આયુર્વેદ – અનાદિ અને સ્‍થાયી માનવી જીવનનું શાસ્‍ત્ર

આયુર્વેદ એટલે આયુષ્‍યનો વેદ અથવા માનવી જીવનનું શાસ્‍ત્ર. તેમાં શારીરિક, માનસિક, સામાજિક અને આધ્‍યાત્‍મિક સ્‍વાસ્‍થ્‍ય કેવી રીતે જાળવવું જોઈએ એનું માર્ગદર્શન કરેલું છે. આયુષ્‍ય માટે કલ્‍યાણકારી અને હાનિકારક આહાર, વિહાર અને ચાલચલનનું વિવેચન કરવામાં આવેલું છે. માનવી જીવનનું ધ્‍યેય અને સાચું સુખ શેમાં છે એનો પણ વિચાર કરેલો છે. તેવી જ રીતે રોગોનાં કારણો, લક્ષણો, ઉપચાર અને રોગ થાય નહીં તે માટે ઉપાય આપેલા છે. આ જ જીવનમાં નહીં, જ્‍યારે આગળના જન્‍મોમાં પણ સર્વાંગીણ ઉન્‍નતિ કરીને માનવી જીવનનું અંતિમ ધ્‍યેય, દુઃખમાંથી કાયમની મુક્તિ તથા સચ્‍ચિદાનંદ સ્‍વરૂપની સતત અનુભૂતિ  કેવી રીતે સાધ્‍ય કરવી એનું પણ માર્ગદર્શન આયુર્વેદમાં કરવામાં આવ્‍યું છે. ટૂંકમાં કહેવાનું કે માનવી જીવનનો સંપૂર્ણતાથી વિચાર કરનારું અને યશસ્વી, પુણ્‍યમય, લાંબુ આરોગ્‍યસંપન્‍ન જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગદર્શન કરનારું શાસ્‍ત્ર એટલે આયુર્વેદ.

આયુર્વેદ નિત્‍ય, અનાદિ, સ્‍થાયી અને નિરંતર ગતિશીલ એવું શાસ્‍ત્ર છે.

न चैव हि अस्‍ति सुतराम् आयुर्वेदस्‍य पारम्

(ચરકસંહિતા વિમાનસ્‍થાન, અધ્‍યાય ૮, શ્‍લોક ૧૪)

એટલે આયુર્વેદને જ્ઞાનની સીમા નથી. સતત વૃદ્ધિંગત થતાં જવું એ આયુર્વેદનો જાણે સ્‍વભાવ જ છે.

सोऽयमायुर्वेदः शाश्‍वतो निर्दिश्‍यते अनादित्‍वात् स्‍वभावसंसिद्ध-लक्षणत्‍वात्

(ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૩૦, શ્‍લોક ૨૫)

એટલે આયુર્વેદ એ અનાદિ અને સ્‍વયં-સિદ્ધ હોવાથી સ્‍થાયી છે. આયુર્વેદ એટલે આયુષ્‍યનો વેદ, આયુષ્‍યનું જ્ઞાન. જે જે શાસ્‍ત્રમાં માનવી જીવન અને આરોગ્‍ય માટે ઉપયોગી એવી માહિતી હશે, તે શાસ્‍ત્ર આયુર્વેદમાં જ અંતર્ભૂત થાય છે. એવું પ્રત્‍યેક શાસ્‍ત્ર એ આયુર્વેદનો અવિભાજ્‍ય વિભાગ છે, એવો અગાઉના ઋષિમુનિઓનો આયુર્વેદ માટેનો વિશાળ દૃષ્‍ટિકોણ હતો. આવા દૃષ્‍ટિકોણમાંથી વિચાર કરવામાં આવે તો હોમિયોપેથી, એક્યુપંચર, આધુનિક વૈદકશાસ્‍ત્ર, ઇલેક્‍ટ્રોથેરપી, નેચરોપેથી, મેગ્‍નેટોથેરેપી ઇત્‍યાદિ શાસ્‍ત્રો આયુર્વેદમાંજ અંતર્ભૂત છે, એવું ધ્‍યાનમાં આવશે. બહુ બહુ તો તેઓને આયુર્વેદની શાખાઓ કહી શકાશે. આયુર્વેદના વિશાળ વૃક્ષ નીચે પ્રત્‍યેક શાખાએ પોતપોતાની વિશિષ્‍ટતાઓ અવશ્‍ય ટકાવી રાખીને પોતપોતાના શાખાની વૃદ્ધિ કરવી. આ અથાગ આયુર્વેદનું અધ્‍યયન કરવા માટે તેના મૂળતત્વોનું અધ્‍યયન કરવું આવશ્‍યક છે.

