સાત્વિક ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવા છતાં પણ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ જ થવો

હિંદુઓ પૂજા અને આરતી કરવા માટે ઘર, દુકાન અને મંદિરોમાં ઉદબત્તીનો ઉપયોગ કરે છે. ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાનમાં સંકેતસ્થળ અને વિવિધ પ્રસારમાધ્યમો ‘ઉદબત્તીના ઉપયોગમાં વાંસના લાકડાને કારણે વિવિધ પ્રકારથી હાનિ’ થવાના સમાચાર પ્રકાશિત કરી રહ્યા છે. સદર લેખમાં વૈજ્ઞાનિક ઉપકરણોની સહાયતાથી કરવામાં આવેલા અનુસંધાનના નિષ્કર્ષ, આ સંદર્ભમાં સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાન તેમજ સૂક્ષ્મ-ચિત્રો દ્વારા તેનું ખંડન કરવામાં આવ્યું છે.

૧. બજારમાંથી લાવેલી ઉદબત્તી,
સાત્વિકઉદબત્તીઅને ધૂપની આધ્યાત્મિકવિશિષ્ટ
તાઓનાતુલનાત્મકઅધ્યયનમાટે‘મહર્ષિ અધ્યાત્મવિશ્વવિદ્યાલય’
દ્વારા ‘યુનિવર્સલ થર્મો સ્કેનર’ ઉપકરણ દ્વારા કરેલું વૈજ્ઞાનિક પરીક્ષણ !

‘બજારની સામાન્ય ઉદબત્તી, સાત્વિક ઉદબત્તી અને ધૂપની આધ્યાત્મિક વિશિષ્ટતાઓનું વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા અધ્યયન કરવા માટે ‘મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય’ દ્વારા ‘યુટીએસ (યુનિવર્સલ થર્મો સ્કેનર)’ ઉપકરણ દ્વારા એક  પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ રામનાથી, ગોવા સ્થિત સનાતનના આશ્રમમાં 3.૧૧.૨૦૧૭ અને ૬.૧૨.૨૦૧૭ ના દિવસે કરવામાં આવ્યું.

સદર પરીક્ષણમાં બજારની સામાન્ય ઉદબત્તી, સાત્વિક ઉદબત્તી અને ધૂપબત્તીને બાળવા પહેલાં અને બાળ્યા પછી ‘યુટીએસ’ ઉપકરણ દ્વારા તેમાં ‘ઇન્ફ્રારેડ’ અને ‘અલ્ટ્રા વૉયલેટ’ બન્ને નકારાત્મક ઊર્જા તેમજ સકારાત્મક ઊર્જા વિશે નિરીક્ષણો લેવામાં આવ્યા અને આ નિરીક્ષણોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું.

૧ અ. પરીક્ષણો દ્વારા પ્રાપ્ત નિરીક્ષણોનું વિવેચન

૧ અ ૧. નકારાત્મક ઊર્જા વિશે નિરીક્ષણોનું વિવેચન – બજારની સામાન્ય ઉદબત્તીમાં નકારાત્મક ઊર્જા જોવા મળવી તેમજ તેને બાળવાથી તે ઓછી થવી; પરંતુ સાત્વિક ઉદબત્તી અને ધૂપમાં આરંભમાં તેમજ બાળ્યા પછી પણ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન ન થવી

બજારની સામાન્ય ઉદબત્તી બાળ્યા પહેલા તેમાં ‘ઇન્ફ્રારેડ’ (અવરક્ત ઊર્જા) અને ‘અલ્ટ્રા વૉયલેટ’ (પરારીંગણી ઊર્જા) બન્ને નકારાત્મક ઊર્જા જોવા મળી. ઉદબત્તી બાળ્યા પછી નકારાત્મક ઊર્જા ક્રમવાર નષ્ટ તેમજ ન્યૂન થઈ. સાત્વિક ઉદબત્તી અને ધૂપ બન્નેમાં નકારાત્મક ઊર્જા નહોતી તેમજ તેમને બાળ્યા પછી પણ તેમનામાં નકારાત્મક ઊર્જા જોવા મળી નહીં.

