રીંગણાંના ઔષધી ઉપયોગ

રીંગણાં ઘણાં પૌષ્ટિક છે. બજારમાં મળનારા મોટા રીંગણાં અને દેશી રીંગણાંના ઔષધી ગુણધર્મ જુદા જુદા છે. તેથી રીંગણાં ખાવાનું થાય તો દેશી રીંગણાં, મરઘીના ઇંડા જેવા ધોળા રીંગણાં, કાંટા ધરાવતા રીંગણાં ખાવા. અગાશીમાંના કૂંડામાં પણ રીંગણાનો રોપ વાવી શકાય છે.

 

૧. રીંગણાની પસંદગી

‘રીંગણાં વધારે કાચા અથવા વધારે પાકા ન હોવા જોઈએ. તે પરિપક્વ થયેલા હોવા જોઈએ.

 

૨. રીંગણાંમાંથી બનનારાં કેટલાક પદાર્થ

૨ અ. રીંગણાંનું શાક

તાજા રીંગણાં વરાળ પર ચડાવીને તેમાં સ્‍વાદ પૂરતું સૈંધવ મીઠું નાખીને સરસ શાક થાય છે. તેમાં તીખું નાખવું નહીં. કેટલાક લોકો રીંગણાંના બી કાઢીને પણ શાક બનાવે છે.

૨ આ. રીંગણાંનો ઓળો

રીંગણાં ધોઈને ગૅસ અથવા ચૂલા પર સારી રીતે શેકવા. તેના પરની બળી ગયેલી છાલ કાઢી નાખવી. શેકેલા રીંગણાં પર મરીનો ભૂકો, હિંગ અને સૈંધવ મીઠું નાખીને સારી રીતે એકજીવ કરવું અને જુવાર અથવા બાજરાના રોટલા સાથે ખાવું. તેનાથી અન્‍નનું પચન થઈને સારી ભૂખ લાગે છે. તેમાં તેલ નાખવું નહીં. તેલ ઉમેરવાથી ઓળો પચવામાં ભારે બને છે. રીંગણાં (‘બૃહતી’)નો ઓળો સારો બને છે. ખાસ કરીને ચૂલા પર રીંગણાં શેકીને બનાવેલો ઓળો વધારે સરસ લાગે છે.

 

૩. રીંગણાંના ગુણધર્મ

૩ અ. નાના આકારના રીંગણાં પિત્ત અને કફ ઓછો કરે છે.

૩ આ. મોટા રીંગણાં પચવામાં ભલે હળવા હોય, પણ થોડા પિત્તકારક હોય છે.

 

૪. રીંગણાંના ઔષધી ઉપયોગ

૪ અ. તાવ અને ઉધરસ

તાવમાં મોઢે સ્‍વાદ આવે તે માટે રીંગણાંનું શાક આપવું. શરીરમાં વધેલી ભીનાશ તેમજ કફ આ શાકથી ઓછો થાય છે. ચોખા શેકીને કરેલા પોચા ભાત અને રીંગણાંનું શાક તાવ અને ઉધરસમાં લાભદાયક છે.

૪ આ. પેટ ફૂલવું

પેટ ફૂલી ગયા પછી કેટલીક વાર હૃદય પર દબાણ આવે છે. તેનાથી અસ્‍વસ્‍થતા વધે છે, તેમજ સતત પેટમાં દુઃખે છે. તે સમયે રીંગણાંનો ઓળો ખાવાથી લાભ થાય છે. તે માટે રીંગણાંની એક જાત જેને સંસ્‍કૃતમાં ‘બૃહતી’ કહે છે, તેનો ઉપયોગ કરવો.

૪ ઇ. હરસ

હરસમાં ધોળાં રીંગણાં ખાવાથી, તેમજ આ રીંગણું શેકીને કપડામાં વીંટીને તેનાથી ગુદદ્વાર પાસેની જગ્‍યા શેકવાથી લાભ થાય છે; પરંતુ આ શેકવાનું કાળજીપૂર્વક કરવું.

૪ ઈ. વૃષણ વૃદ્ધિ (અંડકોષ પર સોજો આવવો)

રીંગણાનું મૂળિયું લસોટીને તેનો લેપ વૃષણ પર (અંડકોષ પર) લગાડવાથી થોડા દિવસોમાં જ સારો લાભ થાય છે.

૪ ઉ. ઊંઘ ન આવવી

૧. ૨ ચમચી રીંગણાના પાનનો રસ ગાંગડા ખાંડ (ખડીસાકર) સાથે લેવાથી સરસ ઊંઘ આવે છે.

૨. રાત્રે રીંગણાનો ઓળો ખાવો.

૪ ઊ. ગૂમડાં

રીંગણું શેકીને ગૂમડાં પર બાંધવું.

૪ એ. નબળાઈ

રીંગણાં સ્‍વાદિષ્‍ટ, પૌષ્ટિક અને શુક્રધાતુ (વીર્ય) વધારનારા છે. શરીરમાંનો મેદ વધીને જેમનું શરીર ફૂલે છે; પણ તેની તુલનામાં શરીરમાં બળ હોતું નથી, તેમણે રીંગણાનું શાક અવશ્‍ય ખાવું. એનાથી થોડા દિવસોમાં જ બળ વધે છે. અઠવાડિયામાં ૧ – ૨ વાર રીંગણાનું શાક ખાવું. તેનાથી શરીર પ્રતિકારક્ષમ થવામાં સહાયતા થાય છે.

 વૈદ્ય વિલાસ જગન્‍નાથ શિંદે, જિજાઈ આયુર્વેદ ચિકિત્‍સાલય, ખાલાપૂર, જિલ્‍લો રાયગઢ.

Leave a Comment