 ‘न अनौषधं जगति किंचित् द्रव्‍यम् उपलभ्‍यते ’ (ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૨૬, શ્‍લોક ૧૨)

એટલે ‘વિશ્‍વમાં એકપણ દ્રવ્‍ય એવું નથી કે, જેનો દવા તરીકે ઉપયોગ ન કરી શકાય’ એવું આયુર્વેદે કહ્યું છે. આયુર્વેદે વનસ્‍પતિના ગુણોનું વર્ણન તેના માનવી શરીર પર થનારા પરિણામો પરથી કર્યું છે, ઉદા. પીંપળી (એક દવા તરીકે ઉપયોગમાં લેવાતું ફળ) ગરમ છે, જ્‍યારે આમળાં ઠંડા છે. આનો અર્થ પીંપળીનું ઉષ્‍ણતામાન વધારે છે અને આમળાનું ઓછું છે, એવો નથી. તેમનો સ્‍પર્શ ઉષ્‍ણ અથવા શીત નથી. ગરમ દ્રવ્‍યો પેશીમાં પાચનક્રિયા વધારે છે, જ્‍યારે ઠંડા દ્રવ્‍યો શરીરની પાચનક્રિયા ઓછી કરે છે. ગરમ દ્રવ્‍યો થકી શરીરની નળીઓ પહોળી થાય છે, જ્‍યારે ઠંડા દ્રવ્‍યોથી નળીઓ સંકોચાઈ જાય છે. આયુર્વેદે મીઠું, ખાટું, ખારું, તીખું, કડવું અને તુરા સ્‍વાદ ધરાવતા અન્‍નનો અને દ્રવ્‍યોનો દોષ, ધાતુ અને મળ ઇત્‍યાદિ પર કેવું પરિણામ થાય છે, એનું યથાર્થ વર્ણન કર્યું છે.

આયુર્વેદમાં કહેવામાં આવેલી ઘણી વનસ્‍પતિઓ ગામડામાં પણ મળે છે; તેથી હંમેશાં મળનારી વનસ્‍પતિઓનો રોગ દૂર કરવા માટે અને આરોગ્‍યસંપન્‍ન જીવન જીવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો, એની માહિતી આયુર્વેદમાં મળશે.

ચરક સુશ્રુતાઓના સમયગાળામાં વનસ્‍પતિઓના અવયવોનો દવા તરીકે ઉપયોગ થતો હતો. ઘણીખરી વનસ્‍પતિઓના સંસ્‍કૃત નામ તેમના ગુણ અને કાર્ય દર્શાવે છે, ઉદા. કુષ્‍ઠ વનસ્‍પતિ કોઢ જેવા રોગ પર ઉપયોગી પડે છે. બ્રાહ્મી બ્રાહ્મણને બુદ્ધિ માટે ઉપયોગી, અશ્‍વગંધા ઘોડા જેવો વાસ આવનારી. અશ્‍વ ઘોડો એ પુરુષત્‍વનું પ્રતીક છે; તેથી પુરુષોની જનનેંદ્રિયો માટે બળદાયી પુરવાર થનારી વનસ્‍પતિ છે.

