પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં ગભરાઈ જવાને બદલે સ્‍વયંસૂચના આપીને આત્‍મબળ વધારો !

વર્તમાનમાં ભારત સાથે જ અન્‍ય કેટલાક રાષ્‍ટ્રોમાં ‘કોરોના’ નામક ચેપી વિષાણુનો પ્રાદુર્ભાવ થયો છે. તેથી સર્વત્રનું જનજીવન ડામાડોળ થઈને સર્વસામાન્‍ય નાગરિકોમાં ભયપ્રદ વાતાવરણ નિર્માણ થયું છે. આવી પરિસ્‍થિતિમાં ‘નાનાં-નાનાં કારણોથી મન વિચલિત થવું, ચિંતા થવી, તેમજ બીક લાગીને અસ્‍વસ્‍થ થવું’ જેવા સ્‍વભાવદોષોનું પ્રગટીકરણ થવાની સંભાવના હોય છે. આ પ્રસંગોમાં યોગ્‍ય તે સ્‍વયંસૂચના આપવાથી પ્રાપ્‍ત પરિસ્‍થિતિમાંથી બહાર પડવામાં સહાયતા થાય છે. આ દૃષ્‍ટિએ મનોબળ વધારીને સ્‍થિર રહેવા માટે ‘અંતર્મનને કઈ સ્‍વયંસૂચના આપી શકાય ?’, આ બાબત આગળ જણાવી છે.

 

૧. મનમાંના વિવિધ અયોગ્‍ય વિચાર
અને તે ન્‍યૂન થવા માટે આપવાની સ્‍વયંસૂચના

૧ અ. અયોગ્‍ય વિચાર

વર્તમાન પ્રતિકૂળ પરિસ્‍થિતિ જોઈને મન અસ્‍વસ્‍થ થઈને દુઃખ થવું (પરિસ્થિતિનો સ્વીકાર ન કરવો).

૧ અ ૧. સ્‍વયંસૂચના

જે સમયે વર્તમાન ‘કોરોના’ને કારણે નિર્માણ થયેલી પ્રતિકૂળતા જોઈને હું દુઃખી થઈશ, તે સમયે ‘આ સર્વ ઈશ્‍વરેચ્‍છાથી થઈ રહ્યું છે અને આપત્‍કાળનો સામનો કરવા માટે ભગવાન સહુકોઈના મનની સિદ્ધતા (તૈયારી) કરાવી લઈ રહ્યા છે’, તેનું ભાન થઈને ‘ભગવાન મને આમાંથી શું શીખવી રહ્યા છે ?’, તેનું હું ચિંતન કરીશ.

૧ આ. અયોગ્‍ય વિચાર

‘આપત્‍કાલીન સ્‍થિતિમાં સાધનાના પ્રયત્ન કરવા કઠિન છે’, એવું લાગવું

૧ આ ૧. સ્‍વયંસૂચના

જે સમયે ‘આપત્‍કાલીન સ્‍થિતિમાં સાધનાના પ્રયત્ન કરવાનું કઠિન છે’, એવું મને લાગશે, તે સમયે ‘વર્તમાન સ્‍થિતિમાં પણ મનના સ્‍તર પરના સાધનાના સર્વ પ્રયત્નો (સ્‍વભાવદોષ અને અહં નિર્મૂલન, ભાવવૃદ્ધિના પ્રયત્ન ઇત્‍યાદિ) હું સહજ રીતે કરી શકું છું’, તેનું મને ભાન થશે અને સંપત્‍કાળ કરતાં આપત્‍કાળમાં સમયનું મૂલ્‍ય અનેક ગણું વધે છે તેમજ કરેલા પ્રયત્નોનું ફળ પણ કેટલાક ગણું મળે છે; તેથી હું સકારાત્‍મક રહીને પ્રયત્ન કરીશ.