૧ અ ૨. સકારાત્મક ઊર્જા વિશેના નિરીક્ષણોનું વિવેચન – બજારની ઉદબત્તીમાં સકારાત્મક ઊર્જા જોવા ન મળવી; પરંતુ સાત્વિક ઉદબત્તી અને ધૂપ સળગાવ્યા પહેલાં તેમજ સળગાવ્યા પછી પણ એ બન્નેમાં સકારાત્મક ઊર્જા જોવા મળવી

એવું નથી કે બધી જ વ્યક્તિ, વાસ્તુ અથવા વસ્તુઓમાં સકારાત્મક ઊર્જા હોય છે. બજારની ઉદબત્તીમાં આરંભમાં તેમજ તેને બાળ્યા પછી પણ સકારાત્મક ઊર્જા જોવા મળી નહીં. સાત્વિક ઉદબત્તી તેમજ ધૂપબત્તી બાળ્યા પહેલાં કરેલા નિરીક્ષણમાં આ બન્ને પરિબળો માટે ‘યુટીએસ’ સ્કૅનરની ભુજાઓ ૧૭૦ અંશ ખૂણામાં ખુલી. તેનો અર્થ એમ છે કે બન્ને પરિબળોમાં સકારાત્મક ઊર્જા હતી; પરંતુ તે ઊર્જાનું પ્રભામંડળ એટલું ન હતું કે તેને માપી શકાય.

(સ્કૅનરની ભુજા ૧૮૦ અંશ ખૂણામાં ખુલે તો જ પ્રભામંડળ માપી શકાય છે.) પરંતુ ઉદબત્તી અને ધૂપબત્તી બાળ્યા પછી કરેલા નિરીક્ષણમાં સકારાત્મક ઊર્જાનું પ્રભામંડળ માપી શકાયું. બન્ને પરિબળોનું પ્રભામંડળ ક્રમવાર ૬૫ સેં.મી. અને ૭૧ સેં.મી. દૂર સુધી હતું.

૧ આ. નિષ્કર્ષ

સાત્વિક ઉદબત્તીમાં વાંસનું લાકડું હોવા છતાં પણ તેને બાળ્યા પછી ધૂપ બાળ્યા જેવી સકારાત્મક ઊર્જા જોવા મળી. લગભગ તેટલી જ સકારાત્મક ઊર્જા સાત્વિક ઉદબત્તીમાં જોવા મળી. પરંતુ બજારની સામાન્ય ઉદબત્તીમાં સકારાત્મક ઊર્જા જોવા મળી નહીં. તેમાં નકારાત્મક ઊર્જા જ જોવા મળી.

૧ ઇ. નિષ્કર્ષનો અધ્યાત્મશાસ્ત્રીય આધાર

સાત્વિક ઉદબત્તીમાં જેવી સકારાત્મક ઊર્જા જોવા મળી, તેવી બજારની ઉદબત્તીમાં જોવા ન મળી હોવાનાં કારણો નીચે આપેલી સારણી દ્વારા સમજાશે.

બજારની ઉદબત્તી સાત્વિક ઉદબત્તી
૧. ઉદ્દેશ આર્થિક લાભ મેળવવો આધ્યાત્મિક લાભ કરાવી આપવો
૨. પરિબળ અને તેનું પરિણામ રસાયણિક પરિબળોનો ઉપયોગ વધારે હોવાથી ઈશ્વરી ચૈતન્ય મળવાનું પ્રમાણ અત્યલ્પ હોવું આધ્યાત્મિક પરિબળોનો (ઉદા. ગોમૂત્ર, વિભૂતિનો) ઉપયોગ વધારે હોવાથી તેમજ સુગંધ કોઈ દેવતાનું તત્વ આકર્ષિત કરનારી હોવાથી ઈશ્વરી ચૈતન્ય મળવાનું પ્રમાણ વધારે હોવું
૩. મહત્વ કોનું ? આકર્ષક હોવાનું સાત્વિક હોવાનું
૪. સરવાળે પરિણામ રજ-તમ ગુણોની ઉત્પત્તિ સાત્વિકતાની ઉત્પત્તિ
૫. ઉપયુક્તતા વધારે પ્રમાણમાં ભેળસેળ હોવાથી આધ્યાત્મિક ઉપચારોમાં નિરુપયોગી ભેળસેળ વિહોણા (શુદ્ધ) સ્વરૂપમાં હોવાથી આધ્યાત્મિક ઉપાયોમાં ઉપયોગી
૬. લાભનો વિનિયોગ વધારે પ્રમાણમાં ભોગવાદ માટે રાષ્ટ્ર અને ધર્મ કાર્ય માટે

ઉદબત્તીનો પ્રયોગ આધ્યાત્મિક દૃષ્ટિએ હાનિકારક નથી; પરંતુ તે માટે ઉદબત્તી સાત્વિક હોવી આવશ્યક છે. સાત્વિક ઉદબત્તીનો આધ્યાત્મિક દૃષ્ટિએ ધૂપબત્તી જેવો જ લાભ છે, એ બાબત આ પરિક્ષણ દ્વારા ધ્યાનમાં આવે છે.’