સુવાદાણાને સંસ્‍કૃતમાં શતપુષ્‍પા કહે છે. પુષ્‍પ એટલે ફૂલ. આ વનસ્‍પતિ સ્‍ત્રીઓની પુષ્‍પેંદ્રિયો પર અર્થાત્ જનનેંદ્રિયો પર કામ કરનારી છે. મેદા અને મહામેદાને કારણે શરીરમાંની મેદ ધાતુ વધે છે અને વજન વધવામાં સહાયતા થાય છે.

 

 ૧. હિંદુ ધર્મની અદ્વિતીય દેણગી રહેલા આયુર્વેદનું મહત્વ

‘આયુર્વેદ એ જીવને કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર યમ-નિયમ બંધનોનું આચરણ શીખવીને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિમાં સહાયતા કરનારી ઉપાસના પદ્ધતિ જ છે. તેથી પ્રારબ્‍ધને કારણે માંદગી હોય, તો પણ આયુર્વેદમાં કહ્યા પ્રમાણે આચરણ કરવાથી જીવને તે ભોગવવાનું સરળ થઈને અનિષ્‍ટ  શક્તિઓનો ત્રાસ થયા વિના આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવી શક્ય થાય છે.

 

૨. આયુર્વેદ ચિકિત્‍સા પદ્ધતિ એ સાધના પદ્ધતિનો એક પ્રકાર હોવો

‘સર્વોચ્‍ચ સુખ એટલે જ આનંદ એ સાધના થકી જ મળી શકે છે,’ આ સત્‍ય પ્રાચીન ઋષિમુનિઓને જ્ઞાત હોવાથી તેમણે સાધનાના દૃષ્‍ટિકોણથી વિવિધ પદ્ધતિઓ અને શાસ્‍ત્ર નિર્માણ કર્યા. આયુર્વેદ ઉપાય પદ્ધતિ પણ એને અપવાદ નથી. તેથી સર્વસામાન્‍ય ઉપાસનાપદ્ધતિમાં અંતર્ભૂત રહેનારી ગુણ વિશેષતાઓ આયુર્વેદમાં પણ મળી આવે છે. આનું વિશ્‍લેષણ નીચે આપેલું છે.

૨ અ. આયુર્વેદ દ્વારા કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર માર્ગદર્શન કરવામાં આવવું

આયુર્વેદમાં જીવને કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર કરવાનું આચરણ અને પરેજી પાળવા વિષે માર્ગદર્શન કરવામાં આવે છે, ઉદા. કઈ ઋતુમાં મુખત્‍વે કરીને કયો અન્‍નપદાર્થ અને કેટલા પ્રમાણમા ગ્રહણ કરવો, વૃદ્ધાવસ્‍થાની દ્રષ્‍ટિએ કઈ કાળજી લેવી ઇત્‍યાદિ. આ રીતે જીવ કાળ અનુસાર અને પ્રકૃતિ અનુસાર વર્તન કરતો હોવાથી તેને આવશ્‍યક શક્તિ મળીને તેની સાધના શારીરિક, માનસિક અને અન્‍ય માંદગીઓને સાજા કરવા માટે વપરાઈ જવાને બદલે તે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે વપરાય છે.

૨ આ. આયુર્વેદમાંના યમ-નિયમોનું પાલન કરવાથી જીવનો મનોલય થવા માટે સહાયતા થવી

આયુર્વેદમાં ઔષધોપચારની સાથે પરેજી પાલન કરવાને સહુથી વધારે મહત્વ આપવામાં આવે છે. તેથી જીવને દવાઓની સાથે વિવિધ યમ-નિયમોનું પાલન કરવું પડે છે. દવાઓના સંદર્ભને લગતા યમ-નિયમોનું પાલન થવાથી જીવનું મન-અનુસાર વર્તવાનું ઘટી જઈને કેટલાક પ્રમાણમાં મનોલય થવા માટે સહાયતા થાય છે.

