ઉનાળામાં ત્‍વચાની સંભાળ લેવા વિશે કેટલાક ઉપાય અને ખોરાક વિશે !

Article also available in :

ઉનાળો એટલે પરીક્ષા, શાળાઓમાં રજાઓ અને બપોરના સમયનો કડક તાપ; પરંતુ સૂર્યના કિરણોના સતત સંપર્કમાં આવવાથી પોતાની ત્‍વચાને હંમેશનું નુકસાન થઈ શકે છે. હું એક પ્‍લાસ્‍ટિક સર્જન હોવાથી મને અનેક રુગ્‍ણો જોવા મળે છે, જે તેમની ત્‍વચા પરના ડાઘા માટે ઉપચાર શોધતા હોય છે. આ ફેરફાર સૂર્યપ્રકાશને કારણે થયાં છે; તેથી હંમેશાં સાવચેત રહેવું આવશ્‍યક છે. ઉનાળાના મહિનાઓમાં પોતાની ત્‍વચાની સારી દેખભાળ રાખવાથી તડકાથી થનારી હાનિ ટાળી શકાય છે અને પોતાની ત્‍વચા લાંબા સમય સુધી ડાઘ-મુક્ત અને જુવાન રાખવા માટે સહાયક બને છે. આ વિશે કેટલીક સૂચનાઓ અહીં નીચે આપી રહ્યા છીએ.

૧. હંમેશાં હાયડ્રેટેડ (Hydrated) રહો !

ઉનાળાના મહિનામાં આપણે સારી રીતે ‘હાઈડ્રેટેડ’ (પાણી શોષણનું કારણ શોધવાની) રહેવું આવશ્‍યક છે. ઉનાળામાં પોતાની પાણી પીવાની આવશ્‍યકતા દોઢગણી વધે છે. તેથી સામાન્‍ય રીતે જો આપણે પ્રતિદિન ૨ લિટર પાણી પીતા હોઈએ, તો ઉનાળામાં પ્રતિદિન ઓછામાં ઓછું ૩-૪ લિટર પાણીની આવશ્‍યકતા રહે છે.

 

૨. તડકાથી પોતાનું રક્ષણ કરો

ખાસ કરીને સવારે ૧૦ થી બપોરના ૪ સુધીના સમયગાળામાં બહાર જતી વેળાએ પહોળી ટોપી, છત્રી, સનગ્‍લાસેસ પહેરવા આવશ્‍યક છે. ૩૦ કરતાં વધારે એસ.પી.એફ. ધરાવતું (એસ.પી.એફ. એટલે સૂર્યથી ત્‍વચાનું રક્ષણ કરવા માટે લગાડવામાં આવનારું ક્રીમ) સનસ્‍ક્રીમ તાપમાં જતી વેળા અને ઘરમાં હશો ત્‍યારે પ્રત્‍યેક બે કલાકે લગાડવું.

ડૉ. શ્રદ્ધા દેશપાંડે

 

૩. તમારી ત્‍વચાનો પ્રકાર જાણી લો અને ત્‍વચાની સંભાળ લેશો !

એક અભ્‍યાસ અનુસાર ૮૮ ટકા લોકો તેમની ત્‍વચાના પ્રકાર માટે અયોગ્‍ય ઉત્‍પાદનો વાપરે છે. સહુને માટે એક જ પ્રકારનું ક્રિમ ઉપયોગી હોઈ શકે નહીં. તેથી તમારી ત્‍વચાની સંભાળ લેવાની દિનચર્યા અનુકૂળ રહે તેવી રીતે કરવી અને તેનું પાલન કરવું આવશ્‍યક છે.

 

૪. ક્લિનિંગ (Cleaning), એક્સફોલિએટિંગ (Exfoliating) અને મોઈશ્‍ચરાઇઝિંગ (Moisturizing)

ઉનાળામાં દિવસમાં ઓછામાં ઓછું બે વેળા ‘સેલિસિલિક ઍસિડ’ (Salicylic acid) ધરાવતા હળવા ‘એક્સફોલિએટિંગ વોશ’થી (ત્‍વચામાં રહેલી મૃત પેશીઓ બહાર કાઢવા માટે ચહેરો સ્‍વચ્‍છ કરવાની ક્રિયા) તમારો ચહેરો સ્‍વચ્‍છ કરવાની સલાહ આપવામાં આવે છે. ચહેરો, ગરદન અને છાતી પરની ત્‍વચા પાતળી છે, તેથી તેટલા ભાગમાં કડક અલ્‍કધર્મી (આલ્‍કાલાઈન-Alkaline) સાબુ લગાડવાનું ટાળો. ‘હાયલુરોનિક ઍસિડ’

(Hyaluronic Acid) અને કુંવારપાઠું જેવા સુખદાયક ઘટકો ધરાવતા જેલ આધારિત મોઈશ્‍ચરાઇઝર્સ (ત્‍વચાનું લૂખાપણું ટાળવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સૌંદર્યવર્ધન) શ્રેયસ્‍કર છે. અઠવાડિયામાં એક કે બે વેળા મૃત પેશીઓ કાઢવા માટે ‘એક્સફોલિએટિંગ સ્‍ક્રબ’ વાપરવું જોઈએ, જેથી તમારા ચહેરા પર ચમક આવે છે.