ડૉ. (સૌ.) નંદિની સામંત, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય, ગોવા. (૭.૧૨.૨૦૧૭)

* ‘ઉદબત્તી’ શબ્દપ્રયોગનું વિશ્લેષણ

‘અગર’ વૃક્ષનું નામ છે અને તેના ગુંદરને ઉદી કહે છે. તેના ગુંદરથી અગરબત્તી બને છે. ‘અગર’ શબ્દ હિંદી છે તેમજ ‘ઉત્ અથવા ઉદ’ સંસ્કૃત છે. સંસ્કૃતમાં વધારે સાત્વિકતા છે, તેથી ‘ઉદબત્તી’ કહેવું શ્રેષ્ઠ છે. ‘અગરબત્તી’ શબ્દ ઉચ્ચારવાથી કેવળ સ્થૂળ ક્રિયાનો બોધ થાય છે; જ્યારે ‘ઉદબત્તી’ સૂક્ષ્મ ક્રિયા અને સ્થૂળ કૃતિ, બન્ને દર્શાવે છે. તેથી અમે અત્રે ‘ઉદબત્તી’ શબ્દપ્રયોગ કર્યો છે.

 

૨. ઉદબત્તીનો ઉપયોગ હાનિકારક હોવાના
સમાચારનું આધ્યાત્મિક સ્તર પર કરવામાં આવેલું ખંડન

સૂત્ર ૧

ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ કરવો તે ધર્મશાસ્ત્ર વિરોધી છે; કારણકે ધર્મશાસ્ત્રમાં વાંસ બાળવું નિષિદ્ધ માનવામાં આવ્યું છે. વાંસ બાળવાથી પિતૃદોષ લાગે છે.

 ખંડન

ધર્મશાસ્ત્રમાં વિવિધ ધાર્મિક વિધિઓમાં વાંસનો ઉપયોગ કરવામાં આવવો : ‘હિંદુ ધર્મશાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે વાંસનો ઉપયોગ નીચે આપેલી ધાર્મિક વિધિઓ સમયે કરવામાં આવે છે.

અ. શબ લઈ જવા માટે ઠાઠડી બનાવતી વેળાએ વાંસનો ઉપયોગ કરવામાં આવવો

શબ લઈ જવા માટે ઠાઠડીનો ઉપયોગ કરવામાં આવે છે. વાંસના પોલાણમાં મૃત વ્યક્તિનો વાયુરૂપી લિંગદેહ સહજતાથી પ્રવેશ કરી શકે છે અને પાર્થિવનો ધનંજય વાયુ પણ વાંસના પોલાણમાં ભરાઈ જાય છે. તેથી શબ સાથે સંબંધિત સ્પંદનો ઠાઠડીમાં કાર્યરત થાય છે અને મૃત વ્યક્તિના લિંગદેહ સુધી પહોંચે છે.

 આ. ચૈત્ર સુદ પક્ષ એકમ (ગૂડી પડવો)ના
દિવસે વાંસ પર બ્રહ્મધ્વજ (ગૂડી) ઊભી કરવાનું કારણ

ચૈત્ર સુદ પક્ષ એકમ (નવસંવત્સરારંભ)ના દિવસે ઘરની સામે ઊભો કરવામાં આવેલો બ્રહ્મધ્વજ વાંસનો હોય છે. વાંસના નક્કર ભાગ ભણી તેજરૂપી સગુણ ચૈતન્ય લહેરો અને વાંસના સક્રિય પોલાણ ભણી વાયુરૂપી નિર્ગુણ ચૈતન્ય લહેરો તેમજ નિર્ગુણતત્વ માં પ્રબળ બ્રહ્મતત્વની લહેરો શીઘ્રતાથી આકર્ષિત થાય છે.