૨ ઇ. શારીરિક સ્‍તર સાથે માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પરના ત્રાસ ઘટાડવા માટે સહાયતા કરવી

પ્રાચીન કાળના વૈદ્યોમાં જીવને થનારા રોગોનું મૂળ કારણ જ્ઞાત કરવાની ક્ષમતા રહેતી. તેથી તેઓ જીવને વિવિધ મંત્રોથી યુક્ત એવી દવા આપતા. જેથી જીવને શારીરિક સાથે-સાથે માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પર થઈ રહેલા ત્રાસ ઓછા થવા માટે સહાયતા થતી. તેવી જ રીતે કઈ ક્રિયા કરવાથી મનને ત્રાસ થઈ શકે છે તે નહીં કરવાના સંદર્ભમાં પણ આયુર્વેદમાં માર્ગદર્શન આપેલું છે, ઉદા. કઈ ઋતુમાં સંભોગ કરવો અને ક્યારે કરવો ન જોઈએ ? ઇત્‍યાદિ. ટૂંકમાં આયુર્વેદિક ઉપચાર પદ્ધતિને કારણે શારીરિક સ્‍તરની સાથે-સાથે માનસિક અને આધ્‍યાત્‍મિક સ્‍તર પરના ત્રાસ ઓછા થાય છે.

૨ ઇ. શરીરમાં ઘટી ગયેલું તત્વ મેળવી આપનારી સાધનાનું માર્ગદર્શન કરવું

અનેક યોગમાર્ગ ઈશ્‍વર સાથે એકરૂપ થવા માટે આવશ્‍યક તત્વ મેળવી આપનારી સાધના કહે છે  તેવું જ કાર્ય કેટલાક પ્રમાણમાં આયુર્વેદ પણ કરે છે. પંચતત્વ એ ઈશ્‍વરની પરાશક્તિ છે. જીવમાં રહેલા પંચતત્વોના સમીકરણમાં પરિવર્તન થયા પછી જીવના કફ, વાયુ અને પિત્તમાં વધારો થઈને તેને વિવિધ રોગ થાય છે. આયુર્વેદ આ ત્રણેયનો સમતોલ સાધ્‍ય કરવાનું શીખવે છે, એટલે જ કે પંચતત્વોમાંથી ઘટાડો થયો હોય તે તત્વ ની વૃદ્ધિ કરે છે. તેવી જ રીતે આયુર્વેદના અષ્‍ટતંત્ર માં ‘ભૂતવિદ્યા’ એક તંત્ર છે. આ તંત્રમાં દેવ અને ગ્રહ આદિને કારણે નિર્માણ થયેલા વિકાર, એટલે જ કે દૈવી શક્તિ ઘટી જવાને કારણે નિર્માણ થયેલા વિકાર અને તેમના પરના ઉપચારોનો સમાવેશ થાય છે.

 

૩. પ્રારબ્‍ધને કારણે રોગ થતાં હોવા
છતાં પણ આયુર્વેદ નિર્માણ કરવાનું કારણ

જીવને થયેલા સર્વ રોગ એ પ્રારબ્‍ધને કારણે નહીં પણ કેટલાક રોગ અયોગ્‍ય ક્રિયમાણને કારણે પણ થતાં હોય છે. પ્રારબ્‍ધ અને ક્રિયમાણ આ બન્‍નેને કારણે નિર્માણ થયેલા રોગ યોગ્‍ય રીતે ભોગવીને પૂર્ણ કરવા માટે ઈશ્‍વરે આયુર્વેદનું જ્ઞાન સમષ્‍ટિને આપ્‍યું છે.