૧ ઇ. અયોગ્‍ય વિચાર

‘આયુષ્‍યમાંના આટલા મહત્વના દિવસો હું ઘરમાં રહીને વેડફી રહ્યો/રહી છું’, એવા વિચાર આવવા

૧ ઇ ૧. સ્‍વયંસૂચના

જે સમયે મારા મનમાં ‘આયખાંના આટલા મહત્વના દિવસ હું ઘરે રહીને વેડફી રહ્યો/રહી છું’, એવા વિચાર આવશે, તે સમયે ‘વર્તમાન સ્‍થિતિમાં કોરોનાને કારણે ‘નાગરિકોએ ઘરે રહેવું’, એવો પ્રશાસને આદેશ દીધો હોવાથી તેનું તંતોતંત પાલન કરવું, એ મારી સાધના છે’, તેનું મને ભાન થશે અને ‘હું ઘેરબેઠાં વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધનાના કયા પ્રયત્નો કરી શકું ?’, આ વાત ઉત્તરદાયી સાધકોને પૂછી લઈશ.

૧ ઈ. અયોગ્‍ય વિચાર

‘મને ઘરે રહીને પુષ્‍કળ કંટાળો આવ્‍યો છે’, એવો વિચાર આવવો

૧ ઈ ૧. સ્‍વયંસૂચના

જે સમયે મારા મનમાં ‘ઘરે રહીને મને પુષ્‍કળ કંટાળો આવ્‍યો છે’, એવો વિચાર આવશે, તે સમયે ‘જો હું ઘરમાંનાં કામો સેવા તરીકે કરીશ, તો મારી સાધના થવાની છે, તેમજ ઘેરબેઠાં વ્‍યષ્‍ટિ સાધના (સ્‍વભાવદોષ-અહં નિર્મૂલન, ભાવવૃદ્ધિના પ્રયત્ન અને આધ્‍યાત્‍મિક ઉપાય) તેમજ બને તેટલી સમષ્‍ટિ સેવા કરવી શ્રી ગુરુદેવને અપેક્ષિત છે’, તેનું ભાન થઈને હું તેના માટે પ્રયત્ન કરીશ.

૧ ઉ. અયોગ્‍ય વિચાર

‘મને કોરોના વિષાણુનો ચેપ લાગશે તો હું મરી જઈશ’, એવી બીક લાગવી

૧ ઉ ૧. સ્‍વયંસૂચના

જે સમયે મારા મનમાં ‘મને કોરોના વિષાણુનો ચેપ લાગશે તો હું મરી જઈશ’, એવો વિચાર આવે, તે સમયે ‘પ્રત્‍યેકના મૃત્‍યુનો સમય ભગવાને નક્કી કરેલો હોય છે. તેથી કોરોનાને કારણે જ નહીં, જ્‍યારે માનવીનું કોઈપણ કારણસર ગમેત્‍યારે મૃત્‍યુ થઈ શકે છે’, તેનું મને ભાન થઈને હું માનવજન્‍મનું સાર્થક થવા માટે સાધના પર ધ્‍યાન કેંદ્રિત કરીશ.

૧ ઊ. અયોગ્‍ય વિચાર

‘આવી કઠિન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે આવશ્‍યક રહેલું મનોબળ મારામાં નથી’, એમ લાગીને  ચિંતા થવી

૧ ઊ ૧. સ્‍વયંસૂચના

જે સમયે ‘કઠિન પરિસ્‍થિતિનો સામનો કરવા માટે આવશ્‍યક રહેલું મનોબળ મારામાં નથી’, એમ લાગીને મને  ચિંતા થશે, તે સમયે ‘કૃપાળુ ભગવાન સારી અને નરસી એવી બન્‍ને પરિસ્‍થિતિઓમાં મારી સાથે છે. પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં મારે શું કરવું આવશ્‍યક છે ?’, તે સૂઝવીને ભગવાન જ મારું મનોબળ વધારવાના છે’, તેનું મને ભાન થઈને હું ભગવાન પર દૃઢ શ્રદ્ધા રાખીશ.

૧ એ. અયોગ્‍ય વિચાર

‘મને કોરોના વિષાણુનો ચેપ લાગશે’, આ વિચારથી બીક લાગવી

૧ એ ૧. સ્‍વયંસૂચના

જે સમયે મારા મનમાં ‘મને કોરોના વિષાણુનો ચેપ લાગશે’, આ વિચારથી બીક નિર્માણ થશે, તે સમયે ‘હું આવશ્‍યક તે સર્વ તકેદારી લઉં છું’, તેનું પોતાને સ્‍મરણ કરાવી આપીશ અને સમગ્ર દિવસમાં વધારેમાં વધારે નામજપ અને પ્રાર્થના કરીને હું સત્‌માં રહીશ.