ઇ. ભાગવત કથા વાંચતી વેળાએ પિતરો કથા
સાંભળી શકે, તે માટે કાર્યક્રમ સ્થળે વાંસની લાકડી દાટવી

અનેક સ્થાનોએ ખાસ કરીને ઉત્તર ભારતમાં મોટા પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત કથાનું પારાયણ કરીને કથા-શ્રવણ કરવામાં આવે છે. તે માટે ઘણા લોકો ભેગા મળે છે. આ કથાનું ભાવપૂર્ણ શ્રવણ કરવાથી જીવના બધા જ પાપો નષ્ટ થાય છે. તેથી કથા શ્રવણ કરનારી વ્યક્તિઓના અતૃપ્ત પિતરોને પણ તેનો લાભ મળે તે માટે કથાના સ્થાને વ્યાસપીઠની નજીક ભૂમિમાં એક વાંસનો સોટો દાટવામાં આવે છે. આ વાંસ પર પ્રત્યેક વ્યક્તિ એક દોરો બાંધે છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે ‘તેના દ્વારા પિતરો માટે વાંસના પોલાણમાં આવીને બેસવું અને સંપૂર્ણ કથા શ્રવણ કરવાનું સુલભ બને છે’.

આ રીતે વાંસનો સંબંધ લિંગદેહ (પિતર અને મૃતાત્મા) તેમજ દેવતા બન્ને સાથે હોવાને કારણે તેનો ઉપયોગ શુભકાર્ય તેમજ અંત્યસંસ્કાર બન્ને કર્મો માટે કરવામાં આવે છે. તેથી વાંસનો ઉપયોગ વર્જ્ય નથી તેમજ વાંસ બાળવાથી પિતૃદોષ લાગતો નથી.’ – કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૪.૧૨.૨૦૧૭, રાત્રે ૧૧)

 ઈ. વાંસ નિર્મિત વાસ્તુમાં તેમજ વાસણમાં સ્પંદનો અને શક્તિ જળવાઈ રહેવા

‘વાંસમાં વિદ્યમાન સ્થિતિ (ઉત્પત્તિ, સ્થિતિ અને લય માંથી) અને વાયુ તત્ત્વોના કારણે વાંસનો ઉપયોગ મંડપ અને વંશપાત્ર (સૂપડું) બનાવવા માટે કરવામાં આવે છે. વાંસથી બનાવેલા વાસ્તુ (ભવન)માં ધાર્મિક કૃતિઓ કરવાથી તે વાસ્તુનું ચૈતન્ય જળવાઈ રહે છે તેમજ વાંસથી બનેલા સૂપડામાં વસ્તુ રાખવાથી તેનાં સ્પંદનો અને શક્તિ બાહ્ય વાયુમંડળમાં પ્રક્ષેપિત થવાને બદલે વસ્તુમાં જળવાઈ રહે છે. – શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાન), (૨.૧૨.૨૦૧૭, રાત્રે ૯.૦૯)

સૂત્ર ૨

ઉદબત્તીમાં વાંસના લાકડાનો ઉપયોગ અયોગ્ય છે.

ખંડન

ઉદબત્તીમાં વાંસના લાકડાનું મહત્ત્વ

અ. વાંસ પ્રાકૃતિક વનસ્પતિ હોવાથી તેમાંથી બનાવેલી ઉદબત્તી સાત્વિક હોવી

‘વાંસ એક પ્રાકૃતિક વનસ્પતિ છે. માનવી-નિર્મિત વસ્તુઓ કરતાં પ્રાકૃતિક વસ્તુઓમાં વધારે સાત્વિકતા હોય છે, ઉદા. શંખ, રુદ્રાક્ષ. તેથી ભલે ઉદબત્તી વાંસથી બની હોય, તો પણ સાત્વિક હોય છે.

આ. વાંસમાં પોલાણ હોવાથી વાયુ અને આકાશ તત્ત્વો
વધારે પ્રમાણમાં કાર્યરત થઈને વાંસમાં બ્રહ્મતત્વ આકર્ષિત થવું

જે રીતે દર્ભમાં સાત્વિકતા અને ચૈતન્યનું પ્રમાણ વધારે હોય છે અને દૂર્વામાં ગણેશતત્વ પ્રબળ હોય છે, તેવી જ રીતે વાંસમાં પોલાણ હોવાથી તેમાં વાયુ અને આકાશ તત્ત્વો વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે તેમજ વાંસ ભણી બ્રહ્મ તત્વ આકર્ષિત થાય છે.