 

૪. પ્રારબ્‍ધને કારણે થયેલા
રોગો પર આયુર્વેદ ઉપચાર પદ્ધતિનો લાભ

શ્રી. નિષાદ દેશમુખ

૪ અ. આયુર્વેદની ઉપચાર પદ્ધતિને કારણે જીવની સાધનાની હાનિ ન થવી

જીવ રોગગ્રસ્‍ત થયા પછી તેના દેહમાં કાર્યરત રહેલી પ્રાણશક્તિ પ્રથમ રોગ અલ્‍પ કરવા માટે કાર્યરત થાય છે. રોગના જંતુ પ્રભાવશાળી હોય તો પ્રાણશક્તિને તેઓનો પરાજય કરવાનું સાધ્‍ય ન થવાથી રોગમાં વધારો થાય છે.  રુગ્‍ણ સાધના કરનારો હોય તો તેની મન:શક્તિ જાગૃત હોય છે. અધિકાંશ રોગીઓ દ્વારા માંદગીને કારણે નિર્માણ થયેલી સ્‍થિતિ સ્‍વીકાર થતી નથી અને પ્રારબ્‍ધ ભોગવીને પૂર્ણ કરવું સાધનાની દ્રષ્‍ટિએ અધિક યોગ્‍ય છે એનું તેઓને જ્ઞાન હોતું નથી. તેથી મંદ પ્રારબ્‍ધને કારણે નિર્માણ થયેલા રોગ તેઓ મન:શક્તિના બળ પર દૂર કરે છે. આ કારણસર તેઓની પાસે પ્રત્‍યેક જન્‍મમાં રહેલી સાધનારૂપી શક્તિ ખર્ચ થાય છે. આવી રીતે રોગ ઇત્‍યાદિ કારણો માટે સાધના ખર્ચ કરવાથી જીવની આધ્‍યાત્‍મિક પ્રગતિ થતી નથી અને ઘણીવાર આધ્‍યાત્‍મિક અધોગતિ પણ થાય છે. ૭૧ ટકા આધ્‍યાત્‍મિક સ્‍તરથી આગળ ‘વિકાર પ્રારબ્‍ધને કારણે થયેલો છે કે ક્રિયામાણને કારણે’ એ સહજ સમજાય છે.

તેમજ તે સ્‍તર પર જીવનો મનોલય થયેલો હોવાથી અને તે રોગ ભણી સાક્ષીભાવથી જોતો હોવાથી તેના મનમાં પ્રારબ્‍ધને કારણે થયેલા રોગથી સાજા થવાનો વિચાર આવતો નથી. ૭૧ ટકાથી ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવતા જીવોને રોગ થયા પછી તેમની સાધનાની હાનિ થાય નહીં, એ માટે આયુર્વેદની યોજના થઈ છે. આયુર્વેદ એ સાધના પદ્ધતિનો એક પ્રકાર હોવાથી તેનું પાલન કરવાથી નિર્માણ થનારી શક્તિ રોગ અલ્‍પ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને જીવ કરી રહેલી સાધના રોગ મટાડવા માટે ઉપયોગમાં લેવાને બદલે જીવની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે ઉપયોગમાં લેવાય છે. આ કારણે આયુર્વેદ ઉપચાર પદ્ધતિથી મંદ પ્રારબ્‍ધ થકી થયેલા રોગ મટી જાય છે, મધ્‍યમ પ્રારબ્‍ધને કારણે થયેલા રોગોની આંચ ઓછી થાય છે, જ્‍યારે તીવ્ર પ્રારબ્‍ધને કારણે નિર્માણ થયેલા રોગ ભોગવવાની શક્તિ મળવાથી સાધનાની હાનિ થતી નથી.

૪ આ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિને કારણે જીવ પર
અનિષ્‍ટ શક્તિઓનું (સૂક્ષ્મમાંથી) આક્રમણ અલ્‍પ પ્રમાણમા થવું