૧ ઐ. અયોગ્‍ય વિચાર

ઔષધોપચાર કરવા છતાં પણ દીકરીની શરદી/તાવ ઓછો થતો ન હોવાથી તેની ચિંતા થવી

૧ ઐ ૧. સ્‍વયંસૂચના

જે સમયે દીકરીને ઘણાં દિવસોથી શરદી/તાવ હશે, તે સમયે ‘પ્રત્‍યેક સમયે શરદી/તાવ એ કાંઈ કોરોના વિષાણુને કારણે થતો નથી’, તેનું મને ભાન થશે અને હું ભગવાન પર શ્રદ્ધા રાખીને આધુનિક વૈદ્યે કહ્યા પ્રમાણે તેને ઔષધ આપીશ અને તેની સ્થિતિ વિશે સમય સમય પર તેમને જણાવીશ.

૧ ઓ. અયોગ્‍ય વિચાર

‘કોરોના વિષાણુના ચેપને કારણે મારા કુટુંબીજનો મને મળવા માટે પ્રવાસ કરી શકતા નથી’, તેની ચિંતા થવી

૧ ઓ ૧. સ્‍વયંસૂચના

જે સમયે ‘મારા કુટુંબીજનો મને મળવા માટે પ્રવાસ કરી શકતા નથી’, આ વિચારથી મને ચિંતા થતી હશે, ત્‍યારે ‘ચેપના કાળમાં સહુકોઈની સુરક્ષા માટે પ્રવાસ ન કરવો હિતાવહ છે. આ તાત્‍કાલિક સ્‍થિતિ છે’, તેનું મને ભાન થશે અને હું ‘મને અને કુટુંબીજનોને કોરોના વિષાણુનો ચેપ લાગે નહીં’, તે માટે સરકારી યંત્રણાએ સુરક્ષાની દૃષ્‍ટિએ આપેલી સૂચનાઓનું પાલન કરીને આરોગ્‍યની કાળજી લઈશ.

૧ ઔ. અયોગ્‍ય વિચાર

વર્તમાનમાં અવર-જવર પ્રતિબંધ છે અને સર્વ જીવન આવશ્‍યક વસ્‍તુઓ (દૂધ, અનાજ, ઔષધિઓ ઇત્‍યાદિ)ની અછત હોવાથી ‘મને તે મળશે ખરી ને ?’, તેની ચિંતા થવી

૧ ઔ ૧. સ્‍વયંસૂચના

જે સમયે ‘વર્તમાનમાં જીવન-આવશ્યક વસ્‍તુઓની અછત લાગતી હોવાથી મને તે વસ્‍તુઓ મળશે ખરી ને ?’, તેની ચિંતા થતી હશે, તે સમયે ‘ભારત સરકારે સર્વ નાગરિકોને આ વસ્‍તુઓ મળે’, તે માટે ઘરે ઘરે વિતરણ કરવાની વ્‍યવસ્‍થા કરી છે’, તેનું મને ભાન થશે. તેથી હું નિશ્‍ચિંત રહીને નામજપ અને પ્રાર્થના પર ધ્યાન કેંદ્રિત કરીશ.

 

૨. સ્‍વયંસૂચના આપવાની પદ્ધતિ

તમારા મનમાં ઉપર જણાવેલામાંથી જે અયોગ્‍ય વિચારો માટે તણાવ અથવા ચિંતા હશે, તે વિચારો માટે ૧૫ દિવસ અથવા વિચાર ઓછા થાય ત્‍યાં સુધી સંબંધિત સ્‍વયંસૂચના આપવી. આ સ્‍વયંસૂચનાઓના સમગ્ર દિવસ દરમ્‍યાન ૫ સત્ર કરવા. એક સત્ર સમયે ૫ વાર એક સ્‍વયંસૂચના અંતર્મનને આપવી.

