિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) લગાડીને સાદા પાણીથી સ્‍નાન કરવું

‘મે અષાઢ વદ ચોથ (૬.૭.૨૦૦૮)ના દિવસે વાળને રસાયણિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) લગાડીને સાદા પાણીથી અને ત્‍યાર પછી ગોમૂત્ર મિશ્રિત પાણીથી સ્‍નાન કર્યું. તેમ જ બીજા દિવસે વાળને ગોમૂત્ર લગાડીને સાદા પાણીથી સ્‍નાન કર્યું. ત્‍યારે મને જણાયેલાં સૂત્રો નીચે આપ્‍યા છે.

૧. માથા ફરતે કાંટાળો ટોપ (માંત્રિકની દૃષ્‍ટિએ કવચ) નિર્માણ થયો અને મોઢા પર જખમ થયું હોવાનું સૂક્ષ્મમાંથી દેખાયું.

૨. માથા પર સારી સંવેદનાઓ જણાવાનું બંધ થયું.

૩. પ્રત્‍યેક વાળના મૂળ પર આપમેળે જ ઘણ પડતા હોવાનું દેખાયું.

૪. માથા પર સતત ઉષ્‍ણતા જણાતી હતી.’

– સૌ. રજની, ગોવા.

૪ આ. આયુર્વેદિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) લગાડીને સાદા પાણીથી સ્‍નાન કરવું

૪ આ ૧. આયુર્વેદિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) વાળને લગાડ્યો ત્‍યારે પહેલા દિવસે માથાનું પોલાણ ત્રાસદાયક શક્તિ વિહોણું જણાવવું : ‘માગશર વદ બીજ, કળિયુગ વર્ષ ૫૧૧૦ (૧૪.૧૨.૨૦૦૮)ના દિવસે મે આયુર્વેદિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) વાળને લગાડ્યો ત્‍યારે પહેલા દિવસે ‘માથાના પોલાણની કાળી શક્તિ ઓછી થઈ,’ એવું જણાયું. હંમેશાં જ્‍યારે રસાયણિક દ્રવરૂપ સાબુથી હું વાળ ધોઉં છું ત્‍યારે માથાના પોલાણમાં કાળી શક્તિ હોવાનું જણાય છે. તેના કરતાં આ પ્રમાણ હવે ઓછું જણાયું. માથા પરનું કાળી શક્તિનું આવરણ ઘટવાને કારણે આશ્રમનું ગ્રહણ થયેલું ચૈતન્‍ય માથાના લોહીમાં ભળવાથી તે ઠેકાણે સારી સંવેદનાઓ જણાવા લાગી. (રસાયણિક શૅમ્‍પુથી વાળ ધોવાથી કાળી શક્તિનું આવરણ વધ્‍યું હોય તેમ જણાય છે.) સહસ્રારચક્રમાં વધારે પ્રમાણમાં ચૈતન્‍ય ગ્રહણ થતું હોવાથી તે ઠેકાણે ઠંડક જણાતી હતી.

અ. એક સંતએ ‘આયુર્વેદિક દ્રવરૂપ સાબુ લગાડવાથી ૫-૬ માસ પછી વાળ પર શું પરિણામ થાય છે’, તે જોવા માટે કહ્યું. આયુર્વેદિક દ્રવરૂપ સાબુનો ૫-૬ માસ ઉપયોગ કર્યા પછી વાળમાં સુંવાળાપણું આવીને તે ટકી રહ્યું હોવાનું જણાયું.

આ. અન્‍ય સૂત્રો

૧. આયુર્વેદિક દ્રવરૂપ સાબુથી ૨-૩ વાર વાળ ધોયા, ત્‍યારે પ્રત્‍યેક સમયે માથું ધોતી વખતે વાળ ખરવાનું પ્રમાણ ઓછું થયું હોવાનું જણાયું હતું.

૨. રસાયણિક દ્રવરૂપ સાબુથી વાળ ધોયા પછી પહેલી વાર વાળ સારા થતા હતાં અને જેમ જેમ વાળ ધોવાનું પ્રમાણ વધતું હતું, તેમ તેમ તેનું વાળ પર પરિણામ થઈને વાળની રુક્ષતા વધતી હતી.’

– સૌ. રંજના ગડેકર, ગોવા.

૪ ઇ. રસાયણિક અને આયુર્વેદિક દ્રવરૂપ સાબુ

 

રસાયણિક દ્રવરૂપ સાબુ આયુર્વેદિક દ્રવરૂપ સાબુ
૧. ‘વાળ પર થનારું પરિણામ

અ. કડક / સુંવાળાં

આ. ખરવાનું પ્રમાણ

 

કડક થવા
વધારે

 

સુંવાળાં થવા
અલ્‍પ

૨. વ્‍યક્તિ પર થનારું પરિણામ

અ. ત્રાસદાયક / સારી સંવેદના

 

કાળી શક્તિનું આવરણ વધી જવાથી માથા ફરતે ભારેપણું અને ઉષ્‍ણતા જણાવવી માથામાં સારી સંવેદના અને શીતલતા જણાવવી
આ. ચહેરા પર અસ્‍તિત્‍વ માંત્રિકનું પોતાનું
ઇ. પ્રગટીકરણ વધ્‍યું હોય તેમ જણાવવું ઘટીને પોતાનું અસ્‍તિત્‍વ જણાવવું
૩. સૂક્ષ્મમાંના પરિણામ

અ. ગંધ અને તેનું પરિણામ

કૃત્રિમતા હોવાથી માયાવી ગંધ નિર્માણ થવી અને જીવ ભણી વાતાવરણમાંની કાળી શક્તિ ખેંચાઈ આવવી

અ. રસાયણિક દ્રવ્‍યમાં તમગુણ હોવાથી પોતાની ફરતે રહેલા કાળી શક્તિના આવરણમાં વધારો થવો

આ. માથા ફરતે કાળી શક્તિનું આવરણ નિર્માણ થવું

ઇ. સતત કાળી શક્તિ ગ્રહણ થવાથી માથાની ફરતે રહેલું કાળી શક્તિનું આવરણ વધારે બળવાન થવું

ઈશ્‍વર-નિર્મિત કુદરતી ઘટકોમાંથી બની હોવાથી દૈવી-ગંધ હોવી અને વાતાવરણમાંની સત્ત્વ લહેરો ખેંચાઈ આવવી

અ. કુદરતી ઘટકોમાંથી બનાવેલો હોવાથી સત્ત્વગુણયુક્ત હોવાથી આધ્‍યાત્‍મિક ઉપાય થવા

 

આ. કાળી શક્તિનું આવરણ છેદાઈ જવું અને માથા ફરતે શ્‍વેત વલય દેખાવું

ઇ. માથાની ફરતે રહેલા શ્‍વેત વલયને કારણે બહારથી આવતું કાળી શક્તિનું આક્રમણ પાછું ઠેલાવી શકવું

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘વાળની લેવાની કાળજી’

Leave a Comment