જીવ માંદો પડ્યા પછી તેના રજ-તમ ગુણોમાં વૃદ્ધિ થાય છે, તેમજ અનિષ્‍ટ શક્તિઓનો પ્રતિકાર કરવાની શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક ક્ષમતા ઘટી જાય છે. આનો લાભ ઉઠાવીને અનિષ્‍ટ શક્તિ જીવ પર આક્રમણ કરીને તેના પર નિયંત્રણ મેળવે છે અને ત્‍યાર પછીના અનેક વર્ષો સુધી તેને ત્રાસ આપતી રહે છે. મૃત્‍યુ સમયે પણ જીવની સ્‍થિતિ દુર્બળ થયેલી હોય છે. વર્તમાન આધુનિક ચિકિત્‍સા અને તંત્રજ્ઞાન પદ્ધતિને કારણે જીવની પ્રાણશક્તિ અધિક પ્રમાણમાં અવનત થાય છે. પ્રાણશક્તિ અધિક પ્રમાણમાં અવનત થયા પછી દેહમાં વિવિધ બિનઉપયોગી વાયુઓનું નિર્માણ થઈને પ્રાણશક્તિનું પ્રમાણ ઘટી જઈને પ્રાણશક્તિવહન સંસ્‍થામાં વિવિધ અડચણો નિર્માણ થાય છે.

તેથી લિંગદેહને પ્રાણ ત્‍યજી દેવાનું કઠિણ થાય છે, તેમજ અનિષ્‍ટ શક્તિઓને લિંગદેહ પર નિયંત્રણ મેળવીને તેને લાખો વર્ષો સુધી દાસ બનાવી રાખવાનું સાધ્‍ય થાય છે. આથી ઊલટું આયુર્વેદ ચિકિત્‍સા થકી જીવની પ્રાણશક્તિ વધારે પ્રમાણમા ઊર્ધ્‍વગામી થાય છે. પ્રાણશક્તિ ઊર્ધ્‍વગામી થયા પછી પ્રાણશક્તિવહન સંસ્‍થામાં પ્રાણશક્તિનો પ્રવાહ કાર્યરત રહેવાથી અડચણો નિર્માણ થતી નથી. તેથી મૃત્‍યુ સમયે પ્રાણશક્તિના બળ પર લિંગદેહને દેહ ત્‍યજી દેવાનું સરળ થઈને તેનું અનિષ્‍ટ શક્તિઓથી રક્ષણ પણ થાય છે.

૪ ઇ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિને કારણે જીવની
દેહબુદ્ધિ અલ્‍પ થવાને કારણે આગળની ગતિ સરળતાથી મળી શકવી

વર્તમાન આધુનિક ચિકિત્‍સા અને તંત્રજ્ઞાન પદ્ધતિને કારણે જીવનો દેહભાવ જાગૃત રહે છે. આથી મૃત્‍યુ સમયે દેહ અને તેની સાથે સંબંધિત આસક્તિઓનો ત્‍યાગ કરવાનું કઠિન થઈ પડે છે. આથી ઊલટું આયુર્વેદિક ઉપચાર પદ્ધતિમાં અંતર્ભૂત પ્રાર્થના, મંત્ર, પરેજી, જેવી ઉપચાર પદ્ધતિઓનું જીવના મન પર પરિણામ થઈને તે ઈશ્‍વરી અનુસંધાનમાં રત થતો હોવાથી જીવને ‘હું અને દેહ જુદા’ એ ભાવ નિર્માણ થઈને દેહબુદ્ધિ અલ્‍પ થવામાં સહાયતા થાય છે. આથી જીવને મૃત્‍યુ સમયે દેહમાં અટવાઈ જવાને બદલે આગળની ગતિ મળવી સરળતાથી સાધ્‍ય થાય છે.

૪ ઈ. આયુર્વેદ ઉપચાર પદ્ધતિને કારણે
જીવની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવામાં સહાયતા થવી