 

૩. મન એકાગ્ર કરીને સ્‍વયંસૂચના
સત્ર કરો અને ઓછા સમયગાળામાં મનમાંના
અયોગ્‍ય વિચાર ઓછા થયા હોવાનો અનુભવ લો !

મન એકાગ્ર કરીને સ્‍વયંસૂચનાનાં સત્ર કરવાથી સૂચનાઓનો અંતર્મન પર સંસ્‍કાર થઈને ‘મનમાંનો તણાવ અથવા ચિંતાના વિચાર ઓછા સમયગાળામાં ઓછા થાય છે’, એવું ઘણા લોકોએ અનુભવ્‍યું છે. તેથી મન એકાગ્ર કરીને સ્‍વયંસૂચના સત્ર કરવા. મનમાં આવનારા નિરર્થક વિચારોને કારણે સત્ર જો એકાગ્રતાથી થતાં ન હોય તો મોટા અવાજમાં (હોઠ હલાવતા હલાવતા) સ્‍વયંસૂચના સત્ર કરી શકાય અથવા કાગળ પર લખેલી સ્‍વયંસૂચનાઓ વાંચી શકાય છે. તેથી વિચારો ભણી ધ્‍યાન જવાને બદલે તે આપમેળે જ ઓછા થશે અને સ્‍વયંસૂચનાનું સત્ર પરિણામકારક રીતે થશે. મોટા અવાજમાં સત્ર કરતી વેળાએ ‘અન્‍યોને અડચણ આવે નહીં’, તેનું ધ્‍યાન રાખવું.

ઉપર જણાવ્‍યા પ્રમાણે અન્‍ય કયા વિચારોને કારણે તાણ-તણાવ, ચિંતા ઇત્‍યાદિ નિર્માણ થતા હોય, તો તે માટે પણ સ્‍વયંસૂચના લઈ શકાય છે.

(મનની સમસ્‍યાઓ દૂર કરવા માટે ‘મનને યોગ્‍ય સ્‍વયંસૂચના આપવી’, આ સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયાનો એક ભાગ છે. સંપૂર્ણ સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા વિશેની જાણકારી સનાતનની ગ્રંથમાળા ‘સ્‍વભાવદોષ અને અહં નિર્મૂલન (૭ ખંડ)’ આ ગ્રંથમાં આપી છે.)

‘વર્તમાન પ્રતિકૂળ પરિસ્‍થિતિમાં ભગવાન જ આપણું રક્ષણ કરવાના છે’, એવી શ્રદ્ધા રાખીને સાધના વધારો !’

(સદ્‌ગુરુ) સૌ. બિંદા સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૭.૩.૨૦૨૦)

 

૪. આપત્‍કાલીન સ્‍થિતિને કારણે
ચિંતા, તણાવ ઇત્‍યાદિને લીધે મન અસ્‍વસ્‍થ
થતું હોય તો આગળ જણાવેલી સૂચના આપો !

૪ અ. સ્‍વયંસૂચના આપવાનું મનને
સ્‍મરણ કરાવી આપવા માટે આપવાની સ્‍વયંસૂચના

જે સમયે વર્તમાનસ્‍થિતિ જોઈને મારું મન અસ્‍વસ્‍થ થશે / મને ચિંતા થશે, તે સમયે ‘હું આ વિષય પર યોગ્‍ય સ્‍વયંસૂચના આપીશ તો મને વિચારો પર વહેલા માત કરવાનું ફાવશે’, તેનું ભાન થઈને હું આશ્‍વસ્‍ત થઈને મનને સંબંધિત સ્‍વયંસૂચના આપીશ.

૪ આ. મનનો ઉત્‍સાહ અને સકારાત્‍મકતા
વધારવા માટે નીચે આપેલી સૂચના આપી શકાય !

‘પરાત્‍પર ગુરુદેવે થોડા વર્ષો પહેલાં જ સંભાવ્‍ય આપત્‍કાળ વિશે સહુકોઈને સૂચિત કર્યા અને તેના પરના પરિણામકારક ઉપાય પણ કહ્યા. આવા દૃષ્‍ટા અને સર્વજ્ઞ એવા ગુરુદેવના માર્ગદર્શનનો મને લાભ થઈ રહ્યો હોવાથી હું અત્‍યંત ભાગ્‍યશાળી છું. ગુરુદેવને અપેક્ષિત એવી સાધના કરવા માટે હું તાલાવેલીથી પ્રયત્ન કરીશ.’