 

૫. ત્‍વચા નિરોગી રાખવા માટે કરવાના ઉપાય

સૌંદર્ય પ્રસાધનો (મેકઅપ) લગાડતાં પહેલાં હંમેશાં ‘સન પ્રોટેક્‍શન ફેક્‍ટર’ (સૂર્યના તાપથી રક્ષણ-પરિબળ)નો ઉપયોગ કરો. ભારે અને ઘેરા રંગ ધરાવતા શેડ્‍સના સૌંદર્યપ્રસાધનો લગાડવાનું ટાળવું જોઈએ. ખનિજ તત્ત્વ ધરાવતા સૌંદર્યપ્રસાધનો હિતકારી છે. સૂતા પહેલાં મોઢા પર લગાડવામાં આવેલાં સૌંદર્યપ્રસાધનો સ્‍વચ્‍છ કરી ધોઈ નાખવાં અને મોઇશ્‍ચરાઇઝિંગ કરવું. આવું પ્રત્‍યેક રાત્રે કરવું, જે સવારે ચમકતો ચહેરો મળી શકે તે માટે અતિશય આવશ્‍યક છે. દિવસમાં બે વાર સ્‍નાન કરવું, હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો અને ફૂગયુક્ત પદાર્થોનો સંસર્ગ ટાળવા માટે ત્‍વચાની સર્વ ચકતીઓ કોરી અને રોગથી મુક્ત રાખવી એ મહત્ત્વનું છે.

 

૬. વાળ અને નખની સંભાળ લેવી

ત્‍વચાની સંભાળ લેતી વેળા ઘણી વાર આપણે વાળ અને નખની સંભાળ લેવાનું ભૂલી  જઈએ છીએ. તીવ્ર તાપને કારણે વાળ અને તાલકું બન્‍ને સૂકાઈ જઈને શુષ્‍ક પડી જઈ શકે છે. યોગ્‍ય ટોપી અને છત્રીનો ઉપયોગ કરીને વાળનું રક્ષણ કરવું જોઈએ. વાળ સ્‍વચ્‍છ રાખવા અને તે ધોવા પહેલાં અઠવાડિયામાં એકવાર કોપરેલ તેલ લગાડીને પોતાના તાલકાને  મોઇશ્‍ચરાઇઝ કરવું, તેમજ વાળનું ‘ડીપ કંડિશનિગ’ કરવું એ તેમની સંભાળ લેવા માટેના મહત્ત્વના ઉપાય છે. કેશ કર્તનાલયમાં અથવા ઘરે પગના નખો પર સૌંદર્યવર્ધક (Nail Polish) લગાડવું, એ સૂકા અને ખરબચડા તાપથી ખરાબ થયેલા નખ સારાં રાખવાનો એક રસ્‍તો છે.

 

૭. હોઠ અને આંખોની સંભાળ રાખવા માટેના ઉપાય

વૃદ્ધાવસ્‍થાના ચિહ્‌નો પ્રથમ પેરીઓરબિટલ (Periorbital) (આંખોની બખોલ ફરતેનો ભાગ) અને પછી પેરીઓરલ (Perioral) (મોઢાની અથવા હોઠોની ફરતેનો ભાગ) જેવા ભાગમાં દેખાય છે. આંખોના નજીકની ત્‍વચા ઘણી પાતળી થવી, કાળાં કુંડાળાં દેખાઈ આવવા, કરચલીઓ પડવાની સંભાવના હોય છે. તેથી ઉનાળાના સમયગાળામાં ’સનગ્‍લાસેસ’ વાપરવા, તે હળવા ક્લિન્‍સરથી નિયમિત સાફ કરવા, સુખદાયક આંખોની જતન કરનારા માસ્‍ક/મહોરાં અને ‘કોલેજન રીજનરેટર’નો ઉપયોગ કરવો, જે પેરીઓરબિટલ ભાગનું રક્ષણ કરવા માટે સહાયક થઈ શકે છે. હોઠોને પણ પૂરતું હાયડ્રેશન (પાણી શોષવાની ક્રિયા) આવશ્‍યક છે. ‘ઈ’ જીવનસત્ત્વ પર આધારિત અને ‘હાયલુરોનિક ઍસિડ’ આધારિત ‘લિપ કંડિશનર’ (હોઠો પર લગાડવાનું ક્રીમ) અને પૌષ્‍ટિક ‘લિપ બામ’ વાપરવું સારું. ઘી અને મલાઈનો સાદો ઉપયોગ કરવો એ પણ યોગ્‍ય છે.

 

૮. ઉનાળામાં કસદાર ખોરાક લેવો

ઉનાળાના દિવસોમાં આપણે જે ખોરાક આરોગીએ છીએ, તેની ક્યારેય પણ અવગણના કરશો નહીં. હંમેશાં આંબા, પપૈયા, અનનાસ (Pineapple), લિંબુ  વર્ગના ફળો, ગાજર, તરબૂચ, બીટ અને સર્વ પ્રકારની લીલી પાદંડાવાળી શાકભાજીનું સેવન કરો. વિવિધ સેલડ (Salads), દહીં અને તાજાં ફળોનું હંમેશાં સેવન કરો. સાદા ખોરાકમાં કરાતો ફેરફાર એ આપણા આંતરડાની શક્તિ સુધારવા માટે અને આપણને ચમકદાર ત્‍વચા આપવા માટે ઉપયોગી થાય છે. તળેલા પદાર્થોનું સેવન ઓછું કરવું.

ડો. શ્રદ્ધા દેશપાંડે, સલાહકાર – પ્‍લાસ્‍ટિક, રિકન્‍સ્‍ટ્રકટિવ ઍન્‍ડ એસ્‍થેટિક સર્જન, વોક્‍હાર્ટ હોસ્‍પિટલ, મુંબઈ સેન્‍ટ્રલ.

(સાભાર : ‘હિંદુસ્‍થાન પોસ્‍ટ’નું સંકેતસ્‍થળ)

Leave a Comment