સૂત્ર ૩

ઉદબત્તીમાં પ્રયુક્ત વાંસ બળવાથી ઉત્પન્ન થતો ધુમાડો ઝેરીલો હોવાથી આરોગ્ય માટે હાનિકારક છે. તેને કારણે કર્કરોગ, હૃદયવિકાર તેમજ મગજ સાથે સંબંધિત રોગ થાય છે. ઉદબત્તીમાં પ્રયુક્ત વાંસના લાકડાના ધુમાડાને કારણે ઓરડાનું વાતાવરણ દૂષિત બને છે.

 ખંડન

સાત્વિક ઉદબત્તી સળગાવવાથી થનારી સૂક્ષ્મ સ્તર પરની પ્રક્રિયા

સાત્વિક ઉદબત્તીના લાકડા પર લગાડવામાં આવેલો સુગંધી લેપ પૃથ્વીતત્વ સાથે સંબંધિત છે તેમજ ઉદબત્તીમાં ઉપયોગમાં લીધેલું વાંસનું લાકડું વાયુ અને આકાશ તત્ત્વો સાથે સંબંધિત છે. સાત્વિક ઉદબત્તી જગવવાથી પૃથ્વીતત્વમય સુગંધી લેપને જ્યારે અગ્નિનો સ્પર્શ થાય છે, તે સમયે સગુણ સ્તર પર સારી ઊર્જા ગંધમય લહેરોના રૂપમાં કાર્યરત થાય છે. સાત્વિક ઉદબત્તીની અંદર વાંસના લાકડાને અગ્નિતત્વનો સ્પર્શ થવાથી લાકડામાં વિદ્યમાન વાયુ અને આકાશ તત્ત્વો દ્વારા ધુમાડાના રૂપમાં સારી શક્તિ નિર્માણ થાય છે.

 સાત્વિક ઉદબત્તી જગવવાથી થનારું પરિણામ

સાત્વિક ઉદબત્તી જગવવાથી તેમાંથી પ્રક્ષેપિત ધુમાડો અને ગંધમય લહેરો હવા સાથે સંપૂર્ણ ઓરડામાં અથવા વાસ્તુમાં ફેલાઈ જાય છે. તેનું કાર્ય આ પ્રમાણે છે.

 અ. સંપર્કમાં આવનારી વ્યક્તિ

સાત્વિક ઉદબત્તી દ્વારા પ્રક્ષેપિત સાત્વિક ઊર્જાને કારણે વ્યક્તિની ચારે બાજુ નિર્માણ થયેલું ત્રાસદાયક શક્તિનું આવરણ નષ્ટ થાય છે. સાત્વિક ઉદબત્તીનો ધુમાડો પવિત્ર અને સાત્વિક હોય છે, કે જેના દ્વારા વ્યક્તિના દેહમાં વિદ્યમાન ત્રાસદાયક શક્તિનાં સ્થાનો પણ નષ્ટ થઈ જાય છે. વ્યક્તિની અર્થાત્ પિંડની આધ્યાત્મિક શુદ્ધિ થાય છે અને તેની ચારે બાજુ ચૈતન્યનું સંરક્ષણ-કવચ નિર્માણ થાય છે. તેથી સળગતી ઉદબત્તીનો ધુમાડો કોઈ પણ જીવ માટે હાનિકારક હોવાને બદલે આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયી જ હોય છે.

 આ. વાતાવરણ

આ ૧. સાત્વિક ઉદબત્તીમાં ઉપયોગમાં લેવાયેલું વાંસનું લાકડું બળવાથી નિર્માણ થનારા ધુમાડા દ્વારા વાતાવરણની શુદ્ધિ થવી

વાંસનું લાકડું બળવાથી મારક શક્તિની લહેરોનું પ્રક્ષેપણ થાય છે. તેનાથી ઓરડો અથવા વાસ્તુના વાતાવરણમાં કાર્યરત રજ-તમપ્રધાન લહેરોનું ઉચ્ચાટન થાય છે તેમજ વાતાવરણની શુદ્ધિ થાય છે.