આ સૂચના આપવાથી ગુરુદેવ પ્રત્‍યે કૃતજ્ઞતાભાવ નિર્માણ થવાથી સાધનાના પ્રયત્નો વધુ ઉત્‍સાહથી થશે.

મન અસ્‍વસ્‍થ હોવાથી અન્‍ય પ્રયત્નો કરવાનું જો બની ન શકે તો ઉપર જણાવેલી ૧ અને ૨ ક્રમાંકની સૂચનાઓ પ્રત્‍યેક વેળાએ ૫ વાર આપવી આવશ્‍યક છે.

૪ ઇ. ભગવાન પરની શ્રદ્ધા
વધારવા માટે નીચે જણાવેલી સૂચના વાંચો !

જો ભગવાન પર શ્રદ્ધા હોય, તો કોઈપણ સંકટમાંથી તરી જવાનું બળ મળે છે. શ્રદ્ધા વધારવા માટે નીચે જણાવેલી અંતર્મનને સ્‍વીકાર થાય તેવી ચુનંદા સૂચનાઓ પ્રતિદિન ૩ વાર વાંચવી. જો બધી જ સૂચનાઓ અંતર્મનને સ્‍વીકાર્ય હોય, તો સમગ્ર દિવસમાં ૩ વાર (પ્રત્‍યેક સમયે નીચે જણાવેલામાંથી કોઈપણ ૨ સૂચનાઓ આ રીતે) વાંચી શકાશે.

૪ ઇ ૧. આપત્‍કાળમાંથી તરી જવા માટે એકમાત્ર ઉપાય એટલે ‘ભગવાન પરની શ્રદ્ધા’ ! શ્રદ્ધાથી જ ભગવાનનું અભેદ્ય સુરક્ષાકવચ આપણા ફરતે નિર્માણ થાય છે.

૪ ઇ ૨. ‘ભગવાન કરે છે, તે સારા માટે જ’, આ ભગવાનના વચન પર મારી પૂર્ણ શ્રદ્ધા છે.

૪ ઇ ૩. ગુરુએ જો શિષ્યને પોતાનો કર્યો, તો તેને કોઈપણ જન્‍મમાં કદીપણ પારકો ગણતા નથી. ગુરુની આવી મહતી છે અને મને પરાત્‍પર ગુરુદેવના માર્ગદર્શન અનુસાર સાધના કરવાની તક મળી છે. તેથી મારે નિશ્‍ચિંત રહીને સાધના કરવી જોઈએ.

૪ ઇ ૪. મેં સાધના કરી છે તેથી હજી સુધી શ્રી ગુરુદેવે મને અને મારા કુટુંબીજનોને સર્વ સંકટોમાંથી સુરક્ષિત છોડાવ્‍યાની અનુભૂતિ મને થઈ છે.

૪ ઇ ૫. સનાતનના સર્વ સાધકો શ્રી ગુરુદેવની છત્રછાયા હેઠળ સાધના કરી રહ્યા છે. આ બ્રહ્માંડમાંનું સૌથી સુરક્ષિત સ્‍થાન છે. પ્રત્‍યેકની ફરતે ગુરુદેવની કૃપાનું / ચૈતન્‍યનું સુરક્ષા કવચ છે. તેથી સૂક્ષ્માતીસૂક્ષ્મ વિષાણુઓ સાધકોને સ્‍પર્શ પણ કરી શકવાના નથી.

૪ ઇ ૬. ભક્ત પ્રહ્‌લાદ જેવી અઢળ શ્રદ્ધા મારા અંતરમાં નિર્માણ થવાથી બાહ્ય પરિસ્‍થિતિ ભલે ગમે તેટલી પ્રતિકૂળ હોય, તો પણ મારા અંતર્મન પર તેનું કાંઈપણ પરિણામ થવાનું નથી. મારું મન આનંદી, સ્‍થિર અને ભગવાનના અનુસંધાનમાં રહેશે.

 સદ્‌ગુરુ (સૌ.) બિંદા સિંગબાળ

Leave a Comment