આયુર્વેદ ઉપચારપદ્ધતિને કારણે રોગગ્રસ્‍ત ભાગમાં પણ પ્રાણશક્તિ કાર્યરત થતી હોય છે. તેથી પ્રારબ્‍ધ થકી દેહ ભલે માંદગી ભોગવતો હોય, તો પણ અનિષ્‍ટ શક્તિઓ રોગગ્રસ્‍ત ભાગ પર આક્રમણ કરીને ત્‍યાં સ્‍થાન નિર્માણ કરી શકતી નથી. આયુર્વેદિક ઉપચારપદ્ધતિને કારણે દેહમાં પ્રાણશક્તિનું આવશ્‍યક તે પ્રમાણમાં ઊર્ધ્‍વ અને અધો એમ બન્‍ને રીતે સંચારણ થતું હોય છે. ઊર્ધ્‍વગામી પ્રાણશક્તિના પ્રવાહ થકી કુંડલિનીચક્રો સંવેદનશીલ થાય છે. આ કારણથી જીવ માંદો હોવા છતાં પણ તે કરી રહેલી સાધનાની અસર સંબંધિત કુંડલિનીચક્ર પર થવાથી તે ચક્રની જાગૃતિ થઈને જીવને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરવાનું સાધ્‍ય થાય છે. આ સાથે અધોગામી પ્રાણશક્તિના પ્રવાહને કારણે વિવિધ વાયુઓનું નિર્માણ થઈને દેહનું કાર્ય સરળતાથી ચાલવામાં સહાયતા થાય છે.  ટૂંકમાં આયુર્વેદ ઉપચારપદ્ધતિને કારણે જીવની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવામાં સહાયતા થાય છે.

૪ ઉ. નિષ્‍કર્ષ

માંદગી સ્‍વરૂપ ખડતર પ્રારબ્‍ધમાં પણ જીવને શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક એમ ત્રણેય સ્‍તર પર આધાર મળી રહીને તેની સાધનાનો વ્‍યય થવાને બદલે તેને માંદગીમાં પણ સાધના કરીને આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરી શકાય તે માટે ઈશ્‍વરે આયુર્વેદનું જ્ઞાન સમષ્‍ટિને આપેલું છે.’

– શ્રી. નિષાદ દેશમુખ (સૂક્ષ્મમાંથી પ્રાપ્‍ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૨.૮.૨૦૧૮, સવારે ૧૨.૫૧)

 

૫. વિકાર પ્રારબ્‍ધને કારણે ભલે નિર્માણ થતાં
હોય તો પણ આયુર્વેદ શા માટે કહેવામાં આવ્‍યો છે ?

વૈદ્ય મેઘરાજ પરાડકર

૧. ‘અધર્મ એજ સર્વ વિકારોનું મૂળ કારણ છે. ‘સત્‍યયુગમાં ધર્મ તેના સત્‍ય, શૌચ, તપ અને દાન એમ ચારેય પગ પર ઊભો હતો. તે વખતે કોઈપણ વિકાર ન હતો. ત્રેતાયુગમાં ધર્મનું સત્‍ય આ એક ચરણ ઓછું થયું. તેથી અધર્મને કારણે વિકારોનો ઉદગમ થયો. વિકારોને કારણે ઋષિઓની સાધનામાં અડચણ નિર્માણ થવા લાગી. આ અડચણ દૂર કરીને સાધના સારી રીતે કરી શકાય, એ માટે ભરદ્વાજ ઋષિએ ઇન્‍દ્ર પાસેથી આયુર્વેદ શીખી લઈને તે અન્‍ય ઋષિઓને શીખવ્‍યો.’ (સંદર્ભ : ચરકસંહિતા, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૧) તેથી સાધનામાં રહેલી દોષરૂપી અડચણો દૂર કરવા માટે જ આયુર્વેદ પૃથ્‍વી પર અવતર્યો છે.

૨. પ્રારબ્‍ધ ભોગવવું જ પડે છે; પણ સાધના થકી તેની તીવ્રતા અલ્‍પ કરી શકાય છે.  તે માટે આયુર્વેદમાં ‘દૈવવ્‍યપાશ્રય ચિકિત્‍સા’ કહેલી છે. ‘દૈવવ્‍યપાશ્રય ચિકિત્‍સા’ એટલે ‘નામજપ, મંત્ર, નિયમ, પ્રાયશ્‍ચિત્ત, યજ્ઞ, શાંતિ ઇત્‍યાદિ સાધના.’