આ ૨. સાત્વિક ઉદબત્તીની ગંધમય લહેરોને કારણે વાતાવરણની સાત્વિકતા વધવી

સાત્વિક ઉદબત્તીના સુગંધમય દ્રવ્ય-લેપથી, પવિત્ર અને સાત્વિક સુગંધમય ગંધલહેરો ધુમાડા સાથે વાતાવરણમાં પ્રક્ષેપિત થાય છે, જેથી વાતાવરણની સાત્વિકતા વધે છે. આ રીતે વાંસની લાકડી ધરાવતી સાત્વિક ઉદબત્તીના ધુમાડા દ્વારા ઓરડાનું વાતાવરણ દૂષિત થવાને બદલે પવિત્ર અને સાત્વિક બને છે.’

કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૪.૧૨.૨૦૧૭, રાત્રે ૧૧)

 

૩. ધૂપ અને ઉદબત્તીમાંનો ભેદ (ફેર)

ધૂપ સાત્વિક ઉદબત્તી
૧. પ્રધાન ત્રિગુણ સત્ત્વ સત્ત્વ-રજ
૨. પ્રધાન પંચતત્વ પૃથ્વી-આપ તેજ-વાયુ
૩. ઈશ્વરીતત્વ
૩ અ. આકર્ષિત કરવાની ક્ષમતા (ટકા) 15 10
૩ આ. પ્રક્ષેપિત કરવાની ક્ષમતા (ટકા) 10 30
૪. અનિષ્ટ શક્તિઓ દ્વારા થતો ત્રાસ ન્યૂન કરવાની ક્ષમતા (ટકા) 10 30
 શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાન), (૨.૧૨.૨૦૧૭, રાત્રે ૯.૦૯)

 

૪. ઉપાસનાકાંડ પ્રમાણે કરવામાં
આવતી પૂજામાં સાત્વિક ઉદબત્તીનો ઉપયોગ
શ્રેષ્ઠ તેમજ શાસ્ત્રોક્ત પૂજામાં ધૂપબત્તીનો ઉપયોગ વધારે શ્રેષ્ઠ !

‘પહેલાં જીવ તેમજ વાયુમંડળની સાત્વિકતા વધારે હતી. તેથી ધૂપબત્તીના ઉપાચારથી, જીવ માટે આવશ્યક ઈશ્વરીતત્વ સહજતાથી ગ્રહણ થતું હતું. કળિયુગમાં મોટાભાગના જીવો અનિષ્ટ શક્તિઓથી પીડિત છે અને કષ્ટદાયક શક્તિના આવરણને કારણે ઈશ્વરી શક્તિ ગ્રહણ કરી શકતા નથી. અનિષ્ટ શક્તિઓથી પીડિત જીવ શાસ્ત્રોક્ત પૂજા પણ કરી શકતા નથી. આવા સમયે આ જીવોને ઉપાસનાકાંડની પૂજા દ્વારા વધારે ચૈતન્ય મળે, તે માટે તેમને થઈ રહેલી અનિષ્ટ શક્તિઓની પીડા ઓછી કરવા માટે ધૂપની તુલનામાં સાત્વિક ઉદબત્તીનો ઉપયોગ વધારે શ્રેષ્ઠ છે. તેનાથી ઊલટું શાસ્ત્રોક્ત પૂજામાં ધૂપ અર્પણ કરવો વધારે શ્રેષ્ઠ છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મ દ્વારા પ્રાપ્ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨.૧૨.૨૦૧૭, રાત્રે ૯.૦૯)

 

અનિષ્ટ શક્તિ

વાતાવરણમાં સારી તેમજ ખરાબ (અનિષ્ટ) શક્તિઓ કાર્યરત હોય છે. સારા કામમાં સારી શક્તિઓ માનવીની સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ શક્તિઓ માનવીને ત્રાસ આપે છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન લાવતા, એવી અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે. ‘અથર્વવેદમાં અનેક સ્થાનોએ અનિષ્ટ શક્તિઓ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચને નિયંત્રિત કરવા માટે મંત્ર આપ્યા છે.’ અનિષ્ટ શક્તિઓના ત્રાસ-નિવારણાર્થે વિવિધ આધ્યાત્મિક ઉપાય વેદાદિ ધર્મગ્રંથોમાં વર્ણિત છે.

Leave a Comment