૩. બધાજ વિકાર પ્રારબ્‍ધ થકી નથી હોતા. કેટલાક દોષ ક્રિયામણ થકી પણ થાય છે. આ દોષ યોગ્‍ય ક્રિયામાણથી ટાળી શકાય અથવા થયેલા દોષ મટી શકે, એ માટે આયુર્વેદ છે.

૪. આ જન્‍મમાંનું ક્રિયમાણ એટલે ત્‍યારપછીના જન્‍મમાંનું પ્રારબ્‍ધ. તેથી આ જન્‍મમાં ક્રિયમાણ કરવામાં ભૂલ કરવી નહીં અને આગળના જન્‍મમાં પ્રારબ્‍ધની આંચ સહેવી ન પડે, એ માટે આયુર્વેદ અનુસાર આચરણ કરવું.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૨.૮.૨૦૧૮)

 

૬. માંદગીનું મૂળ કારણ શોધીને તેના પર ઉપચાર કહેનારો આયુર્વેદ !

આધુનિક વૈદ્યકીયશાસ્‍ત્ર આયુર્વેદ
૧. દવાઓનું પરિણામ દવાઓ રસાયણિક અને કૃત્રિમ હોવાથી વધારે સમય સુધી તેમનો ઉપભોગ લેતા રહીએ, તો શરીરના અવયવો નિરુપયોગી થવા. આયુર્વેદમાં ઉપયોગમાં લેવામાં આવતી વનસ્‍પતિઓનું માનવી શરીર સાથે સાધર્મ્‍ય હોવાથી કોઈપણ અપાય થયા વિના શરીર તેમનું પૂર્ણ રીતે પાચન કરી શકવું.
૨. દવાઓનું પરિણામ શેના પર થાય છે ભૌતિક શરીર શરીર અને મન
૩. ચિકિત્‍સા કરવાની પદ્ધતિ કેવળ લક્ષણો અનુસાર ચિકિત્‍સા કરવામાં આવે છે. આયુર્વેદ એ ઉપવેદ હોવાથી માંદગીના વાયુ, પિત્ત, કફ પ્રધાન પ્રકૃતિ અનુસાર મૂળ કારણ પર ઉપાય કરીને આરોગ્‍ય પ્રસ્‍થાપિત કરી શકાય છે.
૪. અધિદૈવીક ચિકિત્‍સા, તેમજ ગ્રહબાધા પરની ચિકિત્‍સા ન હોવી હોવી
૫. ‘ગર્ભધારણ થાય તે પહેલાંજ સ્‍ત્રી બીજ તથા પુરુષ બીજ સારવાન (ઉત્તમ દરજ્‍જાનું) થાય’ તે માટેની ચિકિત્‍સા ન હોવી. ‘પ્રજોત્‍પાદન થકી ભાવિ પેઢી સુદૃઢ બનાવવા માટે ગર્ભધારણા પહેલાં જ સ્‍ત્રી બીજ તથા પુરુષ બીજ સારવાન થાય તેમજ ગર્ભ ધારણ થયા પછી પ્રતિમાસ લેવાતા ઉકાળા થકી ગર્ભનું પોષણ સારી રીતે થઈને ગર્ભ સુદૃઢ થાય,’ એ માટે ઉપાય યોજના કહેલી છે.

‘પ્રજોત્‍પાદન થકી ભાવિ પેઢી સુદૃઢ બનાવવા માટે ગર્ભધારણા પહેલાં જ સ્‍ત્રી બીજ તથા પુરુષ બીજ સારવાન થાય તેમજ ગર્ભ ધારણ થયા પછી પ્રતિમાસ લેવાતા ઉકાળા થકી ગર્ભનું પોષણ સારી રીતે થઈને ગર્ભ સુદૃઢ થાય,’ એ માટે ઉપાય યોજના કહેલી છે.

સંદર્ભ : દૈનિક સનાતન પ્રભાત

Leave a Comment